મહર્ષિ દયાનંદ સરસ્વતી

મૂળ નામ  –  મૂળશંકર તિવારી
જન્મ ભૂમિ – ટંકારા , મોરબી, ગુજરાત
માતા-પિતા  – અમૃતબાઈ – અંબાશંકર તિવારી
ગુરુ  – સ્વામી વીરજાનંદ
મુખ્ય રચનાઓ –  સત્યાર્થ પ્રકાશ , આર્યોદેશ્યરત્નમાલા, ગોકઋણનિધિ, વ્યવહારભાનુ, સ્વીકારપત્ર આદિ ……

મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ ગુજરાતમાં અને મૃત્યુ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ અજમેરમાં થયું હતું !!!! મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્યસમાજના પ્રવર્તક અને પ્રખર સુધારાવાદી સન્યાસી હતાં. જે સમયે કેશવચંદ્ર સેન બ્રહ્મસમાજના પ્રચારમાં સંલગ્ન હતાં. લગભગ એજ સમયે દંડી સ્વામી વિરજાનંદની મથુરાપૂરી સ્થિત કુટીરમાંથી પ્રચંડ અગ્નિશિખા સમાન તપોબળથી પ્રજ્જવલિત, વેદવિદ્યાનિધાન એક સન્યાસી નીકળ્યાં. જેમણે સૌ પ્રથમવાર સંસ્કૃતજ્ઞ વિદ્વતસંસારને વેદાર્થ અને શાસ્ત્રાર્થ માટે લલકાર્યા એ સ્વામી દયાનંદ સરસ્વતી હતાં !!!!

પરિચય  ———-

પ્રાચીન ઋષિઓના વૈદિક સિદ્ધાંતોની પક્ષપાતી સંસ્થા જેના પ્રતિષ્ઠાતા સ્વામી દયાનંદ સરસવતીનો જન્મ ગુજરાતના એક નાનકડા ગામ મોરબી તાલુકાના ટંકારા ગામમાં થયો હતો. મૂલ નાક્ષ્તમાં પેદા થવાને કારણે એમનું નામ મૂળશંકર પાડવામાં આવ્યું હતું. મૂળશંકરની બુદ્ધિ બહુજ તેજ હતી !!! ૧૪ વર્ષની ઉંમર સુધીમાં તો એમને રુદ્રી આદિની સાથે સાથે યજુર્વેદ તથા અન્ય વેદોનાં પણ કેટલાંક અંશો કઠસ્થ થઇ ગયાં હતાં. વ્યાકરણના પણ એ બહુજ સારાં જાણકાર હતાં.

એમના પિતાનું નામ અંબાશંકર હતું. સ્વામી દયાનંદ બાલ્યકાળમાં શંકર ભગવાનના ભક્ત હતાં. એ બહુજ મેઘાવી અને હોનહાર હતાં. શિવભક્ત પિતાજીના કહેવાથી મૂળશંકરે પણ એક વાર શિવરાત્રીનું વ્રત રાખ્યું હતું. જયારે એમને જોયું કે ઉંદરો શિવલિંગ પર ચઢી જઈને નાવેદ્ય ખાતાં હતાં. તો એમને અચરજ થયું અને નાને ઠેસ પણ પહોંચી. એમનો મુર્તીપુજા પરથી બિલકુલ જ વિશ્વાસ ઉઠી ગયો. તો પુત્રના વિચારોમાં આવેલું પરિવર્તન જોઇને એમના પિતાજી એમનાં વિવાહની તૈયારીઓ કરવા લાગ્યાં. જેવી મૂળશંંરને આવાતની ખબર પડી કે તેઓ તરતજ ત્યાંથી ભાગી નીકળ્યાં. એમને માથે મુંડન કરાવિ દીધું ગેરુ રંગના વસ્ત્રો ધારણ કરી દીધાં. બ્રહ્મચર્યકાલમાં જ એમણેભાર્તોદ્વારનું વ્રત લઈને ઘરથી નીકળી પડ્યાં.

સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનને ૩ વિભાગમાં વહેંચી શકાય

[૧] ઘરેલુ જીવન (૧૮૨૪-૧૮૪૫)
[૨] ભ્રમણ તથા અધ્યયન (૧૮૪૫-૧૮૬૩)
[૩] પ્રચાર તથા સાર્વજનિક સેવા (૧૮૬૩-૧૮૮૩)

દયાનંદ સારસ્વતી એક મહાન દેશભક્ત હતાં. એમને પોતાના કાર્યોથી સમાજને એક નવી દિશા અને ઉર્જા પ્રદાન કરી. મહાત્મા ગાંધી જેવા કઈ કેટલાય દિગ્ગજ નેતાઓ સ્વામીજીના વિચારોથી પ્રભાવિત હતાં. સ્વામીજી જન્મે અને કર્મે બ્રાહ્મણ હતાં. બ્રાહ્મણ એજ કહેવાય જે ગણના ઉપાસક હોય અને અજ્ઞાનીને જ્ઞાન આપવાવાળા જ્ઞાની. સ્વામીજીએ જીવનભર વેદો અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. સંસારના અનેક લોકોને એમનાં જ્ઞાનથી લાભાન્વિત કર્યા. એમણે મૂર્તિ પૂજાને વ્યર્થ બતાવી. નિરાકાર અને ઓમકારમાં જ ભગવાનનું અસ્તિત્વ છે એવું કહીને એમણે વૈદિક ધર્મને જ શ્રષ્ઠ ગણાવ્યો !!! વર્ષ ૧૮૭૫મા એમણે આર્યસમાજની સ્થાપના કરી. સન ૧૮૫૭ બાળવામાં એમણે પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું. અંગ્રેજોનો ખુબ જ જોરદાર મુકાબલો કર્યો આને લીધે જ એક ષડ્યંત્ર હેઠળ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩ માં એમને ઝેર આપીને મારી નાંખવામાં આવ્યાં.

સ્વામી દયાનંદ સરસ્વતીની શિક્ષા  ———-

ઘણાબધા સ્થાનોમાં ભ્રમણ કરતા કરતા એમણે કતિપથ આચાર્યો પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી. પ્રથમત: વેદાંતના પ્રભાવમાં આવ્યા તથા આત્મા એવં બ્રહ્મની એકતાનો સ્વીકાર કર્યો. એ અદ્વૈત મતમાં દીક્ષિત થયાં એવં એમનું નામ શુદ્ધ ચૈતન્ય પડ્યું. પછી એ સંન્યાસીઓની ચતુર્થ શ્રેણીમાં દીક્ષિત થયાં. એવં ત્યાં એમની ઉપાધિ દયાનંદ સરસવતી થઇ !!!!
પછી એમણે યોગને અપનાવીને વેદાંતના બધાં સીધાન્તોને છોડી દીધા

૧૪ વર્ષની આયુમાં પિતાએ મૂળશંકરને વેદાંગ શીખવાડવા માટે પંડિતોની નિયુક્તિ કરી. પંડિતોએ મૂળશંકરને ૪ વર્ષ સુધી યાજ્ઞવલ્ક્યની શિક્ષા , ક્ત્યયાનનો કલ્પ ,ભટ્ટજી દીક્ષિતનું વ્યાકરણ ,યાસ્કનું નિરુકત, પિંગળનો છંદ અને પરશારનું જ્યોતિષ ભણાવ્યું !!!! સાથોસાથ એમને જૈમીનીની પૂર્વમીમાંસા દર્શન અને ધર્મ સૂત્રની શિક્ષા આપવાં પંડિતોને રાખ્યાં. ૧૮ વર્ષની આયુ સુધીમાં તો બાળક મૂળશંકરે ઉપયુક્ત સંપૂર્ણ અધ્યયન પૂરું કરી દીધું !!!!!

Swami Dayanand Sarswati

સ્વામી વિરજાનંદનાં  શિષ્ય  ———

સાચા જ્ઞાનની શોધમાં અહીં-તહીં ભટક્યા પછી મૂળશંકર, જે હવે સ્વામી દયાનંદ સરવતી બની ચુક્યા હતા !!! તે હવે મથુરામાં વેદોના પ્રકાંડ વિદ્વાન પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદની પાસે પહોંચ્યા. દયાનંદે એમની પાસેથી શિક્ષા ગ્રહણ કરી. સ્વામી વિરજાનંદ જે વૈદિક સાહિત્યના જાણીતાં વિદ્વાન હતાં. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એમને દયાનંદને ખુબ ઊંડાણ પૂર્વક બધું જ જ્ઞાન આપ્યું. એમને વેદ ભણાવ્યા. વેદ ભણાવ્યા પછી એમણેઆ શબ્દો કહીને દયાનંધને પોતાનું કાર્ય કરવા છુટ્ટા કરી દીધાં “હું ઈચ્છું છું કે તમે સંસારમાં જાઓ અને મનુષ્યોમાં જ્ઞાની જ્યોતિ ફેલાવો …….. !!!!” સંક્ષેપમાં એમનું જીવન આપણે પૌરાણિક હિન્દુત્વથી આરંભ કરીને દાર્શનિક હિન્દુત્વના પથ ઉપર ચાલીને હિન્દુત્વની આધાર શીલા વૈદિક ધર્મ સુધી પહોંચાડતા જોયા છે

