અડગ આહીર અને આહીરાણી

મેઘાડંબર મંડાણો છે. વાદળા ધટટોપ જામ્યા છે. ધોળા દિવસે અંધારું છવાયું હતું. વિજળીના કડાકા બોલતાં હતાં. કાચાપોચા ના દિલ ધ્રુજી ઊઠે એવો અષાઢી મેધ મંડાણો છે. આવા સમયે માથે બે મણ નો ભારો લઇ એક યુવાન આહીરાણી નદી ઉતરતી હતી.

વરસતાં વરસાદથી નદી માં થોડું થોડું પાણી હાલતું થયું હતું. અચાનક ઉપરવાસમાં રીડ્યા પડયા ભાગજો અલા નદીમાં પુર ચડયું છે. નદિના પટમાં હાલી જતી યુવતી એ બુમ સાંભળી ને ચમકી ભારો ફગાવીને ભાગી પણ આતો પાણીનું પુર કોણ પોગે. પાણીનાં ઉછળતાં લોઢ ઘસી આવ્યા યુવતીને ગડઠોલયુ ખવડાવી પુરમાં ઊપાડી મુખમાં થી ચીસ નીકળી ગઈ. માંડી તણાવા તરવાની કોશિશ કરી પણ પુરમાં કારી ન ફાવી. મૌત ભમતુ દેખાણુ, ગળામાંથી ઉપરા ઉપરી ચીસ નીકળી પડી, નદીને કાંઠે ઊભેલાઓએ હાહાકાર મચાવ્યો અલા આતો વિરમદે મુખીની છોડી ધોડજો કુદી પડો બે ચાર જણ દોડયા પણ પુરમાં પડવાની હિંમત ન ચાલી.

નદીના કાંઠે બળદ ચારતા વશિયાગ આયરે ચીસ સાંભળી. માણસો અને નદીમાં તણાતી સ્ત્રી જોઈ નદીને કાંઠે ભેખડે આવ્યો નીચે નજર કરી ઉછળતાં લોઢ અને વીશ હાથ ઊંડી ભેખડ વિચાર નો વખત ન હતો. જીવવા મરવાનો પ્રસંગ હતો તેણે જે મુરલીધર કહીં છલાંગ મારી. માથોડા પાણી ઉછળતુ આગળ યુવતી ને જોઈ અથાગ જોર કરી તે યુવતી પાસે પહોંચ્યો ને અર્ધબેભાન અવસ્થામાં તેણે હાથ ફેરવી જોયું આતો વિરમદે. તેણે એક હાથે પાણી નો ત્રાસ કાપવા લાગ્યો હળવે કિનારા કોર પહોચી કાઠે સરકતી વડવાઇ પકડી તે કાંઠે આવ્યો. વિરમદે ના દેહને ઊંધો સુવડાવી પાણી ઓકાવ્યુ ને વિરમદે ભાનમાં આવવાની રાહ જોઈ ઊભો રહ્યો. થોડીવારમાં વિરમદે એ આંખ ખોલી સામે વશિયાગ ને જોયો પાંચ હાથ પુરો પડછદ દેહ, વિરમુર્તિ ને જોતાં બોલી ઉઠી વશિયાગ તું, હા વિરમદે, તે મારો જીવ બચાવ્યો. બચાવનાર તો મુરલીધર..

વિરમદે ની આંખયુ મા અમી જરવા માડયા. પણ ગામડાંની નિર્દોષ કુમારીઓને ઝાઝી પ્રસ્તાવના આવડતી નથી. તે બોલી ઉઠી વિરમદે આજ વશિયાગ ને વરી ચુકી. વશિયાગ રાજી થયો રૂપનો અંબાર જેવી વિરમદે પણ તેને ક્રૌધી સ્વભાવ અને વિરમદેનુ સગપણ યાદ આયું. પણ વિરમદે તારૂ સગપણ તારા લગ્ન, બસ વશિયાગ આયરાણી એકજ વાર બોલે છે. આજથી બીજા પુરુષ મારે ભાઇ અને બાપ પણ તું બીતો નથી ને. ત્યાં તો વશિયાગ નો સીનો ફરી ગયો. બસ મને તારી માનજે પછી મનથી વરી ચુકી વશિયાગ રાજી થયો.

