શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી )

  • જન્મની વિગત:  ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત.
  • મૃત્યુની વિગત:  ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નવી દિલ્હી, ભારત.
  • મૃત્યુનું કારણ:  બંદુક વડે હત્યા.
  • રહેઠાણ:  ભારત તેમજ દ.આફ્રિકા.
  • રાષ્ટ્રીયતા:  ભારતીય
  • હુલામણું નામ:  દ.આફ્રિકામાં-ભાઈ ભારત આવ્યા બાદ-બાપુ
  • અભ્યાસ:  કાયદાની ઉપાધી
  • વ્યવસાય:  વકીલાત,સમાજસેવા
  • વતન:  પોરબંદર
  • ખિતાબ:  રાષ્ટ્રપિતા
  • ધર્મ:  હિંદુ
  • જીવનસાથી:  કસ્તુરબા
  • સંતાન:  હરીલાલ-મણીલાલ, રામદાસ-દેવદાસ
  • માતા-પિતા:  પૂતળીબાઇ-કરમચંદ ગાંધી

મહાત્મા ગાંધી ભારતની સ્વતંત્રતા આંદોલનના મુખ્ય નેતા હતાં અને અહિંસા આંદોલનથી આખાં વિશ્વને પ્રેરિત કરનાર મહાન નાયક હતાં. ૨ ઓક્ટોબર ૧૮૬૯ના રોજ જન્મેલા મહાત્મા ગાંધીએ કાયદાની પઢાઈ કરી હતી. અને ભારત અને સાઉથ આફ્રિકામાં માનવાધિકારો ની લડાઈ લડી ‘ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં અહિંસક રૂપે એમણેઅંગ્રેજોનો બહિષ્કાર કર્યો હતો. ૧૯૪૮માં ભારત-પાકિસ્તાનના વિભાજનના કારણે એમની હત્યા થઇ ગઈ !!!!

મહાત્મા ગાંધીનું પ્રારંભિક જીવન ————

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯માં ગુજરાતના પોરબંદરમાં એક વાણીયા પરિવારમાં થયો હતો. મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દીવાન હતાં. એમની માતા પુતળીબાઇ એ ધાર્મિક મહિલા હતી. જે સાત ઉપવાસ કરતી રહેતી હતી !!!! ગાંધી પરિવારનો ઉદગમ જુનાગઢનાં એક ગામમાંથી થયો હતો. જ્યાં ૧૮મી સદીમાં લ્લાલજી પોરબંદર આવ્યાં અને ત્યાના રાણા માટે કામ કરવાનું શરુ કર્યું !!!! ૧૯મી સદીમાં મહાત્મા ગાંધીના દાદાજી , ઉત્તમચંદ ગાંધી પોરબંદર ના રાણાને આધીન રહીને એમનાં દીવાન બન્યાં. ગાંધીજીના પિતાએ ૪ લગ્નો કર્યાં હતાં. એમની બે પત્નીઓ જવાનીમાં જ મરી ગઈ અને એમની ત્રીજી પત્નીને કોઈ સંતાન નહોતું !!!!

કરમચંદ ગાંધીએ પોતાની ત્રીજી પત્નીની અનુમતિથી પુતલીબાઈ સાથે લગ્ન કર્યાં. એક દશકની અંદર એમને ત્રણ સંતાનો.

પુત્ર લક્ષ્મીદાસ, પુત્રી રાલિયતાબેન અને સૌથી છેલ્લે પુત્ર મોહનદાસનો જન્મ થયો !!!!

મોહનદાસ ગાંધીનું બાળપણ ભગવાન વિષ્ણુની પૂજા અને જૈન ધર્મનું અનુસરણ કરીને વીત્યું. જૈન ધર્મના અનુસરણને કારણે એમણે બાળપણથી જ અહિંસા, ઉપવાસ , ધ્યાન અને શાકાહાર શીખી લીધું હતું !!!!

મહાત્મા ગાંધીનું લગ્ન અને એમનાં સંતાનો ———-

ગાંધીજી બાળપણથી જ બહુજ શર્મિલા સ્વભાવ અને ડરપોક હતાં. જે હંમેશા લાઈટના પ્રકાશમાં જ સુતા હતાં ….૧૩ વર્ષની ઉમરે એમનો વિવાહ એક વ્યાપારીની પુત્રી ૧૪ વર્ષની કસ્તુરબાઈ માખનજી કાપડિયા ” કસ્તુરબા જોડે થઇ ગયો. ત્યાર પછીના વર્ષોમાં કિશોર ગાંધીજીએ એમનાં નોકરોને ધુમ્રપાન કરવાં, માંસ ખાવાં અને ચોરી કરવાનો વિરોધ કર્યો !!!! ઇસવીસન ૧૮૮૫માં મહાત્મા ગાંધીના પિતાનું અવસાન થઇ ગયું. ત્યાર પછી થોડાંક જ દિવસોમાં ગાંધીજીનું પહેલું સંતાન થયું. પણ એ થોડાક જ દિવસ જીવ્યું !!!! ત્યાર પછી મોહનદાસ કરમચંદ ગાંધીને ચાર સંતાનો થયા.

  • ૧૮૮૮માં હરીલાલ
  • ૧૮૯૨માં મણિલાલ
  • ૧૮૯૭માં રામદાસ અને
  • ૧૯૦૦માં દેવદાસ

એમ ચાર પુત્રો થયાં !!!!