? હરીદ્વારમાં  ——–

ગુરુની આજ્ઞા શીરોચાર્ય કરીને મહર્ષિ સ્વામી દયાનંદે પોતાનું શેષ જીવન આજ કાર્યમાં લગાવી દીધું. હરિદ્વારમાં જઈને એમણે ” પાખંડખંડિણી પતાકા” ફહેરાવી અને મુર્તીપુજાનો વિરોધ કર્યો. એમનુ કહેવું હતું કે જો ગંગા નહાવાથી, માથે મુંડન કરાવવાથી અને શરીરે ભભૂત ચોળવાથી જ જો સ્વર્ગ મળતું હોય તો માછલી, ભેંસ અને ગધેડો સ્વર્ગના પહેલા અધિકારી બને !!! બુજુર્ગોનું અપમાન કરીને મૃત્યુ પછી એમનું શ્રાધ્ધ કરવાને તેઓ નર્યો ઢોંગ જ માને છે. છૂતનું એમણે જોરદાર કહંદન કર્યું. બીજા ધર્મવાળા માટે એમણે હિંદુ ધર્મનાં દ્વાર ખોલી આપ્યાં. મહિલાઓની સ્થિતિમાં સુધાર કરવાનો પ્રયત્ન કર્યો. મિથ્યાડંબર અને અસમાનતાના સમર્થકોને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા. પોતાનાંમતના પ્રસાર માટે સ્વામીજી ૧૮૬૩ થી ૧૮૭૫ સુધી દેશનું ભ્રમણ કરતાં રહ્યાં
ઇસવીસન ૧૮૭૫માં એમણે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી અને જોતજોતામાં તો દેશભરમાં એની અગણિત શાખાઓ ખુલી ગઈ. આર્યસમાજ વેદોને જ પ્રમાણ અને અપૌરુષેય માને છે !!!

આર્ય સમાજ (સંસ્કૃત आर्य समाज), સ્વામી દયાનંદ દ્વારા ૧૦ એપ્રિલ ૧૮૭૫માં શરૂ કરાયેલી હિંદુ સુધાર આંદોલન છે. તેઓ એક સન્યાસી હતા અને તેઓ વેદોની ક્યારેય નિષ્ફળ ન જનારી સત્તામાં માનતા હતા. દયાનંદે બ્રહ્મચર્ય(ચારિત્ર્યની શુદ્ધતા)ના આદર્શો પર વધારે ભાર મૂક્યો હતો. સમગ્ર વિશ્વમાં ૩૦ થી ૪૦ લાખ લોકો આર્ય સમાજને અનુસરે છે.

આર્યસમાજના સિદ્ધાંતો  ——–

[૧] ઈશ્વર એક છે , એ જ સત્ય ને વિદ્યાનું મૂળ સ્રોત છે

[૨] ઈશ્વર સર્વશકિતમાન, નિરાકર, ન્યાયકારી, દયાળુ, અજર ,અમર અને સર્વવ્યાપી છે …….અત: એમની ઉપાસના કરવી જોઈએ !!!

[૩] સાચું જ્ઞાન વેદોમ નિહિત છે અને આર્યોનો પરમ ધર્મ વેદોનોનું પઠન -પાઠન છે !!!!

[૪] પર્ત્યેક વ્યક્તિએ સદા સત્ય ગ્રહણ કરવું જોઈએ તથા અસત્યનો ત્યાગ કરવાં માટે સદાય પ્રસ્તુત રહેવું જોઈએ.

[૫] સમસ્ત સમાજનો પર્સ્તુત ઉદ્દેશ મનુષ્યજાતિની શારીરિક, માનસિક તથા આદ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ ……. તો જ વિશ્વનું કલ્યાણ સંભવ છે.

[૬] અવિદ્યાનો નાશ અને વિદ્યાનીવૃદ્ધિ કરવી જોઈએ તથા પારસ્પરિક સંબંધનો આધાર પ્રેમ, ન્યાય અને ધર્મ હોવો જોઈએ.

[૭] પ્રત્યેક વ્યક્તિએ પોતાની ઉન્નતિ અને ભલાઈમાં જ સંતુષ્ટ નાં રહેવું જોઈએ પરંતુ બધાંની ભલાઈમાં જ પોતાની ભલાઈ સમજાવી જોઈએ.

