⚔ લલિતાદિત્ય મુકતાપીડ – ભારતનો એક અત્યંત શક્તિશાળી રાજા ⚔

(ઇસવીસન ૭૨૩ – ઇસવીસન ૭૬૦)

એક રાજ્ય છે જેનું નામ છે કાશ્મીર. આના ઈતિહાસ વિષે તો બહુ જ ઓછાંને ખબર છે. આ એક એવું રાજ્ય છે જેમાં જમ્મુને બાદ કરતાં આ રાજ્ય પર એક જ રાજાએ રાજ્ય કર્યું છે. હા રાજવંશો બદલાયા કર્યા છે પણ એમાં બીજાં કોઈ રજવાડાઓ નહોતાં જેમ કે રાજસ્થાન કે ગુજરાત !!!

કાશ્મીરમાં વર્ષોથી એક જ પ્રજા વસ્તી હતી નાગજાતિ. લગભગ કશ્યપ ઋષિથી આ જ જાતિનાં લોકો અહીં વસતાં હતાં. એમનાં વધેલા કુળને લીધે જ રાજવંશો બદલાયા પણ રજાઓ તો એમનાં જ આવ્યાં. પહેલા અશોકના સમયમાં કાશ્મીર એ એની હકુમત હેઠળ હતું એટલે બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ થયો અને એમની પણ વસ્તી વધી. તેમના કેટલાંકે અમુક વખત કાશ્મીર પર રાજ પણ કર્યું હતું અને લદાખનો વિસ્તાર એમને જ હસ્તક હતો. કનિષ્કનું નામ આમાં પહેલું મુકાય પણ કુષાન વંશ પછી પાછાં નાગજાતિના જ રાજાઓ જ રાજ્ય કરતાં હતાં પછી વચ્ચે વચ્ચે પાછું કાશ્મીર એકલું અટુલું પડી ગયું ફરી પાછું એ નાગજાતિનાં કબજામાં આવી ગયું હતું

કાશ્મીરની બાજુમાં જ છે સિંધ પ્રદેશ અને આ આક્રાન્તાઓ જ્યાંથી આવ્યા હતાં એ સિંધ પ્રદેશ જે અત્યારે પાકિસ્તનમાં છે. એ બાજુથી કાશ્મીર પર આક્રમણ થતાં જ રહેતા હતાં. એમાં હુણોનો બહુજ ત્રાસ હતો પ્રજા બહુજ ત્રસ્ત હતી હતી આનાથી પણ ….. આટલું બધું અને એટલા બધા વર્ષો કાશ્મીરી પ્રજા અને કાશ્મીરના રાજવંશો એ સહન કર્યા પછી કાશ્મીરને એક રાજા મળ્યો જેમને કાશ્મીરનું નામ વિશ્વમાં ગાજતું કર્યું હતું પણ હાય રે…… આપણો ઈતિહાસ એમની નોંધ લેવામાં પાછું પડયું અને પાછળથી થોડું અલપઝલપ એ વિષે લખાયું

એ પણ કયારે જયારે કલ્હણનો કાશ્મીરના ઈતિહાસ પરનો કાવ્યમય ગ્રંથ “રાજતરંગીણી” આવ્યાં પછી જ !!! તો પણ એમાં આ રાજાના કાર્યોને વિગતે તો નહોતાં જ આવ્યાં પણ ઐતિહાસિક સ્મારકો અને શીલાલેખોનો ઊંડો અભ્યાસ કરાયા પછી જ સાચી વાતની બધાંને ખબર પડી આ માટે બીજા અનેક પુસ્તકો જેનો સહારો કલ્હણે લીધો હતો એનો વિગતે અભ્યાસ કરવામાં આવ્યો અને તેમને સાચી હકીકતની ખબર પડી કે કાશ્મીરમાં એક રાજા એવો પણ થયો હતો જેનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગતો હતો અને એમણે જ કાશ્મીરનો વિસ્તાર વધાર્યો હતો અને પ્રજામાં સુખશાંતિની સ્થાપના કરી હતી. એ રાજાનું નામ છે ——— લલિતાદિત્ય મુકતાપીડ !!! જી હા …… અનંતનાગનો સ્થાપક અને માટ્ટનમાં અતિપ્રખ્યાત સૂર્યમંદિર બનાવનાર રાજા !!!

આ રાજા લલિતાદિત્ય વિષે કશીક જાણકારી ત્યારે જ પ્રાપ્ત થાય જયારે આપણે એની પૂર્વેની ઘટનાઓ જાણતાં હોઈએ. આ પશ્ચાદભૂ એ કોઈપણ રાજાના સરાહનીય કાર્ય માટે અત્યંત આવશ્યક હોય છે એ કાર્ય માટે જ રાજા અતિપ્રખ્યાત થતાં હોય છે. કોઈનેય વગર કારણે કોઈના પર આક્રમણ કરવું ગમતું તો નથી જ હોતું પણ એ સમયના હાલાત, માહૌલ અને પ્રજાની પરિસ્થિતિ મહત્વનો ભાગ ભજવતી હોય છે ભારતના શરૂઆતનાં રાજાઓ તો સામેથી આક્રમણ કરતાં હતાં. જેમાં ચન્દ્ર્ગુપ્ત મૌર્યથી માંડીને હર્ષવર્ધન સુધીનાં રાજાઓ આવી જાય. આ એક એવો સમય હતો કે જેમાં ભારતને એક કરવું અત્યંત આવશ્યક હતું. સિકંદરના આક્રમણ અને એની હાર પછી પણ આક્રમણો થતાં તો હતાં જ જેમાં શકો અને હુણો મુખ્ય હતાં

એમાંનાં કેટલાંકે કાલાન્તરે અલગ અલગ જગ્યાઓએ રાજ્ય કર્યું જેમાં કાશ્મીરનો પણ સમાવેશ થાય છે પણ સમ્રાટ હર્ષવર્ધન પછી મધ્યકાળનો અસ્ત થયો અને ભારત પાછુ અલગ અલગ રાજ્યોમાં વહેંચાઇ ગયું આજ સમય હતો કાશ્મીરમાં કર્કોટ -કર્કોટક રાજવંશનો !!! આ વખત હતો કાશ્મીરમાં કર્કોટા -કર્કોટક વંશનો લલિતાદિત્યે રાજગાદી સંભાળી તે પહેલાં ચંદ્ર પીડ (ઇસવીસન ૭૧૧ થી ઇસવીસન ૭૧૯)નું રાજ હતું. ત્યારબાદ તારાપીડ નું શાસન આવ્યું (ઇસવીસન ૭૧૯થી ઇસવીસન ૭૨૩ અને ઇસવીસન ૭૨૩થી તે છેક ઇસવીસન ૭૬૦સુધી કાશ્મીરના રાજા બન્યાં લલિતાદિત્ય મુક્તાપીડ. જો કે આ કર્કોટ રાજવંશની સ્થાપના તો ઇસવીસન ૬૨૫માં રાજા દુર્લભવન (ઇસવીસન ૬૨૫થી ઇસવીસન ૬૬૧)દ્વારા થઇ હતી તેના પછી ઇસવીસન ૬૬૧થી ઇસવીસન ૭૧૧ સુધી રાજા પ્રતાપદિત્ય રાજા બન્યો હતો પછી જ તારપીડે રાજગાદી સંભાળી હતી !!!

એક વાત તો કહેવાની જ રહી ગઈ કે રાજા દુર્લભવર્ધનનાં સમયમાં ઇસવીસન ૬૨૭માં મહાન ચીની મુસાફર યુવાન્ચાંગ ભારત આવ્યો હતો. તેને ભારતભ્રમણ કર્યું હતું અને તેને પણ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો !!! જયારે ચંદ્રપીડે કાશ્મીરની રાજગાદી સંભાળી ત્યારે તેણે ચીની નરેશ પાસે રાજદૂત મોકલીને તેમની સહાયતાની યાચના આરબ આક્રમણકારો સામે લડવાં માટે માંગી હતી. કારણકે આરબ આક્રમણકારોનો નેતા મહમદ બિન કાસિમ આ સમયગાળા દરમિયાન કાશ્મીરનાં દ્વાર ખટખટ ખટાવતો હતો !!! જોકે ચંદ્રપીડને ચીન દ્વારા સહાયતા તો પ્રાપ્ત ના થઇ તેમ છતાં પણ એણે કાશ્મીરને આરબોથી આક્રાંત થવાથી બચાવી લીધું હતું ચીની પરંપરા અનુસાર આ માટે ચંદ્રપીડને ચી સમ્રાટે રાજાની ઉપાઘી આપી નવાજ્યા હતાં.

સંભવત: આનું તાત્પર્ય એ છે કે ચીની નરેશે ચંદ્રપીડને રાજત્વ માન્યતા પ્રદાન કરી હતી કલ્હની “રાજતરંગિણી” અનુસાર ચંદ્રાપીડનું મૃત્યુ એનાં જ અનુજ તારાપીડ દ્વારા પ્રેષિત કૃત્યાથી થઇ હતી. આ ચંદ્રાપીડે સાડા આઠ વર્ષ કાશ્મીર પર રાજ્ય કર્યું હતું. તત્પશ્ચાત તારાપીડે ચાર વર્ષ સુધી અત્યંત ક્રૂર એવં નૃશંસ શાસન કર્યું હતું એનાં પછી જ કાશ્મીરનું સુકાન લલિતાદિત્ય મુકતાપીડનાં હાથોમાં આવ્યું હતું !!!

