પ્રતાપગઢનું યુદ્ધ ૧૦ નવેમ્બર, ૧૬૫૯ ના રોજ લડાયું હતું. જેમાં શિવાજીની સેનાએ બીજપુરના સલ્તનતની સેનાને હરાવી દીધી હતી …….
ચુસ્ત મરાઠા પાયદળ અને ઘોડેસવારએ બીજપુર પર હુમલો કરવો શરૂ કર્યો અને બીજપુરના ઘોડેસવાર તૈયાર થાય એ પહેલાં જ આક્રમણ કરી દીધું ………
મરાઠા સૈન્યે બીજોપુર લશ્કરને પાછું ધકેલ્યું !!!! બીજપુરસૈન્યના૩૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા અને અફઝલ ખાનના બે પુત્રોનેબંદી બનાવી લેવામાં આવ્યા હતા. આ બહાદુરીથી શિવાજી મરાઠા લોકગીતમાં હીરો અને મહાન નાયક બની ગયાં !!!! મોટી સંખ્યામાં જપ્ત કરાયેલા શસ્ત્રો, ઘોડા અને અન્ય લશ્કરી સાધનો સાથે મરાઠા સૈન્ય મજબૂત બન્યું. મુગલ સમ્રાટ ઔરંગઝેબે શિવાજીને મુગલ સામ્રાજ્ય માટે મોટો ખતરો માની લીધો !!!!
પ્રતાપગઢમાં થયેલા નુકશાનની ભરપાઇ કરવા અને નવોદય મરાઠા શક્તિને હરાવવા આ વખતે બીજપુરના નવા સરસેનાપતિ રુસ્તમઝમનના નેતૃત્વ હેઠળ શિવાજી સામે ૧૦,૦૦૦ સૈનિકો મોકલ્યા. મરાઠા સૈન્યના ૫૦૦૦ સવારના સૈનિકોની મદદથી, શિવાજીએ ૨૮ ડિસેમ્બર ૧૬૫૯ ના રોજ કોલ્હાપુર નજીક હુમલો કરી દીધો …… આક્રમણને તેજ કરી દઈને શિવાજી એ દુશ્મન સેના પર બરાબર મધ્યમાં જ પ્રહાર કર્યો અને બે ઘીડેસવાર સેનાએ બંને બાજુએથી હુમલો કરી દીધો !!!!! કંઈ કેટલાંય કલાકો આ યુદ્ધ ચાલ્યું પરંતુ અંતમાં બીજાપુરની સેના વિના કોઈ નુકશાન સહન કર્યાં વગર પરાસ્ત થઇ ગઈ …… સેનાપતિ રુસ્તમઝમન રણભૂમિ છોડીને જતો રહ્યો !!! આદિલશાહી સેનાએ આ વખતે ૨૦૦૦ ઘોડા અને ૧૨ હાથી ગુમાવ્યા !!!
૧૬૬૦માં, અદિલશાહે તેના નવા સેનાપતિ સિદ્દી જોહર સાથે, મુગલો સાથે ગઠબંધન કરીને હુમલા માટે તૈયારી કરી તે સમયે શિવાજીની સેના પનહાલામાં [હાલના કોલ્હાપુર] માં તેમની છાવણીમાં હતી. સિદ્દી જોહરના સૈન્યએ શિવાજીના સૈન્યને ઘેરો ઘાલ્યો હતો અને કિલ્લાથી પુરવઠાનો રસ્તો બંધ કરી દીધો હતો. પનહાલામાં બોમ્બવર્ષા દરમિયાન, સિદ્દી જોહરે બ્રિટિશરો પાસેથી યુદ્ધની સંભવિતતા વધારવા માટે ગ્રેનેડ્સ ખરીદ્યા હતા. કેટલાક બોમ્બ વિસ્ફોટ કરવા માટે કેટલાક બ્રિટિશ તોપચીઓ પણ નિમણૂક કરવામાં આવ્યાં હતાં. આ કથિત વિશ્વાસઘાતને કારણે શિવાજીને ગુસ્સો આવ્યો હતો. કારણ કે તેમણે રાજાપુરમાં અંગ્રેજી કારખાનામાંથી હાથગોળા લુંટયા હતાં ……..