મુખીને કાને વાત મળી વશિયાગ ને ધમકી આપી પણ પ્રેમી કદી ડરતાં નથીં. મુખી ક્રૌધે ભરાણો. વિરમદે ને સાસરે માણસ મોકલી કીધું તમારી વસ્તુ સંભાળી લ્યો. આ વાત વિરમદે એ સાંભળી પછી તરત બેડું લઇ સીધી વશિયાગ ના ઘરે ઉતારી. મુખીને તો લા લાગી તેણે બાર આહિરોને તૈયાર કર્યા. વશિયાગ બળદ ચારતો હતો બાર માણસો હથિયારો સાથે આવતા જોયાં પોતાની લાકડી બે હાથે પકડી પાંસે આવ્યાં ને ડફો ડફ લાકડી થી બારમાયલાને ઝીકવા માંડી આઠ જણાની લોથ ઢાળી ચાર ભાગ્યા પણ વશિયાગ પણ થોડો ઘાયલ થયો, લોહી નિતરતો આયો ઘરે આ શું થયું? કઇ નહીં જરા ધીંગાણું વિરમદે..

બીજે દિવસે વશિયાગ કુદરતી હાજતે જતો હતો ત્યાં ભેખડમાથી પચ્ચીસેક જુવાન નીકળ્યા વશિયાગે કળશીયાનો ઘા કર્યો. એક માથું તોડી નાખ્યું દોડી બે જણને બોચીએ પકડીને ભો ભેગા કર્યા. પચ્ચીસ જણાં હતાં એમાં એક જણે આવી ભાલુ વશિયાગ ના દેહની આરપાર કર્યું. ભાલા પેટમાં મારનારને પકડી પછાડીને પ્રાણ કાઢ્યા ત્યાં વશિયાગ ની ઊપર ધારીયાનો ઘા થયો. હાથ લબડી પડ્યો પછી લાકડી તલાવરના ઊપરા ઉપરી પ્રાછટ બોલી. આંખે અંધારા આવી ગયા, નીચે પટકાણો પેટમાં રહેલું ભાલુ પીઠ બાર એકહાથ નીકળી ગયું. આમ વશિયાગ વિરના મોતે મર્યો ખબર પડતા વિરમદે કાળી ચીસ નાખીને આવી કોઈ રોકે કે બચાવે એ પહેલા તેણે પોતાનુ શરીર વશિયાગના પેટમાં રહેલાં ભાલા પર પડતું મુકયું. ભાલુ વિરમદેના પેટ સોસરવુ નીકળી ગયું લોહી નો ફુઆરો થયો. વિરમદેના કલ્પાંતથી સીમ કકળી ઊઠી તેનો દેહ વશિયાગના દેહ સાથે જડાઇ ગયો બન્ને એક હથિયારે મર્યા મુખીનુ મોઢું કાળુ થયું તેનાં પર લોકોએ ફિટકાર વરસાવ્યો લોકો સતી વિરમદે અને વિર વશિયાગ ને વંદિ રહ્યાં છે …. મિત્રો આ એજ વીર વીરાંગના ના પાળીયા છે.

નોંધ:- આજ પણ વાટાવદર ગામને પાદર નદીને કાંઠે વીર વીરાંગના ની યાદ અપાવતા પાળીયા ઉભા છે. કાળની સામે ટક્કર લેતા અડીખમ ઉભા છે. ફોટો મોકલનાર મિત્ર એવાં સાગરભાઇ ચતુરભાઇ રાઠોડ વાટાવદર તેમનો હું આભારી છું.

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………..ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!