હવે થોડોક ઈતિહાસ અને થોડીક સાલવારી તપાસવી અત્યંત આવશ્યક છે સિસોદિયા વંશના સ્થાપક બપ્પા રાવલનું નામ તો સાંભળ્યું છે ને !!! એમનો શાસનકાળ કેટલો લાંબો હતો તે ખબર છે કોઈને પણ ? ચલો ના હોય હું જણાવી દઉં છું કારણકે આગાઉ હું બપ્પા રાવલ વિષે લખી જ ચુક્યો છું એક વાર ફરીથી પણ લખવાનો જ છું !!! એમનો શાસનકાળ હતો ઇસવીસન ૭૧૩થી ઇસવીસન ૮૧૦. હવે આપ સૌ વિદિત જ છો કે આ બપ્પા રાવલે આરબો એટલે કે મુસ્લિમોને ગાજર મૂળાની જેમ વધેરી નાંખ્યા હતાં અને અ મુહમદ બિન કાસિમને ખદેડી મુક્યો હતો. એ ફરી કયારેય ભારત પર અંખ ઉઠાવીને ના જુએ એ માટે બપ્પા રાવલ ખુદ મુલતાન જઈને રહેતાં હતાં !!

એમનો ખૌફ એટલો બધો હતો હતો કે એમનાથી ડરી જઈને આરબો- મુસ્લિમોએ એમની કન્યા બપ્પા રાવલ સાથે પરણાવી હતી !!! કાશ્મીરના કર્કોટ વંશના રાજા ચંદ્રપીડનો સમય હતો ઇસવીસન ૭૧૧ થી ૭૧૯ આ જ સમય દરમિયાન મહમ્મદ બિન કાસિમ દ્વારા ભારત અને કાશ્મીર પર આક્રમણ થયું હતું !! આ મહમ્મદ બિન કાસિમ ઇસવીસન ૬૯૫માં જન્મ્યો અને અને ઇસવીસન ૭૧૫માં મૃત્યુ પામ્યો !! માત્ર ૧૯ -૨૦ વર્ષે જ !!! આની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ ઇતિહાસકારોને ખબર નથી હોતી એમને બાપ્પા રાવલ કે લલિતાદિત્ય જેવા શુરવીર યોધાઓની આ આક્રન્તાઓઓને એટલું બધું મહત્વ આપવાની શી જરૂર ?
હજરત મહંમદ પયગંબરનો જીવનકાળ છે ઇસવીસન ૬૧૦ થી ૬૩૨ ત્યાર પછી જ ઇસલામ ધર્મ અસ્તિત્વમાં આવ્યો એમ માનીને ચાલે તો ઈસ્વીસનની ૭મી શતાબ્દી જ ગણાય ૮મી શતાબ્દી તો નહીં જ !!!

હવે એ સમય આ મુહમ્મદ બિન કાસિમ થયો હતો એ વાત એટલી જ સાચી પણ બપ્પા રાવલનો સમય છે ઇસવીસન ૭૧૩ થી ઇસવીસન ૮૧૦ જયારે કાશ્મીર પર મુહમ્મદ બિન કાસિમે આક્રમણ કર્યું ત્યારે કાશ્મીરનો રાજા હતો ચંદ્રપીડ જેમનો સમયગાળો છે ઇસવીસન ૭૧૧ થી ૭૧૯. હવે એવું માની લઈએ કે મુહમ્મદ બિન કાસિમે ભારત પર અને કાશ્મીર પર શું ઇસવીસન ૭૧૧થી ઇસવીસન ૭૧૫ દરમિયાન હુમલો કર્યો હતો કારણકે મુહમ્મદ બિન કાસિમ ઇસવીસન ૭૧૫માં અવસાન પામ્યો હતો કાશ્મીરનો વિસ્તાર તે સમયમાં કેટલો હતો તે એક પ્રશ્ન ખરો ? અને એણે વળી કાશ્મીર પર ક્યારે આક્રમણ કર્યું ? કાશ્મીર પર આરબોએ આક્રમણ કર્યું જ નથી. તો પછી આ ત્રણે વચ્ચે કશો જ સંબંધ એમ માનીને ચાલવું જ હિતાવહ ગણાય. આ ત્રણે વચ્ચે કોઈપણ જાતનો કોઇપણ પ્રકારે મેળ ખાતો જ નથી ઇતિ સિદ્ધમ !!!

બપ્પા રાવલે સિંધ પ્રાંત અને પંજાબ પ્રાંતને મુકત કરાવ્યું હોય તો મુહમ્મદ બિન કાસિમને કાશ્મીરમાં પણ ના જ ઘુસવા દીધો હોત એ તો અત્યંત દીવા જેવી સ્પષ્ટ વાત છે. આ સાલી સાલવારી જ ગોથાં ખવડાવતી હોય એવું મને તો લાગે છે !!! એક વાત તો નિશ્ચિત છે કે મુહંમદ બિન કાસિમે સિંધ પર કબજો જમાવ્યો હતો નહીં કે રાજસ્થાન કે કાશ્મીર પર !!! માન્યું એ એ વખતે સરહદ નહોતી દેશનાં ભાગલા નહોતાં પડયા અને આ સિંધ અને પંજાબ પ્રાંત પ્રાંત ભારતનાં જ ભાગો હતાં એ વાત કબુલ -મંજૂર – સહી !!! પણ આ સાલવારીનું શું ? એના પર જ મુહમ્મદ બિન કાસિમની હકુમત હતી તે ભારત આવ્યો જ નથી !!! એવું જ માનવું પડે એમ છે અને એજ પરમ સત્ય છે !!!

હવે લલિતાદિત્યની વાત

એમને રાજગાદી સંભાળી ઇસવીસન ૭૨૩માં. લલિતાદિત્ય વિશેની માહિતીનો મુખ્ય સ્રોત ૧૨ મી સદીના કાશ્મીરી લેખક કલ્હણ દ્વારા કાશ્મીરના શાસકોનો એક ઇતિહાસ રજતરંગિણી છે લલિતાદિત્યને ચીનના તાંગ રાજવંશના રેકોર્ડ ન્યૂ બુક ઓફ ટાંગ (ઝિન તાંગ શુ) માં પણ એક ટૂંક ઉલ્લેખ જોવા મળે છે. આ લખાણમાં તેનો ઉલ્લેખ “મુ-ટુ-પિ” અથવા “મુડુઓબી” (મુક્તાપીડાની વિવિધતા) તરીકે થાય છે. ૧૧ મી સદીના પર્સિયન ઇતિહાસવિદ અલ-બિરુનીએ મુત્તાઇ નામના કાશ્મીરી રાજાનો ઉલ્લેખ કર્યો છે. જે સંભવત મુત્તલ લલિતાદિત્ય (“મુતાઇ” “મુક્તિપીડા” ના અપભ્રંશ સ્વરૂપમાંથી લેવામાં આવ્યો હતો)

કર્કોટા રાજા દુર્લભકા (ઉર્ફે પ્રતાપદિત્ય) અને રાણી નરેન્દ્રપ્રભાના નાના પુત્ર તરીકે રાજતરંગિણીમાં લલિતાદિત્યનું નામ લે છે. તેમની માતા નરેન્દ્રપ્રભાએ અગાઉ કાશ્મીરમાં સ્થાયી થયેલા વિદેશી વેપારી સાથે લગ્ન કર્યા હતા. તેના બે મોટા ભાઈઓ નામના ચંદ્રપિડ (ઉર્ફે વજ્રાદિત્ય) અને તારાપીડ (ઉર્ફે ઉદયદિત્ય) હતા, જેમણે તેમને કાશ્મીરના શાસક તરીકે ગણાવ્યા હતા કલ્હણે જણાવ્યું છે કે લલિતાદિત્યનું શાસન ૩૬ વર્ષ, ૭ મહિના અને ૧૧ દિવસ સુધી રહ્યું હતું !!! લલિતાદિત્ય પછી તેમના પુત્રો: પછી કુવલાપીડ અને પછી વજ્રાદિત્ય દ્વારા ઉત્તરાધિકાર મેળવવામાં આવ્યું. કુવલાપિડ રાણી કમલાદેવીનો પુત્ર હતો જ્યારે વજ્રાદિત્ય ચક્રમાર્દિકાનો પુત્ર હતો વજ્રાદિત્ય પછી તેમના પુત્રો પૃથ્વીપિડ અને સંગ્રમપિડ દ્વારા ઉત્તરાધિકાર મેળવ્યું !!! આ તો થઇ એમનાં પ્રારંભિક અને અંગત જીવનની વાત જેમાં લોકોને રસ ના પડે એ સ્વાભાવિક જ છે પણ એમના કાર્યોમાં તો અને એમના પ્રદાનમાં તો લોકોને જરૂરથી રસ પડશે જ પડશે !!!

➡ લલિતાદિત્યનું વિજયી અભિયાન

તેઓએ જયારે રાજગાદી સંભાળી તે વખતે કાશ્મીરમાં અફડાતફડીનો માહોલ હતો કારણકે એના જ વંશનો એક રાજા નૃશંસ હતો. ચીન સહાયતા આપવામાં તો માનતું નહોતું પણ બિરુદ -ઉપાધી આપીને છટકી જતું હતું !!! કાશ્મીરની પ્રજા સુખેથી રહે અને આજુબાજુનાં રાજ્યો(દેશો) કાશ્મીર પર આંખ ઉઠાવીને ના જુએ એ માટે એમણે એક વાર તો ચીની નરેશ પાસે રાજદૂત મોકલ્યો હતો પણ તેમાં તેમને નિષ્ફળતા મળી પછી જ એમણે નક્કી કર્યું કે આવું જો વારતહેવારે બનતું હોય તો કેમ ના એમનાં પર આક્રમણ કરાય જેથી કરીને કાશ્મીર તો સુખે થઇ રહી શકે !!! અને એક શરુ થઇ શુરવીર યોધ્ધાની વિજયયાત્રા !!!