ગાંધીજી બાળપણ થી જ ડોક્ટર બનવાં માંગતા હતાં. પણ એમનાં પિતાજી એમને સરકારી પદ પર જોવાં માંગતા હતાં. એમનો પરિવાર એમને કાનૂની ધંધામાં લાવવાં માંગતો હતો મહાત્મા ગાંધીના ચાર બાળકોમાંથી પહેલાં બાળકના જન્મ પછી ૧૮ વર્ષની ઉમરમાં ગાંધીજી કાયદાનું ભણવા લંડન રવાના થઇ ગયાં. ગાંધીજીએ પાશ્ચાત્ય સંકૃતિ અપનાવવા બહુજ સંઘર્ષ કર્યો. ત્રણ વર્ષ લંડન માં રહેતાં એમણે લંડન વેજીટેરીયન સોસાયટીમાં સંમેલિત થઈને માંસરહિત ભોજન લીધું અને વિશ્વ ધર્મોના પવિત્રગ્રંથોને વાંચવાનું શરુ કર્યું. ઇસવીસન ૧૮૯૧માં ભારત પાછાં આવ્યાં ત્યારેજ એમને ખબર પડી કે એમની માં કેટલાંક સપ્તાહ પહેલાં જ મરી ગઈ હતી !!! હવે મહત્મા ગાંધીએ વકીલાતમાં પોતાના કદમ જમાવવાના શરુ કર્યાં !!!

મહાત્મા ગાંધીના પહેલાં જ અદાલતી મામલામાં બેચેન ગાંધી પોતાનાં ગવાહ ના બચાવમાં કંઈ જ ના બોલી શક્યાં. એના પછી પોતાનાં મુવક્કિલ ને પૈસા પાછાં આપ્યાં પછી તરત જ અદાલતમાંથી ભાગી ગયાં. એક વર્ષ કામની તલાશમાં ભટક્યા પછી એમને સાઉથ આફ્રિકામાં કાનૂની સેવા આપવાનો પ્રસ્તાવ મળ્યો. મહાત્મા ગાંધી બીજા પુત્રના જન્મ પછી તરત જ તેઓ એપ્રિલ ૧૮૯૩માં આફ્રિકા જવાં રવાના થઇ ગયાં.

 

ગાંધીજી અને આફ્રિકન ———-

જ્યારે મહાત્મા ગાંધી ગાંધી દક્ષિણ આફ્રિકા પહોંચ્યા,
ત્યાં તેઓ અંગ્રેજો દ્વારા પ્રવાસી ભારતીયો પર રંગ, ભેદભાવ અને નસ્લીય અલગાવને જોઇને ચકિત થઇ ગયાં. ડર્બન કોર્ટમાં જ્યારે મહાત્મા ગાંધી સૌ પ્રથમ વાર ગયાં તો ત્યાં એમને પોતાની પાઘડી ઉતારવાનું કહેવામાં આવ્યું. તેમણે પાઘડી ઉતારવાનો ઇન્કાર કરી દીધો અને અદાલતમાંથી નીકળી ગયાં !!! સ્થાનીય વિજ્ઞાપનમાં અખબારો એ ” એન અનવેલકમ વિઝીટર” કહીને એમની મજાક ઉડાવી. ૧૮૯૩માં પ્રિટોરીયામાં રેલ યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો. જ્યાં એક શ્વેત માણસે એમનાં રેલ્વેમાં પ્રથમ શ્રેણીના ડબ્બામાં બેસવાનો વિરોધ કર્યો. જયારે એમની પાસે તો એ વર્ગની ટીકીટ પણ હતી !!!!! રેલવેના એ ડબ્બામાંથી ઉતરવાનો ગાંધીજીએ ઇન્કાર કરી દીધો. પણ મહાત્મા ગાંધીને બળપૂર્વક સ્ટેશન પર ઉતારી મુકાયા અને એમનો સામાન સ્ટેશન પર ફેંકી દીધો !!!!

સવિનય અવજ્ઞાના આ કૃત્યનેને જોઇને એમની ઊંઘ ઉડી ગઈ અને મહાત્મા ગાંધીએ રંગભેદની આ નીતિની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું. બસ એ રાત પછીથી એક નાના શર્મિલા માણસે જનતાના અધિકારો વિરુદ્ધ વિશાલ બળ લગાવવાનું નક્કી કરી લીધું !!!! ગાંધીજીએ ૧૮૯૪માં રંગભેદની નીતિ વિરુદ્ધ લડવા માટે સાઉથ આફ્રિકામાં પ્રવાસી ભારતીય ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. મહાત્મા ગાંધીએ પોતાનાં એક વર્ષના અનુબંધને તોડીને ભારત પાછાં આવવાનું નક્કી કર્યું. અપ્રવાસી ભારતીયોએ ગાંધીને ત્યાં જ રહીને કાનુનની વિરુદ્ધ લડવાનું કહ્યું. જોકે મહાત્મા ગાંધી કાનૂન ના તોડી શકે એટલાં માટે એમણે આ અન્યાયનું ધ્યાન આંતરરાષ્ટ્રીય સમુદાય તરફ દોર્યું !!!!

૧૮૯૬ના અંત અને ૧૮૯૭ના પ્રારંભમાં ભારતમાં નાની મોટી યાત્રાઓ કર્યાં બાદ. મહાત્મા ગાંધી પોતાની પત્ની અને બે બાળકો સાથે પાછાં સાઉથ આફ્રિકા આવતાં રહ્યાં !!! સાઉથ આફ્રિકામાં રહીને કસ્તુરબા ગાંધીએ ૨ વધારે બાળકોને જન્મ આપ્યો. મહાત્મા ગાંધીએ પોતાની કાનૂની તૈયારી ચાલુ રાખી અને મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાના કિસાનોની લડાઈ પ્રારંભ કરી. એમણે ૧૧૦૦ સ્વયંસેવકોને એકઠાં કરીને અંગ્રેજો વિરુધ અવાજ ઉઠાવી મહાત્મા ગાંધીએ કહ્યું કે —— “જો ભારતીયોને બ્રિટીશ રાજમાં નાગરિકતાની અપેક્ષા રાખવી પડતી હોય તો અંગ્રેજોએ પણ એમનું દાયિત્વ સમજવું જોઈએ …….!!!!”

