રંગ છે હિરૂજી રેણ ને

ધાણધારની ધરતી પર અરવલ્લીની હારમાળા શરૂ થાય અને થોડીક હારમાળા વટાવ્યા બાદ શિરોહી ધરતીની શરહદ લાગે. પુર્વ દોતારના પંથકો આવેલા, ઉત્તર પુર્વ ભાગ ડુંગરમાળથી ઘેરાયેલો, પશ્ચિમે કોળીયારાનો એક સરાયો મલક. આવા પહાડી અને સુકા ભઠ્ઠ સીમાડા મધ્યે માળવા જેવો મલક. ધાણઘાર ત્રણ સારા પાક થાયહ વળી કોમોદુના નોળવા ડુંડા દરીયાના મોજાની માફક લેરા લે. શેરડીનો પાક ઝુમી રહ્યો છે. આખા વગડે ચણાના મોલનો કરપ લાગે આંબા ઝુમી રહ્યા છે આવી કેવડાની મધમધતી ફોરમ આખા મલક માથે મેહકતી હતી.

આવી ધીગીં ધરા ના ઊજળા માનવીની મહેમાનગતી, ઘી ગોળની છોળો હોય, બાસ્તા જેવી કમોદની મધમધતી ખીચડી અને દુધ, બત્રીશ ભોજન ભુલાવી દે એવો સ્વાદ ને આવી ધાણઘાર ની ધરતી ચારેય કોર ડુંગરાથી ઘેરાયેલી. એથી લોકો સુખી ને નવયૌવનાની માથે કુડી નજરૂ મંડાઈ એમ કાંટાળીની આ વસ્તી માથે મંડાયેલી શિરોહી ધરતીના દાબાણી ગામના ઠાકોર લાલસિહની નજર આ મલક પર મંડાણી. પોતની તલાવર અને બાવડાના બળ માથે મગરૂર બની ધાણઘાર માથે પોતાના માણસનુ દળકટક લઈ ઊતર્યો..

આ ધરતી વચાળે છાબડીમા શોભતા તારોડીયા ની જેમ શોભતુ વણસોલ ગામ. બધી વાતે સુખી આ ગામ પર લાલસિહ ની કુડી નજર મંડાઈ. પોતાના ઘોડા એ ગામ તરફ વાળ્યા. સુરજ સવા રાશવા ચડયો છે, ગામના ઢોર વગડે હાડી રહ્યા છે. ગામાના પાદરે ધણના પોદળા ભેગા કરવા ગામની દિકરીયુ ને વહવારૂ વાસના છાબોયામા ભેગા કરી રહી છે. તેમાં એક ઘાચીની તાજી પરણેલી દિકરી દાગીના દેહમાથે ઠસોઠસ પેહરી છાણ વિણવા આવી છે. છાણાં વિણવામા મશગુલ છે. ત્યા દાબાણીનુ દળકટક ખાબક્યુ. ઘાચીની દિકરીને ઘેરી બીજી દિકરીઓ છાણના ટોપલા ફગાવી જીવ બચાવવા ગામભણી ભાગીયુ. ઘાચીની દિકરીએ કાળો દેકારો કર્યો. બચાવો દોડો પણ કોઈ ન આવ્યુ.

ગામમા રડીયારો થયો એ વખત હિરૂજી રેણ પોતાના ખેતરેથી ગામમા આવી રહ્યા હતા. તે રીડ સાંભળી તે દોડતા પાદરે આવ્યા. ઘાચીની દિકરીએ હિરૂજીને જોયા અને કાકલુદી કરી હિરૂભાઇ આ કાળમુખા મને લુટી લેશે. મારી આબરૂ લેશે મને બચાવો. હિરૂજી ઠાલાહાથે હતા જેથી ગામ ભણી દોડ્યા પોગ્યા કાકા પાસે. કાકા તલવાર દો ગામની કુવાશીયો કાળમુખા પીખી રહ્યા છે મારે ઇમની સામે જાવુ છે. હાલતો થા રેડ(કાદવ)કરવામા તો પેટનુ હાંડલુ વધી ગયુ છે ને પગ દોયડી જેવા છે. ઘેંસ ખાનારનુ આ કામ નથી. અરે કાકા તલવાર આપો સમો જાય છે.