લલિતાદિત્યએ સર્વપ્રથમ અંતર્વેદી દેશ પર આક્રમણ કર્યું, જેની રાજધાની ગાદીપુરા (કન્યાકુब्જ) પર સ્થિત હતી. બચાવ કરનાર રાજા યશોવર્મને લાંબા યુદ્ધ પછી તેમની સમક્ષ રજૂઆત કરી અને શાંતિ સંધિની ઓફર કરી.યશોવર્મને આ સંધિની શરતોની રૂપરેખા સાથેનો એક દસ્તાવેજ બનાવ્યો. જેનું નામ હતું “યશોવર્મન અને લલિતાદિત્યની સંધિ”. લલિતાદિત્યના મંત્રી મિત્રશર્મને આ પદવી સામે વાંધો ઉઠાવ્યો હતો અને આગ્રહપૂર્વક કહ્યું કે લલિતાદિત્યનું નામ શીર્ષકમાં યશોવર્મનના નામની પહેલાં દેખાય
લલિતાદિત્યના સેનાપતિઓ —- જેમણે યુદ્ધના લાંબા સમયગાળા અંગે અસ્વસ્થતા દર્શાવી હતી. સંધિમાં વિલંબ માટે મિત્રશ્રમણને દોષી ઠેરવ્યા હતા પરંતુ લલિતાદિત્ય પોતે મિત્રશ્રમણથી ખુશ હતા: તેમણે શાંતિ વાટાઘાટો તોડી નાખી, અને યશોવર્મનને ઉથલાવી નાખ્યો. આ હારના પરિણામે, યશવર્મન, જેમણે વકપતિ અને ભાવભૂતિ જેવા દરબારના કવિઓ દ્વારા સેવા આપી હતી, તે પોતે લલિતાદિત્યનો પેનોજિસ્ટ બન્યો. કાન્યકુબ્જની ભૂમિ, યમુના નદી અને કાલિકા નદી (સંભવત :આધુનિક કાલી નાદી) ની વચ્ચે સ્થિત છેતે લલિતાદિત્યના નિયંત્રણમાં આવ્યું હતું

કલ્હણ સાહિત્યકાર છે એમની પાસે ભાષાનું પ્રભુત્વ છે. સંસ્કૃત ભાષા કેટલી સમૃદ્ધ છે એ વિષે તો તમને કશું કહેવાનું હોય જ નહીં !! પણ કલ્હણની શૈલીની એક ઝલક અ જરૂર આપું છું

વિજીયતે પુણ્યબબલેર્બર્યતુ ન શસ્ત્રિણમ
પરલોકાત તતો ભીતિર્યસ્મિન નિવસતાં પરમ !!

અર્થ : – અહીં (કાશ્મીર) પર શસ્ત્રોથી નહીં કેવળ પુણ્ય બળ દ્વારા જ વિજય પ્રાપ્ત કરી શકાય છે. અહીના નિવાસીઓ કેવળ પરલોકથી જ ભયભીત થાય છે ન કે શસ્ત્રધારીઓથી !!! (કલ્હણકૃત રાજતરંગિણી, પ્રથમ તરંગ , શ્લોક ૩૯ )

કલ્હણના શૈલીમય વર્ણનો અહી હું મુકાતો નથીnસીધ્ધે સીધો ઈતિહાસ જ કહી દઉં ચાલો તમને સાલવાર વિજયોની વાત પછી આવશે જ !!!

આમ ઘણાં બધાં વિજયો મેળવીને લલિતાદિત્ય જયારે કાશ્મીર પાછા ફર્યા ત્યારે તેમને કાશ્મીરમાં ઘણા શહેરો અને ધાર્મિક સ્મારકો બાંધવાનું નક્કી કર્યું !!! અને પછી તેમને કાશ્મીરમાં જ રહેવાનું નક્કી કર્યું કારણકે એમને એમ લાગ્યું કે હવે કોઈ કાશ્મીર પર તો આક્રમણ તો કરશે જ નહીં ને અને એવું બન્યું પણ ખરું !!! કોઈએ એમના સમય દરમિયાન ત્યાર પછી આક્રમણ કર્યું જ નહીં !!! એમની તાકાત અને એમનો ભય જ આક્રાંતાઓ અને બીજાં રાજાઓને એટલો બધો સતાવતો હતો કે તેઓએ લલિતાદિત્ય તરફ આંખ ઉઠાવીને જોયું સુદ્ધાં પણ નહીં !!!

લલિતાદિત્ય મુક્તાપીડ પોતાની સેના સાથે જયારે પંજાબ કુચ પર નીકળ્યાં હતાં તો પંજાબની જનતાએ એના સ્વાગતમાં પલક પાંવડા બિછાવી દીધા. પંજાબના શાસક યશોવર્મનને પદચ્યુત કરીને પંજાબને કાશ્મીર રાજયની સીમાઓમાં ભેળવી દીધું આ રીતે કાશ્મીરનો વિસ્તાર વધ્યો જ ગણાય !!! આ એક સારી બાબત હતી કાશ્મીર માટે અને ભારત માટે પણ જેનો લાભ આગળ જતાં પંજાબના મહારાજા રણજીતસિંહે ઉઠાવ્યો હતો અલબત્ત ૯૦૦ વર્ષ પછી !!! ત્યાંથી લલિતાદિત્યએ પોતાનું સૈન્ય અભિયાન બંગાળ, બિહારઅને ઓરિસ્સા સુધી પોતાનાં સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો આ સૈનિક કુછ પછી પશ્ચિમ તરફ આદરી ……. ગુજરાત, માલવાઅને મેવાડ સુધી સફળતાપુર્વક આગળ વધતાં જ ગયાં !!!

તેમ છતાં જો મેવાડને બાકાત રાખીએ આમાં તો લલિતાદિત્યનાં આ સફળ યુદ્ધ અભિયાનોને કારણે માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં કાશ્મીરની ધરતીના આ પરાક્રમી પુત્રનું નામ યશસ્વી થયું !!! કાશ્મીરી સૈન્યના ક્ષાત્ર તેજ આગળ મોટાં – મોટાં સામ્રાજ્ય નતમસ્તક થયાં !!!

દિગ્વિજયી કાશ્મીરી પ્રતિભા દૂર-સુદૂર દક્ષિણ સુધી વિજય પ્રાપ્ત કાર્ય પછી સમ્રાટ લલિતાદિત્ય હવે એનાથી પણ ઊંચા શિખરો સર કરવાં માટે લાલાયિત થઇ ઉઠયાં
ઈતિહાસકાર મજૂમદારના શબ્દોમાં —

” દક્ષિણનાં આ મહત્વપૂર્ણ વિજયો પછી લલિતાદિત્યે કાશ્મીરની ઉત્તરી સીમાઓ પર સ્થિત ક્ષેત્રો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ સમયમાં ભારતથી ચીન સુધી કારવાં (વણઝારા) માર્ગોને નિયંત્રિત કરવાં વાળી કરાકોરમ પર્વતમાળાનું સૌથી ઊંચું અને સૌથી છેલ્લું સ્થાન પણ લલિતાદિત્યે જીત્યું હતું અને એ સ્થાન કબજે કરીને ત્યાં સુધી એમનું સામ્રાજય ફેલાવ્યું હતું ઉલ્લેખનીય બાબત એ છે કે આઠમી સદીની શરૂઆતમાં આરબોનું આક્રમણ કાબુલની ખીણોમાં ચુનૌતી આપી રહ્યું હતું !!! અ દરમિયાન સિંધના રસ્તેથી મુસ્લિમ શક્તિ ઉત્તર તરફ વધવાનો પ્રયાસ કરી રહી હતી. એ સમયે કાબુલ અને ગાંધારનું શાહી સામ્રાજ્ય આ આક્રમણોમાં વ્યસ્ત હતું. લલિતાદિત્ય માટે ઉત્તરીય ક્ષેત્રોમાં પોતાની ધાક જમાવવાનો આ સોનેરી અવસર હતો. તેઓ પોતાની વિજયી સેના સાથે દર્દ દેશ (દર્દીસ્તાન)માં થઈને તુર્કસ્તાન (ટર્કી) તરફ આગળ વધ્યા. અસંખ્ય કાશ્મીરી ભિક્ષુઓ તથા મધ્ય એશીયાઇ નગરોનાં કાશ્મીરી લોકોના પ્રયાસોનાં ફળસ્વરૂપ આ આખો વિસ્તાર કાશ્મીરી પરંપરાઓ તથા શિક્ષણથી સમૃદ્ધ હતો !!! અતએવ: એવું સમજવું અઘરું નથી કે લલિતાદિત્યનાં માર્ગદર્શનમાં કાશ્મીરી સેનાએ ત્યાં સરળતાથી વિજય પ્રાપ્ત કર્યો હતો. તાંગ શાસનની સમાપ્તિ તથા આંતરિક અસૈનિક યુધ્ધો આદિને કારણે તેઓ જે ચીની સામ્રાજ્યને આધીન આવ્યાં હતાં તેઓ પહેલેથી જ વિભાજિત થઇ રહ્યાં હતાં !!!”
(આર. સી. મજૂમદાર, એશિયંટ ઇન્ડિયા- પૃષ્ઠ ૩૮૩)

થોડીક સાલવારી પર પાછી નજર નાંખી લઈએ. કલ્હણની ભાષા સંસ્કૃત હતી અને એમાં શ્લોકમાં કાશ્મીરનાં ઇતિહાસને વણી લેવામાં આવ્યો છે. જેનું અર્થઘટન આપણે તો ના કરી શક્યા પણ અંગ્રેજોએ બહુ જ સારી રીતે કર્યું છે. એમ તો મેં પણ આ જ લેખમાં થોડોક રસ્સાસ્વાદ કરવાનો પ્રયત્ન કર્યો જ છે પણ તેમાં કદાચ ઈતિહાસ સીધેસીધી રીતે કોઈને ખબર ના પડે કે ના સંજય એવું પણ બને અને એ સ્વાભાવિક પણ છે પણ અંગ્રેજોએ એનું અર્થઘટન બહુ જ સારી રીતે કર્યું છે એ વાત તો સ્વીકારવી જ રહી !!!