[૮] પ્રત્યેક માણસને વ્યક્તિગત મામલામાં આચરણની સ્વતંત્રતા રહેવી જોઈએ પરંતુ સર્વહિતકારી નિયમ પાલન સર્વોપરી હોવું જોઈએ

આર્યસમાજનું કાર્ય  ———

[૧] બાળવિવાહ વિરોધ
[૨] સતીપ્રથા વિરોધ
[૩] વિધવા પુન:વિવાહ
[૪] એકતાનો સંદેશ
[૫] વર્ણભેદનો વિરોધ
[૬] નારી શિક્ષા એવં સમાનતા

હિન્દીમાં ગ્રંથ રચના  ——–

આર્યસમાજની સ્થાપનાની સાથે જ સ્વામીજીએ હિન્દીમાં ગ્રંથ રચના આરંભ કરી સાથે જ એમણે પહેલાનાં સંસ્કૃતમાં લખાયેલાં ગ્રંથોનો હિન્દીમાં અનુવાદ કર્યો. “ઋગ્વેદાદિ ભાષ્યભૂમિકા” એમની અસાધારણ યોગ્યતાના પરીવાય્ક ગ્રથં છે. “સત્યાર્થપ્રકાશ” સૌથી વધારે પ્રસિદ્ધ ગ્રંથ છે. અહિંદી ભાષી હોવાં છતાં પણ સ્વામીજી હિન્દીના પ્રબળ સમર્થક હતાં. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) એમનાં શબ્દો હતાં
” મારી આંખો એ દિવસ જોવા માટે તરસી રહી છે ………
જયારે કાશ્મીરથી કન્યાકુમારી બધાં ભારતીય એક ભાષા બોલવાં અને સમજવાં લાગે !!!” પોતાના વિચારોને કારણે સ્વામીજીને પ્રબળ વિરોધનો સામનો કરવો પડ્યો એમના પર પથ્થરો ફેંકાયા !!!! વિષઆપવાનો પણ પ્રયત્ન પણ થયો. એમને ડુબાડવાની પણ ચેષ્ટ કરવામાં આવી હતી. પણ મહર્ષિ દયાનંદ સરસ્વતી પાખંડનો વિરોધ અને વેદોનાં પ્રચારનાં પોતાનાં કાર્ય પર અડગ રહ્યાં !!!

એમણે શૈવમત એવં વેદાંતનો પરિત્યાગ કર્યો, સાંખ્યયોગને અપનાવ્યો જે એમનું દાર્શનિક લક્ષ્ય હતું. અને આ દાર્શનિક માધ્યમથી વેદની પણ વ્યાખ્યા કરી. જીવનના અંતિમ ૨૦ વર્ષ એમણે જનતાને પોતાનો સંદેશ સંભળાવવામાં લગાડ્યા દક્ષિણમાં મુંબઈથી પૂરું દક્ષિણ ભારત, ઉત્તરમાં કલકતાથી લાહોર સુધી એમણેપોતાની શિક્ષાઓ ફરી ફરીને આપી. પંડિતો, મૌલવીઓ એવં પાદરીઓ સાથે એમણે શાસ્ત્રાર્થ કર્યો
જેમાં કાશીનો શાસ્ત્રાર્થ મહત્વપૂર્ણ હતો. આ વચ્ચે એમણે સાહિત્યિક કાર્યો પણ કર્યા. ચાર વર્ષની ઉપદેશ યાત્રા પશ્ચાત એ ગંગાતટ પર સ્વાસ્થ્ય સુધારવા બેસી ગયાં. અઢી વર્ષ પછી પુન: જનસેવાનું કાર્ય આરંભ્યું !!!

