એ જ તો ભારતની બલિહારી છે ને કે ભારતીય પ્રજાને રોમાંચક અને ગલગલીયા કરાવી દે તેવાં જ સમાચારો અને લેખો વધુ ગમે છે. જેમને દેશ માટે બલીદાન આપ્યું છે જેઓ દેશ માટે કંઈ કરી છુટવાની તમન્ના રાખે છે એમને આપને યાદ જ નથી કરતાં !!! એક સમય એવો હતો જ્યારે આખું ભારત ક્રાંતિમય બની ગયું હતું અને ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે ક્રાંતિની લપેટમાં ના આવ્યો હોય. પણ …… ક્રાંતિની વાતો તો ઘણાં કરે છે એ વિષે લેખો પણ લખે છે. પણ જ્યારે સાચોસાચ ક્રાંતિની વાત આવે છે ત્યારે કાં તો એનાથી અલિપ્ત રહે છે અને કાં તો એમાં પડવાથી ગભરાય છે. એ વખતના માહોલની ખાલી વાતો જ થાય છે અત્યારે બાકી ખરેખર તો કોઈને જ એ ખ્યાલ નથી કે ખરેખર ક્રાંતિ એટલે શું ? પણ ભારતે વિરલાઓ પેદા કરવામાં પાછી પાની નથી જ કરી !!! કુમળી વયે પણ અંગ્રેજોનાં દાંત ખાટા કરી દેવામાં એક નામ આગળ આવે છે. જે ભગતસિંહ અને ચંદ્રશેખરની સાથે જ લેવાય છે. આ વ્યક્તિને આપણે માત્ર ૨૩મી માર્ચે ભગતસિંહ અને રાજગુરુની સાથે ફાંસી આપેલી એટલું જ જાણીએ છીએ બાકી એમનું જીવન કેવું હતું અને એમણે શું શું કર્યું હતું તે આપને અવશ્ય જ જાણી લેવું જોઈએ!!!
આ નામ છે સુખદેવનું !!!
સુખદેવ થાપર હિદુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન અને પંજાબમાં વિવિધ ક્રાંતિકારી સંગઠનોનાં વરિષ્ઠ સદસ્ય હતાં. એમણે નેશનલ કોલેજ, લાહોરમાં ભણાવ્યું પણ હતું અને ત્યાંજ એમણે નવજવાન ભારતસભાની સ્થાપના પણ કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશરોનો વિરોધ કરીને આઝાદી માટે સંઘર્ષ કરવાનો હતો!!!
વિશેષ: ૧૮ ડિસેમ્બર ૧૯૨૮નાં રોજ થવાંવાળાં લાહોર ષડયંત્રમાં શામિલ થવાનાં કારણે જાણીતાં બન્યાં હતાં. એ ભગતસિંહ અને શિવરામ રાજગુરુની સાથે સહ અપરાધી હતાં. જેમણે ઉગ્ર નેતા લાલા લજપતરાયનાં મૃત્યુ પછી તેનાં જવાબમાં લાહોર ષડયંત્રની યોજના બનાવી હતી !!!
૮ એપ્રિલ ૧૯૨૯માં એમણે નવી દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલી હોલમાં એમણે સાથે મળીને બોમ્બ ફેંક્યા હતાં અને કેટલાંક સમય બાદ જ પોલીસે એમને પકડી લીધાં હતાં અને ૨૩ માર્ચ ૧૯૩૧માં આ ત્રણેને ફાંસી આપી દીધી હતી. અને રહસ્યમયી તરીકાથી એમનાં શબોને સતલજ નદીનાં કિનારે જલાવી દીધાં હતાં !!!
