ડુંગરીયા દાદા

આમતો સૌરાષ્ટ્ર ની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. કંઈક વેતરાણા ને કંઈક વઢાણા કોઈ સ્વાર્થના ને કોઈ પરમાર્થના પણ સ્વાર્થ કરતાં પરમાર્થ માંટે વધારે યુદ્ધ થયાં. જેમા અબળા માટે ગાય માટે તો કોઇ અંતરીયાળ અજાણ્યા વગરવાકે વેર વ્હોરી લઇ સ્વર્ગ સિધાવ્યા જેના ઘણાં દાખલા તમે જોયાં હશે અને વાંચ્યા પણ હશે

આમતો સૌરાષ્ટ્રની ધરતીને શુરવીર દાતર ને સંતત્વ ઠાંસી ઠાંસીને ભરી દીધું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ શુરવીર જોધા સૌરાષ્ટ્ર ની હરેક કોમમાં પાક્યા જેમાં દરેક સમાજ આવે કોઇ એકજ કોમમાં થયાં એવું કાંઇ નથીં..

પાળીયા જોવ એટલે રાજી થઈ જાવ કે હાલ આજે કંઈક નવું જાણવા મળછે એવું જાણી અમે હરખ ભેર કોકને પુછવા માટે તલપાપડ થઈએ પંરતુ ત્યાંના લોકો ને આને વિશે કોઈજ માહિતી હોતી નથી છતાં પાળીયા મને વાલા બહું થોડો રસ્તો ખરાબ હશે. વચ્ચે વેકળા આવશે, જવું હોયતો જાવ. કોઈ વાંધો નહિ અમે કાક્રચ થી થોડે દુર કાક્રચ ની સીમ તરફ ચાલતાં થઈ થોડો રસ્તો ખરાબ હતો વેકળા પણ આવ્યા પણ ડુંગરીયા દાદા એ પહોંચ્યા ખરા..

આ પાળીયા ડુંગરીયા દાદા તરીકે પુજાઇ કે ઓળખાય છે પણ નામ તો જે હોય તે પણ કામ દુનિયા યાદ કરે એવું કર્યુ છે. થોડીવાર બેઠા અગરબતી કરી ત્યાં એક કાકા આવ્યા. અમે રામ રામ કર્યાં ને પુછ્યું તેમને વાત કરી કે આ પાળીયા ભરવાડ ના છે. અહીં જાન નીકળી તી ને જાનના માણસો અહીં અંતરીયાળ જ રોકાઈ ગયા અને ખોડાઇ ગયાં. કોઈ લૂંટારુ એ જાન લૂંટવા માટે જાનને ઘેરી લીધી અને ધીંગાણું થયું..અને બીજી વાત ગાય માટે અહી ભરવાડોએ ધીંગણૂ કરેલ પણ પાળીયા જોતા એવું લાગે છેકે જાજા પાળીયા રથારુઢ છે કદાચ જાન પણ હોય શકે. પણ એક દાદાને ગામમાં મળ્યા તો એમનું એવું કહેવું છે કે ચાલીસ ગાડાનો કાફલો અહીં ધીંગાણા મા કપાણો પણ શા માટે ધીંગાણા થયાં એ મને ખબર નથી પણ એમને આવી વાત સાંભળેલી…

મિત્રો ઘણાં પાળીયા બહાર છે તો ઘણાં વેકળા ની ધુડમા દટાણેલા તો કોઇ ભાંગેલા પડયા છે જોકે બે પાળીયા ને સિંધુર ચોપડી ઓટા ઊપર ખોડેલ છે…….

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……..卐……..卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!