ભારતનાં વીર સપૂત શહીદ ભગતસિંહની જીવન ગાથા

ઇસવીસન ૧૮૫૭ માં તો એક બળવો જ થયો હતો જે નિષ્ફળ નિવડયો પણ તે સમયમાં ક્રાંતિનો જે જુવાળ પ્રકટ્યો તે છેક ૧૯૪૭માં અંગ્રેજો ભારત છોડીને પાછાં ગયાં ત્યાં સુધી ચાલું રહ્યો!!! આ ૯૦ વર્ષમાં ભારતમાં ઘણાં ક્રાંતિકારીઓ આવ્યાં અને ગયાં. એમાં મોટા ભાગનાંને તો અંગ્રેજોએ ફાંસી લટકાવી દીધાં. પણ ભારતમાંથી ક્રાંતિનો જુવાળ જરાય ઓછો થયો નહીં કે ના ઓછી થઇ ભારતની આઝાદીની લડત.

આ આઝાદીની લડત કાં તો હિંસક હતી કે કાં તો અહિંસક !!! જોકે આ બંનેએ અંગ્રેજોને હંફાવવાનું કામ અવશ્ય કર્યું હતું. આમાં ઘણાં મોટાં નામો શમિલ છે, પણ દેશ માટે જાન ન્યોછાવર કરી દેનાર મહાન ક્રાંતિકારી વીર ભગતસિંહ સાથે દેશે બહુજ અન્યાય કર્યો છે. ક્રાંતિકારીની આગળ વીર અને શહિદનું બિરુદ મેળવનાર ભગતસિંહ પ્રથમ અને શક્તિશાળી ક્રાંતિકારી હતાં. જોકે ભારતે એમનાં બલિદાનની કદર કરી નથી એ જુદી વાત છે!!! પણ એમનાં પ્રદાનને ભારત તો શું સમગ્ર વિશ્વ ક્યારેય ભૂલવાનું નથી. ઇતિહાસમાં ભગતસિંહનું નામ ઈજ્જતથી લેવાય છે અને લેવાતું જ રહેશે !!!

ભારતનાં સૌથી પ્રભાવશાળી ક્રાંતિકારીઓની સૂચિમાં ભગતસિંહનુ નામ સૌથી પહેલાં લેવામાં આવે છે. જ્યારે પણ આપને એ શહીદો વિષે વિચારીએ છીએ …… જેમણે દેશની આઝાદી માટે પોતાનાં પ્રાણોની આહૂતિ આપી છે ત્યારે આપણે બહુજ ગર્વથી ભગતસિંહનું નામ લઇ શકીએ છીએ.

ઇસવીસન ૧૯૨૯ માં એમણે લાલા લજપતરાયની મૌતનો બદલો લેવાં માટે બ્રિટિશ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. આને કારણે એમને ૧૧૬ દિવસની જેલ પણ થઇ હતી. ભગતસિંહને મહાત્મા ગાંધીની અહિંસા પર ભરોસો નહોતો.

૨૩ વર્ષની આયુમાં એમને રાજગુરુ અને સુખદેવની સાથે ફાંસી આપી દીધી અને મરતી વખતે પણ એમણે ફાંસીના ફંદાને ચૂમીને મૌતનું ખુશીથી સ્વાગત કર્યું. ત્યારથી જ ભગતસિંહ દેશનાં યુવાનોના પ્રેરણાસ્રોત બનેલાં છે !!!

આખું નામ   – સરદાર ભગતસિંહ કિશનસિંહ
જન્મ    – ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭
જન્મસ્થાન     – બંગા ( જિલ્લા લાયલપુર, અત્યારે પાકિસ્તાનમાં )
પિતા    – કિશનસિંહ
માતા    – વિદ્યાવતી
શિક્ષા    – ૧૯૨૩માં ઇન્ટરમિજિએટ પરીક્ષા ઉત્તીર્ણ
વિવાહ    – વિવાહ નહોતાં કર્યાં