ક્રાંતિકારી સુખદેવનું જીવન
સુખદેવનો જન્મ ૧૫ મે ૧૯૦૭ના રોજ પંજાબમાં લુધિયાણાનાં નૌધરામાં થયો હતો. એમનાં પિતાનું નામ રામલાલ અને માતાનું નામ રાલ્લી દેવી હતું. સુખદેવનાં પિતાનું બહુજ જલ્દીથી મૃત્યુ થઇ ગયું હતું અને એનાં પછી એમનાં કાકા અચિંત્રમે એમનું પાલન પોષણ કર્યું હતું !!! એ આર્ય સમાજનાં કાર્યોથી પ્રભાવિત હતાં તથા સમાજ સેવા અને દેશભક્તિનાં કાર્યોમાં અગ્રેસર હતાં એમનો પ્રભાવ બાળક સુખદેવ પર પડયો !!! જ્યારે બાળકો ગલી -મહોલ્લામાં સાંજે રમતાં હતાં તો સુખદેવ અસ્પૃશ્ય કહેવાયા એવાં બાળકને શિક્ષા પ્રદાન કરતાં હતાં !!!
કિશોરાવસ્થાથી જ સુખદેવ બ્રિટિશરો દ્વારા ભારતીયો ઉપર કરવામાં આવતાં અત્યાચારોથી ચિર-પરિચિત હતાં. એ સમયે બ્રિટીશ ભારતીય લોકોની સાથે ગુલામોની જેમ વ્યવહાર કરતાં હતાં અને ભારતીય લોકોને ઘૃણાની નજરોથી જોતાં હતાં !!! આ જ કારણોને લીધે સુખદેવ ક્રાંતિકારી ગતિવિધિયોમાં શામિલ થયાં અને ભારતને બ્રિટિશ રાજથી મુક્ત કરાવવાની કોશિશ કરતાં રહ્યાં !!!
ત્યાર બાદ સુખદેવ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન અને પંજાબના કેટલાંક ક્રાંતિકારી સંગઠનોમાં પણ શામિલ થયાં. એ એક દેશપ્રેમી, ક્રાંતિકારી અને નેતા હતાં. જેમણે લાહોરમાં નેશનલ કોલેજનાં વિદ્યાર્થીઓને ભણાવ્યાં પણ હતાં અને સમૃદ્ધ ભારતનાં ઇતિહાસના વિષયમાં બતાવીને વિદ્યાર્થીઓને એ હંમેશા પ્રેરિત કરતાં હતાં !!!
એનાં પછી સુખદેવે બીજાં ક્રાંતિકારીઓ સાથે મળીને “નવજવાન ભારત સભા” ની સ્થાપના ભારતમાં કરી. આ સંસ્થાએ ઘણાં બધાં ક્રાંતિકારી આંદોલનોમાં ભાગ લીધો હતો અને આઝાદીની લડાઈમાં પણ ભાગ લીધો હતો !!!
ભગતસિંહ સાથે મિત્રતા ————
ઇસવીસન ૧૯૧૯માં થયેલાં જલિયાંવાલા બાગનાં ભીષણ નરસંહારને કારણે દેશમાં ભય તથા ઉત્તેજનાનું વાતાવરણ બની ગયું હતું. એ સમયે સુખદેવ ૧૨ વર્ષનાં હતાં. પંજાબના પ્રમુખનગરોમાં માર્શલ લો લગાડી દીધો હતો. સ્કૂલો તથા કોલેજોમાં તૈનાત બ્રિટિશ અધિકારીઓને ભારતીય છાત્રોએ સેલ્યુટ કરવી પડતી હતી, પરંતુ સુખદેવે દ્રઢતાપૂર્વક એવું કરવાની ના પાડી દીધી જે કારણે એમણે માર પણ ખાવો પડયો હતો
લાયલપુરની સનાતન ધર્મ હાઈસ્કુલમાં મેટ્રિક પાસ કરીને સુખદેવે લાહોરની નેશનલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં એમનો ભેટો ભગતસિંહ સાથે થયો !!! બંને એક જ રાહના પથિક હતાં, અત: શીઘ્ર જ બંનેનો પરિચય ગાઢ મિત્રતામાં ફેરવાઈ ગયો !!! બંને જ અત્યાધિક કુશાગ્ર અને દેશની તત્કાલીન સમસ્યાઓ પર વિચાર કરવાંવાળાં હતાં. એ બંનેના ઇતિહાસના પ્રાધ્યાપક જયચંદ્ર વિદ્યાલંકાર હતાં, જેઓ ઇતિહાસને બહુજ દેશભક્તિપૂર્ણ ભાવનાથી ભણાવતાં હતાં
વિદ્યાલયના પ્રબંધક ભાઈ પરમાનંદ પણ જાણીતાં ક્રાંતિકારી હતાં !!! એ પણ સમય સમય પર વિદ્યાલયોમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત કરતાં હતાં. આ વિદ્યાલય દેશનાં પ્રમુખ વિદ્વાનોને એકત્રિત કરવાનું કેન્દ્ર હતું તથા ત્યાં તેમનાં ભાષણો પણ થતાં હતાં !!!