લલિતાદિત્ય મુક્તાપીડનાં વિજય અભિયાનોની વાત કરીએ તો એ રાજા રાજગાદી પર તો આવ્યો છે ઇસવીસન ૭૨૩માં અને એ જયારથી આવ્યાં ત્યારથી જ તેમને વિજય અભિયાન શરુ કર્યું હતું. જેમાં શરૂઆતમાં જ એમણે અફઘાનિસ્તાન એટલેકે મુસ્લિમ આક્રમણ થતાં હતાં તેમની સામે યુદ્ધ કર્યું હતું અને તેમાં તેઓ જીત્યા હતાં. આની સાલ છે ઇસવીસન ૭૩૦. તો શું આ સાત વર્ષ સુધી સમ્રાટ લાલીતાદિત્ય માત્ર શાંત બેસી રહ્યાં હતાં અને તાલ જોતાં હતાં કે તાગ મેળવતાં હતાં ? ના ભાઈ ના !!! તેઓ શાંત નહોતાં બેસી રહ્યાં !!! કાશ્મીર બહુ પહેલેથી ૩ હિસ્સામાં વહેંચાયેલું છે. જમ્મુ ,કાશ્મીર ખીણ અને લદાખ. હવે જમ્મુ પર તો એમ લાગે છે કે સમ્રાટ લલિતાદિત્યે ચઢાઈ કરી જ નથી. કાશ્મીર ખીણમાં તો તેઓ ખુદ જ રાજા હતાં અને બીજા કોઈ ત્યાં રાજાઓ કે રજવાડાં હતાં જ નહીં એટલે એમની સાથે સંઘર્ષમાં આવવાનો કે એમનો સાથ મેળવવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી !!!. હવે બાકી રહ્યું લદાખ આ એક સંવેદનશીલ વિસ્તાર હતો તિબેટ એને અડીને જ આવેલું છે અને ત્યાંથી જ ચીન જવાય -અવાય છે. આ અગાઉ આ જ રસ્તેથી હ્યુ-એન -સંગ આવ્યો હતો એટલે એ રસ્તો જાણે એ સમયથી જ પ્રચલિત હતો અને આમેય ચીની સંસ્કૃતિ અને સભ્યતા આપણા કરતાં જૂની છે

તે સમયે ચીનમાં તાંગ વંશીય રાજાઓનું રાજ હતું. ચીની નરેશ પાસે આરબો સામે લડવા માટે આ અગાઉ પણ કાશ્મીરી નાગવંશી રાજાઓએ ધા નાખી જ હતી પણ ચીની નરેશે મદદ તો ના કરી પણ તેમનું સ્થાન જોખમમાં નાં આવે એટલા માટે લલિતાદિત્યનાં પૂર્વજોને સમ્રાટની પડવી આપી ખુશ કર્યા હતાં. ઈતિહાસ તો એવું કહે જ છે કે ચીની નરેશની મદદ વિના આ આરબો એટલે કે મોહંમદ -બિન -કાસિમ ને કાશ્મીરમાંથી પાછો ધકેલ્યો હતો. પણ એક વાત તમને જણાવી દઉં કે મોહંમદ -બિન-કાસિમે ભારત પર આક્રમણ કર્યું જ નહોતું તે કાશ્મીર કે રાજસ્થાનના મેવાડ સુધી આવ્યો જ નથી !!! કારણકે આ કાસિમે સિંધ પ્રાંતમાં જ પોતાનો ડેરો જમાવ્યો હતો અને ત્યાં જ એણે ઉલકાપાત મચાવ્યો હતો. એનાં આક્રમણો એ સિંધની આજુબાજુ અને અફઘાનિસ્તાન બાજુ જ થતાં હતાં નહીં કે ભારતના અંદરી ભાગ પર એટલે એ તો સાબિત થાય છે જ ને કે મહોંમદ બિન કાસિમે ભારતમાં મંદિરો નથી તોડયાં અને ભારતીય પ્રજાને મુસ્લિમ નથી બનાવી. આ એક ઇતિહાસની સોચી સમજી સાજીશ માત્ર છે ભારતને બદનામ કરવાની માન્યું કે તે વખતે તો સિંધને પંજાબ પ્રાંત તો ભારતમાં હતું પણ અફઘાનિસ્તાન નહીં. સવાલ એ જ હતો આ કરાકોરમ પર્વતમાળા આના પર કોનું આધિપત્ય !!! એ કાશ્મીરનો તો ભાગ તો હતું જ સાથે જ એ ચીનનાં તાંગવંશના કાબુમાં પણ હતું આ પર્વતમાળા એટલી મોટી છે કે એને સંપૂર્ણ પણે પોતાનાં તાબામાં લઇ શકાય એમ જ નથી

પણ એક વાત ધ્યાન ખેંચે એવી એ છે કે આ મોહંમદ બિન કાસિમે સિંધુ નદીની ખીણમાં એટલે કે સિંધુ નદીના કિનારે મુલતાનના રાજા દાહિરને માર્યો હતો. આ રાજા દાહિરે બહુજ બહાદુરીથી મહોંમદ બિન કસીમનો સામનો કર્યો હતો. આ સિંધુ નદી અને સિંધને અડીને જો કોઈ ભારતના અત્યારના પ્રદેશો હોય તો હોય તો એ છે કચ્છ, કાઠીયાવાડ , પંજાબ અને રાજસ્થાનના થાર પારકારના રણનાં નિકટવર્તી રાજયો જેમાં મેવાડનો સમાવેશ કરવો હોય તો કરાય ખરો !!! પણ કાસિમનું રાજ્ય એ તો ગુજરાતની સીમા પૂરી થાય પછી જ હતું. તાત્પર્ય એ કે એને ગુજરાત પર આક્રમણ કર્યું જ નથી હા રાજસ્થાનનો થોડોક ભાગ એમાં જરૂર આવી જાય છે પણ એ તો એવું પણ કહી શકાય જ ને કે એ તો ભારત-પાકિસ્તાનના ભાગલા પછી એ આપણામાં ભળ્યાં હોય
આમાં ક્યાંય પણ કાશ્મીરનો ઉલ્લેખ નથી થતો. હા….. ખાલી પંજાબના જાટોએ આ કાસિમનો મુકાબલો બહાદુરીપૂર્વક કર્યો હતો અને એની પછી પણ આ જ જાટો એ ગઝની જેવાને પણ રોક્યો હતો !!! પણ આમાં કાશ્મીર ક્યાં ? અને જો રાજા બપ્પા રાવલની વાત કરીએ તો તેમને કાસિમને મુલતાનમાં હરાવ્યો હતો અને ત્યાંથી એને એને વતન સાઉદી અરેબિયા ભગાડયો હતો !!! બાપ્પા રાવલ જે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી કે કદાચ આ કાસિમ ભારત પર મેવાડ પર આક્રમણ કરે એનો એમને અંત લાવી દીધો હતો. કહેવાનો મતલબ એ છે કે રાજા બાપ્પા રાવલે કાસીમને એનાં જ વિસ્તારમાં એટલે કે મુલતાનમાં જઈને હરાવ્યો હતો અને ખુદ પોતે મુલ્તાનમાં રહ્યાં હતાં !!! આમ એક રીતે તો આપને બાપ્પા રાવલના ઋણી જ ગણાઈએ કે જે પ્રદેશમાં રાજા દાહિર હાર્યો હતો અને મરાયો હતો એ જ પ્રદેશમાં અને એનીજ ભૂમિ એજ કાસિમને હરાવીને એના પર પોતાનું આધિપત્ય જમાવ્યું હતું આ કંઈ નાનીસુની સિદ્ધિ તો નહોતી જ !!!

હવે આનો થોડોક અણસાર સમ્રાટ લલિતાદિત્યને હતો એટલે એમણે પહેલું કાર્ય કર્યું હતું અફઘાનિસ્તાનને જીતવાનું પણ એ પહેલાં જેના પર કોઈનું ધ્યાન નહોતું ગયું અને કોઈએ એ કાર્ય નહોતું કર્યું એવું એક ઉત્તમ કાર્ય તેમણે કર્યું હતું !! શું હતું એ કાર્ય ? એ કાર્ય વિગતવાર જોઈએ !!!