સાઉથ આફ્રિકા સત્યાગ્રહ આંદોલન ————

ગાંધીએ સાઉથ આફ્રિકામાં રહીને વિશ્વધર્મો નું અધ્યયન કર્યું. મહાત્મા ગાંધીએ અહીં રહીને લખ્યું કે —– “ધાર્મિક ભાવના મને જીવવાનું સાહસ પૂરું પાડે છે …..” મહત્મા ગાંધી હિંદુ ધાર્મિક ગ્રંથોમાં તલ્લીન થઇ ગયાં અને એમણે એક સાધારણ જીવન જીવવાનું નક્કી કર્યું. ૧૯૦૬માં ગાંધીએ સાઉથ આફ્રિકામાં એમણે પોતાનું પહેલું નાગરિક અવજ્ઞ અભિયાન ચલાવ્યું જેને સત્યાગ્રહ કહેવાય છે આનાં જવાબમાં સરકારે ભારતીયોનાં અધિકારોમાં નવી બંદિશો લગાવી દીધી જેમાં હિંદુ વિવાહને માન્યતા નહોતી આપવામાં આવી !!!! કેટલાંક વર્ષો સુધી વિદ્રોહ કર્યાં પછી સરકારે ૧૯૧૩માં ગાંધીજી સહિત ઘણાં ભારતીયોને જેલમાં નાંખી દીધાં !!!!

સાઉથ આફ્રિકન સરકારના દબાવમાં આવીને ગાંધીજી અને જનરલ જન ક્રિશ્ચિયન સ્મટ વચ્ચે વાતચીતનો એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યોહજેમાં હિંદુવિવાહ ને માન્યતા અને બાતીયો માટે સર્વેક્ષણ કરીને ઉન્મૂલનની વાત કરાઈહગાંધીજી ૧૯૧૪માં સાઉથ આફ્રિકાથી ભારત પરત ફર્યા. આનાં પછી કેટલાંક મહિનાઓ સુધી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લંડનમાં રહ્યાં અને ૧૯૧૫માં ભારત પાછાં ફર્યા !!!! એ સમયે ભારત અંગ્રેજોની ગુલામીમાં હતું અને એમને દરેક જાતિઓ માટે અમદાવાદમાં એક આશ્રમ ખોલ્યો !!!! સાધારણ પોતડી પહેરીને અને શાલ ઓઢીને ગાંધીજીએ ઈશ્વરની આરાધના , વ્રત ઉપવાસ અને યોગ કરીને એમણે સાદું જીવન જીવવાનું શરુ કરી દીધું !!! પોતાનાં આ સાધારણ આચાર -વિચારને કારણે એમને “મહાત્મા”નું બિરુદ મળ્યું જેનો અર્થ મહાન આત્મા એવો થાય છે !!!

અસહયોગ આંદોલન ———-

૧૯૧૯ માં ગાંધીજીમાં ફરીથી રાજનીતિક જાગરૂકતા જાગી. જયારે બ્રિટીશ સરકારે રોલેટ એક્ટ અધિનિયમ જારી કર્યો. જેનાથી કોઈપણ વ્યક્તિને શકના આધારે વિના જાંચ -તપાસ કર્યે જેલમાં મોકલી શકાય એમ હતું !!!! આના વિરોધમાં મહાત્મા ગાંધીએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરીને હડતાલો પાડીને સત્યાગ્રહ આંદોલન ચલાવ્યું !!!!

એમનાં આ સત્યાગ્રહ અંદોલન દરમિયાન હિંસા ભડકી ઉઠી. જયારે ૧૩ એપ્રિલ ૧૯૧૯માં અમૃતસરનાં. જલિયાવાલાબાગમાં એક જાહેર સભા ભરાઈ હતી અને અંગ્રેજ બ્રિગેડીયર જનરલ ડાયરે વિના કોઈ સુચના આપ્યે ત્યાં જમા થયેલી ભીડ પર અંધાધુંધ ગોળીયો વરસાવવી શરુ કરી જેમાં લગભગ ૪૦૦ લોકો માર્યા ગયાં ……. બ્રિટીશ સરકારની અવમાનના કરતાં ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં એમને મળેલાં બધાં જ સૈન્ય સેવાઓમાં મળેલાં મેડલો પાછાં આપી દીધાં !!! અને ભારતીયોનો પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સેના તરફથી લડવાનો વિદ્રોહ કર્યો !!!

સ્વરાજ આંદોલનમાં ગાંધીજી એક મુખ્ય ચહેરો બની ગયાં. મોટાં પાયા પર બહિષ્કારનું આવાહન કરવાને લીધે એમણે રાજકીય અધિકારીઓ ને નોકરી છોડવાં, છાત્રોને રાજ્લીય પાઠશાળાઓમાં જવાની મનાઈ કરીને સૈનિકોને પોતાનો હોદ્દો છોડવાનું રોકાવાનું કહીને નાગરિકોને કર આપવોનો ઇન્કાર કરવાનું કહીને અને અંગ્રેજી વસ્તુઓને ખરીદવાની મનાઈ ફરમાવીને બ્રિટિશ નિર્મિત કપડાંઓ ખરીદવાની જગ્યાએ એમણે ચરખા દ્વારા બનેલાં ખાદીના કપડાં બનાવવાના શરુ કર્યાં !!! અને બહુ જ જલ્દીથી ચરખો ભારતીય સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાનો પ્રતિક બની ગયો !!!!

ગાંધીજીએ “ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ”નું નેતૃત્વ કર્યું અને સ્વરાજ પ્રાપ્ત કરવાં માટે અહિંસા અને અશયોગના સિધ્ધાંતને અપનાવવાની વકીલાત કરી !!!!
૧૯૨૨માં ગાંધીજીને અંગ્રેજોનાં રાજદ્રોહનાં ત્રણ મામલાઓમાં દોષી ઠર્યા એટલે એમને ગિરફ્તાર કરવામાં આવ્યાં. ૬ વર્ષની સજા સંભળાવીને એના પછી ફેબ્રુઆરી ૧૯૨૪માં સર્જરી પછી એમને રિહા કરવામાં આવ્યાં …… રિહાઈ પછી મહાત્મા ગાંધીએ મહેસૂસ કર્યું કે જેલમાં રહેતાં ભારતના હિંદુઓ અને મુસ્લિમોમાં એકતા ઓછી થઇ રહી છે અને જયારે આ બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી ઉઠી તોએમણે એકતાના અગ્રહ કરવાં માટે ૧૯૨૪માં ત્રણ સપ્તાહના ઉપવાસ કર્યાં !!!