ક્રાંતિકારી જીવન ————
વર્ષ ૧૯૨૬માં લાહોરમાં “નવજવાન ભારત સભા” નું ગઠન થયું. એનાં મુખ્ય યોજક સુખદેવ, ભગતસિંહ, યશપાલ, ભગવતીચરણ તથા જ્યચંદ્ર વિદ્યાલંકાર હતાં. “અસહયોગ આંદોલન”ની વિફળતા પશ્ચાત “નવજવાન ભારત સભા”એ દેશનાં નવયુવકોનું ધ્યાન આકૃષ્ટ કર્યું. પ્રારંભમાં એમનાં કાર્યક્રમ નૈતિક , સાહિત્યિક તથા સામાજિક વિચારો પર ગોષ્ઠિઓ કરવી, સ્વદેશી વસ્તુઓ, દેશની એકતા, સાદું જીવન, શારીરિક વ્યાયામ તથા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા પર વિચાર આદિ કરવો હતો. એનાં પ્રત્યેક સદસ્યે શપથ લેવી પડતી હતી કે એ દેશનાં હિતોને સર્વોપરિ સ્થાન આપશે, પરંતુ કેટલાંક મતભેદો ને કારણે એનાથી આગળ ગતિવિધિ ના થઇ શકી. એપ્રિલ ૧૯૨૮માં એનું પુનર્ગઠન થયું તથા એનું નામ “નવજવાન ભારત સભા” જ રાખવામાં આવ્યું અને એનું કેન્દ્ર અમૃતસર બનાવવામાં આવ્યું !!!
આઝાદીનાં અભિયાનમાં સુખદેવની ભૂમિકા ———-
સુખદેવે બહુ બધી ક્રાંતિકારી ગતિવિધિયોમાં હિસ્સો લીધો જેમકે ૧૯૨૯નું “જેલ ભરો આંદોલન” એની સાથે સાથે એ ભારતીય સ્વતંત્રતા અભિયાનનાં પણ સક્રિય સદસ્ય હતાં. ભગતસિંહ અને શિવરામ રાજ્યગુરુની સાથે મળીને એ લાહોર ષડયંત્રમાં સહ અપરાધી પણ બન્યાં હતાં !!! ૧૯૨૮માં લાલ લજપતરાયનાં મૃત્યુ પછી આ ઘટના બની હતી !!!
૧૯૨૮માં બ્રિટિશ સરકારે સર જ્હોન સાયમનનાં નેતૃત્વમાં એક કમીશનનો નિર્ણય કર્યો. જેનો મુખ્ય ઉદ્દેશ એ સમયમાં ભારતની રાજનીતિક અવસ્થાની તપાસ કરવી અને બ્રિટિશ પાર્ટીનું ગઠન કરવાનો હતો !!!
