સંત સૂરદાસ

સંત સુરદાસ ના નામથી તો કોઈક જ અજાણ હશે. તેમના અનેક પદો આજે પણ ગવાય છે. તેમનો સમય (૧૪૭૯ થી ૧૫૬૩)નો ગણાયો છે. તેમનો જન્મ ગરીબ બ્રામણ કુટુંબમાં થયો હતો.. જે કુટુંબ પોતાનું ભરણ પોષણ માંડ માંડ કરતુ તે કુટુંબનું ચોથું સંતાન અને તે પણ અંધ ! એ જ આપણા મહાન સંત સુરદાસ. આ અપંગ તો શું કમાઈ દેવાનો? આવું વિચારી તેની ઘરવાળાઓ એ જ ખૂબ ઉપેક્ષા કરી. બાપનો પ્રેમ તો આ બાળકને ક્યારેય ન મળ્યો, પણ મા તેણે ખૂબ વ્હાલ કરતી. તેને પોતાના ખોળામાં બેસાડી, હળવે સાદે ભજનો ગાતી. પાંચ-છ વર્ષનો થતામાં તો આ બાળકને આવા ભજનો મોઢે થઇ ગયા. તેના ઘર પાસેથી જે ભજન મંડળી પસાર થાય તેના ભજનો તે યાદ રાખીને ગાવા લાગ્યો. તે હમેશા મા ને કહેતો,
“મા મારે આ લોકો સાથે જવું છે.”

આવા સૂર નો જન્મ દિલ્હી નજીક એક ગામમાં ઈ.સ.૧૪૭૯ માં થયો. એક શ્રીમંતે કામના બદલામાં સૂર ના પિતાને બે સોના મહોરો આપી. હવે તેણે તો ચિંતા થઇ ગઈ કે, આ મહોરો આવા ઘરમાં રાખવી ક્યા? એટલે તેણે એ મ્હોરોને એક ચીંથરામાં બાંધીને રાખી અને સૂઈ ગયો. રાતે ઉંદરો આ ચીંથરાને તેમના દરમાં લઇ ગયા અને સવારે શોધાશોધ થઇ ગઈ. સુરદાસે પિતાને કહ્યું કે, હું તે શોધી આપું પણ શરત મૂકી કે, “મને ઘરમાંથી જાવા દેવો.” પિતાને ક્યા વાંધો હતો?
સુરદાસે આ મહોરોનું ચીંથરું શોધી આપ્યું અને તેણે ઘર છોડ્યું. મા વલોપાત કરતી કહે કે “બેટા,તું ન જા તારી કોણ સંભાળ લેશે?” તો સુરદાસે જવાબ આપ્યો કે ” મા જે સહુની સંભાળ લે છે તે મારી પણ લેશે.”

સુરદાસ ચાલતો ચાલતો એક ગામમાં આવ્યો. તે ગામમાં એક તળાવ. એ તળાવની પાળે બેઠો અને ધીમે સાદે ભજનો ગાવા લાગ્યો. તે સાંભળી એક પછી એક લોકો ભેગા થવા લાગ્યા અને તેના ભજનો સાંભળી લોકો ખૂબ જ ખુશ થયાં અને સુરદાસને એ ગામમાં જ એક ઝુંપડી બાંધી આપી. હવે તે પદો રચવા માંડ્યો અને તે પદો તેણે ગાવામાંડ્યા. એના પદોમાં ઊંડી આંતર દ્રષ્ટિ પ્રગટ થતી.(આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) લોકો પણ તેમના પદો ગાતાં,અને તેનો પ્રચાર કરતાં. આમ કરતાં કરતાં “સૂર”૧૮ વર્ષના થઇ ગયા. અને તેઓ ભક્ત તરીકે ઓળખાવા લાગ્યા.

પણ હવે તેમણે લાગ્યું કે, કોઈ જગ્યાએ ખ્યાતિમાં બંધાવું નહિ. એટલે તેમણે આ ગામ છોડ્યું અને યમુના કિનારે “ગૌઘાટ”મા રહ્યા. હવે આ ઘાટ પર રોજ મહાપ્રભુજી વલ્લભાચાર્ય આવતા. તેઓ વારંવાર સુરદાસના પદો અને ભજનો સાંભળી ખુશ થતાં. એક દિવસ તેમણે સુરદાસનું,”મો સમ કૌન કુટિલ ખલ કામી”આ ભજન સાંભળ્યું અને તેમણે સુરદાસને શિખામણ આપી કે, ” તું તારા પદો અને ભજનોમાં વિલાપ કે ક્રંદન નો ભાવ ન દર્શાવ પણ પ્રભુની લીલા, કે પ્રભુના રૂપનું દર્શન લખ” તો સુરદાસે જવાબ આપ્યો કે, “મહાપ્રભુજી મેં તો જેનો અનુભવ કર્યો છે તેનું વર્ણન કરું છું, કૃષ્ણ લીલાનો મને જાતે અનુભવ નથી” અને મહાપ્રભુજીએ તેમને એ અનુભવ કરાવ્યો અને “શ્રી કૃષ્ણ શરણં મમ” નો મંત્ર આપ્યો. અને સુરદાસે કૃષ્ણલીલાનું વર્ણન સાંભળીને જે પદ રચ્યું તે ભક્તિ સાહિત્યમાં અમર થઇ ગયું અને તે પદ છે,” મૈયા મોરી મૈ નહિ માખણ ખાયો”.

