★ ચંદ્રગુપ્ત મૌર્ય ★

આપણે ઈતિહાસ ભણ્યા છીએ પણ આ રાજાને જેટલું મહત્વ આપવું જોઈએ તેટલું આપ્યું નથી આપણે માત્ર ઉપર છલ્લો જ ઈતિહાસ ભણીને મોટાં થયાં છીએ “ભારત” શબ્દ એ ચાણક્યની જ દેન છે. અખિલ ભારત અને અખંડ ભારતનું ભગવાન કૌટિલ્યનું સ્વપ્નું સાકાર થયું. આ ક્ષત્રિય રાજાની અપ્રતિમ તાકાતથી ચાણક્યે જ આ યુવાનની બહાદુરી અને બુદ્ધિ જોઇને એમ કહ્યું હતું “ઉતિષ્ઠ ભારત” !!!!!

એ યુવાન એટલે ચંદ્રગુપ્ત મૌર્ય ભારતનો સાચો ઈતિહાસ આ યુવાન રાજાથી જ શરુ થાય છે. જો ચંદ્રગુપ્ત મૌર્ય ના હોત તો કદાચ ભારત એના ગૌરવશાળી ઈતિહાસથી વંચિત રહી ગયું હોત !!!! ચંદ્રગુપ્ત વિષે હું જેટલું લખું એટલું ઓછું છે પણ મને લાગે છે કે આ રાજાને ઇતિહાસમાં હજી વધારે મહત્વ મળવું જોઈતું હતું !!! જેટલો એ લાયક હતો એટલું મહત્વ એને અપાયું નથી. ઇતિસિધ્ધમ !!!!

કોણ હતો આ ચંદ્રગુપ્ત મૌર્ય ? એના વિષે દરેક ભારતીયે જાણવું જ જોઈએ !!!
ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય સામ્રાજ્યના સ્થાપક હતા અને અખંડ ભારતનું નિર્માણ કરનાર પ્રથમ સમ્રાટ હતા. તેમણે ૩૨૪બી.સી. સુધી શાસન કર્યું અને બાદમાં બિન્દુસારે મૌર્ય સામ્રાજયની કમાન સંભાળી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય ભારતના ઇતિહાસમાં એક નિર્ણાયક રાજા હતા. તેમણે નંદવંશના વધતાં જતાં અત્યાચારોને ધ્યાનમાં રાખીને ચાણક્યના કહેવાથી અને એમની સાથે મળીને નંદ વંશનો નાશ કર્યો અને એમની પાસેથી સતા આંચકી લીધી !!!! તેમણે યુનાની સામ્રાજ્યના એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ઓફ ધ ગ્રીક એમ્પાયરના પૂર્વી ક્ષત્રપોને હરાવ્યાં અને બાદમાં એલેક્ઝાંડરના ઉત્તરાધિકારી સેલ્યુકસને હરાવ્યો. ગ્રીક રાજદૂત મેગેસ્થીનીસે મૌર્ય ઇતિહાસ વિશે ઘણી બધી માહિતી આપી.

ચંદ્રગુપ્ત મૌર્યનું પ્રારંભિક જીવન

જ્યારે સિકંદરે વર્ષ ૩૨૬ બી.સી. માં ભારત પર આક્રમણ કર્યુ, ત્યારે ચંદ્રગુપ્ત કિશોરાવસ્થામાં હતા. એલેક્ઝાન્ડરે ખૈબર પાસ પાર કર્યું. તેની સેના ખૂબ મોટી હતી. હવે વિજેતા સિકંદરનું આગામી લક્ષ્ય નંદ સામ્રાજ્યનો નાશ હતો. જેમની સેનામાં ૬૦૦૦ હાથી અને વિશાળ સૈન્ય હતું !!! એલેક્ઝાન્ડર જાણતા હતા કે તે આ સૈન્યને જીતી શકશે નહીં. તેથી, એલેક્ઝાન્ડરની સેનાએ ગંગાના મેદાનોમાંથી જ પીછે હઠ કરી. વિશ્વ વિજેતા સિંકંદર નંદ સામ્રાજ્ય આગળ ઘૂંટણ ટેકવી દીધા. આ બનાવના પાંચ વર્ષ પછી, ચંદ્રગુપ્ત મૌર્યએ ભારતમાં સિંકંદરની જીતના સ્વપ્નને પૂર્ણ કર્યું. આ માહિતી મેગેસ્થીનીસે પોતાનાં ઇતોહાસના ગ્રંથમાં નોંધેલી જ છે !!!! એટલે આ ખોટી હોય એ માનવાંને કોઈ કારણ નથી !!!

ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ૩૪૦ બીસીમાં બિહાર રાજ્યના પટણા જિલ્લામાં થયો હોવાનું મનાય છે. હજુ પણ તેના જન્મના વાસ્તવિક સમય વિશેનો વિવાદ છે. ઉદાહરણ તરીકે કેટલાક ગ્રંથો દર્શાવે છે કે ચંદ્રગુુપ્તના પિતા ક્ષત્રિય હતા અને બીજી એક પુસ્તકમાં એવું કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્તાના પિતા રાજા હતા પરંતુ માતા શુદ્ર જાતિના ગુલામ હતા. ઇતિહાસમાં ચંદ્રગુપ્તના બાળપણ વિશે કોઈ વધુ માહિતી નથી. માત્ર નંદ સામ્રાજ્ય સાથે સંબંધિત તેમની કેટલીક વાર્તાઓ ઇતિહાસમાં છે તેમણે નંદ સામ્રાજ્યમો નાશ કરીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી !!!!

Chandragupta

નંદસમ્રાજ્યનો વિનાશ અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના
નંદ સામ્રાજ્યના પતન પહેલાં, તમને નંદ સામ્રાજ્યના ઇતોહાસની ખબર તો હોવી જ જોઈએ. ના ખબર હોય તો કંઈ વાંધો નહીં. થોડીક રૂપરેખામાં હું તમને જણાવું છું !!!! કારણ કે આ એ જ વંશ હતો જેણે વિશ્વ વિજેતા સિકંદરને ભારત આવતાં રોક્યું હતું. નંદ સામ્રાજ્યમાં મગધ પર શાસન કરતા નવ ભાઈઓ હતા. પરંતુ મહાપદમ નંદ એ બધાં કરતાં સૌથી વધારે પ્રસિદ્ધ હતા. તેમને ઉગ્રસેન નંદ પણ કહેવાય છે તેમના નાના ભાઈ ધનનંદ હતાં. જે આ વંશના છેલ્લા શાસક હતા. ધનનંદ પાસે વિશાળ સૈન્ય હતું. જેમાં ૨૦૦૦૦૦ પાયદળ , ૨૦૦૦૦ ઘોડેસવારોનું સેના દળ ,૨૦૦૦ રથ અને ૩૦૦૦ યુદ્ધનિપુણ હાથીઓ હતાં. સિકંદરે ૩૨૬ બી.સી.માં ધનનંદના શાસનકાળ દરમિયાન ભારત પર આક્રમણ કર્યુ હતું અને નંદની મજબૂત સેનાએ તેને હરાવ્યો અને ગંગા મેદાનો અને સિંધ સુધીજ ર્તેને સીમિત રાખીને તેની ઝુંબેશ થંભાવી દીધી.

ધનનંદ એક નિરંકુશ શાસક હતા. તેમણે રોજબરોજની વપરાશની ચીજવસ્તુઓ પર કર નાખી દીધો હતો. તેના કારણે, પ્રજામાં તેમની સામે અસંતોષ વધવા લાગ્યો. તે સમયે, ભારત વિભાજિત થવાનું શરુ થઇ ગયું હતું !!!! અને નંદઆ બાબતમાં ખુબજ લાપરવાહ હતો અને એટલાંજ માટે પ્રજામાં આક્રોશ વધતો ગયો !!!! આજ સમયમાં ચાણકય તક્ષશિલામાં પ્રખ્યાત શિક્ષક હતાં અને ભારત પર વિદેશી આક્રમણોના સીલશીલા માટે વાત કરવાં માટે મગધના દરબારમાં આવ્યાં હતાં !!!! ધનનંદે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો !!!!

ચાણક્યે પોતાની શિખા ખોલીને બરોબર એ જ સમયે ધનનંદ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી !!!! તેમણે ચંદ્રગુપ્ત મૌર્યને નંદ સામે લડવા માટે તૈયાર કર્યા. ચંદ્રગુપ્તને તે સમયે નંદ સામ્રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તો ચાણક્યે ચંદ્રગુપ્તને નંદવંશના સામ્રાજ્યનો નાશ કરીને એને સિંહાસન પર બેસાડવાનું આશ્વાસન આપ્યું અને તેને પોતાની સાથે લઇ લીધો !!!! ચાણક્યને નંદ વંશના રાજા દ્વારા અપમાનિત કરવામાં આવ્યાં હતાં. તેમનો આક્રોશ અને પ્રતિશોધ નંદનો ખાત્મો હતો !!!! એટલે કે તે નંદ વંશનો અંત લાવવા માગતા હતા. તો ચાણક્યએ ચંદ્રગુપ્તને હિન્દૂ સૂત્રો અનુસાર કેટલીય રીતભાતો અને શસ્ત્રકળા શીખવાડી અને પોતાનાં સૈન્યબળમાં વધારો કર્યો !!!!!