મુલતાન તો એ સમયે રાણા બપ્પા રાવલ પાસે જ હતું એટલે એ કબજે કરવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો આ એક પૂર્વભૂમિકા હતી સમ્રાટ લલિતાદિત્યની વણથંભી વિજયકૂચની !!! લલિતાદિત્યે એટલાં જ માટે પહેલાં કાશ્મીરની ઉત્તર પૂર્વીય સરહદો અને એની પેલીપારના રાજ્યો-દેશોને જીતવાનું નક્કી કર્યું હતું. સમ્રાટ લલિતાદિત્યએ પહેલાં જ પોતાની નાગવંશી પરંપરાને અનુસરીને ચીની નરેશ પાસે પોતાનો રાજદૂત મોકલ્યો જ હતો. જેમાં તેમણે ચીની નરેશ પાસે આ આરબો સામેના આક્રમણ માટે સહાયતાની યાચના કરી હતી પણ ચીની નરેશે એ યાચિકા ઠુકરાવી દીધી હતી. આનાથી લલિતાદિત્યને ખરાબ લાગ્યું એટલે એમને ચીનને જ પાઠ પહેલાં ભણાવવાનું નક્કી કર્યું. પહેલાં તેમણે હિમાલીય પ્રદેશ તિબેટને જીતવાનું નક્કી કર્યું અને તેમને તિબેટ પર કબજો જમાવ્યો પણ ખરો તિબેટ જીતનાર તેઓ પ્રથમ રાજા હતાં આપછી તેઓ ચીન તરફ આગળ વધ્યાં અને વાછેના પ્રદેશો જીતતાં જીતતાં તેઓ ચેક પેકિંગ સુધી પહોંચી ગયાં અને એમને પેકિંગ પણ જીતી લીધું હતું !!! ખયાલ રહે કે એ વખતનું પેકિંગ એ અત્યારનું બેઇજીંગ છે અને તે તે વખતે પણ ચીની નારેશોની રાજધાની હતું અને અત્યારે પણ ચીનની રાજધાની છે

જોકે ચીનનું ફોરબીડન સીટી એ વખતે બંધાયું નહોતું નહીં તો લલિતાદિત્યે એને પણ કબજે કરી ભારતીય બનાવી દીધું હોત !!! અરે જે રાજા કારકોરમ જીતી શકતો હોય એને માટે બેઇજીંગ સ્થિત ચીનની જંગી દિવાલ કંઈ વિસાતમાં નથી એમ કહેવાય છે કે સમ્રાટ લલિતાદિત્યે ચીનની જંગી દિવાલ પર પણ પોતાનો કબજો જમાવ્યો હતો, આ વાત કદાચ અતિશયોક્તિ ભરેલી લાગે પણ એમાં જો જરાક પણ સચ્ચાઈ હોય તો એ સચ્ચાઈ ચીને છુપાવી જ છે પણ એક વાત તો બધા ઈતિહાસકારો છાતી ઠોકીને કહે જ છે કે સમ્રાટ લલિતાદિત્ય પેકિંગ પર પોતાનો કબજો જમાવવામાં સફળ રહ્યાં હતાં. આ વાત બહુ જ ઓછા લોકો જાણે છે જેને પણ આ વાત કરીએ તો એ લોકો એમ જ કહે છે કે ” અરે વાહ ……… એમ આ તો અમને ખબર જ નથી !!!” જો ખબર ના હોય તો રાખવી જોઈએ કે નહીં !!! આ ઘટના ઇસવીસન ૭૨૪ થી ૭૩૦ દરમિયાન બની હોવાનું અનુમાન છે. ચીન જેને કોઈ પણ હંફાવી નથી શકતું આજે પણ અને એ સામ્રાજ્યવાદી દેશ છે. જેને આપણા કાશ્મીરના આસ્કાઇન ચીન પ્રદેશ પચાવી પાડયો છે એને હરાવવાનો શ્રેય સમ્રાટ લલિતાદિત્યને જાય છે !!! આ આખી ઘટના ઈતિહાસમાંથી ડીલીટ કરીદેવામાં આવી છે ચીન દ્વારા !!! પણ આ કાર્યના સંયોગિક પુરાવાના અભાવે ચીન બચી જાય છે આજે પણ !!! પણ તેમાં કંઈ સમ્રાટ લલિતાદિત્યની મહતા ઓછી નથી થઇ જતી એ ખાલી જાણ સારું !!! થોડીક અતિશયોક્તિ જરૂર છે પણ આ વાત અત્યાર સુધી તો કોઈએ પણ ખોટી તો સાબિત નથીજ કરી ને !!!

આનું એક ગંભીર પરિણામ પણ આવ્યું એ પણ જાણી લેવું જોઈએ દરેકે !!! આ રસ્તે સૈન્ય કુચ કરી શકાય છે અને આજ રાતે ભારત અને અફઘાનિસ્તાન -સિંધ-પંજાબ પ્રાંત જઈ શકાય છે એ વાત મુસ્લિમ આક્રાંતોને ખબર પડી કારણ અત્યાર સુધી તો એકલ દોકલ જ ભારતીય ભારતમાં આવતાં હતાં અને તે પણ યાત્રીઓ પણ આ ઘટના પછી મોંગોલિયન આક્રમણકારોને પોતાનો રસ્તો ખુલ્લો થયેલો નજરે પડયો અને શરૂથી એક મુસ્લિમ આક્રમણકારોની કુચ જેને ભારતની બરબાદી નોંતરી આની પહેલ કરી સિકંદર બુટશિકાને, એજ તો પહેલો આક્રમણકાર બન્યો ભારત પર ચઢાઈ કરવામાં !!! આ તો ખાલી લોકો જ મહોંમદ બિન કાસિમને મહત્વ આપ્યાં કરે છે બાકી ભારતને લુંટવાની, મંદિરો તોડવાની અને પરાણે મુસ્લિમ બનાવવાની શરૂઆત થઇ ગઈ !!! એ પણ કયારે જયારે લલિતાદિત્યનું અવસાન થયું પછી તરત જ !!!!

ચીને તો નોંધ ના લીધી તો ના લીધી પણ ભારતે પણ ક્યાં લીધી જ છે તે !!! ભારતમાં ઈતિહાસકારો કદાચ પ્રાંતીય હતાં એમ માનવાનું કે શું ? કાશ્મીરવાળાંને રાજસ્થાન વિષે ખબર ના હોય કે ગુજરાતને દક્ષિણ વિષે ખબર ના હોય કે બંગાળને ગુજરાત વિષે ખબર ના હોય એવું જ લાગ્યાં કરે છે મને તો જયારે કલ્હણે “રાજતરંગિણી”ની રચના કરી ત્યારે એમણે ૧૧ જેટલાં પુસ્તકોનો આધાર લીધો હતો માત્ર આધાર જ નહીં પણ વિગતે એનો અભ્યાસ પણ કર્યો હતો એટલે જ એ ગ્રંથ કાશ્મીરના ઈતિહાસ માટેનો એક પ્રમાણભૂત ગ્રંથ બની ગયો છે એટલે એની હકીકતને નજરઅંદાજ કરવી એ નરી મૂર્ખતા જ ગણાય !!! હવે …… ભારતન ઈતિહાસ લખતી વખતે પાશ્ચાત્ય ઈતિહાસકારો શું દારુ પીને લખતાં હતાં કે શું ? તેઓએ માત્ર સંદર્ભો જ આપ્યાં કર્યા છે પોતાને શું કહેવું છે ઠોસપૂર્વક કહી જ શક્યા નથી આને લીધે જ ભારતના ઇતિહાસમાં કયાંક ક્યાંક વિગતદોષ જોવા મળે છે !!! સાલવારી અને માહિતી ઘણી બધી જગ્યાએ ખોટી જ છે !!! ઇતિહાસનું નિરૂપણને બદલે એનું પિષ્ટપેષણ વધારે જોવાં મળે છે એમાંને એમાં ઈતિહાસ અભરાઈએ ચડાવી દેવાય છે અને પોતાનું પિષ્ટપેષણ જ માથે મરાતું નજરે પડતું હોય છે !!! બીજી એક વાત એ પણ છે કે એક જ માહિતી જે વિકિપીડિયામાં હોય એનેને એને જ “કોપી-પેસ્ટ” કરી ફેસબુક, ટવીટર કે વોટસએપમાં સ્ટેટસ રૂપે ચડાવી દેવાતી હોય છે અનુ પરિણામ એ આવે છે કે જે માહિતી ખોટી છે એજ બધે પ્રસરે છે અને સાચા ઈતિહાસ કે સાચી માહિતીથી લોકો વંચિત જ રહી જાય છે જે તે રાજયના લોકો જ એનાં ઈતિહાસ વિષે વધુ માહિતગાર હોય અને એજ લખાણ હિન્દીમાં વધારે સારી રીતે ઉપલબ્ધ થતું હોય છે. એમનાં લખાણો શા માટે નજરઅંદાજ કરાય છે એજ મને તો ખબર પડતી નથી !!! નહિ સુધરે ભાઈ આ પ્રજા નહીં જ સુધરે !!! ચાલો એ વાત જવા દઈએ પાછાં લલિતાદિત્ય મુકતાપીડ પર આવી જઈએ !!!