અલ્યા અમારી તલવાર ને તુ લજવે તલવાર તારા જેવા સારૂ નથી હાલવા માંડ ને ધાડા સામે જાવુ હોયતો ડફણુ કે દાતરડુ લઈને જા. સિયાઇનો દિકરો થઈ દાતરડા જેવુ ઘરમા નથી રાખતો વાતો કરે ધાડાસામે જવાની. કાકાએ ટોણો માર્યો હિરજી કાકા તો છે જ પણ આજ સમો નથી. હાલ દુનિયાને બતાવીશ મારી મરદાઇ ઉતર દઇ પોતાના ઝુંપડામા ખોસેલ મ્યાનની તલવારનુ કાતુ ખોસેલુ હતુ એ યાદ આવ્યુ. હડી કાઢી ઝુંપડામાથી કાતુ કાઢી માથે તાસળી અને શરીરે ગોદડાનુ રોલુ વીટી ઊપડયા ધાડા સામુ. રસ્તામા હિરને મીરાસી મળયો રંગ છે બાપુ આજ શીદ તલવાર બાધી. ધાડપાડુ પુઠે હુ આવુ રંગ દેવા હાલ મીરાસી ને બન્ને સાથે ગયા. ધાડપાડુ વણસોલ નો સીમાડો વટોળવામા લગુભગુ હતા. ત્યા હિરજીએ ત્રાટ નાખી થાજો મરદ કાય આતો બોડી બામણીના ખેતર ભેળ કરી ગયા છો.

લુંટારૂએ પુઠે જોયુ એક દુબળો પાતળી કાયાવાળો જણ ડિલે રોલુ વીટી ધા નાખી રહ્યો છે તેની પાછળ ખાલીહાથે એક માણસ આવી રહ્યો છે. આ બાજુ જીવોજી સંધી વણસોલ થી ધાડા પાછળ પડયો છે. પેહલો ઘા રાણાનો હિરૂજી એ લુંટારૂમાથે બુઠી તલવાર નો ઘા કર્યો. તેની તલવાર પડી ગઇ ને હિરજીએ લઈ લીધી. સારી તલવાર મળતા રંગમા આવી ખાડાના ખેલ ખેલવા માડયો. ત્યા જીવાજી સંધી વીરહાક સંભાળય હિરૂજી તમે ઘા દો હુ એમના માથા વાઢુ છુ. આમ હિરૂ નીચે પાડે ને જીવો માથાં વાઢે છે. ધાડાના સરદારે ત્રાડ નાખી આપણે ઝાઝા ને એ બે કેટલાને ગુડયા ઘરવાળીને શુ મોઢુ બતાવશુ થાવ સાબદા બેઊને ગુડી નાખો. પછીતો તીરનો મારો ચલાવ્યો ને હિરજીનુ શરીર છાયણી થયુ. જીવોજી પણ ઘાયલ થઈ ગયો. હિરૂને કપાળમા તીર લાગી ગયુ ત્યા મીરાસી એ આવી હિરૂની પીઠ થાબડી. રંગ છે બાપ પાંચને પાડ્યા છે હવે છઠ્ઠાને ગુડી નાખો. હિરૂ તલવારને ટેકે ઊભો થઈ હડી કાઢી એકને વધેર્યો. જીવોજીએ માથુ વાઢયુ મીરાસી રંગ દે એમ ધાડપાડુ ગુડાતા જાયછે ને હિમ્મત તુટી, ભંગાણ થઈ ગઈ વેરણ છેરણ થયા. એક ધાડપાડુએ મીરાસીને પગમા તીર માર્યુ ને પડયો આખરે.

ધાડ ભાગી હિરૂજી ટેકો લઈ ઊભો થયો ગામ પોકયુ હિરને પાણી પાયુ. કળ વળી ખેચી નાખો આ તીરો. લોકો તીર ખેચવા લાગ્યા તીર ભમ્મરીયા હતા. માસના લોચા સાથે બહાર નીકળતા ખેંચનારને કમકમાટી છુટી. તીર નહી ખેંચી શકુ ના ભણી અલ્યા રખી બુગીંયો ઢોલ વગાડ કહી ગામના હિંદુ મુસ્લિમ ને રામ રામ ને. બોલ્યુ ચાલ્યુ માફ કરાવ્યુ. રખી તરઘાયા માથે ડાંડી માંડી ઝીકવા હિરૂજી ઢીચણ ભેર થઈ મંડયા બે હાથે તીર ખેચવા આખા શરીરે તીર વાગ્યા હતા. પગમા પણ આમ તીર ખેચતા ખેચતા હિરૂજી આ જગતમાથી વિદાઇ લીધી. સદાય માટે આંખ વીચી નાખી. જીવાજીને પડદે નાખ્યા ને બચી ગયા. રંગ હિરૂજી રેણ ને

નોધ: હિરૂજી રેણની મરદાઇ ની શાખ પુરતો પાળીયો વણસોલ ગામની સીમમા આવેલ છે જે આ ઘટનાની સાક્ષી પુરે છે. આખુ ગામ હાલમા પણ હિરૂજીને લાડકોડથી પુજે અને માને છે ને હાલ ખોડાવીર તરીકે પુજાઇ છે. દાબાણી ઠાકોર તેમજ તેમના ભાયાત કસુંબો પીયે ત્યારે હિરૂજીને રંગ ના છાટણા દે છે

••• ધાણઘાર નુ ધાવણમાથી•••••
ફોટો મોકલનાર મારા મિત્ર જે વણસોલ ના વતની સંજયભાઈ મણીલાલે મોકલેલ છે જેમનો હુ આભરી છુ.

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!