આર્યસમાજની સ્થાપના  ——-

ઇસવીસન ૧૮૬૩ થી ૧૮૭૫ સુધી સ્વામીજી દેશમાં ભ્રમણ કરીને પોતાના વિચારોનો પ્રચાર કરતાં રહ્યાં. એમણે વેદોના પ્રચારનું બીડું ઉઠાવ્યું હતું અને આ કામને પૂરું કરવા માટે સંભવત: ૭ થી ૧૦ એપ્રિલ ૧૮૭૫નાં રોજ આર્યસમાજ નામની સંસ્થાની સ્થાપના કરી. શીઘ્ર જ એની શાખાઓ દેશભરમાં ફેલાઈ ગઈ. દેશના સંસ્કૃતિક અને રાષ્ટ્રીય જાગરણમાં આર્યસમાજની બહુ મોટી દેન છે. હિંદુ સમાજને આનાથી નવી ચેતના મળી અને અનેક સંસ્કારગત કુરીતિઓથી છુટકારો મળ્યો. સ્વામીજી એકેશ્વરવાદમાં વિશ્વાસ કરતાં હતાં. એમણે જાતિવાદ અને બાળ-વિવાહ નો વિરોધ કર્યો અને નારી શિક્ષા તથા વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું. એમનું કહેવું હતું કે કોઈ પણ અહિંદુને હિંદુ ધર્મ શીખવાડી શકાય છે. આનાથી હિન્દુઓનું ધર્મ પરિવર્તન અટકી ગયું !!!!

સ્વામી દયાનંદ સરસ્વતીની અન્ય રચનાઓ  ——–

[૧] સત્યાર્થપ્રકાશ (૧૮૭૪) —- સંસ્કૃત
[૨] પાખંડ ખંડન (૧૮૬૬)
[૩] વેદ  ભાષ્ય ભૂમિકા (૧૮૭૬)
[૪] ઋગ્વેદ ભાષ્ય (૧૮૭૭)
[૫] અદ્વૈતમતક ખંડન (૧૮૭૩)
[૬] પંચમહાયજ્ઞ વિધિ (૧૮૭૫)
[૭] વલ્લભાચાર્ય મતક ખંડન (૧૮૭૫)
આદિ ……….

નિધન  ———–

આર્યસમાજની સ્થાપના પછી આઠ વર્ષ સુધી તેમણે જોશભેર પ્રવૃત્તિઓ ચાલુ રાખી. એ દરમિયાન તેમની હત્યાના અનેક પ્રયાસ થયા પણ દરેક વખતે તેઓ બચી ગયા. જોકે ૧૮૮૩માં જોધપુરમાં તેમની સામે કાવતરું રચાયું એ તેમના માટે જીવલેણ સાબિત થયું. બન્યું હતું એવું કે સ્વામી દયાનંદ સરસ્વતી જોધપુરના મહારાજાને મળવા ગયા હતા ત્યારે જોધપુરના મહારાજાની રખાત ત્યાં બેઠી હતી. સ્વામી દયાનંદ સરસ્વતીએ જોધપુરના મહારાજાને કહ્યું કે “સિંહ કૂતરી સાથે કઈ રીતે બેસી શકે? સિંહની ગુફામાં કૂતરી કેવી રીતે દાખલ થઈ શકે? આવો સંગ છોડી દો.”

જોધપુરના મહારાજાની રખાત એ વખતે તો ત્યાંથી જતી રહી પણ તેણે સ્વામી દયાનંદ સરસ્વતીને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી અને કેટલાક નિષ્ફળ પ્રયાસ પછી ૧૮૮૩ના વર્ષમાં કાળી ચૌદશની રાતે સ્વામી દયાનંદ સરસ્વતીને તેમના રસોઈયાએ દૂધ આપ્યું એમાં ઝેર ભેળવાયેલું હતું. ઝેરની અસરને કારણે બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે તેમનું મૃત્યુ થયું. મહર્ષિ દયાનંદ સરસ્વતી ૫૯ વર્ષની નાની ઉંમરે મૃત્યુ પામ્યા.

પણ એટલા વર્ષના આયુષ્યમાં તેમણે ભારતમાં ઘણી ક્રાંતિ કરી બતાવી. તેમણે ભારતીય સમાજમાં અને હિન્દુ ધર્મમાં ફેલાયેલો સડો દૂર કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું અને આર્યસમાજ જેવું ઉત્તમ સંગઠન સ્થાપ્યું. આજે તેમની હાજરી ન હોવા છતાં તેઓ આર્યસમાજના માધ્યમથી દેશને મદદરૂપ બની રહ્યા છે. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) માણસ દૃઢ નિશ્ર્ચય સાથે કોઈ વસ્તુનું બીજ રોપે તો પોતાનું નામ ઈતિહાસમાં અમર બનાવી શકે છે. ‘હું એકલો શું કરી શકું’ એવું કહેનારા માણસોને માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન પ્રેરણારૂપ બની શકે એમ છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીના સુવિચારો  ——–

[૧] ભલાઈનો માર્ગ ભયથી ભરેલો છે, પરંતુ તેનું પરિણામ અતિ ઉત્તમ છે.

[૨] મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.

[૩] જેમ માતાના શરીરમાં રહેલું દૂધ પોતાના બાળકના કલ્યાણ માટે હોય છે તેમ મહાત્માઓના હૃદયમાં રહેલ શાશ્વત જ્ઞાન પણ સાચા સાધકોના કલ્યાણ માટે જ હોય છે.

[૪] ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.

[૫] મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.

[૬] ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.

[૭] પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશા વાહક.

[૮] જીંદગીને કોઈપણ જાતની શર્ત વગર પ્રેમ કરો.

[૯] કોઈપણ બનાવ એ બનાવના કારણે આવનારા પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે માટે ખોટી કલ્પના કરવી નહિ.

[૧૦] સારા વિચારને અમલમાં મુકવા રાહ ન જોવી અને ખરાબ વિચારને અમલમાં મુકવા ઉતાવળ ન કરવી.

[૧૧] જીવનમાં જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરવી પઈ જોજો ઉપરવાળાની મહેરબાની તમારી ઉપર કેવી રહેશે,

[૧૨] કરેલા કર્મનું ફળ અવશ્ય મળે છે માટે દુઃખ આવે ત્યારે પ્રભુ પાસે માફી નહિ પણ સદબુધ્ધિ અને સહનશક્તિ માગો.

[૧૩] જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.

[૧૪] તણખલુ ઊડીને આંખમાં પડે તો ડુંગર પણ ઢંકાઈ જાય. તણખલું એક પછી એક સુગરીની ચાંચમાં ચઢે તો કળાત્મક માળો રચાઈ જાય. જીવન તણખલું બનીને ઊડે તો એ ખુદ પરમાત્મા બની જાય.

[૧૫] આ શરીર નશ્વર છે આપણને આ શરીરના માધ્યમથી માત્ર એક મોકો મળ્યો છે પોતાને સાબિત કરવાનો કે મનુષ્યતા અને આત્મ્વિવેક શું છે?

[૧૬] વેદોમાં વર્ણિત સારનું પાન કરવાવાળા એ જાણી શકે છે કે જિંદગીનું મૂળ બિંદુ કયું છે ?

[૧૭] ક્રોધનું ભોજન વિવેક છે, અત: એનાથી બચતાં રહેવું જોઈએ કારણકે વિવેકના નષ્ટ થઇ જવાથી બધું જ નષ્ટ થઇ જાય છે !!

[૧૮] અહંકાર એક મનુષ્યની અંદર એવી સ્થિતિ લાવે છે કે, જ્યારે એ આત્મબળ અને આત્મજ્ઞાન ખોઈ દેતાં હોય છે.

[૧૯] માનવજીવનમાં તૃષ્ણા અને અને લાલસા છે અને એજ આપના દુઃખનું મુખ્ય કારણ છે.

[૨૦] ક્ષમા કરવી એ બધાના હાથની વાત નથી કારણકે એજ મનુષ્યને સૌથી મોટો બનાવી દેતી હોય છે.

[૨૧] કામ મનુષ્યના વિવેકને ભરમાવીને એને પતનનાં માર્ગ પર લઇ જાય છે.

[૨૨] લોભ એવો અવગુણ છે, જે દિન પ્રતિદિન સુધી વધતો હોય છે જય સુધી એ મનુષ્યનો વિનાશના કરી દે.

[૨૩] મોહ એક અત્યંત વિસ્નીત જાળ છે , જે બહારથી અતિસુંદર અને અંદરથી અત્યંત કષ્ટકારી છે , જે એમાં ફસ્યો એ એમાં સંપૂર્ણપાણે ઉલઝી ગયો.

[૨૪] ઈર્ષ્યાથી મનુષ્યે હંમેશા દૂર જ રહેવું જોઈએ ……. કારણકે એ મનુષ્યને અંદર ને અંદર બળતી રહેતી હોય છે અને પથથી ભટકીને પથભ્રષ્ટ કરી દેતી હોય છે

[૨૫] મદ મનુષ્યની એ સ્થિતિ કે દશા છે ,જેમાં એ પોતાના મૂળ કર્તવ્યથી ભટકી જઈને વિનાશ તરફ લઇ જાય છે

[૨૬] સંસ્કાર જ માનવના આચરણનો પાયો છે …….. જેટલાં ઊંડા સંસ્કાર સંસ્કાર હોય છે એટલો જ અડગ મનુષ્ય પોતાનાં કર્તવ્ય પર , પોતાના ધર્મ પર , સત્ય પર અને ન્યાય પર હોય છે !!!!