મીઠાનો સત્યાગ્રહ ——-

૧૯૨૦ના અંતમાં રાજનીતિમાં દૂર રહ્યાં પછી ૧૯૩૦માં મહાત્મા ગાંધીએ ફરીથી અંગ્રેજોના મીઠાના અધિનિયમો વિરુદ્ધ વિદ્રોહ કર્યો …… જેમાં ભારતીયોને મીઠું એકઠું કરવાં અને વેચવાની મનાઈ હતી !!!! પરંતુ મીઠા પર લાગેલાં કરોને કારણે ભારતની ગરીબ પ્રજા બહુજ પ્રભાવિત થઇ. મહાત્મા ગાંધીએ એ એક નવાં સત્યાગ્રહ નાડોલનની એક યોજના બનાવી. જેમાં આરબી સમુદ્રના તટ સુધી ૩૯૦ કિલોમીટરની યાત્રા કરીને અંગ્રેજ સરકારની મનમાનીના વિરોધમાં મીઠું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો !!! જે ભારતના ઇતિહાસમાં “દાંડી કૂચ” નામે પ્રસિદ્ધ થયો !!!!

દાંડીયાત્રાના એક દિવસ પહેલાં મહત્મા ગાંધીએ બ્રિટીશ વાઈસરોય લોર્ડ ઈરવિનને એક પત્ર લખ્યો જેમાં એમણે લખ્યું કે ——” મારો ઉદ્દેશ અહિંસાથી ના કેવળ અંગ્રેજોને બદલવાનો છે પણ એમને એ પણ બતાવવાનો છે એમણે ભારત સાથે કેટલું ખોટું કર્યું છે …… !!!” હાથથી ગુંથેલી શાલ ઓઢીને અને હાથમાં લાકડી લઈને ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજી કેટલાંક ડઝન અનુયાયીઓની સાથે પોતાના ધાર્મિક સ્થાન સાબરમતીથી રવાના થયાં. સમયની સાથે આ રસ્તામાં એમની આ યાત્રમાં ઘણાં બધાં પ્રદર્શનકારીઓ જોડાતાં ગયાં અને ૨૪ દિવસ પછી તેઓ દાંડીના કિનારે પહોંચ્યા !!! જ્યાં મહાત્મા ગાંધીએ મીઠાના કાનુનને તોડીને સમુદ્રના પાનથી મીઠુ બનાવ્યું !!!!

દાંડીયાત્રાથી આ રીતે વિરીધ અને પ્રદર્શનોનો ઉદય થયો અને આખા દેશમાં બહુજ મોટાં પાયે સવિનય અવજ્ઞા નું આંદોલન શરુ થઇ ગયું. જેણે સવિનય કાનુનભંગ અંદોલન કહેવામાં આવે છે. મીઠાનો કાયદો તોડવા માટે મે ૧૯૩૦માં ગાંધીજી સહિત લગભગ ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં નાંખી દીધાં હતાં. મીઠાના કાયદાના વિરોધમાં ચાલી રહેલાં વિદ્રોહોને ગાંધીજીએ સમગ્ર વિશ્વમાં એક ઉત્કૃષ્ટ છબી ઉપસાવી !!!! અને ૧૯૩૦માં મહત્મા ગાંધીને ટાઈમ મેગેઝીનમાં “મેન ઓફ ધ યર” નો ખિતાબ આપવામાં આવ્યો !!!

ગોળમેજી પરિષદ ——–

જાન્યુઆરી ૧૯૩૧માં ગાંધીજીને જેલમાંથી રિહા કરવામાં આવ્યાં અને એનાં બે મહિના પછી એમણે લોર્ડ ઈરવિન સાથે સમજૌતા કર્યો કે જેમાં એમણે મીઠાનો સત્યાગ્રહ ખતમ કરવાં બદલ હજારો રાજનૈતિક કેદીઓને છોડવાની શર્તરાખી હતી !!!! આ સમજૌતાનો મીઠાના અધિનિયમ પર બહુજ ઊંડો પ્રભાવ પડયો !! અને સમુદ્ર તટ પર રહેવાંવાળાંએ મીઠુ બનાવવાનો અધિકાર માની લીધો !!! આ સમજૌતા ને માઈલ સ્ટોન માનીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ બનીને મહત્મા ગાંધીએ ઓગષ્ટ ૧૯૩૧માં બહ્ર્તીય સંવૈધાનિક સુધારો કરવાં માટે ગોળમેજી પરિષદમાં ભાગ લીધો જો કે આ પરિષદ નિરર્થક નીવડી હતી !!!!

ગાંધીજીએ ભારત પાછાં ફરીને નવા વાઈસરોય લોડ વિલીગટન દ્વારા કારવાઈની માંગ પૂરી નાં કરવાનાં વિરોધમાં જાન્યુઆરી ૧૯૩૨માં પોતે જાતેજ જેલમાં જવાનો રસ્તો પસંદ કર્યો. આ જ વર્ષમાં એમણે જાતિપ્રથા માં અછૂતોને એક અલગ નિર્વાચન ક્ષેત્ર આવંટિલ કરનાર અંગ્રેજોની વિરુદ્ધ ૬ દિવસના ઉપવાસ કર્યાં. જનતાની હાહાકારે અંગ્રેજોને આ પ્રસ્તાવ માનવા પર દબાવ નાંખ્યો. અંતમાં ગાંધીજીને જેલમાંથી રિહા કાર્ય પછી ગાંધીજીએ ૧૯૩૪માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છોડી દીધી હતી ……. અને એનું નેતૃત્વ જવાહરલાલ નહેરુને સોંપી દીધું હતું !!!! એકવાર ફરીથી એમણે રાજનીતિથી દૂર રહીને શિક્ષા, ગરીબી અને ગ્રામીણ ક્ષેત્રોની સમસ્યામાં પોતાનું ધ્યાન લગાવવાનું શરુ કર્યું !!!!