ઘેરાબંધી પછી, વિવિધ લેખોમાં જુદી જુદી વાતો બતાવાઈ છે. જેમાંથી શિવાજી એક લેખમાં બચીને ભાગી જાય છે …….. આ પછી આદિલશાહ પોતે જાતે કિલ્લા પર હુમલો કરવા આવે છે અને ચાર મહિનાના ઘેર પછી કિલ્લા પર કબ્જ્જો લઇ લે છે !!!! અન્ય લખાણોમાં ઘેરાબંધી કર્યા પછી, શિવાજી સિદ્દી જૌહર સાથે વાત કરે છે અને વિશાલગઢના કિલ્લાને તેમને સોંપી દે છે !!!! શિવાજીના સમર્પણ અથવા ભાગી નીકળવા પર પણ એક વિવાદ છે …….
લખાણો અનુસાર, શિવાજી રાત્રે અંધારામાં પન્હાલામાંથી નીકળી જાય છે અને દુશ્મન સૈન્ય તેમનો પીછો કરે છે.
મરાઠાના સરદાર બંદલ દેશમુખના બાજી પ્રભુ દેશપાંડે પોતાનાં ૩૦૦ સૈનિકો સાથે સ્વેચ્છાએ દુશ્મન લશ્કર રોકવા માટે લડે છે …….. અને કેટલાક સૈનિકો શિવાજીને વિશાલગઢના કિલ્લા સુધી પહોંચાડી દે છે. પવન ખિંન્ડના યુધ્ધમાં નાનાકડી મરાઠા સેના વિશાળ દુશ્મન સેનામેં રોકી રાખીને શિવાજીને બચીને નીકળવા માટે સમય આપે છે !!!! બાજી પ્રભુ દેશપાંડે આ યુદ્ધમાં ઘાયલ થવાં છતાં પણ એ ત્યાં સુધી લડતાં રહ્યાં જ્યાં સુધી વિશલગઢ થી એમની તોપોનો અવાજ ના સંભળાય !!!! તોપનો અવાજ એ વાતનો સંકેત હતો કે શિવાજી સુરક્ષિત કિલ્લા સુધી પહોંચી ગયાં છે !!!!
૧૬૫૭ સુધીમાં, શિવાજીએ મુગલ સામ્રાજ્ય સાથે શાંતિપૂર્ણ સંબંધો સ્થાપ્યાં. શિવાજીએ ઔરંગઝેબને બીજપુર કબજે કરવા માટે મદદ કરવાની દરખાસ્ત કરી હતી અને બદલામાં, તેણે બીજાપુરી કિલ્લાઓ અને ગામોને એનાં અધિકારમાં આપવાની વાત કરી !!!! મુગલો સાથે શિવાજીનો સંઘર્ષ ૧૬૫૭ માં શરૂ થયો હતો. જ્યારે શિવાજીના બે અધિકારીઓએ અહમદનગર નજીક મુગલ વિસ્તારમાં હુમલો કર્યો. આ પછી, શિવાજીએ જુનાર પર હુમલો કર્યો અને ૩ લાખ સિક્કા અને ૨૦૦ ઘોડા લઈને ભાગી ગયા. ઔરંગઝેબે જવાબી હુમલામાં નસીરી ખાનને આક્રમણ કરવાં માટે મોકલ્યો એવું કહેવાય છે કે અહમદનગરમાં શિવાજીની સેનાને હરાવી હતી …….. આ વાત મુસ્લિમ ઈતિહાસકારોએ ચગાવેલી છે જ્યારે શિવાજી કયારેય હાર્યા જ નહતાં. ઇતિહાસમાં શિવાજી અપરાજિત રાજા તરીકે જ જગમશહૂર છે !!! પરંતુ, શિવાજી વિરુદ્ધ ઔરંગઝેબની લડાઇ વરસાદી ઋતુને કારણે અને શાહજહાંની નાદુરસ્ત તબિયતને કારણે બાધિત થઇ ગયું !!!! આ વાત પણ મુસ્લિમોએ ચલાવેલી જ છે !!!!