[૨૭] જો મનુષ્યનું મન શાંત છે , ચિત્ત પ્રસન્ન છે , હૃદય હર્ષિત છે , તો નિશ્ચિત જ એ સારાં કર્મોનું ફળ છે !!!!

મહર્ષિ દયાનંદના પ્રસંગો  ———–

પ્રસંગ – ૧

હું બંધનો છોડાવવા આવ્યો છું – સ્વામી દયાનંદ સરસ્વતી

મહર્ષિ દયાનંદ અનૂપ શહેર (ઉત્તરપ્રદેશનું એક શહેર) માં રોકાયા હતા. એ દિવસોમાં સૈયદ મોહમ્મદ નામક ત્યાં એક અમલદાર હતા અને તેઓ અરબી-ફારસીના સારા એવા વિદ્વાન હતા. તેઓ મહર્ષિની સેવામાં નિત્ય-પ્રતિ ઉપદેશ સાંભળવા આવતા હતા. સ્વામીજીના સત્સંગથી પ્રભાવિત થઈ, એમની ભક્તિમાં જ ભળી ગયા હતા.

એક દિવસ એક બ્રાહ્મણ સ્વામીજી સમીપ આવ્યો અને નમસ્કાર આદિ કરી એમને એક પાન આપ્યું અને એને ગ્રહણ કરવાનું નિવેદન કર્યું. મહર્ષિએ સહજ સ્વભાવે એ પાન મોઢામાં મૂકી દીધું, પરંતુ એના રસનો સ્વાદ લેતાની સાથે જ તેઓ સમજી ગયા કે એમાં ઝેર મેળવેલું છે. એ દુષ્ટ બ્રાહ્મણને તો કશું નહીં કહ્યું, પણ તત્કાળ બસ્તિ અને ન્યોલી (હઠયોગની ક્રિયાઓ) કર્મ કરવા માટે ગંગા કિનારે ચાલ્યા ગયા. દેહ અને અંદર સુધી સફાઈ કરી ફરી આસન પર આવી બેસી ગયા.

પરંતુ, એ નીચ બ્રાહ્મણનું પાપ ગુપ્ત નહીં રહ્યું. ગમે તેમ અમલદાર સાહેબને આની જાણ થઈ ગઈ. મહર્ષિ પ્રતિ માન હોવાને કારણે તેમણે એ બ્રાહ્મણને દંડ આપવા માટે સિપાઈઓને એને પકડવા મોકલ્યા અને આખરે એને કેદખાનામાં બંધ કરી દીધો. અને પછી મહર્ષિના દર્શન માટે ગયા.

અમલદારના વિશેષ બોલવા વગર જ મહર્ષિ સમજી ગયા કે એને પાનમાં વિષ આપવા વાળી વાત ખબર પડી ગઈ અને એ બ્રાહ્મણને કેદખાનામાં બંધ કર્યો છે, અને પ્રસન્નતાથી એની સૂચના મને આપવા માટે જ અમલદાર અહીં આવ્યાં છે. મહર્ષિએ અમલદાર સાથે અપેક્ષાનો વ્યવહાર જ કર્યો. એનાથી અમલદારને ઘણું આશ્ચર્ય થયું અને વિચારવા લાવ્યા કે મને આશીર્વાદ આપવાની જગ્યાએ મારી સાથે મહર્ષિ આવો વ્યવહાર કેમ કરે છે.

અમલદારે ઘણી વિનમ્રતાથી કારણ પૂછયું. મહર્ષિએ કહ્યું –
“મેં સાંભળ્યું છે કે તમે પાનમાં વિષ આપનાર વ્યક્તિને કેદખાનામાં બંધ કર્યો છે. હું આ સાથે સહમત નથી.”
અમલદાર દ્વારા કારણ પૂછવા પર મહર્ષિએ ઘણા ગંભીર શબ્દોમાં કહ્યું – “ભાઈ સાંભળ! હું આ સંસારમાં મનુષ્યોને બંધન આપવા નથી આવ્યો, પરંતુ હું તો બંધનોથી મુક્ત કરવા માટે આવ્યો છું. જો દુષ્ટ પોતાની દુષ્ટતા નથી છોડતો તો આપણે આપણી શ્રેષ્ઠતા પણ નહીં છોડવી જોઈએ.”

આ શબ્દો સાંભળી અમલદાર હેરાન રહી ગયા. એમનું મસ્તક મહર્ષિના ચરણોમાં ઝૂકી ગયું. એમણે જીવનમાં આવા ક્ષમાશીલ અને શત્રુના પણ શુભ ચિંતક વ્યક્તિ નહીં જોયા હતા. તત્કાળ ત્યાંથી જઈને તેમણે કેદખાનામાંથી વિષદાતાને મુક્ત કરી દીધો.

એ વિષ આપનાર બ્રાહ્મણને જ્યારે આખી ઘટના વિશે ખબર પડી ત્યારે તે હ્રદયથી અત્યંત પશ્ચાત્તાપ કરવા માંડ્યો. તત્કાળ તે મહર્ષિની સેવામાં ઉપસ્થિત થઈ ગયો. આંસુ ભરેલ નેત્રોથી પોતાના નીચ કર્મ પ્રતિ આત્મગ્લાનિ સાથે મહર્ષિના ચરણોમાં બેસી ગયો અને ક્ષમા માગવા લાગ્યો. એણે કહ્યું – “મહારાજ! કેટલાક અધમ પુરુષોની વાતોમાં અને પ્રલોભનમાં આવી મેં આ દુષ્કર્મ કર્યું છે. આપ મહાત્મા છો, મને ક્ષમા કરો.”

મહર્ષિએ કહ્યું – “મારા હ્રદયમાં તારા પ્રતિ કોઈ ક્ષોભ નથી. જા પરમાત્મા તને સદ્‍બુદ્ધિ પ્રદાન કરે.”

પ્રસંગ -૨

મહર્ષિ દયાનંદ સરસ્વતીમાં તીક્ષ્ણ બુદ્ધિ તો હતી જ, પરંતુ એ કેવળ બુદ્ધિપ્રતિભાથી સંપન્ન હતા એવું જ ન હતું. એમની પાસે ઉત્તમ પ્રકારનું નિર્મળ, સંવેદનશીલ દિલ પણ હતું. એ દિલમાંથી લાગણીના જે ફૂવારા ઊડતા તે અત્યંત અવનવા હોવાથી જોનારને મુગ્ધ કરતા.

જનતાનાં દુઃખદર્દ જોઈને એ પીગળી જતા, રડી ઊઠતા, અને એમને દૂર કરવા માટે ભરચક કોશિશ કરતા. જનતાને દુઃખમુક્ત કરવા તથા જડતાથી રહિત કરીને પ્રાણવાન બનાવવા માટે તો એમની પ્રવૃત્તિ હતી. એ દૃષ્ટિએ જોતાં એમનું અંતર માખણ જેવું મુલાયમ અથવા કુસુમ જેવું કોમળ હતું. કેવળ કોમળ જ નહીં પરંતુ સુકોમળ. એ સુકોમળ સંવેદનશીલ અંતરની ઝાંખી કરવા જેવી છે.

લોકોની સેવા માટે ભારતવર્ષમાં ફરીને એમણે પ્રચંડ પુરુષાર્થ આદર્યો. તે પહેલાં એકવાર એ મહાપુરૂષે એક કરુણ દૃશ્ય જોયું. નદીના તટ પર એ શાંતિથી બેઠા હતા. ત્યાં એક વિધવા સ્ત્રી આવી. તેના બાળકનું મરણ થયેલું, પરંતુ તે બાળકના મૃત શરીર પર વીંટવા માટે તેની પાસે વસ્ત્રનો ટુકડો નહોતો. એ લાચાર હતી. એ સ્ત્રીની કંગાલિયત અને અસહાય અવસ્થા જોઈને મહર્ષિ દયાનંદની આંખમાં આંસુ આવ્યાં. એમનું કાળજું કંપવા લાગ્યું. એમને થયું કે દેશ કેટલો બધો દુઃખી છે ? દેશમાં કેટલી બધી અછત છે ? આવી કંગાળ કરૂણ સ્ત્રીઓ તો કોણ જાણે દેશમાં કેટલીય છે ! એમના દુઃખનિવારણને માટે પ્રામાણિક અને પ્રખર પ્રયાસ કરવો જોઈએ.

મહર્ષિએ આંખ લૂછી અને દેશની સેવા કરવાના સંકલ્પને બળવાન બનાવ્યો. ક્રાંતિકારી વિચારશીલ, લાગણી પ્રધાન ,તત્વચિંતક અને સમાજસુધારકહમહર્ષિ દયાનંદ સરસ્વતીને શત શત વંદન આમેય ગુજરાત્ર આવા વ્યક્તિ પર તો ગૌરવ જ લેવું જોઈએ !!!

——– જનમેજય અધ્વર્યુ

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સંત સૂરદાસ

– સંત શિરોમણી – ગુરૂ રોહિદાસ

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!