ભારત છોડો અંદોલન ———–

૧૯૪૨માં જયારે ગ્રેટ બ્રિટન દ્વિતીય વિશ્વયુદ્ધથી ઘેરાયેલું હતું અને અહીંયા ગાંધીજીએ “ભારત છોડો અંદોલન” શરુ કરી દીધું હતું !!!! જેમાં એમણે અંગ્રેજોને દેશમાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું …… ઓગષ્ટ ૧૯૪૨માં અંગ્રેજોએ ગાંધીજી , એમની પત્ની અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતાઓને ગિરફ્તાર કરીને વર્તમાન પુણેમાં સ્થિત આગાખાન પેલેસની જેલમાં પૂરી દીધાં !!! પરંતુ માહત્માં ગાંધીના બગડતાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એમની સજા પર રોક લગાવીને એમને જેલમાંથી રિહા કરી દીધાં પરંતુ એ પહેલાજ એમનાં પત્ની કસ્તુરબાનું ૭૪ વર્ષે પહેલી ફેબ્રુઆરી ૧૯૪૪મા ત્યાજ મૃત્યુ થઇ ગયું !!!

ભારતનું વિભાજન અને સ્વતંત્રતા ————–

૧૯૪૫માં લેબર પાર્ટીએ બ્રિટીશ આમ ચુનાવોમાં ચર્ચિલના રૂઢીવાદી નેતાઓને હરાવી દીધાં. હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ ના મોહંમદ અલી જિન્નાહએ ભારતની સ્વતંત્રતા માટે વાતચીત શરુ કરી દીધી હતી !!! આ વાતચીતમાં મહાત્મા ગાંધીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરતું તેઓ એકીકૃત ભારતનાં સ્વપ્નાને પૂરું ના કરી શકયાં !!!! અંતિમ યોજના અનુસાર ધાર્મિક રેખાઓ થી ભારત બે દેશોમાં વિભાજિત થઇ ગયું !!!! જેમાં હિંદુ ભારતમાં અને મુસ્લિમ પાકિસ્તાનમાં રહેવાં ચાલ્યાં ગયાં !!!!

૧૫ ઓગષ્ટ ૧૯૪૭ પહેલાં જ ભારતમાં હિંદુ -મુસ્લિમ કોમી રમખાણો ભડકી ઉઠયાં હતાં. આ બધી હત્યાને થતી જોઇને મહાત્મા ગાંધી એ દંગાપીડિત ક્ષેત્રોનું નિરક્ષણ કર્યું અને લોકોને અમન અને શાંતિ પૂર્વક રહેવાની અપીલ કરી. આ મહા રક્તપાત રોકવાં માટે એમણે કેટલીય વાર ઉપવાસ કર્યાં કેટલાંક હિન્દુઓએ એમને મુસ્લિમો પ્રતિ સહાનુભુતિ બતાવવાં માટે એમને દેશદ્રોહી ઠહેરાવવાની પણ કોશિશ કરી !!!

મહાત્મા ગાંધીની હત્યા ———–

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ની બપોરે લગાતાર ભૂખ હડતાલોથી થાકેલાં ૭૮ વર્ષીય મહાત્મા ગાંધી. પોતાની બે ભત્રીજીઓની સાથે નવી દિલ્હીનાં બિરલા હાઉસમાં પ્રાર્થના સભા માટે જવા રવાના થયાં ….. હિંદુ ઉગ્રવાદી નાથુરામ ગોડસેએ મુસ્લિમો પ્રત્યે સહિષ્ણુતાથી નારાજ થઈને પોતાના ઘૂંટણભેર ચાલીને -બેસીને એક પીસ્તોલ નીકાળી અને બિલકુલ નજીકથી ત્રણવાર ગોળીયો ચલાવી ગાંધીજી ” હે રામ …..” બોલીને ત્યાં ને ત્યાં જ ઢળી પડયાં એજ ક્ષણે પ્રાણ પંંખીરુ ઉડી ગયું !!!! એક ઉગ્રવાદી વિચારસરણીવાળાં માણસે શાંતિવાદી માણસની જાન લઇ લીધી !!! જેમને જીવનપર્યંત અહિંસાનો જ પાઠ ભણાવ્યો હતો દેશને નહિ પણ સમગ્ર વિશ્વને !!!!

આ ઘટનાથી આખું ભારત જ નહિ પણ સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઇ ગયું હતું !!! સરદાર વલભભાઈ પટેલ રાજીનામું આપવાં તૈયાર થઇગયાં હતાં
“હું ભારતનો ગૃહમંત્રી હોવાં છતાં મને મારી ગુપ્તચર સંસ્થાઓએ આ ખબર કેમ નાં આપી !!!” નહેરુ તો સ્વીકારી જ લેવાનાં હતાં પણ લોર્ડ માઉન્ટબેટને તેમણે તેમ કરતાં રોકયાં હતાં …… આમ તો નહેરુ ચાચા પણ બાયો ચડાવીને આ ઉગ્રવાદીની સામે લડવાં તૈયાર થઇ ગયાં હતાં !!!!