ઇસવીસન ૭૨૪થી ઇસવીસન ૭૩૦ સુધીમાં સમ્રાટ લલિતાદિત્યે ભારત માટે આ પહેલાં કે અત્યાર સુધીમાં કોઈએ ના કર્યું હોય એવું કાર્ય કર્યું હતું. તિબેટ અને ચીન જીતવાનું !!! જો કે સંયોગિક પુરાવાને અભાવે એ વાત હજી સુધી લોકો સુધી પહોંચી જ નથી !!! પણ આ હકીકતને નકારી શકાય એમ પણ નથી માટે જ સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડ એ ભારતનાં સૌથી શક્તિશાળી રાજવી કહેવાયાં છે !!! ઇસવીસન ૭૩૦ની આસપાસ એમને અફઘાનિસ્તાન પણ જીત્યું હતું. આ જ પ્રદેશ છે કે જ્યાંથી કાશ્મીર પર વારંવાર હુમલા થતાં હતાં પણ એ હુમલાઓ ખરેખર થયા છે એની માહિતી કોઈપણ જગ્યાએ મળતી જ નથી આપણને. પ્રજા એનાં નેતા વગર તો હુમલો ના જ કરી શકે ને !!! આ નેતા કોણ હતો ? એ કેવો હતો ? અને એને ક્યારે કાશ્મીર પર હુમલો કર્યો હતો આ બધાં પ્રશ્નો એ પ્રશ્નો જ રહ્યાં છે હજુ સુધી તો !!! પણ એક વાત છે કે અફઘાનિસ્તાન જીત્યાં પછી લલિતાદિત્ય મૂળ તેઓ જ્યાંથી આવ્યાં હતાં તે પ્રદેશ એટલે કે કાસ્પ્પિયન સીની આજુબાજુનો પ્રદેશ પણ એમણે જીતી લીધો હતો. આ વાત મારાં માનવામાં તો નથી જ આવતી કારકોરમ પર્વતમાળા પર કબજો જમાવ્યા પછી જ તેમણે આ કર્યું હશે એવું આપણે મન મનાવીને ચાલવું પડશે !!! એવું કહેવાય છે કે અફઘાનિસ્તાનમાં જે વિશાળકાય બામિયન બુદ્ધ પ્રતિમાઓ હતી એના પરથી જ પ્રેરિત થઈને લલિતાદિત્યે ચૈત્ય અને પરિહાસપૂરમાં બુદ્ધ પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું !!! આ નગરો વિષે વાત પછીથી !!! અફઘાનિસ્તાન જયારે લલિતાદિત્યે જીત્યું ત્યારે ત્યાં તુર્કીક શાહી વંશનું રાજ્ય હતું. જેઓ ખુબ જ નબળાં હતાં મુસ્લિમો મુલતાન પછી બહુ શક્તિશાળી નહોતાં. આનો જ લાભ લઈને લલિતાદિત્ય છેક તુર્કસ્તાન સુધી પહોંચી ગયાં હતાં આનુંએક કારણ એ પણ છે કે ઇસ્લામ ધર્મની તો આ હજી શરૂઆત હતી. ધર્મઝનુન તો મુસ્લિમ પ્રજામાં થોડાં વર્ષો બાદ આવ્યું હતું !!! એટલે એ તો સ્વાભિક જ છે કે લલિતાદિત્યને આ પ્રદેશોમાં આસાનીથી વિજય પ્રાપ્ત થઇ ગયો !!! એ બહાને ત્યાં હિન્દુત્વ અને ભારતીય વિજય પતાકા તો લહેરાઈ !!!

સમ્રાટ લલિતાદિત્યે યાશોવર્મન જે પંજાબનો રાજા હતો આ પ્રદેશ એટલે અત્યારનું હરિયાણા ગણાય તેને પદભ્રષ્ટ કર્યો ઇસવીસન ૭૩૩માં !! એ વખતે આ પ્રદેશ કનૌજ કહેવાતું હતું !!! એના પર પણ સમ્રાટ લલિતાદિત્યનો કબજો થઇ ગયો. એની આગળ પાછળના પ્રદેશો તે છેક મુલતાન અને અરબસ્તાન સુધી તો બપ્પા રાવલનો ડંકો વાગતો જ હતો. ત્યાંથી પશ્ચિમ ભારત તરફ જવાના બદલે લલિતાદિત્યને પૂર્વમાં જવાનું વધારે મુનાસીબ લાગ્યું, પણ પછીથી તેઓ પશ્ચિમ ભારત તરફ ગયાં તો જરૂર હતાં અને જીત્યું પણ હતું !!! સમ્રાટ લલિતાદિત્યે ઇસવીસન ૭૩૫ -૭૩૬ દરમિયાન બિહાર .બંગાળ અને ઓડીશા પર પોતાનો કબજો જમાવ્યો હતો. કહેવાનો મતલબ છે કે આ બધાં રાજ્યો અને પ્રદેશો તેમણે જીતી લીધાં હતાં ત્યાર પછી તેમને મધ્ય ભારતનાં માળવા અને કૌશલ રાજ્ય પણ પોતાનાં વિજયનો ડંકો વગાડયો હતો. આ બંને રાજ્યો દક્ષિણ ભારતને અડીને આવેલાં હતાં એટલે એમ જરૂરથી કહી શકાય કે દક્ષિણ ભારતમાં પણ સમ્રાટ લલિતાદિત્યનો ડંકો વાગ્યો હતો !!! ત્યાં એમને ચાલુક્યોને હરાવ્યાં હતાં અને પોતે એ જ રાજાની પુત્રીને પરણ્યા પણ હતાં. પશ્ચિમ ભારતમાં શૈલહારા અને કોંકણ પર એમને વિજય મેળવ્યો હતો. ઇસવીસન ૭૪૦થી ૭૪૬ની વચ્ચે એમને કાઠીયાવાડનાં ચાલુક્યોને પણ હરાવ્યાં હતાં

આટલું બધું જીત્યાં પછી લલિતાદિત્ય પાછાં પોતાનાં રાજ્ય કાશ્મીરમાં પાછાં ફર્યા. ૨૫ વરસનનાં અવિરત પ્રવાસ અને આટલાં બધાં વિજયો પછી કોઈને પણ થાક લાગે અને પોતાના રાજયમાં શું ચાલતું હશે કે શું થયું હશે એની ચિંતા કોઈને પણ સતાવે એ સ્વાભાવિક જ ગણાય. તેઓ પાછાં ફરતાં હતાં ત્યારે જ તેઓ ઉજ્જૈન, ચિત્તોડગઢ ,મારવાડ અને થાનેસર થઈને પાછાં ફર્યા હતાં !! થાનેસરમાં તો એ વખતે પણ રાજપૂતોનો ડંકો વાગતો હતો !!! પૃથ્વીરાજ તો ઘણાં પાછળથી થયાં !!! જ્યાં તેનું ગોહિલ અને લીજેન્ડરી બપ્પા રાવલ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત થયું. બાપ્પા રાવલે લલિતાદિત્યનું ખુબ સન્માન કર્યું અને એને એક અજેય યોદ્ધા તરીકે ગણાવ્યો !!! આ જ વાત મનાય એમ છે બાકી બાપ્પા રાવલ સાથે એમને ક્યારે સંઘર્ષમાં ઉતરવું નહોતું પડયું. અલબત્ત આ એક અનુમાન કે મત છે પણ તેમાં જ મને સત્ય જણાય છે. યુદ્ધ એ પોતાનાં હિતેચ્છુઓ અને પોતાનાં કરતાં વધારે શક્તિશાળી રાજાઓ સાથે કયારેય ના કરાય. ગુહિલ્લા અને બાપ્પા રાવલ આવાં રાજાઓ હતાં કે જેમના આશીર્વાદ જ લેવાય એમની સાથે યુદ્ધ તો ના જ કરાય ? બાય ધ વે આ માટે ક્યાં યુધની નોબત જ ઉભી થઇ હતી તે !!! જે છે એ વાત તો કાસિમ અને સાલવારીની જ છે ને !!! આમાં સંઘર્ષ ક્યાં આવ્યો બોલો !!! જો કે આ વાતમાં પણ મતમતાંતર જરૂર પ્રવર્તે છે, પણ એમાં તથ્ય તો છે એ વાત તો આપણે સ્વીકારવી જ રહી !!!

એક પ્રશ્ન જરૂર મનમાં ઉભો થાય છે કે —– મુહંમદ -બિન- કાસિમ ની સાલવારી ઘણી બધી જગ્યાએ ખોટી ચિતરવામાં આવી છે, પણ એનાં વિષે વિશેષ અભ્યાસ કરતાં એવું માલૂમ પડયું છે કે એની સાલવારી એવું કહે છે કે એનો શાસનકાળ તો ઇસવીસન ૬૯૫થી ૭૧૫ હતો. જે બપ્પા રાવલ સાથે તો મેળ ખાય છે પરંતુ સમ્રાટ લલિતાદિત્ય સાથે બિલકુલ મેળ ખાતો નથી. આમેય લાલિતાદિત્યએ અફઘાનિસ્તાન જીત્યું ત્યારે ત્યાં તો કાસિમ પછીનાં નબળાં શાસકો હતાં !!! તો પછી કાશ્મીર પર આક્રમણ કર્યું કોણે ? મૂળ વાત એ કે કાસિમ પછી જ લલિતાદિત્ય થયો છે અને કાશ્મીર પર પહેલું આક્રમણ સિકંદર બુટશિકાન દ્વારા જ થયેલું ગણાય !!! કાસિમ ઐતિહાસિક દ્રષ્ટીએ ભલે પ્રથમ આવતો હોય, પણ ….કાસિમે ભારત પર આક્રમણ કર્યું જ નથી એ વાત તો તમને હું પહેલાં પણ જણાવી જ ચુક્યો છું. આરબોને અરબ સુધી જ રાખવાં હિતાવહ ગણાય !!! એટલે એનો અર્થ એ થયો કે કાશ્મીર પર ભવિષ્યમાં આક્રમણ ના થાય એ માટેની સમ્રાટ લાલીતાદિત્યની આ પૂર્વભૂમિકા હતી. કાશ્મીરને સલામતી બક્ષવાનું એક સ્વચ્છ અભિયાન !!! પાછાં કાશ્મીર ફરીને એમને થોડીક હાશ અનુભવી અને પોતાનો અને સેનાનો થાક ઉતાર્યો પછી પાછાં તેઓ નવાં અભિયાન માટે સજ્જ થઇ ગયાં !!!

