ગાયોની વહારે ચડનાર જીવાજી ઉમટ

ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ અને તે આવે ગાફ તાબાના બાવન ગામમાં અને બાવનગામનો ધણી એટલે ગાફ ઠાકોર. આજેય ગાફ ગોરાસુ ભેગું જ બોલાય છે ને. કહેવાય છે ને કે ધરતી વાંઝણી ન હોય એમ. આ ભાલ પંથકની ધરતી માથે પણ શુરવીરો પાક્યા છે ને એવોજ એક શુરવીર ગોરાસુ ગામમાં પાક્યા જેમનું નામ જીવાજી ઉમટ, પણ મરદનું ફાડયું વટ ની વાત જ શું કરવી પણ જણ્યો પ્રમાણ હતું એ સમયમાં જીવાજી બાપુનું ગોરાસુ ગામમાં માનપાન પણ સારાં. લોકો તેમને ગામનાં મોભી આગેવાન તરીકે માનતાં. ગામનો કોઈ નાનો મોટો પ્રસંગ હોય એટલે જીવાજી અચુક હાજરી આપતાં. ગામને પોતાનું ઘર માનતાં કોઈને ત્યાં પ્રસંગ હોય તેને આશ્વાસન આપતાં કાઇ જરૂર હોયતો કેજો મૂંઝાતા નહીં સવ થઇ પડશે. આવો હોકારો આપતાં ને ગામ એક ઘર છે એવું માનીને રેહતા.

એક દિવસ ગામમાં પટેલનાં દિકરાના લગ્નમાં જીવાજી ને આમંત્રણ મળ્યું ને જવાનું થયું ને તેઓ જાનમાં ગયાં. એ ટાણે ગાફ ઠાકોર ગોરાસુ પધાર્યા ને તેમણે ગામમાં આવી જીવાજી ને મળવું છે. તેમને બે જણને બોલાવા મોકલ્યા. જીવાજીને ઘરે જાવ કે ઠોકર તમને બોલાવે છે. માણસો એ જીવાજી ને ઘરે આવી સાદ દિધો ને અંદરથી જવાબ આપ્યો તેતો પટેલના દિકરાની જાનમાં ગયાં છે. માણસો આવી સમાચાર આપ્યા જીવાજી પટેલની જાનમાં ગયાં છે. હહહ ઠોકરને જરા સંકોચ તો થયો પણ પછી વાત એમ વિચાર કરી તરત જ તેમણે માણસોને કહ્યું જાવ હાલને હાલ ગાડું જોડી જીવાજી ને તેડી લાવો.

માણસો જીવાજીને જાનમાંથી પાછાં ગોરાસુ લાવ્યાં. ઠાકોરને ને જીવાજી નું થોડું વધતું માન જોઈ અકળતા હતાં, પણ શું થાય. શું જીવાજી પરણાવી આવ્યાં પટેલનાં દિકરાને. હા ઠાકોર પણ અધવચ્ચે આવવું પડયું હજું તો જાન ત્યાં જ છે. પણ જીવાજી ગાફ ઠાકોર બોલ્યા ગામતો ખેડવા હું તમને આપું છું તો તમારે આવી રીતે જ્યાં ત્યાં જવાની જરૂર શી છે. જીવાજીને આ વેણ આકરાં લાગ્યા પણ ઠાકોર મારા ગામની જાનમાં હું ન જાવતો સારૂં ન કેહવાય ઠાકોર કહે એ બધું ઠીક પણ ગામતો તમે મારૂં ખેડો છો.. ને આ વાત જીવાજી ને જામી નહીં ને આ વાતમાં ઠાકોર અને જીવાજીને વચ્ચે ની ગાંઠ તુટી ને તીરાડ પડી.

મનોમન વિચાર કર્યો કે મારાં અને ઠાકોરના વિચાર અલગ છે કારણ ગામને હું મારૂં ઘર ગણું છું ને ઠાકોર કંઈક નવુ જ સ્વરૂપ આપવા માંગે છે. આમ બન્ને વચ્ચે મનભેદ થયો ને વટ ઊપર વાત ગઇ એટલે જીવાજી એ ગોરાસુ ગામ છોડવાનો નિર્ણય કર્યો ને ગામ છોડી ને તેઓ આજનાં વલ્લભીપુરના મોણપર ગામે તેમનાં સગાં ને ત્યાં વસવાટ કર્યો. અને તેઓ કામે લાગી ગયા ને ગાયો ચરાવતા ને આખો દિવસ ગાયને વગડો ચરાવી ઘરે લાવતાં. આમ નિત્યક્રમ થયો ને સુખશાંતિ ભોગવી રહ્યાં હતાં.

પણ બધાં દિવસો સરખા કયાં હોય છે એક દિવસ વલ્લભીપુર દરબારના માણસો જીવાજી ગાયો ચારતા હતાં ત્યાં આવી ચડે છે ને થોડી બોલાચાલી થઈ ને રાજના માણસો એ ગાયો વાળવાનો પ્રયત્ન કર્યો ને ગાયો વલ્લભીપુર લઇ જવાની તૈયારીઓ ચાલી પણ, જીવાજી કોઈ મોળી માટી માંથી નથીં બન્યો હું રાજપુત બચ્ચો જીવતો હોય અને ગાયો વાળી જાવ એમાં તમે ખાંડ ખાવશો. જો માટીયારના દિકરા હોવતો વાળો ગાયો ખબર પડી જાય કે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે ને આમ વાત વાતમાં ઘીંગાણાનો રંગ જામ્યો ને સામસામે ભડ અથડાણા ને કુંડાળે પડયાં ને માથાં વઢાવા મંડ્યા ને મારો કાપોનો દેકારો થયો.

જીવાજી માણસોની વચ્ચમા ઘુમી રહ્યા છે એવામાં એક દગાખોરે જીવાજી માથે ઘા કર્યો ને જીવાજી ઘીંગાણે ઢળી પડ્યા.. થોડા સમય પછી મોણપરમાં પુઠાવાળા તળાવની પાળે જીવાજીના પરીવારે ખાંભી ખોડી ને પુજાઇ છે. ગાફ ઠાકોર ને જીવાજીના સમાચાર મળ્યા, દુખ થયું ને બધું સાચું સમજાયું કે આ લોકોએ ભલે ગામ છોડયું પણ હજુયે મને એમનો ધણી માને છે પછી ગાફ ઠાકોરે માણસોને મોકલી ઉમટ પરીવારને પાછાં ગોરાસુ લાવ્યાં ને જીવાજી ની ખાંભી ત્યાંજ રહી…પણ પાળીયા બોલે છે કેહવાય છે કે જીવાજીના પરિવારના મોહબતસિહ ઉમટને દાદાનો સંકેત મળતાં મોણપર જાય છે ને જીવાજી ની જમીનમાં રહેલી ખાંભી આપમેળે ત્રણ ચાર ઈચ ઊપર આવે છે ને દાદાને નૈવધ જમાડી દાદાને ગોરાસુ લાવ્યાં.

તા.૨૨.૧.૨૦૦૪ના રોજ ભડીયાદ જવાનાં માર્ગ ઊપર સ્થાપના કરી છેને જીવાજીની ખાંભી આ વાતની સાક્ષી પુરતી હાલ ઉભી છે. પાળીયા ને હું એટલાં માટે જ ચેતન વસ્તુ કહું છું ને એનાં પ્રમાણ તમને ઘણાં મળશે…રંગ છે જીવાજીને..

આવાં ઘણાં પાળીયા આપ મેળે ઊભાં થાય છે
એટલે ચારણ કવિઓ શુરવીરોના ગાન ગાય છે

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!