બીજપુરની બડી બેગમની વિનંતીને આધારે, ઔરંગઝેબે તેના મામા શાઈસ્તા ખાનને ૧૫૦,૦૦૦ સૈનિકો સાથે મોકલ્યા. આ સૈન્યએ પુણે અને ચાકનના કિલ્લાને કબજે કરીને એક મહિના સુધી હુમલો કર્યો અને ઘેરો ઘાલ્યો. શાઈસ્તા ખાન તેના વિશાળ સૈન્યનો ઉપયોગ કરીને મરાઠા પ્રદેશો અને શિવાજીના નિવાસસ્થાન લાલ મહલ ઉપર હુમલો કર્યો. શિવજીએ શાઈસ્તા ખાન પર અનપેક્ષિત હુમલો કર્યો. જેમાં શિવાજી અને તેના ૨૦૦ સાથીઓએ પુણેમાં લગ્નની આડમાં ઘુસણખોરી કરી હતી. મહેલના પહેરદારોને હરાવીને દુબળ પર ચઢી જઈને શાઈસ્તા ખાનના નિવાસ સ્થાન સુધી પહોંચી ગયાં હતાં અને ત્યાં જે કોઈ મળ્યા એમને મારી નાંખ્યા !!!! શાઈસ્તા ખાન અને શિવાજીના ઝઘડામાં, તેમણે અંગૂઠો ગુમાવ્યો અને ત્યાંથી બચીને ભાગી નીકળ્યો. આ ઘૂસણખોરીમાં, તેમના પુત્રો અને પરિવારના અન્ય સભ્યો માર્યા ગયા હતા. શાઈસ્તા ખાન પૂણેની બહાર મુગલ લશ્કરમાં આશરો લીધો અને ઔરંગઝેબે તેને શરમની સજા રૂપે એને બંગાળમાં મોકલી દીધાં !!!!
શાઈસ્તા ખાને એક ઉઝ્બેક સેનાપતિ કરતલબ ખાનને હુમલો કરવા મોકલ્યો. તે ૩૦૦૦૦ મુગલ સૈનિકો સાથે પૂણે જવા રવાના થયો અને પ્રદેશની પાછળથી અણધારી રીતે મરાઠાઓ પર હુમલો કરવાની યોજના બનાવી. ઉમ્મેરખિન્ડના યુધ્ધમાં શિવાજી ની સેનાએ પાયદળ અને ઘોડેસવાર સેના સાથે ઉમ્મેરખિન્ડના ગાઢ જંગલોમાં ઘાતક હુમલો કર્યો. શાઈસ્તા ખાનના અક્ર્મણોના પ્રતિશોધ લેવાં અને સમાપ્ત રાજકોષને ભરવાં માટે ૧૬૬૪માં શિવાજીએ મુગલોના વ્યાપાર કેન્દ્ર સુરતને લુંટી લીધું !!!!
ઔરંગઝેબ ગુસ્સામાં આવ્યા હતા અને ૧૫૦,૦૦૦ સૈનિકો સાથે મિર્ઝા રાજા જયસિંહને મોકલ્યા હતા. જય સિંહના સૈન્યએ અનેક મરાઠા કિલ્લાઓ પર કબજો કર્યો અને શિવાજીને વધુ કિલો ગુમાવવાને બદલે, ઔરંગઝેબે શરતો પાળવાની ફરજ પાડી. જયસિંહ અને શિવાજી વચ્ચે પુરંદરની સંધિ થઈ, જેમાં શિવાજીએ ૨૩ કિલ્લા આપ્યા અને મુગલોને જુર્માના પેટે ચાર લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો. તેઓ ઔરંગઝેબના દરબારમાં મુઘલ સરદાર તરીકે તેમના પુત્ર સંભાજીની સેવા આપવા માટે સંમત થયા હતા. શિવાજીનાએક સેનાપતિ નેતાજી પલકર ધર્મ પરિવર્તન કરીને મુગલોમાં જોડાયા !!!! અને તેમને બહાદુરીને પુરસ્કારો પણ આપવામાં આવ્યાં હતાં મુગલોની સેવા કર્યાંના દસ વર્ષ પછી, તે ફરીથી શિવાજી પાસે પાછો ફર્યો અને શિવાજીના આદેશ પર ફરીથી હિન્દુ ધર્મ સ્વીકાર્યો.
—- જનમેજય અધ્વર્યુ
– વીર છત્રપતિ શિવાજી મહારાજ (ભાગ – ૧)
– છત્રપતિ શિવાજી મહારાજ (ભાગ – 3)
જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો