સંત શિરોમણી – ગુરૂ રોહિદાસ

મહાત્મા ગુરૂ રોહિદાસનો જન્મ ઈ.સ. ૧૩૭૬મા મહાસુદ પુનમ (માઘી પુનમ)ના દિવસે કાશીનગરની બાજુમાં આવેલ માંડૂર નામના ગામમાં થયો હતો. માતાનું નામ કરમાબાઈ અને પિતાનું નામ રધુ હતું. વંશપરંપરાગત ભક્તિના રંગે રંગાયેલા માતા પિતાની ભક્તિના પ્રભાવથી રોહિદાસમાં નાનપણથી જ ભક્તિના ગુણો દેખાવા લાગ્યા. બાર વર્ષની ઉંમરે તેમણે ભક્તિનો મર્મ અને પ્રકાર જાણી લીધા. સોળ વર્ષની ઉંમરે તેમણે માતાપિતાનો ભ્રમ અને સંશય મટાડ્યો. તે સમયે છૂતાછૂત અને અસ્પૃશ્યતાનું પ્રમાણ વઘુ હતું. કાશી નગરમાં ગંગા સ્નાન માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય માટે અલગ ઘાટ હતો અને શુદ્રો માટે પણ અલગ ઘાટ હતો. આ જોઈને બ્રાહ્મણોને પાઠ ભણાવવા માટે રોહિદાસે બ્રાહ્મણોના ઘાટ પર જઈને સ્નાન કર્યું.

આ જાણીને બ્રાહ્મણો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા કે તેં અમારો ઘાટ અભડાવ્યો છે. તુ અહિથી ચાલ્યો જા નહિતર તારો જીવ ગુમાવીશ. ત્યારે રોહિદાસે કહ્યું કે “આપણો આત્મા સરખો છે. શરીર સરખું છે લોહીનો રંગ સરખો છે પછી ઉંચનીચનો ભેદ શા માટે ? સૂતરની જનોઇ ધારણ કરવાથી બ્રાહ્મણ કહેવાતો નથી. જે બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ કહેવાય છે.”

દરેક બ્રાહ્મણ જન્મ થયા પછી જનોઇ ધારણ કરે છે પરંતુ હું તો જનોઈ સાથે જન્મ્યો છું એમ કહીને રોહિદાસે પોતાનું ડાબું અંગ ચીરી નાખ્યું તો અંદર સોનાની સાત સેરની જનોઈ દેખાઈ અને તેના પર ગંગાજળ અને દૂધનો અભિષેક થતો હતો. આ જોઈ બ્રાહ્મણો ચકિત થઈ ગયા અને અંદરો અંદર શરમાવા લાગ્યા.

ગુરૂ રામાનંદ પાસેથી ઉપદેશ મેળવી તેમણે ધર્મપ્રચાર શરૂ કર્યો. કારતકી પુનમના દિવસે સૌ ગંગાસ્નાન માટે જતા હતા ત્યારે રોહિદાસે બ્રાહ્મણ સંઘને કહ્યું કે “હે પંડિતો આ શ્રીફળ અને ટકો ગંગામૈયાને અર્પણ કરજો અને હાથ લંબાવીને લે તો જ આપજો નહિ તો પાછું લાવજો. જે આપે તે લેતા આવજો.” સૌ બ્રાહ્મણો આવું સાંભળીને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ગંગાજીએ આજ સુધી કોઈને દર્શન આપ્યા નથી કે કાંઈ સ્વીકાર્યું નથી. આ બુદ્ધુ ગમાર ભગત વાહિયાત વાતો કરે છે.

તેઓ ગંગાસ્નાન કરીને રોહિદાસનું શ્રીફળ અને ટકો અર્પણ કરવા લાગ્યા એટલે ગંગા મૈયા પ્રગટ થયાં અને રોહિદાસનું શ્રીફળ અને ટકો સ્વીકાર્યો. તથા રત્નજડિત કંગન આપીને બ્રાહ્મણોને કહ્યું કે “આ રોહિદાસને આપજો તે મારો પરમ ભક્ત છે. યુગોયુગથી મારો ઉપાસક છે. શંકા કરશો નહિ.” (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) સૌ બ્રાહ્મણો કંગન જોઈને લોભમાં પડ્યા અને વિચાર્યું કે  —-આ કંગન રોહિદાસને આપવું નથી. તેઓ પોતાના ગામ તરફ જવા લાગ્યા. ત્યાં સામેથી રોહિદાસ આવતા જોયા. બીજા રસ્તા તરફ જવા લાગ્યા. ત્યાં પણ રોહિદાસ જોયા. ચારે બાજુ રોહિદાસ દેખાતા બ્રાહ્મણોએ હવે આ કંગન રોહિદાસને આપી દઈએ. તેઓ રોહિદાસના ગામ આવ્યા અને કંગન આપ્યું. રોહિદાસે ગંગાસ્મરણ કરીને સ્વીકાર્યું. બ્રાહ્મણો શરમથી ઝૂકી ગયા.

 

સંત રોહિદાસ સુર્ય ઉપાસક હતા અને વૈદિક જ્ઞાન ધરાવતા હતા. તેમની ખ્યાતિ સાંભળીને કબીરજી કસોટી કરવા આવ્યા. અગમનિગમ અને આઘ્યાત્મિક ચર્ચામાં કબીરે હાર સ્વીકારી. ગોરખનાથ અને સદના કસાઈએ રોહિદાસને જ્ઞાન ચર્ચામાં હરાવવા ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ છેવટે હાર પામ્યા. દિલ્હીના બાદશાહ લોઢી સિકંદરને પણ કુદરતી ચમત્કાર બતાવીને તેને દંભ, અભિમાન અને મદમાંથી મુક્ત કર્યા હતા. તેઓ રોહિદાસના શિષ્ય બની ગયા.

રાણાજીની કપરી કસોટીમાંથી પસાર થઈને મીરાંબાઈ રોહિદાસના પરમ શિષ્યા બન્યા હતા. ત્યારબાદ ચિતોડની મહારાણી યોગવતીએ ધામઘૂમથી સામૈયું કાઢીને હજારો બ્રાહ્મણો અને દેશવિદેશના પંડિતો સમક્ષ સંત રોહિદાસને ગુરૂ બનાવ્યા હતા. તે સમયે ઘણા રાજકુમારો અને અન્ય સમાજના લોકો પણ તેમના શિષ્ય બન્યા હતા. તેઓ સર્વ ધર્મની ભાવનાવાળા હોવાથી તમામ ધર્મોનું જ્ઞાન ધરાવતા હતા. ધર્મપ્રચાર કરીને તેમણે પોતાની ફરજ અને કાર્ય પૂરૂં કર્યું. લોકોને સાચો માર્ગ બતાવી માનવતાનું કાર્ય પૂર્ણ કરીને સંત રોહિદાસે ગંગામૈયાના પવિત્ર કિનારે સમાધિ લીધી. પરમ પૂણ્ય આત્મા પરમ તેજમાં સમાઈ ગયો. બ્રહ્મત્વ બ્રહ્મમાં સમાઈ ગયું. સંત રોહિદાસનું પ્રિય અને પ્રચલિત ભજન

પ્રભુજી તુમ ચંદન હમ પાની
જૈસે અંગ અંગ બાસ સમાની…
મીરાંબાઈને સંત રોહિદાસે કહ્યું કે
તમે મારા મનના માનેલાં સાલીગ્રામ
મીરાંબાઈ પાછાં ઘરે જાઓને….
મીરાં તમે ઘર બેઠાં ભજો ભગવાન
મીરાંબાઈ પાછાં ઘેર જાઓને….

સંતરોહિદાસે બ્રાહ્મણોની સર્વોપરિતાને પડકારી હતી. તેમણે સ્વતંત્રતા, સમાનતા, ભાઈચારો, પ્રેમ અને કરૂણાનો સંદેશો ફેલાવ્યો હતો. તેમણે ભગવાન બુદ્ધની જેમ કહ્યું હતું કે “માણસ જન્મથી મહાન નથી પણ કર્મથી મહાન છે. ” (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) તેઓ વિશ્વબંઘુત્વના ચાહક હતા. ભારતમાં તેમનો જન્મદિવસ ધામઘૂમથી ઉજવાય છે. ગુજરાતમાં સંત રોહિદાસના નામે જાણીતા છે અન્ય રાજ્યોમાં રવિદાસ તથા સંત રૈદાસના નામે જાણીતા છે

સતગુરુ રોહીદાસ આશ્રમ ———

સતગુરુ રોહીદાસ આશ્રમ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના સરસાઇ ગામમાં સ્થિત છે. એવું માનવામાં આવે છે કે સતગુરુ રવિદાસજીએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં સરસાઇ ગામમાં પોતાનું જીવન લગભગ ૧૫ વર્ષો સુધી વીતાવ્યું અને સતગુરુ રોહીદાસના નામથી મશહૂર થયા. સતગુરુ રોહીદાસજીના અનુયાયીઓ માટે જૂનાગઢ જિલ્લાના સરસાઇ ગામમાં સતગુરુ રોહીદાસ આશ્રમ એક આરાધનાની મહાન જગ્યા બનેલી છે. સતગુરુ રવિદાસ (રોહીદાસજી) નું એક પ્રાચીન મંદિર પણ આ આશ્રમમાં સ્થિત છે. આ મંદિરની સામે એક યજ્ઞકુંડ છે જે તેનુ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. સરસાઇના એ સમયના લોકોનું માનવું છે કે  ——- કેટલાક દશકો પહેલાં અહીં ૭ કુંડ હતાં જે સતગુરુ રવિદાસજી સાથે સંબંધિત હતા પરંતુ હવે તેમાંથી માત્ર ૩ રહી ગયાં છે.