પણ દુનિયા ખામોશ ના રહી દુનીયાના શક્તિશાળી દેશના રાષ્ટ્ર્પ્રમુખ અને દ્વિતીય વિશ્વયુદ્ધ નુ મહાસંચાલન કરનાર ડવાઈટ અઈઝાન હોવરે ગાંધીજીને અંજલી આપતાં કહ્યું હતું કે —— ” મેં મારો આદર્શ નેતા ને મિત્ર ગુમાવ્યાં છે ….. આવો નેતા વિશ્વમાં ફરીથી કયારેય નહિ થાય ………. હે ઈશ્વર ભારતને આ આઘાતમાંથી જલ્દીથી બહાર કાઢજો !!!!” હેટ્સ ઓફ ડવાઈટ અઈઝાન હોવર !!!! અરે એટલુંજ નહિ સર વિન્સ્ટન ચર્ચિલ ખુબ જ રડ્યાં હતાં લોર્ડ માઉન્ટબેટનને તો કેટલાય દિવસ સુધી ખાવાનું પણ ગળે નહોતું ઉતરતું !!!! ખેર …… ગોડસે અને એનાં સહયોગીઓ ને નવેમ્બર ૧૯૪૯માં ફાંસી પર લટકાવી દીધાં અને અતિરિક્ત સાજીશકર્તાઓ ને ઉમ્રકેદની સજા ફરમાવવામાં આવી !!!!

મહાત્મા ગાંધીના મૃત્યુ પછી પણ સમગ્ર વિશ્વમાં એમનો અહિંસાનો માર્ગ ઘણા બધાં લોકોએ અપનાવ્યો અને એનું અનુસરણ કર્યું !!!! આખા વિશ્વમાં સત્યાગ્રહ આજ સુધીનું સૌથી વધુ શક્તિશાળી પ્રદર્શન રહ્યું અને ગાંધીજીના માનવાધિકારના સિદ્ધાંતોને સમગ્ર સંસારે લાગુ પાડયો છે. જેમાં અમેરિકાના માર્ટીન લ્યુથરના નાગરિક અધિકાર અને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાનું નામ આવે છે !!!!

બાપુની અંતિમ યાત્રા અને અસ્થિઓ ———-

ગાંધીજીના મૌત પર સમગ્ર દેશે શોક વક્ત કર્યો !!! મહાત્મા ગાંધીની શબયાત્રમાં ૨૦ લાખ લોકો ૫ માઈલ સુધી ચાલતાં રહ્યાં અને રાજઘાટ પહોંચતા સુધી તો ૫ કલાક લાગ્યાં. જ્યાં એમની હત્યા થઇ હતી !!!!
ગાંધીજીના શરીરને એક વાહન પર લઈજવામાં આવ્યાં હતાં. આ વાહનનો ઢાંચો રાતોરાત બદલી નાંખવામાં આવ્યો હતો. જેમાં એક ઉંચો માળ બનવવામાં આવ્યો હતો જેનાથી લોકો એમનાં અંતિમ દર્શન કરી શકે. આને ચલાવવા માટે એન્જીનનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો એની જગ્યાએ ૫૦ લોકો એને દોરડા વડે આવાહનને ખેંચતા હતાં. આ દિવસે એમનાં શોકમાં બધાજ રાજકીય પ્રતિષ્ઠાનો બંધ રહ્યાં હતાં !!!!

સરકારે એ વિશ્વાસ જતાવ્યો કે દોષીદળ મુસ્લિમ નહોતાં. કોંગ્રેસે દાહ સંસ્કાર પછી ૨ સપ્તાહ સુધી સ્થિતિને સંભાળી લીધી હતી જેથી કોઈ દંગા – ફસાદ ના થાય. સરકારના આ ફેંસલાથી હિન્દુઓના દિલમાંથી શીકનો બોજ ઉઠી ગયો અને કોંગ્રેસ પાર્ટીની અહમિયત વધી ગઈ. સરકાર આ પછી RSS અને મુસ્લિમ નેશનલ ગાર્ડ ના ૨ લાખ લોકોની ગિરફ્તારી કરી.

હિંદુ પ્રથા અનુસાર ગાંધીજીની અસ્થિઓ નદીમાં વહાવી દીધી. એમની અસ્થિઓને કળશમાં ભરીને દેશભરનાં અલગ અલગ સ્મારકોમાં મોકલવામાં આવી !!!! સૌથી વધારે અલ્હાબાદના સંગમ સ્થાનમાં પ્રવાહિત કરવામાં આવી.

મહાત્મા ગાંધીજી ના અગિયાર જીવન મંત્રો

  1. [૧] સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
  2. [૨] અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.
  3. [૩] ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.
  4. [૪] અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.
  5. [૫] બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
  6. [૬] સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
  7. [૭] અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
  8. [૮] અભય : નીડર રહેવું, નીડર બનવું.
  9. [૯] સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
  10. [૧૦] [સ્વાદ] ત્યાગ : આસ્વાદ એક આગવું ગાંધીવ્રત છે. સ્વાદની ઘેલછા છોડીને સાદું જીવન જીવવું.
  11. [૧૧] સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.

મહાત્મા ગાંધી વિષે થોડુંક વધારે ————-

☯️ સત્યાગ્રહ એટલે શું ?

જૉહાનિસબર્ગમા વગર હથિયારે સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે ?મગનલાલ ગાંધીએ? ?‘‘સદાગ્રહ’’? શબ્દ આપ્યો.

સત્યને માટેનો આગ્રહ એવું નામ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ‘‘સત્યાગ્રહ’’ શબ્દ આપ્યો.

ગાંધી મોહનદાસ કરમચંદ

  • ◈ આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક.
  • ◈ જન્મ પોરબંદરમાં.
  • ◈ ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી
  • ◈ ૧૮૯૩ માં આફ્રિકા ગયા.
  • ◈ ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે
  • ◈ ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને
  • ◈ ૧૯૧૦ માં ટોલ્સટોય ફાર્મની સ્થાપના કરી.
  • ◈ ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલ મજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું.
  • ◈ ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો.
  • ◈ ૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું.
  • ◈ ૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી.
  • ◈ ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪ માં એમને છોડી મુકાયા.
  • ◈ ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું
  • ◈ ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું.
  • ◈ ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા.
  • ◈ ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ ની હાકલ કરી.
  • ◈ છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.

◈ ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો પુરસ્કાર થયો છે.

◈ એમનું સાહિત્ય હેતુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારનો સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે. એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે. પ્રજાના હૃદય સુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાનો અંગીકાર કરીને ચાલે છે. એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન, નવી દિશા આપ્યાં છે.