પરંતુ ભારતીય રાજનૈતિક દળોએ કમીશનનો વિરોધ કર્યો
કારણકે આ કમીશનમાં કોઈ પણ સદસ્ય ભારતીય હતો જ નહીં!!! પછીથી રાષ્ટ્રીય સ્તરે એનો વિરોધ થવાં લાગ્યો. જ્યારે કમીશન ૩૦ ઓક્ટોબર ૧૯૨૮ના રોજ લાહોર ગયું ત્યારે જ ત્યાં લાલા લજપતરાયે એનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો પરંતુ બ્રિટિશ પોલીસે એ ઉગ્ર વિરોધને હિંસાત્મક ઘોષિત કર્યો !!!
એનાં પછી જેમ્સ સ્કોટ જે ત્યાનો પોલીસ અધિકારી હતો એણે વિરોધીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો અને આ લાઠીચાર્જમાં એમેણે વિશેષત: લાલ લજપતરાયને નિશાના બનાવ્યાં અને બુરી રીતે ઘાયલ થયાં બાદ લાલ લજપતરાયનું મૃત્યુ થઇ ગયું હતું !!!
જ્યારે ૧૭ નવેમ્બર ૧૯૨૮નાં રોજ લાલા લજપતરાયનું મૃત્યુ થઇ ગયું. ત્યારે એવું માની લેવામાં આવ્યું કે આનાથી સ્કોટને એમનાં મૃત્યુનો બહુજ આઘાત લાગ્યો હતો !!! પરંતુ ત્યારે આ વાત બ્રિટિશ પાર્લામેન્ટ સુધી પહોંચી ત્યારે બ્રિટિશ સરકારે
લાલ લજપતરાયનાં મૃત્યુનાં જવાબદાર હોવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો !!!
એનાં પછી સુખદેવે ભગતસિંહ સાથે મળીને બદલો લેવાનું વિચાર્યું અને એ બીજાં ઉગ્ર ક્રાંતિકારી જેવાં કે શિવરામ રાજગુરુ, જય ગોપાલ અને ચંદ્રશેખર આઝાદને એકઠાં કરવાં લાગ્યાં અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કોટને મારવાનો જ હતો !!!
જેમાં જય ગોપાલને આ કામ સોંપવામાં આવ્યું હતું કે એ સ્કોટને પહેચાને અને પહેચાન્યા પછી એને શૂટ કરવાં માટે ભગતસિંહને ઈશારો કરે !!! પરંતુ આ બધામાં એક ભૂલ થઇ ગઈ હતી……. જય ગોપાલે જોન સૌન્ડેર્સ ને સ્કોટ સમજીને ભગતસિંહને ઈશારો કરી દીધો હતો અને ભગતસિંહ અને શિવરામ રાજગુરુએ એમને શૂટ કરી દીધાં. આ ઘટના ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ ઘટિત થઇ હતી. જ્યારે ચાનનસિંહ સૌન્ડેર્સનાં બચાવમાં આવ્યાં તો એમની પણ હત્યા કરી દેવામાં આવી !!!
એનાં પછી પોલીસે હત્યારાઓની તલાશ કરવાં માટે બહુજ બધાં ઓપરેશન પણ ચલાવ્યાં એમણે હોલનાં બધાંજ પ્રવેશ અને નિકાસ દ્વારોને બંધ કરી દીધાં હતાં. જેના ચાલતાં સુખદેવ પોતાનાં બીજાં કેટલાંક સાથીઓ સાથે બે દિવસ સુધી છુપાયેલાં જ રહ્યાં હતાં !!!
૧૯ ડિસેમ્બર ૧૯૨૮નાં રોજ સુખદેવે ભગવતી ચરણ વોહરાની પત્ની દુર્ગા દેવી વોહરાને મદદ કરવાં માટે કહ્યું. જેને માટે એ રાજી પણ થઇ ગઈ હતી …….. એમણે લાહોરથી હાવરા ટ્રેન પકડવાનો નિર્ણય લીધો. પોતાની ઓળખાણ છુપાવવા માટે ભગતસિંહે પોતાનાં વાળ પણ કપાવી નાંખ્યા અને દાઢીપણ અડધાથી વધારે કાપી નાંખી. બીજે દિવસે સવાર સવારમાં એમણે પશ્ચિમી વસ્ત્રો પહેરી લીધાં હતાં. ભગતસિંહ અને વોહરા એક યુવા જોડાંની જેમ આગળ વધી રહ્યાં હતાં જેના હાથમાં વોહરાનું બાળક પણ હતું !!!