સરફરોશીકી તમન્ના અબ હમારે દિલ મેં હૈ
દેખના હૈ જોર કિતના બાજુ-એ -કાતિલમેં હૈ

ભગતસિંહ એક ભારતીય સમાજવાદી હતાં જે ભારતીય સ્વતંત્રતા અભિયાનનાં એક પ્રભાવશાળી ક્રાંતિકારી પણ માનવામાં આવે છે. જેમનો જન્મ પંજાબના શિખ પરિવારમાં થયો હતો જે હંમેશા બ્રિટિશ રાજની વિરુદ્ધ લડવાં માટે તૈયાર હતાં. એમણે પોતાનાં યુવા દિવસોમાં યુરોપિયન ક્રાંતિકારીઓનો અભ્યાસ પણ કરી રાખ્યો હતો અને અરાજકતાવાદી અને માર્ક્સવાદી વિચારધારાઓથી પ્રભાવિત હતાં !!!

એમણે પોતાનાં જીવનકાળમાં ઘણીક્રાંતિકારી સંસ્થાઓ સાથે મળીને કામ કર્યું જેમાં હિન્દુસ્તાન રિપબ્લિક એસોશિયન પણ શામિલ છે. જેણે ૧૯૨૮માં પોતાનું નામ બદલીને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોશિયન રાખ્યું હતું !!!

ભગતસિંહનો જન્મ ઇસવીસન ૧૯૦૭માં કિશનસિંહ અને વિદ્યાવતીને ત્યાં ચલ નંબર ૧૦૫ જીબી, બંગા ગ્રામ, જરંવાલા તહસીલ, લ્યાલપુર જિલ્લા, પંજાબમાં થયો હતો. જે બ્રિટીશકાલીન ભારતનો જ એક પ્રાંત હતો !!!

એમનો જન્મ એ સમયે થયો હતો જયારે એમનાં પિતા અને એમનાં ૨ કાકાને જેલમાંથી રિહા કરી દીધાં હતાં. એમનાં પરિવારના સદસ્ય શિખ હતાં, જેમાંથી કેટલાંક ભારતીય સ્વતંત્રતા અભિયાનમાં સક્રિય રૂપે શામિલ હતાં અને બાકીના મહારાજા રણજીતસિંહની સેવા કરતાં હતાં !!!

એમનાં પૂર્વજોનું ગામ ખટકર કલાં હતુ, જે નવાશહર પંજાબ (અત્યારે એનું નામ બદલીને શહીદ ભગતસિંહ નગર રાખવામાં આવ્યું છે) એનાંથી થોડેક જ દુર હતું !!!

એમનો પરિવાર રાજનીતીક રૂપે સક્રિય હતો. એમનાં દાદા અર્જુનસિંહ, હિંદુ આર્ય સમાજની પુનનિર્મિતિનાં અભિયાનમાં દયાનંદ સરસ્વતીનાં અનુયાયી હતાં. એમનો ભગતસિંહ પર બહુજ પ્રભાવ પડયો

ભગતસિંહના પિતા અને કાકા કરતારસિંહ અને હર દયાલ સિંહ દ્વારા ચલાવવામાં આવતી ગદર પાર્ટીનાં પણ સદસ્ય હતાં !!! અરજિતસિંહ પર બહુજ બધાં કાનૂની મુક્દ્દમાં હોવાંનાં કારણે એમણે નિર્વાસિત કરવામાં આવ્યાં. જયારે સ્વર્ણસિંહનું ૧૯૧૦માં લાહોરમાં જ જેલમાંથી રિહા થયાં પછી મૃત્યુ થઇ ગયું !!!

ભગતસિંહ એમની આયુમાં બીજાં શિખોની જેમ લાહોરની ખાલસા હાઈસ્કુલમાં નહોતાં ગયાં કારણકે એમનાં દાદા એમને બ્રિટિશ સરકારની શિક્ષા નહોતાં આપવાં માંગતા, પણ પછીથી એમને દયાનંદ વૈદિક સ્કુલમાં નાંખવામાં આવ્યાં જે આર્ય સમાજની જ એક સંસ્થા હતી !!!

