શૃંગ ઋષિ

વિભાંડક ઋષિ અને ઉર્વશી અપ્સરાના પુત્ર, કશ્યપ કુળના શૃંગ ઋષિ અથવા ઋષ્ય શૃંગ પરમ જ્ઞાની વેદવેદાંગામાં પ્રવીણ હતા. આ ઋષિ સાવર્ણી મન્વંતરમાં થનારા સપ્તર્ષિમાંના એક થશે એમ કહેવાય છે.

જન્મ ————

વિભાંડક ઋષિ જ્યારે ગંગાસ્નાન કરતા હતા તે દરમિયાન તેમણે ઉર્વશી અપ્સરાને દીઠી. સ્વરુપવાન ઉર્વશીને જોતા ઋષિને કામ પેદા થયો અને તેમનું વીર્ય પાણીમાં પડયું. એટલામાં શાપિત દેવકન્યા જે મૃગયોનિ પામેલી તેણે ત્યાં પાણી પીધું. આમ, ઋષિનું વીર્ય એના પેટમાં ગયું અને ઋષ્યશૃંગનો જન્મ થયો. એનો બધો આકાર માણસ જેવો છતાં મૃગના જેવું માથે શીગડું હોવાથી તેમનું નામ ઋષ્યશૃંગ પડયું હતું. તેમને જન્મ આપતાં જ મૃગીનો મૃત્યુ પામી અને વિભાંડક ઋષિ તેમના દીકરાને આશ્રમમાં લાવીને મોટો કરવા લાગ્યા. તેમને સ્ત્રીઓ પ્રત્યે ખુબ ક્રોધ આવ્યો અને આ કારણ થી તેમણે ઋષ્યશૃંગને ક્યારેય સ્ત્રીના દર્શન થવા ન દિધા. વળી સ્ત્રીઓ નો ઉલ્લેખ પણ તેની સામે ન કર્યો. તેમ છતા, વિભાંડક ઋષિએ તેને વેદવેદાંગામાં પ્રવીણ બનાવ્યો. માતૃયોનિની અસરથી ઋષ્યશૃંગ બીકણ હતા.

લગ્ન ————

એક વખત અંગદેશમાં દુષ્કાળ પડયો અને ત્યાના રાજા રામપાદ અથવા લોમપાદ ને બ્રાહ્મણોએ કહ્યું કે, “ઋષ્યશૃંગને અહી લાવી તેનું પૂજન કરો, તો તરત વૃષ્ટિ થાય. ” કેટલીક વારાંગનાઓ વિભાંડક ઋષિ આશ્રમમાં ન હતા. ત્યારે લાગ જોઈ તેમને યુક્તિથી લઈ આવી. રાજાને પોતાની શાંતા નામની ક્ન્યા વિધિસર તેને પરણાવી અને ઋષિનું પૂજન કર્યું. તેમ કરતાં જ દેશમાં વરસાદ થયો. આ બાજુ, વિભાંડક ઋષિ બહારથી આશ્રમમાં આવતાં પોતાના દીકરાને જોયો નહિ,
તેથી તે ગુસ્સે થઈ ને રાજા પાસે આવ્યા. રાજાએ એનું ઘણું સન્માન કરી તેને દીકરા ઋષ્યશૃંગને અને પૂત્રવધૂ શાંતાને તેને પગે લગાડવ્યા. એમને જોઈને ઋષિનો ક્રોધ શાંત થયો.

શ્રીરામ જન્મ ———

દશરથ રાજાએ પણ પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવા તેમને અયોધ્યા બોલાવ્યા હતા. તેમનાહાથે ઇષ્ટિ થતાં જ રાજાને દીકરા થયા હતા.

શૃગેરી ————

કર્ણાટકમાં આવેલું શૃંગેરી નામના શહેરનું નામ આ શહેર પરથી પડ્યું છે. શૃંગેરી આ નામ ઋષ્યશૃંગપુર પરથી આવ્યું છે. આ એક દંત કથા પર અધારિત છે. જેની અનુસાર ઋષ્યશૃંગ ઋષી એ અહીં તપ કર્યું હતું. અદ્વૈતીન તત્વચિંતક, આદિ શંકરએ, એક વખત અહીં એક નાગને ફેણ ઉપાડીને એક સગર્ભા દેડકીને આશ્રય આપતા જોઈ હતી. આ પરથી તેમને અહીં શૃંગેરી શારદા પીઠ(મ્)ની સ્થાપના કરી. આદિ શંકરાચાર્યને લાગ્યું કે આ જગ્યા જરૂર તપોભૂમિ હોવી જોઈએ અને અહીં તેમને દક્ષિણીનમનય શારદા પીઠ(મ્) (શારદા માતાની દક્ષીણની બેઠક) ની સ્થાપના કરી.

શ્રુગેરી ગામ અને મઠ સાથે સંકળાયેલા અદભૂત દૈવત વાળાં અને સપ્તાર્શીઓમાંના એક એવા સાચા અર્થમાં કર્મઠ
ઋષિ શૃંગને શત શત નમન !!!!

——— જનમેજય અધ્વર્યુ

જો તમે ભારતના મહાન ઋષીઓની કથા વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

મહર્ષિ અષ્ટાવક્ર

મહાન ઋષિઓ સપ્તર્ષિ

– મહર્ષિ માર્કંડેય

– મહર્ષિ અગસ્ત્ય

– મહર્ષિ ગૌતમ

– મહર્ષિ દુર્વાસા

– મહર્ષિ વસિષ્ઠ

– મહર્ષિ વિશ્વામિત્ર

મહર્ષિ જમદગ્નિ

Facebook Comments
error: Content is protected !!