જયારે રાજગુરુ એમનો સામાન ઉઠાવનાર એક નોકર બન્યો હતો. એ ત્યાંથી નીકળવામાં સફલ થયાં અને એનાં પછી એમણે લાહોર જવાં વાળી ટ્રેન પકડી લીધી. લખનૌમાં રાજગુરુ એમણે છોડીને એકલા બનારસ ચાલ્યાં ગયાં હતાં. જયારે ભગતસિંહ અને વોહરા પોતાનાં બાળકને લઇને હાવરા જતાં રહ્યાં !!!
સુખદેવ ચહેરે મોહરે જેટલાં સરળ લાગતાં હતાં એટલા જ વિચારોથી દ્રઢ અને અનુશાસિત હતાં. એમણે ગાંધીજીની અહિંસક નીતિ પર જરા પણ ભરોસો નહોતો. એમણે પોતાનાં તાઉજીને ઘણાં પત્રો જેલમાંથી લખ્યાં એની સાથે જ મહાત્મા ગાંધીને પણ જેલમાંથી લખેલો એમનો પત્ર ઐતિહાસિક દસ્તાવેજ છે જે ન કેવળ દેશની તત્કાલીન સ્થિતિનું વિવેચન કરે છે પણ કોંગ્રેસની માનસિકતાને પણ દર્શાવે છે. એ સમયે અહિંસાને પ્રાધાન્ય આપીને ગાંધીજી ક્રાંતિકારી ગતિવિધિયોની નિંદા કરતાં હતાં !!! આનાં પર કટાક્ષ કરીને સુખદેવે લખ્યું —-
“માત્ર ભાવુકતાનાં આધાર પર કરવામાં આવેલી અપીલોનો ક્રાંતિકારી સંઘર્ષોમાં કોઈ અધિક મહત્વ હોતું નથી કે ન તો હોઈ શકે છે !!!”
સુખદેવે તત્કાલીન પરિસ્થિતિઓ પર ગાંધીજીને એક પત્રમાં લખ્યું ——
આપે આપના સમજૌતા પછી આપનું અંદોલન (સવિનય અવજ્ઞા આંદોલન) પાછું લઇ લીધું છે અને એના ફળસ્વરૂપ આપના બધાં બંદીઓને રિહા કરી દેવામાં આવ્યાં છે, પણ ક્રાંતિકારી બંદીઓનું શું થયું ? ૧૯૧૫થી જેલોમાં બંધ ગદર પાર્ટીના ડઝનબંધી ક્રાંતિકારી હજી સુધી ત્યાં સડી રહ્યાં છે. બાવજૂદ એ વાત કે તેઓ પોતાની સજા પૂરી ચુક્યા છે. માર્શલ લો તહત બંદી બનાવવામાં આવેલાં અનેક લોકો અત્યાર સુધીમાં જીવિત દફનાવવા જેવાં થઈને પડેલાં છે. બબ્બર અકાલીઓનો પણ આજ હાલ છે. દેવગઢ, કાકોરી, મહુઆ બાજાર અને લાહોર ષડયંત્ર કેસનાં બંદી પણ અન્ય બંદીઓ સાથે જેલોમાં બંધ છે …….
એક ડર્જનથી પણ અધિક બંદીઓ સચમુચ ફાંસીના ફંદાનાં ઈન્તેજારમાં છે
આ બધાં વિષે શું થયું ?