ચંદ્રગુપ્તે નેપાળના પર્વતોમાં તેની સેનાને સંતાડી દીધી. પરંતુ નંદ સામ્રાજ્યને હરાવી નહોતો શક્યો !!! શરૂઆતમાં, ચંદ્રગુપ્તની સેના થોડી નબળી હતી પરંતુ યુદ્ધ દરમિયાન, ચંદ્રગુપ્તે નંદ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર પર કબજો કરી લીધો. આમાં ચન્દ્રગુપ્તની કાબેલિયત એનાં નેતૃત્વના ગુણો અદભુત અને અપ્રતિમ શૌર્ય અને એક આગવી વિચક્ષણતા, અતુલ્ય બાહુબળ અને એક અલગ જ વિચારસરણીને કારણે
ચંદ્રગુપ્ત પાટલી પુત્ર પર કબજો જમાવવામાં સફળ રહ્યો !!!!

ચંદ્રગુપ્તના જ શબ્દોમાં ——-
” ઈતિહાસ રચાનારે કયારેય પાછું વાળીને જોવું નહીં કારણકે પાછું વાળીને જોનાર ક્યારેય ઈતિહાસ રચી શકતો નથી !!!!”

ખ્યાલ રહે આ શબ્દો ચન્દ્ર્ગુપ્તનાં છે ……… વિચક્ષણ ચાણક્યનાં નહીં !!!! ૩૨૧ ઈસ્વીસન પૂર્વે ૨૦ વર્ષના ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યના પોતાના એક અલગ જ સામ્રાજ્યની સ્થાપના કરી !!!!

ચંદ્રગુપ્ત મૌર્યનો સામ્રાજ્ય વિસ્તાર

ચંદ્રગુપ્ત મૌર્યનું નવું સામ્રાજ્ય શરૂઆતથી જ હાલના અફઘાનિસ્તાનથી માંડીને પશ્ચિમમાં બર્મા અને જમ્મૂ કાશ્મીરથી દક્ષિણમાં હૈદરાબાદ સુધી એનું સામ્રાજ્ય ફેલાઈ ગયેલું હતું !!! ચાણક્ય ચંદ્રગુપ્તના દરબારમાં પ્રધાનમંત્રી અને મુખ્ય સલાહકારના રૂપમાં કાર્ય કરતાં હતાં …….. ૩૨૩ ઈસ્વીસન પૂર્વેના વર્ષમાં જ્યારે એલેક્ઝાન્ડર મૃત્યુ પામ્યો ત્યારે તેમના સામ્રાજ્યને નાના સરમુખત્યાર રાજ્યો ઓમાં વિભાજિત થઈ ગયાં હતા અને તેમાંથી દરેક પ્રજાસત્તાક પર એક અલગ શાસક હતો. ૩૧૬ બી.સી માં .ચંદ્રગુપ્ત મૌર્યએ મધ્ય એશિયાના તમામ પ્રજાસત્તાકોનેતે હરાવીને તેમણે પોતાના સામ્રાજ્યમાં સામેલ કરી દીધાં !!!! અને પિતાનું સામ્રાજ્ય હાલના ઈરાન, તાજકિસ્તાન, કઝાકીસ્તાન સુધી ફેલાવી દીધું !!!! કેટલીક હકીકતો દર્શાવે છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ બે મેસીડોનીયન સરમુખત્યારોની હત્યા કરાવી હતી !!!!