◈ એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે, એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે.

◈ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ, રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે.

◈ ‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે. લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.

◈ ‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.

◈ ‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો પણ પ્રયત્ન છે.

◈ આ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦), ‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨), ‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭), ‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮) વગેરે એમના અનેક પુસ્તકો છે.

◈ એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો પ્રયત્ન ચાલુ છે.

◈ ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયાં છે.

◈ સત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’ માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો જ બહાર તરી આવ્યા છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઈતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય સર્વોપરી છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિવર્યાજ સરલતાને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરઃસર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ-આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે.

◈ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લેખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઈતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ગાંધીજીના પ્રારંભિક જીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલા પુરુષાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામો—આ બધું અહીં મોજૂદ છે.

◈ મંગળપ્રભાત (૧૯૧૧) : મોહનદાસ કરમસદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે આશ્રમવાસીઓ માટે મોકલેલા પ્રવચનલેખોનો સંગ્રહ. આ લેખોમાં એમણે સાબરમતી આશ્રમવાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ સમજાયું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તો આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ અન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતોના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે.

  • ૧ ખેડા સત્યાગ્રહ ૧૯૧૭
  • ૨ મજૂર હડતાલ ૧૯૧૮
  • ૩ માણસા સત્યાગ્રહ ૧૯૨૦
  • ૪ બોરસદ સત્યાગ્રહ ૧૯૨૩
  • ૫ રાસ સત્યાગ્રહ ૧૯૩૦
  • ૬ દાંડીકૂચ ૧૯૩૦
  • ૭ ધોલેરા સત્યાગ્રહ ૧૯૩૦
  • ૮ રાજકોટનો સત્યાગ્રહ ૧૯૩૯
  • ૯.લીંબડી સત્યાગ્રહ

??ગાંધીયુગનાં રાષ્ટ્રીય આંદોલનો?

?ઇગ્લૅન્ડમાં વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેરિસ્ટરની ડિગ્રી મેળવી તેઓ ઇ.સ.1893માં વકીલ તરીકે દક્ષિણ આફ્રીકા ગયા. ત્યાં રંગભેદને લીધે હિંદીઓનાં થતાં અપમાન અને ગોરઓના અન્યાયી, ભેદભાવભર્યા અને શરમજનક વર્તન સામે ગાંધીજીએ લડત ચલાવી.આ લડતને આપણે સત્યાગ્રહ તરીકે ઓળખીએ છીએ.આ લડત દ્રારા તેમણે હિન્દીઓને ઘણખરા અન્યાયોમાંથી મુક્તિ અપાવી હતી.

જાન્યુઆરી, 1915 માં ગાંઘીજી ભારત આવ્યા.સૌ પ્રથમ તેમણે અમદાવાદમાં કોચરબ આશ્રમ ની સ્થાપના કરી અને ત્યાર બાદ સાબરમતી નદી કિનારે સત્યાગ્રહ આશ્રમ ની સ્થાપના કરી. એ પછી બિહારમાં ચંપારણ સત્યાગ્રહ, ગજરાતમાં ઇ.સ. 1917માં ખેડા સત્યાગ્રહ અને ઇ.સ. 1918માં અમદાવાદમાં મિલમજૂરોની હડતાલના પ્રશ્ને ગાંઘીજીએ સફળ નેતાગીરી પૂરી પાડી. આમ,પ્રારંભિક સત્યાગ્રહો કે લડતમાં સફળતા મળતાં ભારતના રાજકીય રંગમંચ ઉપર ગાંધી નામના સિતારાનો ઉદય થયો. એમણે ભારતના વિભિન્ન પ્રદેશોના અને વર્ગોના લોકોમાં અપૂર્વ ઉત્સાહ અને જાગૃતિ પેદા કરી લગભગ 30 વરસ સુથી ભારતની સ્વતંત્રતાની ચળવળને દોરવણી આપી. આથી ભારતના ઇતિહાસમાં એ સમયગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે. ભારતના રાજકીય રંગમંચ ઉપર જે સમયે ગાંધી પ્રવેશ્યા અને પ્રખ્યાત બન્યા એ સમયગાળામાં કૉંગ્રેસના અગાઉના આગળ પડતા નેતાઓમાંથી મોટા ભાગના અવસાન પામ્યા હતા તો કેટલાકે રાજકીય સંન્યાસ લીધો હતો.દા.ત., શ્રી અરવિંદ ઘોષ. કૉંગ્રેસના પ્રમુખ નેતા ટીળક પણ ઈ.સ. 1920 માં મૃત્યુ પામ્યા.

આથી હિંદના રાજકારણ અને કોંગ્રેસ ઉપર ગાંધીનો પ્રભાવ વધ્યો. આ સાથે ભારતની રાષ્ટ્રીય લડતમાં એક નવા તબક્કાની શરૂઆત થઈ. આ તબક્કામાં કોંગ્રેસની અને રાષ્ટ્રીય લડતની કામ કરવાની પદ્ધતિમાં અસરકારક ફેરફાર થયો. એ પદ્ઘતિ અસહકાર, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહની હતી. તેના શસ્ત્રો સત્ય, અહિંસા, ઉપવાસ અને રેંટિયો હતા.આ તબક્કાની બીજી એક વિશેષતા એ હતી કે ગાંધીજીના આગમન પહેલાં ભારતની રાષ્ટ્રીય લડત મુખ્યત્વે શહેરો અને શિક્ષિત મધ્યમવર્ગ પૂરતી સીમિત હતી. મજુરો,ગામડાંના ખેડૂતો અને પ્રજાના વિવિધ વર્ગો તેેનાથી અલિપ્ત હતા. રાષ્ટ્રીય લડત બની ન હતી પરંતુ ગાંધીજીએ ભારતના વિભિન્ન પ્રદેશ અને વર્ગના લોકોને કોઇક ને કોઇક રીતે લડતમાં સામેલ કરીને ભારતની રાષ્ટ્રીય લડતને સાચા અર્થમાં દેશવ્યાપી અને આમપ્રજાની લડતમાં પલટી નાંખી.