અંગ્રેજી ઈતિહાસકાર ગોએટઝનાં મતે એમણે કાશ્મીર પાછાં ફર્યા પછી પછી તેમને તિબેટ અને તુર્કસ્તાન જીત્યું હતું. આ વખતે એમણે ટારીમ બાસીન પણ જીત્યું હતું !!! ગોએટઝ આની સાલવારી આપે છે ઇસવીસન ૭૫૬-૭૫૭. શરૂઆતમાં જ લલિતાદિત્યે એક રાજદૂત ચીની નરેશ પાસે મોકલ્યો હતો અને સમ્રાટ લલિતાદિત્યે પોતાના શાસનકાળના ૩૭ વર્ષો એટલે કે તમામેતમામ વર્ષો યુદ્ધ અભિયાનમાં જ ગાળ્યાં હતાં એટલે એવું માનીને ચાલવું જોઈએ કે શરૂઆતમાં ચીન અને તિબેટ જીત્યું પછી જ તુર્કસ્તાન !!! આ બધી વાતમાં કારકોરમ પર્વતમાળા કોઈ ભૂલી ના જ જવી જોઈએ !!! બની શકે કે જે પ્રદેશો જીત્યાં પછી એમાં શહેરો અને સ્મારકો બનાવવાનું કાર્ય લલિતાદિત્યે કર્યું હોય !!! સાલવારીને મારો ગોળી પણ બધા એકી અવાજે એ વાત તો સ્વીકારે છે કે સમ્રાટ લલિતાદિત્યે કાશ્મીરનો વિસ્તાર પામીર અને હિંદુકુશ પર્વતમાળા સુધી વધાર્યો હતો !!!

હવે એક વાત તરફ આપ સૌનું ધ્યાન દોરું છું કે ઇસવીસન ૭૫૭ થી તે ઇસવીસન ૭૭૦ દરમિયાન સમ્રાટ લલિતાદિત્ય હાથ પર હાથ દઈને બેસી નહોતાં રહ્યાં, એમણે કાશ્મીરના વિકાસનું કાર્ય આરંભ્યું એમાં વચ્ચ્ચે જે પ્રજા નડતી હતી અને જે રાજ્યો ખટકતાં હતાં તે તેમને જીતી લીધા. જેના તરફ કદાચ તેમનું પહેલાં ધ્યાન ના પડયુ હોય એવું પણ બને !!! આ વિકાસ એટલે શું અને તે પણ એ જમાનામાં !!! એ જમાનો વિકાસ એટલે પ્રજાનું હિત એમની ધાર્મિક વૃત્તિને પોષવી અને માટે એ સમયમાં જે પ્રચલિત હતી તેવી શિલ્પસ્થાપત્યની શૈલીમાં શિલ્પ – સ્થાપત્યો બનાવવાં તે. પ્રજાની ધર્મપારાયણતાનો ખ્યાલ રાખવો તે !!! પ્રજાને શાંતિનો અનુભવ કરાવવો તે !!! આમ કરવાનો હેતુ લલિતાદિત્ય નો એ હતો કે પ્રજાને પણ પોતાનાં રાજમાં વિશ્વાસ હોવો જોઈએ અને રાજને પોતાની પ્રજામાં જેમાં સમ્રાટ લલિતાદિત્ય ૧૦૦ ટકા ખરાં ઉતર્યા છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી જ. નગરોની સ્થાપના અને સ્થાપત્યોનું બાંધકામ એ સમ્રાટ લલિતાદિત્યનાં વિજય અભિયાનના એક ભાગરૂપે જ હતું !!! સમ્રાટ લલિતાદિત્યની એક ખાસિયત એ પણ હતી કે તેઓ જે જે પ્રદેશો જીતતાં ગયાં ત્યાં પ્રજાનું હિત પણ એમને જોયું. એમને ત્યાં નવેસરથી નગરો બાંધવાનું નક્કી કર્યું અને પ્રજા માટે તેમના ધાર્મિક સ્થાનો પણ બંધાવ્યા. પ્રજાથી જ રાજા ઉંચો આવે છે એવું તે સ્પષ્ટપણે માનતાં હતાં. પોતે જાતે સૂર્યવંશી હોવાને કારને દરેક ભગવાનમાં એમને આસ્થા હતી એટલે એમ જરૂરથી કહી જ શકાય કે તેઓ પ્રજાવત્સલ હોવાની સાથેસાથે ધર્મનિષ્ઠ પણ હતાં !!!

રાજ્યોને પોતાનામાં સમાવી દેવાથી કશું જ સિદ્ધ થતું નથી બધાએ હળીમળીને સુખેથી સંપેથી એકજૂથ થઈને રહેવું જોઈએ. આમાં દરેક ધર્મના વ્યક્તિને સમાન છૂટ અને અધિકાર મળવો જોઈએ. આ હેતુસર્જ એમને નાગર્સરાચન અને સ્થાપત્યો બાંધ્યા હતાં

➡ લલિતાદિત્યે બાંધેલાં નગરો

કલ્હણનાં જણાવ્યા અનુસાર લલિતાદિત્યે નીચે પ્રમાણેના શહેરો- નગરો બનાવ્યાં હતાં

  • સુનિશ્ચિતપુરા – આ નામ એ સૂચવે છે કે એણે જયારે વિશ્વને જીતવાનો અને એની સાથે લડવાનો દ્રઢનિશ્ચય કર્યો એટલે કે સુનિશ્ચિત
  • દ્રપિત પુરા – એ જ્યારે ગૌરવ અનુભવ હતાં
  • ફલપુરા – તેઓ જયારે ફળાહાર ગ્રહણ કરતાં હતાં …… આ નગર એ એમને બંધાવેલું પ્રખ્યાત નગર પરિહાસપુરાની નજીક જ હતું !!!
  • પર્ણોત્સા – એ જયારે કોઈ ઝાડનું પાંદડું તોડતાં હતાં …… એમ કહેવાય છે કે આજનું પૂંચ એ આજ હતું !!!
  • લોકપુણ્ય નગર – અત્યારનું લારકીપુર
  • પરિહાસ પુરા – આ નગર એ એ દેવ્રાજા ઇન્દ્રની નગરી કરતા પણ વધુ ઉત્તમ અને વૈભવશાળી હતું આ જ એમનુ રહેઠાણ હતું અને એમની રાજધાની આ નાગર નાશ પામ્યું બિલકુલ કલ્હનના સમયમાં !!! એમ પણ કહેવાય છે કે શ્રીનગર એ બીજું રજધાની હતું પહેલાં તો આ જ હતું. લોકો એમ કહે છે કે આ જ તો અનંતનાગ છે !!! જયારે ઈતિહાસ એમ કહે છેકે પરિહાસપુર એક અલગ જ નગર હતું અને એ જ તો લલિતાદિત્યની રાજધાની હતું આ પરિહાસપુરામાં એમને બંધાવેલો બૌદ્ધ સ્તૂપ એ માર્તંડ સૂર્યમંદિર કરતાં વાળું સુંદર અને વિશાલ છે જેના અવશેષો આજે પણ જોઈ શકાય છે આ પરિહાસપૂરનું મુખ્ય મંદિર એ જ માર્તંડ સુર્ય મંદિર કરતાં ઘણું મોટું છે. આ મંદિર એટલેકે સ્તૂપ એ ખરેખર લલિતાદીત્યની ધર્મપરાયણતાનું સૂચક છે. એ સાબિત કરે છે કે એ જમાનામાં પણ બૌદ્ધો અહીં હતાં જે પાછળથી એમણે તિબેટ જીત્યું ત્યારે ત્યાંથી આવેલાં બૌદ્ધો માટે અએક મોટી સુવિધા પૂરી પાડી હતી સમ્રાટ લલિતાદિત્યે !!! એમ કહેવાય છે કે આ બૌદ્ધ સ્તૂપ સંપૂર્ણપાને તોડી પડયો ઇસવીસનની ૧૪મી સદીમાં સુલતાન સિકંદર દ્વારા !!! એ પહેલાં સમ્રાટ હર્ષવર્ધનના વંશજો અહી આગ ચાંપીને નષ્ટ જરૂર કરી ચુક્યા હતાં બારમી સદીની શરૂઆતમાં !!! આ પરિહાસપુરમાં સુલ્તાનગંજ બુદ્ધ, ભારતનો એકમાત્ર હયાત-ગુપ્તા પછીનો સ્મારક છે બુદ્ધના કદનો એક અંશ કાંસાનો છે જે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે !!!

આ ઉપરાંત સમ્રાટ લલિતાદિત્યે અને તેમની રાણીઓ અને તેમના મંત્રીઓએ અનેક નગરો બંધાવ્યા હતાં અને વિકસાવ્યા હતાં. લલીતાદિત્યે ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શિવજી, ભગવાન સૂર્ય અને ભગવાન બુદ્ધનાં અનેક સ્મારકો બનાવ્યાં હતાં. જેમાંના કેટલાંક આજે જગવિખ્યાત છે !!! લલિતાદિત્યે સોનાની, ચાંદીની અને કાંસની અનેકો મૂર્તિઓ બનાવીને મંદિરોમાં પ્રસ્થાપિત કરી હતી !!!

આમ સાર્વજનિક આદર્શોની નીમ લલિતાદીત્યે પોતાનાં સૈનિક જીવનનાં અતિરિક્ત પણ અનેક ક્ષેત્રોમાં રુચિ દર્શાવી. એમનાં શાસનકાળમાં વ્યાપાર એવં કલાને પણ મહત્ય આપવામાં આવ્યું. ધાર્મિક ઉત્સવોનું પણ આયોજન થતું હતું. ચિત્રકળા, મૂર્તિકળાનાં ક્ષેત્રોમાં સમ્રાટ લલિતાદિત્યે વિશેષ પ્રોત્સાહન એવં સુવિધાઓ પ્રદાન કરી જે કોઈ નથી જાણતા તેવી એક વાત પણ તમને કહી દઉં કે સમ્રાટ લલિતાદિત્ય ખુદ એક સફળ લેખક અને વીણાવાદક હતાં. ઇતિહાસકાર બામજઈ લખે છે કે —— “લલિતાદિત્યનાં સૈન્ય વિજયોને એમનાં વિભિન્ન શાસનકાલીન વર્ણનોમાં મહત્વપૂર્ણ સ્થાન મળે છે ત્યાર પછીના સમયમાં પણ એમને કાશ્મીરીઓના હીરો બતાવવામાં આવ્યાં છે. નિર્માણકલા અને જનકલ્યાણનાં એમનાં મહાન કાર્યો, શિક્ષણ પ્રત્યેનો એમનો પ્રેમ, વિદ્વાનોનાં સરક્ષણ અને દયાળુ વિજેતા રૂપી ગુણોને કારણે એમની ગણના કાશ્મીરના મોટાં મોટાં શાસકોમાં થાય છે !!!”