૧૯૧૯માં જ્યારે એ માત્ર ૧૨ જ વર્ષનાં હતાં, ત્યારે જલિયાંવાલા બાગમાં હજારો નિ:શસ્ત્ર લોકોને મારી નાંખવામાં આવ્યાં. જ્યારે એ ૧૪ વર્ષનાં થયાં ત્યારે એ એ લોકોમાંથી હતાં જે પોતાની રક્ષા માટે દેશની રક્ષામાં તે બ્રિટિશોને મારતાં હતાં

ભગતસિંહે ક્યારેય મહાત્મા ગાંધીનાં અહિંસાનાં તત્વને નાં અપનાવ્યું. એમનું એજ માનવું હતું કે સ્વતંત્રતા મેળવવા માટે હિંસક બનવું બહુજ જરૂરી છે !!! એ હંમેશા ગાંધીજીના અહિંસાના અભિયાનનો વિરોધ કરતાં હતાં કારણકે એમનાં અનુસાર ૧૯૨૨માં ચોરી-ચોરા કાંડમાં માર્યા ગયેલાં ગ્રામીણ લોકોની પાછળનું કારણ અહિંસક હોવું એજ હતું !!!

ત્યારથી ભગતસિંહે કેટલાંક યુવાનો સાથે મળીને ક્રાંતિકારી અભિયાનની શરૂઆત કરી જેનો મુખ્ય ઉદ્દેશ હિંસકરૂપે બ્રિટિશ રાજને ખતમ કરવું હતો.

૧૯૨૩માં ભગતસિંહ લાહોરની નેશનલ કોલેજમાં શામિલ થયાં જ્યાં એમણે બીજી ગતિવિધિઓમાં પણ ભાગ લીધો. જેમ કે નાટકીય સમાજ ( ઢોંગી સમાજ)માં સહભાગ લેવો !!!

૧૯૨૩માં પંજાબમાં હિન્દી સાહિત્ય સંમેલન દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધા જીતી, જેમાં એમણે પંજાબની સમસ્યાઓ વિષે લખ્યું હતું. એ ઇટાલીના Giuseppe Mazzini અભિયાનથી બહુજ પ્રભાવિત થયાં અને આને જોતાં એમણે માર્ચ ૧૯૨૬માં નવજવાન ભારત સભામાં ભારતીય રાષ્ટ્રીય યુવા સંસ્થાની સ્થાપના કરી !!!

પછીથી એ હિન્દુસ્તાન રિપબ્લિક એસોશીએશનમાં શામિલ થયાં. જેમાં ઘણાં બહાદુર નેતા હતાં જેમકે ચન્દ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસ્મિલ અને શહીદ અશ્ફલ્લાહ ખાન

ભગતસિંહ કહે છે કે —-

” મારૂ જીવન કોઈ શ્રેષ્ઠ અભિયાનને પૂરું કરવાં માટે છે અને આ અભિયાન દેશને આઝાદી અપાવવાનું છે અને આ સમયે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રલોભન મને મારી લક્ષ્ય પ્રાપ્તિથી નહી રોકી શકે !!!”

યુવાઓ પર ભગતસિંહનાં આ પ્રભાવને જોતાં પોલીસે મે ૧૯૨૭ માં ભગતસિંહને પોતાની હિરાસતમાં લીધાં. એવું કહીને કે એ ઓક્ટોબર ૧૯૨૬માં થયેલાં લાહોર બોમ્બ ધડાકામાં એ શામિલ હતાં અને એમણે હિરાસતમાં લીધાં પછી પાંચ સપ્તાહમાં એમણે છોડી મુક્યા !!!

ભગતસિંહ અમૃતસરમાં વેચાતાં ઉર્દુ અને પંજાબી અખબારોમાં લખતાં પણ હતાં અને એનાં સંપાદક પણ હતાં !!! અને આ અખબારો ને નવજવાન ભારત સભામાં પ્રકાશિત કરવામાં આવતાં હતાં જેમાં બ્રિટિશરોની ખાલ ખેંચી હતી !!!

એ કીર્તિ કિસાન પાર્ટીનાં અખબાર કીર્તિ માટે પણ લખતાં હતાં સાથે જ દિલ્હીમાં પ્રકાશિત થવાંવાળા વીર અર્જુન અખબાર માટે પણ લખતાં હતાં. પોતાનાં લેખમાં એ પ્રધાનતયા બળવંત, રણજીત અને વિદ્રોહી નામનો ઉપયોગ કરતાં હતાં !!!