ચંપારણ સત્યાગ્રહ (1917) :

ચંપારણમાં યુરોપિયન નીલવરો જમીનના 3/20 ભાગમાં ફરજિયાત ગળીનું વાવેતર કરવાની ‘તીનકઠિયા’ પદ્ધતિ અપનાવડાવી દેશી ખેડૂતોનું શોષણ કરતા. ગાંઘીજીએ આ પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કયુઁ પણ તપાસ શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મૅજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી જવાનું કહ્યું. ગાંઘીજીએ આ નોટિસનો અનાદર કર્યો. તેમણે લેખિત રીતે જણાવ્યું કે, “ એક હિંદી તરીકે તેમને હિંદના કોઈ પણ ભાગમાં હરવા-ફરવાનો અને તપાસ હાથ ધરવાનો અધિકાર છે.” તેમણે જણાવ્યું કે, “સરકારી કાયદાનું પાલન કરવું તેને હું એક નાગરિક તરીકે મારો ધર્મ સમજુ છું; પણ તેની સાથે સાથે જે શોષિત ખેડૂતોનાં કાર્ય માટે હું આવ્યો છું તે જો હું ના કરું તો તેને હું અધર્મ સમજુ છું. અધર્મ આચરતાં મારો અંતરાત્મા મને ડંખ્યા વગર રહે નહિ અને તેથી જ મેં મારી પ્રજા પ્રત્યેની ફરજને સરકારી નું પાલન કરવા કરતાં વધારે મહત્વની ગણી છે.”

ગજરાત માં ૧૯૧૭ માં ખેડાસત્યાગ્રહ શરુ થયો. જે ગુજરાત નો સૌ પ્રથમ સંગ્રામ હતો.?? તેમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ અગ્રણી હતા. આ સત્યાગ્રહ ખેડુતો નો પાક નિષફ્ળ ગયો હતો ત્યારે પણ અંગ્રેજો એ કરવેરા માફ નહોતા કર્યા એ માટે થયો . આ સત્યાગ્રહ વખતે મોહનલાલ પંડયા ને ડુંગળીચોર નુ બિરુદ્દ મળ્યુ હતુ.

ગુજરાત મા ૧૯૨૩ મા બોરસદ સત્યાગ્રહ થયો. બોરસદ મા બહારવટીયાઓ નો ત્રાસ વધવાથી અંગ્રેજ સરકારે વધારે પોલીસ ની વ્યવસ્થા કરી આપી પણ એ વધારા ની પોલીસ નો ખર્ચ ત્યાના લોકો ના માથે મુક્યો જેથી લોકો મા રોષ ફેલાણો અને સત્યાગ્રહ શરુ થયો.(અંદાજે અઢી રુપિયા કર લગાડ્યો હતો) આ સત્યાગ્રહ ની આગેવાની સરદાર વલ્લભભાઇ પટેલે લીધી હતી. સત્યાગ્રહના ૩૮ મા દિવસે અંગ્રજ સરકારે નમતુ જોખ્યુ અને સત્યાગ્રહ સફળ રહ્યો.

બારડોલી સત્યાગ્રહ

ગુજરાત મા ૧૯૨૮ મા ખેડુતો પર ૨૨% કર વધારી દેવામાં આવ્યો જેથી લોકો મા સરકાર પ્રત્યે રોષ ફેલાણો અને લોકોએ સરદાર ની આ સત્યાગ્રહ ની આગેવાની લેવા માટે આમંત્રણ આપ્યુ. અને વલ્લ્ભભાઇ એ નેતૃત્વ સ્વિકાર્યુ. સરદારની સાથે સાથે જુગતરામ દવે અને રવિશંકરમહારાજ પણ આ સત્યાગ્રહ માં જોડાયા. સત્યાગ્રહ સફળ રહ્યો અને વલ્લ્ભ્ભાઇ ને “સરદાર” નુ બિરૂદ મળ્યુ. ત્યારે સરદારે બારડોલી માં “સ્વરાજ આશ્રમ” ની સ્થાપના કરી.

દાંડીકુચ.(૧૨ માર્ચ ૧૯૩૦):

૧૨ માર્ચ ૧૯૩૦ થી અમદાવાદ ના સાબરમતી આશ્રમ થી શરુ થયેલ દાંડીકુચ એક ઐતિહાસિક લડત હતી. કુલ ૩૬૦ કી.મી. નુ અંતર બધા જ સત્યાગ્રહીઓએ ૨૪ દિવસ માં કાપ્યુ હતુ. અને પાંચમી એપ્રીલે દાંડી પહોચ્યા હતા અને ૬ એપ્રીલે બાપુએ મીઠા નો કાયદાનો ભંગ કર્યો હતો. કુલ ૭૬ સાથીદારો સાથે આ કુચ થઇ હતી.

ગાંધીજીના પ્રસંગો વિષે મેં ઘણું લખ્યું છે અને હજી પણ લખીશ જ. ગાંધીજી એટલે એક કરિશ્મા. ગાંધીજી એટલે વાંછના રહિત વ્યક્તિ. ગાંધીજી એટલે પુરુષ નહીં પણ મહાપુરુષ. અહિંસા શબ્દ માટે એમને જગત આખું યાદ રાખશે. સાદગી , સદાચાર અને સહિષ્ણુતાની મૂર્તિ એટલે મહાત્મા ગાંધી. ટૂંકમાં એક સાચા રાષ્ટ્રપિતા એટલે મહાત્મા ગાંધી. એમનું સૌથીં મોટું કોઈ કાર્ય હોય તો તે છે —– ભારતના લોકોને એક કરવાનું !!!!!

સાષ્ટાંગ દંડવત પ્રણામ રાષ્ટ્રપિતા ગાંધીજી !!!
————- જનમેજય અધ્વર્યુ

error: Content is protected !!