સુખદેવે એ પણ લખ્યું ———
“ભાવુકતાનાં આધાર પર આવી અપીલો કરવી, જેનાંથી એમનામાં પરસ્ત હિંમત ફેલાય, નિતાંત અવિવેકપૂર્ણ અને ક્રાંતિ વિરોધી કામ છે !!! આ તો ક્રાંતિકારીઓને કુચડવામાં સીધી સરકારની સહાયતા કરવી જોઈએ ” સુખદેવે આ પત્ર પોતાનાં કારાવાસના કાલમાં લખ્યો !!! ગાંધીજીએ આ પત્રને એમનાં બલિદાનનાં એક માસ પછી ૨૩ એપ્રિલ ૧૯૩૧માં “યંગ ઇન્ડિયા”માં છાપ્યો હતો !!!
સુખદેવનું મૃત્યુ ——-
દિલ્હીમાં સેન્ટ્રલ અસેમ્બ્લી હોલમાં બોમ્બવર્ષા કર્યાં પછી સુખદેવ અને એનાં સાથીઓને પોલીસે પકડી લીધાં હતાં અને એમને મૌતની સજા સંભળાવવામાં આવી હતી!!! ૨ માર્ચ ૧૯૩૧નાં રોજ સુખદેવ થાપર, ભગતસિંહ અને શિવરામ રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી અને એમનાં શબોને ખુબ જ રહસ્યમયી રીતે સતલજ નદીનાં કિનારે જલાવવામાં આવ્યાં હતાં. સુખદેવે પોતાનું જીવન દેશ માટે ન્યોછાવર કરી દીધું હતું અને માત્ર ૨૪ વર્ષની ઉમરમાં જ એ શહીદ થઇ ગયાં હતાં.
ભારતને આઝાદ કરાવવા માટે અનેકો ભારતીય દેશભક્તોએ પોતાનાં પ્રાણોની આહુતિ આપી દીધી હતી. એવાં જ એક દેશભક્ત શહીદોમાંનાં એક હતાં સુખદેવ થાપર !!! જેમણે પોતાનું સંપૂર્ણ જીવન ભારતને અંગ્રેજોની બેડીઓથી મુક્ત કરાવવાં માટે સમર્પિત કરી દીધું હતું.
સુખદેવ મહાન ક્રાંતિકારી ભગતસિંહનાં બાળપણનાં મિત્ર હતાં
બંને સાથે મોટાં થયાં , બંને સાથે જ ભણ્યાં અને પોતાનાં દેશને આઝાદ કરવવાની જંગમાં એક સાથે ભારત માતા માટે શહીદ થઇ ગયાં !!!
૨૩મી માર્ચ ૧૯૩૧નાં સાંજે ૭ વાગે અને ૩૩ મિનીટે સેન્ટ્રલ જેલમાં એમણે ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યાં અને ખુલ્લી આંખોથી ભારતની આઝાદીનું સપનું જોનારાં આ ત્રણે દિવાના હંમેશને માટે સુઈ ગયાં !!!
કેટલીક વાતો ભગતસિંહની જે એમની ખાસ છે એ મેં એમાં કરી છે અને એમાં કેટલીક ખૂટતી વિગતો જે સુખદેવ સાથે સંબંધિત છે જે મેં આમાં કરી છે. બાકી બંને શું ત્રીજો રાજગુરૂમાં પણ ઘટના સરખી જ છે, પણ વ્યક્તિ અલગ છે…….. મારી દ્રષ્ટિએ તો આ બધાનું એક નોખું વિશિષ્ટ વ્યક્તિત્વ છે જ. એ દ્રષ્ટિએ જો વાંચવામાં આવે તો જ આ બધાં ક્રાંતિકારીઓ વિષે અને ક્રાંતિ શું ચીજ છે એ ખબર પડશે !!!એને ભારતીય સ્વતંત્રતાનો ઈતિહાસ સમજીને જો વંચાશે તોજ તમારાં રૂંવાડા ઉભાં થઇ જશે, નહી તો આવાં વ્યક્તિઓ ઇતિહાસના પાનામાં ક્યાંય ખોવાઈ જશે એની આપણને ખબરેય નહિ પડે !!!
શત શત નમન છે સુખદેવ થાપરને !!!
————– જનમેજય અધ્વર્યુ
👌👌👌👌👌👌👌👌👌