ભગતસિંહ લાલ લજપતરાયનાં મૃત્યુનો બદલો લેવાં માંગતા હતાં અને જેમાં ભગતસિંહે એક પોલીસ અધિકારી જોન સૌન્દેર્સની હત્યા કરી નાંખી. પોલીસે ભગતસિંહને પકડવા માટે ઘણાં અસફળ પ્રયત્નો કર્યા અને હંમેશા એ ભગતસિંહને પકડવામાં નાકામયાબ રહી !!! અને કેટલાંક સમય બાદ ભગતસિંહે બતુકેશ્વર દત્ત સાથે મળીને પ્રધાન વિધિ સદન પર બે બોમ્બ અને એક પત્ર ફેંક્યો !!!

જ્યાં એ બંને પોતાની યોજના અનુસાર પકડાઈ ગયાં જ્યાં એમને એક હત્યાનાં આરોપમાં જેલમાં મોકલી આપવામાં આવ્યાં અને જ્યારે એમણે યુરોપિયન કેદીઓને સમાન હક્ક અપાવવાં માટે ૧૧૬ દિવસનાં ઉપવાસની ઘોષણા કરી ત્યારે દૂર દુરથી એમણે આખાં રાષ્ટ્રની સહાયતા મળી !!!

આ કાલાવધિમાં બ્રિટિશ અફસરોએ એમની વિરુદ્ધ પર્યાપ્ત સબુત એકઠાં કર્યા અને ઇંગ્લેન્ડ ઉચ્ચ ન્યાયાલયમાં પોતાની અપીલ રાખતાં ભગતસિંહને ૨૩ વર્ષની અલ્પ આયુમાં ફાંસીની સજા આપવામાં આવી હતી !!!

એમનાં આ બલિદાનને ભારતીય યુવાઓને રાષ્ટ્રની સ્વતંત્રતા માટે ઉઠીને લડવાં માટે પ્રેરિત કર્યા. ભારતીય સિનેમાની ઘણી ફિલ્મોમાં ભગતસિંહને યુવકોનાં પ્રેરણાસ્રોત પણ માનવામાં આવ્યાં અને આજે પણ ઘણાંબધાં યુવકો એમણે પોતાનો આદર્શ માને છે !!!

ભગતસિંહમાં બાળપણથીજ દેશસેવા ભારોભાર ભરેલી હતી
એમણે હંમેશા બ્રિટિશરાજનો વિરોધ કર્યો અને જે ઉમર રમવાંની હોય છે એ ઉંમરમાં એમેણે એક ક્રાંતિકારી અંદોલન કર્યું હતું. ભગતસિંહનાં બહાદુરીના કિસ્સા આપણને ઇતિહાસમાં ઘણાંબધાં જોવાં  મળે છે !!!

એ ખુદ બહાદુર હતાં પણ એમણે પોતાનાં સાથીયોને પણ બહાદુર બનાવ્યાં હતાં અને અંગ્રેજોને અલ્પાયુમાં જ ધૂળ ચટાવી હતી. એ ભારતીય યુવાઓનાં આદર્શ છે અને આજે પણ આજના નવયુવકોએ એમની જેમ જ સ્કુર્તિલા બનવાની કોશિશ કરવી જોઈએ !!!

સંક્ષેપમાં શહીદ ભગતસિંહ વિશેની જાણકારી  ——–

[૧] – ૧૯૨૪માં ભગતસિંહ કાનપુર ગયાં. એમને પહેલી વાર અખબાર વેચીને પોતાનું ઘર ચલાવવું પડયું. પછીથી એક ક્રાંતિકારી ગણેશ શંકર વિદ્યાર્થી એમનાં સંપર્કમાં આવ્યાં. એમનાં “પ્રતાપ” અખબારના કાર્યાલયમાં ભગતસિંહને જગ્યા મળી !!!

[૨] – ૧૯૨૪માં ભગતસિંહ અને એમનાં સાથી મિત્રોએ નવજવાન ભારત સભાની સ્થાપના કરી !!!