એ સમયનું ભારતીય કાશ્મીર સાર્વજનિક જીવનનાં પ્રાય: બધાં ક્ષેત્રોમાં વિકાસનું મુખ્ય કેન્દ્ર હતું. પ્રત્યેક નાગરિકને ઉન્નતિનાં સમાન અવસર ઉપલબ્ધ હતાં. સમ્રાટ લલિતાદિત્યે જ્યાં એક તરફ ધર્મની સ્થાપના તથા સંરક્ષણન માટે શક્તિની ઉપાસના કરી હતી. ત્યાં બીજી તરફ એમણે સહ અસ્તિત્વ, સત્ય, અહિંસા જેવાં અનેકો સિદ્ધાંતોની રક્ષા માટે અનેકો પ્રયાસ કર્યા !!!

સર્વશ્રેષ્ઠ હિંદુ નિર્માણ કળા સમ્રાટ લલિતાદિત્યનું અત્યંત સુંદર એવં ચિરસ્મરણીય કાર્ય છે. એમનાં દ્વારા નિર્મિત વિશાળ માર્તંડ મંદિર જેને સમ્રાટે ખુદ ભગવાન ભાસ્કર સૂર્યદેવ (આદિત્ય)નાં સન્માનમાં બનાવડાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે સમ્રાટ લલિતા દિત્ય સ્વયં પણ એક શક્તિશાળી સૂર્યવંશીય ક્ષત્રીય હતાં. વિશ્વના ઇતિહાસમાં મંદિર નિર્માણની અનુપમ શૈલી અને તેના નિર્માણની અતુલ્ય ક્ષમતા દુર્લભ છે

ઇતિહાસકાર સ્ટેન કહે છે – “સંપૂર્ણ વિશ્વાસ સાથે લલિતાદિત્યનાં શહેરો, નગરો અને ખંડેરોને શોધી કાઢવું શક્ય નથી, પરંતુ આમાંથી જે મળ્યું તેના ભવ્ય અવશેષો ખ્યાતિ દર્શાવે છે કે લલિતાદિત્ય નિર્માતા હતા. માર્તંડ સૂર્ય મંદિર નાં અવશેષો આજે પણ એ સાક્ષી પૂરે છે કે સમ્રાટ લલિતાદિત્યે આ જ નામનાં તીર્થસ્થળ પર બનાવ્યું હતું. એ મંદિર આજે પણ પ્રાચીન હિંદુ નિર્માણ કલાનું સૌથી અનોખું ઉદાહરણ છે. પોતાની વર્તમાન ક્ષત -વિક્ષત અવસ્થામાં પણ આ ભગ્નાવશેષોને એમનાં આકાર-પ્રકાર તથા નિર્માણ કલા સંબંધી ડીઝાઈન અને સુંદરતાને કરને સારાહવામાં આવે છે !!!” ઇતિહાસકાર યંગહસબંડ અનુસાર – “વિશ્વનાં મહાન નિર્માણ કળા નમૂનાઓમાં માર્તંડ સૂર્ય મંદિરનું સ્થાન ઘણું ઊંચું છે. આ મંદિર માત્ર કાશ્મીરી નિર્માણ કલાનું જ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નથી પણ વિશ્વના એક અતિ સુંદર સ્થળ પર બનવાનું ગૌરવ પણ એને પ્રાપ્ત છે !!! પાર્થેનોન , તાજમહલ , સેન્ટ પીટર્સ . એક્સક્યુરિ યલ ભાવનોથી પણ ઉમદા સ્થાન ઉપર !!! આપણે આને શેષ બધાં મહાન ભાવનોનું પ્રતિનિધિ કે આ બધાં ગુણોનો સમન્વય માની જ શકીએ છીએ આમાં આપણને કાશ્મીરી લોકોની સર્વશ્રેષ્ઠતાનું પણ જ્ઞાન થાય છે !!!”

➡ સુખી સંપન્ન સમાજ રચના

સમ્રાટ લલિતાદિત્યનાં શાસનકાળમાં સમાજ બહુ જ સુખી એવં સંપન્ન હતો. એશિયાના પ્રાય: બધાં દેશો સાથે ખુલ્લી વ્યાપાર વ્યવસ્થા હોતી હતી. ખેતી માટે અનેક સુવિધાઓ હતી અને એ માટે અનેકો નવી ખોજ પણ કરવામાં આવી હતી. જળસંચાર યોજનાને પણ મહત્વ આપવામાં આવતું હતું

લલિતાદિત્યે વિદેશોમાં પણ પોતાનાં વિજય સ્મૃતિ સ્થળો બંધાવ્યા હતાં. સુનિશ્ચિતપુર અને દર્પિતપુર નામનાં બે મહાનગરોનું વર્ણન રાજતરંગિણીમાં આવે છે. યદ્યપિ આ નગરોનાં કહ્ન્દેરો સુદ્ધાં મુસ્લિમ હમલાવરોએ સમાપ્ત કરી દીધાં છે. એમણે ફલપુર અને પર્ણોત્સવ નામનાં પણ બે નગરો બનાવ્યાં હતાં અને ત્યાં માણસોને વસાવ્યાં પણ હતાં. ફલપુર આજકાલ શાદીપુર નામનું ગામ છે જયારે પર્ણોત્સવને અપને આજકાલ પૂંચ નામે જાણીએ છીએ. લલિતાદિત્યે લલિતપુરમાં જે આજે લેતાપુર તરીકે ઓળખાય છે ત્યાં એક બહુ જ મોટું મંદિર બનાવ્યું હતું !!! હુશ્ક્પુર જે આજકાલ ઉશકુર નામે જાણીતું થયું છે ત્યાં સમ્રાટ લલિતા દિત્યે એક મોટો બૌદ્ધ વિહાર એવં બૌદ્ધ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કાશ્મીરના ઇતિહાસમાં આજે પણ માર્તંડ સૂર્ય મંદિર અને પરિહાસપુર શહેર અમરત્વ પામી ચુક્યા છે. આજે જે શાળીપુર છે એની જ આસપાસ જ પરિહાસપુર નાગર હતું !!!

➡ આતંકી જિહાદની કાલિમા

મેં અગાઉ જણાવ્યું છે તેમ જ જે રસ્તેથી થઈને -જઈને લલિતા દિત્યે જો વિજયો મેળવ્યાં હોય તો કોઈ એ રસ્તે આવીને અક્રમન -હુમલો કરે પણ ખરું, પણ એમનિ પહેલાં અનેક પ્રતિભાશાળી લોકોને કાશ્મીર આવવાનું નિમંત્રણ આપ્યું હતું. વિદેશી પ્રખ્યાત ઇતિહાસકાર અલ બરુનીના લેખન દ્વારા આપણને ખબર પડે છે કે સમ્રાટ લલિતાદિત્યે એક તુર્ક સરદાર કાન્યકુન્યને પોતાનો કાહ્સ મંત્રી પણ બનાવ્યો હતો પછીથી આ સરદારે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો. આજ સમયથી કાશ્મીરમાં એક વાર્ષિક ઉત્સવની પ્રથા ચાલી હતી !!! અ વિજયોત્સવ સમ્રાટ લલિતાદિત્યનાં તુર્કસ્તાન પર થયેલાં વિજયની સ્મૃતિમાં અનેકો શતાબ્દીઓ સુધી માનવવામાં આવતો હતો. સમ્રાટ લલિતાદિત્યની સાથે કાશ્મીરમાં હિંદુ સ્વાભિમાનનો સ્વર્ણ -સવર્ણયુગ પ્રારંભ થયો. હિંદુ ધર્મની વિશાળતા, સહિષ્ણુતાનું પ્રતિક બની ગયાં હતાં સમ્રાટ લલિતાદિત્ય, પણ તેમના પછી તેમની આભાને મુસ્લિમ આક્રાંતાઓ અને પછીથી થયેલાં મુસ્લિમ શાસકોએ બરબાદ કરી દીધી !!!

ઈતિહાસકારો એક વાત તો ખુલ્લેઆમ કહે છે કે —– સમ્રાટ લલિતાદિત્ય એ ભારતના ઇતિહાસનું એક ઉજળું પાનું છે. તેઓએ લલિતાદિત્યની સરખામણી એલેકઝાંડર સાથે કરી હતી. મારાં મતે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય કે સમ્રાટ અશોક સાથે કરવાં જેવી હતી !!! ટૂંકમાં ચીન. તિબેટ અને તુર્કસ્તાન પર મેળવેલાં વિજયોને કારણે લલિતાદિત્યનું સ્થાન ચિરંજીવ છે અને સદાકાળ ચિરંજીવ જ રહેશે એ રાખવાનું આપણા જ હાથમાં છે ને !!! આપણે એમનાં પ્રદાનને કયારેય નહીં ભૂલીએ એવી આજથી કસમ ખાઓ બધાં અને જયારે પણ અનંતનાગ માર્તંડ સૂર્યમંદિર જાઓ ત્યારે આ સમ્રાટ લલિતાદિત્યને ભૂલતાં નહીં હોં પાછાં !!!

!! જય માં ભારતી !!
!! જય હિંદ !!
!! વંદે માતરમ !!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!