૩૦૫ ઈસવીસન પૂર્વે માં, ચંદ્રગુપ્તે તેમના સામ્રાજ્યને પૂર્વ પર્શિયા સુધી વિસ્તાર્યું હતું !!!! તે સમયે પર્શિયા પર સેલ્યુસિડ સામ્રાજ્યના સ્થાપક સેલેયુકસ પહેલાં નિકાટરનું રાજ હતું. જે સિકંદરના શાસનમાં એના રાજ્યમાં અને એની સેનામાં માત્ર સાધારણ સેનાપતિ હતાં. ચંદ્રગુુપ્ત એ પૂર્વ એશિયામાં એનો સૌથી મોટો ભાગ લીધો હતો અને શાંતિ મંત્રણામાં યુદ્ધ સમાપ્ત થયું હતું. ચંદ્રગુપ્તે તે જમીન પર કબજો લઇ લીધો હતો અને સેલેયકુસે તેની પુત્રી હેલીના સાથે ચંદ્રગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. બદલામાં, સેલેયુકસને ૫૦૦ હાથી ભેટસ્વરૂપે મળ્યા હતા, જેનો ઉપયોગ સેલ્યુકસે ઈડિપસ સાથેના યુધ્ધમાં તેણે હરાવવાં માટે કર્યો !!!!!

આટલા બધાં ગણરાજ્યો સાથે ચંદ્રગુપ્તે ઉતર અને પશ્ચિમ ભારત પર રાજ કર્યું હતું !!!! ચંદ્રગુપ્તાનું આગામી લક્ષ્ય દક્ષિણ ભારત હતું. ૪ લાખ સૈનિકો સાથે, તે ભારતીય ઉપખંડના કલિંગ સામ્રાજ્ય અને તમિલ સામ્રાજ્ય સિવાય, સમગ્ર ભારત પર શાસન કર્યું. એમનાં શાસનના અંત સુધીમાં તો ચંદ્રગુપ્તે લગભગ ભારતના બધાં જ રાજ્યોને એક કરી દીધા હતાં. તે પછી તેમના પૌત્ર અશોકએ મૌર્ય સામ્રાજ્યમાં કલિંગ અને તમિલનો સમાવેશ કર્યો હતો.

ચંદ્રગુપ્ત મૌર્યનું જૈન ધર્મને અપનાવવું અને ચંદ્રગુપ્તનું મૃત્યુ 

૫૦ વર્ષની ઉંમરે, ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મથી પ્રેરિત થઈને જૈન ધર્મના અનુયાયી બન્યા, અને જૈન સંત ભદ્રબાહુને તેમનાં ગુરુ બનાવી દીધાં !!!! ઈ.સ. પૂર્વે ૨૯૮માં પોતાનું સામ્રાજય પોતાનાં પુત્ર બિંદુસ્વારાને સોંપી દીધું. ચંદ્રગુપ્ત મૌર્ય પછી કર્ણાટકના શ્રવણ બેલગોડાની ગુફામાં જતાં રહ્યાં અને ૫ અઠવાડિયા સુધી ખાધાંપીધાં વગર કઠોર તપશ્ચર્યા કરી. અંતમાં અંધારા ને ભૂખને કારણે એમનું મૃત્યુ થઇ ગયું

આજે પણ શ્રવણગીરીની બાજુમાં ચંદ્ર્ગીરીની ટેકરી એ એમની યાદ તાજી કરાવવા માટે પુરતી છે. એ ક્ષત્રિય હતાં ને જૈન થઈને મર્યા. પણ જતાં જતાં ભગવાન કૌટિલ્યનું સ્વપ્નું સાકાર કરતાં ગયાં. અખિલ ભારત અને અખંડ ભારતનું !!!! આજે પણ ભારત એક છે તેના મૂળમાં તો ચંદ્રગુપ્ત મૌર્ય જ છે !!!!! વિશાળ સેનાનું નેતૃત્વ કરવાની એમને આવડત અને કુશળતા માટે ખરેખર એમને ધન્યવાદ આપવાં ઘટે !!!!! ભારતના અનેક પ્રકારના લોકો અને આટલી મોટી સેનાના લોકોને એક કરવાં અને તેમને વ્યૂહરચના શીખવાડવી અને આ બધાંને એક કરવાં અને સાથે રાખવાં એ કઈ નાનીસુની સિદ્ધિ ના ગણાય !!!

ભારતીય ડાક સેવાએ સન ૨૦૦૧માં ચંદ્રગુપ્ત મૌર્યના નામ પર એક ટીકીટ પણ બહાર પાડી હતી.

ચંદ્રગુપ્ત મૌર્ય એક વિચક્ષણ અને વિલક્ષણ વ્યક્તિ, અદભૂત શૌર્ય અને કુનેહ તથા ભારતમાં જ નહિ પણ વિદેશી મુલ્કોને પણ ભારતમાં ભેડવનાર આ ક્ષત્રિય વિરલાને

શત શત વંદન ………

ભારત તેમનું આ ઋણ કદાપી વિસરી નહીં શકે !!!!

——– જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!