[૩] – દશેરાના અવસર પર કેટલાંક બદમાશોએ બોમ્બ ફેંક્યો આને કારણે કેટલાંક લોકોનાં મૃત્યુ થઇ ગયાં. આની પાછળ ક્રાંતિકારીઓનો હાથ હશે એવો પોલીસને શક હતો. એનાં માટે ભગતસિંહને પકડીને એમને જેલભેગાં કરવામાં આવ્યાં પણ ન્યાયાલયમાંથી એ બે કસૂર છૂટી ગયાં !!!

[૪] –  “હિન્દુસ્તાન રિપબ્લિકન એસોશિયેશન” આ ક્રાંતિકારી સંઘટનનાં ભગતસિંહ સક્રિય કાર્યકર્તા હતાં.

[૫] – “કીર્તિ” અને “અકાલી”નામનાં અખબારો માટે ભગતસિંહ લેખ લખવાં લાગ્યાં !!!

[૬] – સમાજવાદી વિચારોથી પ્રભાવિત થયેલાં યુવકોએ દેશવ્યાપી ક્રાંતિકારી સંઘટના ઉભી કરવાનો નિર્ણય લીધો. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ આદિ યુવકો એમાં મુખ્ય હતાં. આ બધાં ક્રાંતિકારી ધર્મ નિરપેક્ષ વિચારોનાં હતાં !!!

[૭] – ૧૯૨૮માં દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં થયેલી બેઠકમાં આ યુવકોએ “હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોશિયેશન ” આ સંઘટનની સ્થાપના કરી !!! ભારતને બ્રિટિશરોનાં શોષણથી આઝાદ કરાવવું જ એ સંઘટનનો ઉદ્દેશ હતો !!! એની સાથે જ કિસાન -કામગારનું શોષણ કરવાંવાળી અન્યાયી સામાજિક -આર્થિક વ્યવસ્થાને પણ બદલવાની હતી !!! સંઘટનનાં નામમાં “સોશિયલિસ્ટ”આ શબ્દનો અંતર્ભાવ કરવાની સુચના પણ ભગતસિંહે રાખી અને બધાંને મંજુરી પણ આપી !!!

શસ્ત્ર ભેગાં કરવાં અને કાર્યક્રમોનું પ્રવર્તન કરવું એ કામ આ સ્વતંત્ર વિભાગનાં તરફથી સોંપવામાં આવી. આ વિભાગનું નામ  “હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન આર્મી “હતું અને એના મુખ્ય હતાં ચંદ્રશેખર આઝાદ !!!

[૮] – ૧૯૨૭માં ભારતમાં કેટલાંક સુધારા કરવાંનાં ઉદ્દેશથી બ્રિટિશ સરકારે “સાયમન કમીશન”ની નિયુક્તિ કરી પણ સાયમન કમિશનમાં સાતેય સદસ્યો અંગ્રેજો હતાં. એમાં એક પણ ભારતીય નહોતો !!! એટલાં માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સાયમન કમીશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો !!!

એમનાં અનુસાર જ્યારે સાયમન કમીશન લાહોર આવ્યું ત્યારે પંજાબ કેસરી લાલા લજપતરાયનાં નેતૃત્વમાં નિષેધ માટે બહુ મોટો મોરચો માંડયો!!! પોલીસ દ્વારા નિર્દયતાથી કરાયેલાં લાઠીચાર્જમાં લાલા લજપતરાય ઘાયલ થયાં અને એનાં બે સપ્તાહ પછી હોસ્પીટલમાં એમનું મૃત્યુ થઇ ગયું !!!

[૯] – લાલાજીનાં મૃત્યુ પછી દેશમાં બધાં લોકો ક્રોધિત થયાં
“હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોશિયેશન” દ્વારા લાલાજીની હત્યાનો બદલો લેવાનો નિર્ણય લીધો!!! લાલાજીનાં મૃત્યુ માટે જવાબદાર જે અધિકારી હતો સ્કોટ એને મારવાની યોજના પણ બનવવામાં આવી. આ કામ માટે ભગતસિંહ ,ચંદ્રશેખર આઝાદ ,રાજગુરુ, જયગોપાલને ચુનવામાં આવ્યાં !!!

