પાળીયાદમાં હજું પણ પીરાણા પ્રગટ છે એનું જીવતું જાગતું પ્રમાણ, અદભુત ઘટનાની વાત

હજું પણ પીરાણા પ્રગટ છે કાંઇ પોઢી નથીં ગયાં બાકી આજનું વિજ્ઞાન જેની આગળ ટુંકુ પડે એવડો મોટો અમારો પાળિયાદનો ઠાકર છે. મિત્રો આ વાત કોઈ બનાવટી કે ઉપજાવેલી નથીં પણ એનું જીવતું જાગતું પ્રમાણ છે જે હાલમાં મોટા મોટા પશું ચિકિત્સકોને પણ આ ઘટના થી હેરાન કરી દે છે, કારણ ગાયને પેટ સીધો જ બળદ જન્મવો એ એક અદ્ભૂત ઘટના કેહવાય. કારણ ગાયને પેહલા વાછડો જન્મે પછી તેનો આખલો થાય ત્યાંર પછી ખસી કરાવી બળદ બનાવામાં આવે આટલી પ્રોસેસ પછી બળદ તૈયાર થાય, પણ આતો સીધો જ બળદ જન્મે એ એક નવાઇની વાત છે. ચાલો હું તમને આ ઘટના થી રૂબરૂ કરાવી થોડી વાત કરૂ…

આપ સર્વે મિત્રોએ પાળીયાદ નુ નામ તો સાંભળ્યું જ હશે. જ્યાં પ્રગટ પીરાણા હજું ઝળહળી રહ્યા છે જેનાં નામનાં ડંકા વાગી રહ્યા છે. એવાં પાળીયાદના ઠાકર ઉન્નડાનાથ એક દિવસ ભોળા ભરવાડના આમત્રણ ને માન આપીને આજના ચોટીલાની બાજુમાં રાજાવાડ ગામનાં ભરવાડને ત્યાં ઠાકરને ઊતારો દિધો છે સંતો નુ સ્વાગત થાય છે. ઠાકર નું પુજન થાય છે. ઠાકરના ચરણોમાં યથા શક્તિ ભેટ ધરાઇ છે. આજ સૌ આનંદમા છે કારણ પાળીયાદનો ઠાકર આજ એનાં આંગણે પધાર્યો છે. પણ ભરવાડના એંશી વરસના ડોશી ઠાકરના ખાટલા પાસે રડે છે. ઉન્નડ બાપુએ પુછયું કા માંડી ઠાકર આયા ઇ નથ ગમતું.. અરે ના બાપા હું મારાં દુખને રોઉ છું. શું દુખ છે બોલોને આજ ઠાકર આપડા ઘરે છે..

અરે બાપુ મારો છોકરો પેટનો પાછો છે જો આજ પાળીયાદનો ઠાકર જો પારણાં બંધાવે તો દુખ તુટે. અરે માંડી જાવ તમારાં દિકરાના ઘરે પારણું બંધાશે ઠાકર તમારી ભેળો છે. પણ માજીએ પાછું ઠાકરને કહ્યું કે એ વાતતો બરાબર બાપુ પણ માનો કે દિકરો કે દિકરી અમારા કર્મે પણ થાય તો આમાં પાળીયાદના ઠાકરનું છું. હહહ બા આ શું બોલ્યાં, ના બેટા આતો વાત કરી.. ત્યારે ઉનડબાપુએ માલધારી ની ગાયો પર નજર કરી ને બોલ્યાં. સાંભળો માંડી આ કાબરી ગાય છે ને. હા બાપુ જાવ એને નવ મહિને જો સીધો બળદ જન્મે તો માનજો કે દિકરો અને બળદ પાળીયાદના ઠાકરે આપ્યાં છે..

સમય જતાં આ ધટના બની ને ભરવાડ પાળીયાદ આવે છે ને ઠાકરના પગે દિકરાને મુકી આશીર્વાદ લીધા ત્યારે ડોશીમા હારે હતાં. ત્યારે ડોશીમાને ઊનડબાપુ એ કીધું કે માંડી આ દિકરો પાળીયાદના ઠાકરે આપ્યો છે એવું હજું નહીં માને માટે જાવ જ્યાં સુધી પાળીયાદની ધજા ફડાકા મારશે ત્યાં સુધી તમારા ઘરની ગાયના પેટે દર ત્રીજા વર્ષે ગાયને પેટ સીધો જ બળદ જન્મશે… મિત્રો હાલ આ ઘટનાક્રમ ચાલું છે ને દર ત્રીજા વર્ષે ગાયને પેટ સીધો જ બળદ જન્મે છે ને તેઓ પાળીયાદ બળદ મુકવા આવે છે. આ એજ બન્ને બળદ છે જે રાજાવાડ ગામથી દર ત્રીજા વર્ષે પાળીયાદની જગ્યામાં મુકી જાય છે.

નોંધ.. આ ઘટના મા ડોકટરોએ પણ મણા નથીં મુકી ખુબ જ તપાસ કરી, બહારથી પણ પશું ચિકિત્સકો લાવ્યાં કારણ કે કુદરતી નિયમ બાર આ વસ્તુ બની રહીં છે ને તો બની કેમ રહીં છે, પણ હજું આ ઘટનાને ઉકેલી નથી શક્યા. આજ અમારાં પાળીયાદનો ઠાકર… જે લોકોને કોઈ પ્રમાણભૂત માહિતી જોઈતી હોયતો તે પાળીયાદ અથવા ઘટના સ્થળ એટલે કે રાજાવાડ ગામ વિનાં સંકોચ જઇ શકે છે…
.. જય વિહળાનાથ..

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!