એક કુંડ શ્રમ કુંડ નામથી ઓળખાય છે. જ્યાં સતગુરુ રવિદાસજી ચામડાનું કાર્ય કરતા હતા. બીજો કુંડ શાન કુંડ છે જે પંડિત ગંગારામ અને ગંગાની વાત સાથે સંબંધ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે રાજા કંકન સતગુરુ રવિદાસજીની આધ્યાત્મિક શક્તિથી પ્રભાવિત થયા હતા. તેથી તેઓ તેમના અનુયાયી બની ગયા હતા. ત્રીજા કુંડ હેમનો કુંડનું નામ એવું એટલે પડ્યું કારણ કે રવિદાસજીના અનુયાયીઓ અહીં પિંડદાન આપતા હતા. આ દરેક કુંડ સતગુરુ રોહિદાસજી દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેથી માનવ નિર્મિત જાતિ, રંગ કે નસલના આધાર પર ભેદભાવ ન રહે.

રાજા પીપા, મીરાંબાઇ અને રાણી ઝાલા જેવી પ્રસિદ્ધ હસ્તીઓ સરગુરુ રવિદાસજીના શિષ્ય હતા. સતગુરુ રવિદાસજી કુંડ સિવાય એક અન્ય સ્મારક જૂનાગઢ, કાઠિયાવાડમાં મળી આવે છે. આ જાંબુના ઝાડ નીચે ભગવાન માધવની મૂર્તિના રૂપમાં આવેલું છે. હાલમાં તે પણ સોમનાથથી ૧૫ કિ.મી પ્રાચીમાં છે. આ સતગુરુ રવિદાસજીની આધ્યાત્મક શક્તિઓ વિશે વર્ણન કરે છે.

સતગુરુ રવિદાસજીએ વિશ્વને બંધુત્વ, સહિષ્ણુતા, પોતાના પાડોશી પ્રત્યે પ્રેમનો સંદેશ આપી એ શીખ આપી છે જે આજના સમયમાં પણ તેનું મહત્ત્વ એટલું જ છે.

અહીં કેવી રીતે પહોચશો

સડક માર્ગે: જુનાગઢ અમદાવાદથી ૩૨૭ કિમી., રાજકોટથી ૧૦૨કિમી. અને પોરબંદરથી ૧૧૩ કિમી. છે. આ દરેક સ્થળેથી જુનાગઢ એસટી બસ દ્વારા જઈ શકાય છે. તેમજ ગુજરાતના અન્ય શહેરોથી વેરાવળ અને રાજકોટ થઈને પણ જઈ શકાય છે. જુનાગઢ જવાનો શ્રેષ્ઠ માર્ગ બસ દ્વારા જવાનો છે.

રેલ્વે માર્ગ: અમદાવાદ-વેરાવળ રેલ્વે લાઇન પર બે એક્સપ્રેસ ટ્રેનો દોડે છે. એક રાત્રે (થોડા પ્રતિકૂળ સમયવાળી) અને બીજી દિવસે. અમદાવાદથી ટ્રેનમાં સાડા સાત કલાકનો પ્રવાસ છે. જુનાગઢ રાજકોટ-વેરાવળ રેલ્વે લાઇન પર પણ આવે છે.
રાજકોટથી અઢી કલાકનો સમય થાય છે અને વેરાવળ થી બે કલાક.

સંતનો એક જ ધર્મ હોય છે એમની સંતતા પરાપૂર્વથી ચાલી આવતી રૂઢિગત માન્યતાઓ સામે વિદ્રોહ જગાવીને એમને પ્રજાને સાચે માર્ગે દોરી છે અને ઘણું ગુઢ જ્ઞાન આપ્યું છે નહીંતો એમને એમ મીરાબાઈ એમને ગુરુપદે સ્થાપે. આવા કૃષ્ણ પ્રેમી અને બ્રામણોને તેમનું કાર્ય સમજાવનાર સંત રોહિદાસને શત શત નમન !!!!

——– જનમેજય અધ્વર્યુ

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સંત સૂરદાસ

– ગંગાસતી અને પાનબાઇ

– સંત શ્રી હરદ્તપરી બાવાજી

– ઝમરાળા નો જોગી ફકડાનાથ

– ગીરનારી સંત શ્રી વેલનાથ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!