એમણે ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ નાં રોજ સ્કોટને મારવાની તૈયારી કરી પરંતુ આ પ્રયાસમાં સોકોતની સાથે સહે સેન્ડર્સ અને બીજાં અંગ્રેજ અધિકારીઓ પણ માર્યા ગયાં !!! આ ઘટના પછી ભગતસિંહ વેશ બદલીને કોલકતા જતાં રહ્યાં. ત્યાં એમની મુલાકાત જતિન્દ્રનાથ દાસ સાથે થઈ જેમને બોમ્બ બનાવવાની કળા આવડતી હતી !!! ભગતસિંહ અને જતિન્દ્રનાથ દાસ આ બંનેએ બોમ્બ બનાવવાની ફેક્ટરી આગ્રામાં શરુ કરી !!!

[૧૦] – એનાં પછી ભગતસિંહ અને એમનાં સહયોગી એમની ઉપર સરકારે અલગ -અલગ આરોપ લગાવ્યાં. પહેલો આરોપ એમનાં પર કાનુન બોર્ડનાં હોલમાં બોમ્બ નાંખવાનો હતો. આરોપમાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત આ બંનેને આજન્મ કારાવાસની સજા થઇ, પરંતુ સેન્ડર્સનાં ખૂનનાં આરોપમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એમણે દોષી ઠહેરાવીને એમણે ફાંસીની સજા સંભળાવવામાં આવી !!!

ભગતસિંહનું મૃત્યુ  ————

૨૩ માર્ચ ૧૯૩૧નાં રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણે મહાન ક્રાંતિકારીઓને એક સાથે ફાંસી આપવમાં આવી “ઇન્કિલાબ ઝિંદાબાદ”, “ભારત માતાકી જય”ની ઘોષણા કરતાં કરતાં આ ત્રણેયે હસતાં-હસતાં મૌતને ગળે લગાવી દીધું !!!

ભગતસિંહનાં પ્રખ્યાત સ્લોગન્સ અને સુવાક્યો  ———–

“સિને પર જો જખ્મ હૈ, સબ ફૂલોકે ગુચ્છે હૈ…… હમેં પાગલ હી રહને દો હમ પાગલ હી અચ્છે હૈ !!!”

“મેં એક માનવ હું ઔર જો કુછભી માનવતાકો પ્રભાવિત કરતા હૈ ઉસસે મુજે મતલબ હૈ !!!”

“જિંદગી અપને દમ પર જી જાતી હૈ , દુસરો કે કંધો પર તો જનાજે નિકલતે હૈ !!!”

“સારે જહાંસે અચ્છા હિન્દુસ્તાન હમારા !!!”

ભારતમાં ઈતિહાસ ભણાવાય છે …… વંચાય છે અને બહુજ જલ્દીથી ભૂલાય છે. નાનાની કુમળી વયે કરેલાં વિશ્વવિક્રમો તો બધાંને યાદ રહે છે, પણ આજ નાની વયે દેશની આઝાદીની જંગમાં કુરબાન થનાર આવાં વિરલાઓ માત્ર એક નાનકડા ન્યુઝમાં કે એકાદ બે ફકરામાં સમેટાઈને રહી જતાં હોય છે !!! જરૂરત છે એમણે પોતાનામાં સમાવવાની. જો કરી શકીએ આપણે એમને માટે આટલું તો એ જ એમને સાચી શ્રધાંજલિ હશે !!! બને તો આટલું તો કરજો જ કરજો. બાકી એ સમયનો માહોલ અત્યારે ફરીથી જીવિત કે કાર્યાન્વિત ક્યાંથી થવાનો છે. ખાલી ખોટો ઉહાપોહ કર્યા વગર એમને સમજીએ અને એમનાં રાહ પર આગળ ચાલે એજ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ !!!

શત શત નમન છે ભારતનાં આ સપૂત શહીદ વીર ભગતસિંહને !!!

————- જનમેજય અધ્વર્યુ

🌱🌿☘🍀🍂🍁🌾🌺🌻

error: Content is protected !!