Sant Surdas

આવા બીજા પણ પદો તે જ વખતે તેમણે રચ્યા. અને મહાપ્રભુજીએ તેમને કહ્યું કે ——- “સૂર તારો જન્મ જ ગાવા માટે થયો છે. ગાઓ”. અને બસ સુરના અનેક પદો ભજનોની ગાડી પુરપાટ દોડવા લાગી. -અબ મૈ નાચ્યો બહોત ગોપાલ,-
“સુરદાસકી સવ ઈ અવિદ્યા દૂર કરો નંદલાલ.” અને મહાપ્રભુજી કહે કે ——– “સૂર હવે તમારી બધી જ અવિદ્યા દૂર થઇ ગઈ. તમે સવાલાખ પદો રચશો”

એક દિવસ સુરદાસજી જમવા બેઠાં. તેમની સેવામાં કાયમ એક છોકરો રહેતો. જયારે તેઓ જમવા બેઠાં ત્યારે ત્યાં પાણી ન હતું. તેથી તેમણે પાણી લાવવા માટે છોકરાને બુમ પાડી. પણ છોકરો આવ્યો નહિ. ફરીથી તેમણે બુમ પાડી, પણ છોકરો આવ્યો નહિ, અને ક્યાંકથી કોઈ આવીને પાણી આપી ગયું. અને તે પણ સોનાની ઝારીમાં. થોડી વારે છોકરો આવ્યો અને કહે કે, “લ્યો ભગત હું પાણી આપવાનું ભૂલી ગયો હતો.” તો સુરદાસજીએ કહ્યું કે હમણાં તો તું આપી ગયો. તો છોકરાએ કીધું કે “ના ભગત હું અહિયાં હતો જ નહિ.” ત્યારે તેમને થયું કે “તો કોણ પાણી આપી ગયું?” અને છોકરાએ ત્યાં જોયું તો સોનાની ઝારી પડી હતી, અને પછી ખબર પડી કે, મંદિરમાંથી ઠાકોરજીની સોનાની ઝારી ગુમ છે!

સુરદાસજી ની ૮૦ વર્ષે અચાનક તબિયત બગડી. તેમને પોતાનો અંત નજીક લાગ્યો. તેની એમને ચિંતા નહોતી, પણ તેમનો સવાલાખ પદોનો સંકલ્પ અધુરો રહેશે તેની ચિંતા વધારે હતી. તેમનાં હવે ૨૫૦૦૦ પદ બાકી હતાં અને કહેવાય છે કે, આ ૨૫૦૦૦ પદ ભગવાને “સૂર શ્યામ” ના નામે રચ્યા અને તેમનો સવાલાખ પદોનો સંકલ્પ પૂર્ણ કર્યો. છેલ્લે તેઓ મથુરા પાસે એક “પરાસેલી” નામના ગામમાં રહ્યા. તેઓ ઈ.સ.૧૫૬૩ માં મૃત્યુ પામ્યા.

? મૈયા મોરી મૈં નહીં માખન ખાયો
——-સૂરદાસ

મૈયા મોરી, મૈં નહીં માખન ખાયો… ꠶ટેક
ભોર ભયો ગૈયન કે પાછે, (તુને) મધુબન મોહિં પઠાયો,
ચાર પ્રહર બંસીબટ ભટક્યો, સાંઝ પરે ઘર આયો…  ૧
મૈં બાલક બહિયનકો છોટો, (યે) છીકો કિસ બિધિ પાયો,
(યે) ગ્વાલ બાલ સબ બૈર પરે હૈં, બરબસ મુખ લપટાયો…  ૨
તૂ જનની મનકી અતિ ભોલી, ઈનકે કહે પતિયાયો,
યે લૈ અપની લકુટી કંબલિયા, (તુને) બહુત હી નાચ નચાયો…  ૩
જિય તેરે કુછ ભેદ ઉપજી હૈ, (તુને મોહે) જાનિ પરાયો જાયો,
સૂરદાસ તબ બિહંસી જશોદા, લે ઉર કંઠ લગાયો નૈન નીર ભરી આયો…  ૪

તેમની જીવનભરની સાધનાનો અર્ક તેમના તમામ પદ અને ભજનોમાં દેખાય છે. આજે પણ તેઓ તેમના પદો દ્વારા આપણી સાથે જ છે. કૃષ્ણભક્ત અને ભગવાન શ્રીકૃષ્ણનો સાક્ષાતકાર કરનાર પદ સમ્રાટ સંત સુરદાસજીને કોટિ કોટિ વંદન !!!!

——— જનમેજય અધ્વર્યુ

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!