દિકરીનો દાહ….સત્યઘટના નો પ્રસંગ..

આશરે 287 વર્ષ પહેલાની આ વાત એક સાચા પ્રસંગની છે.  ક્ષત્રિય કુળમાં જન્મેલ પણ સંત આત્મા જન્મેલા બાપુને અહંકાર ‘અ’ ન્હોતો. બાપુ સાક્ષાત ઈશ્વરનો અંશ મનાઈ છે. બાપુનો એક જ મંત્ર “ગાયુંની સેવા અને ભૂખ્યાને રોટલો” જે આજે પણ નિરંતર ચાલુ છે. બાપુએ અસંખ્ય પરચા આપ્યા છે. પરંતુ આ પ્રસંગ દિલમાં કોતરાય જાય તેવો છે. અને કાળજા પીગળાવતો આ પ્રસંગ વાંચીને ‘બાપુ’ પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બને છે.

વાત જાણે એમ છે કે, પોતાની માવલડિયું(ગાયું)ને લઇ ગીરની લીલીછમ હરિયાળીને ચારતા ચારતા પાછા પોતાના ઠેકાણે આવે છે. જેમ માતા પોતાના બાળક ને સાચવે તેમ બાપુ તેના પરિચર માં આ માવલિડિયું(ગાયું) સાકરી કરતા હતા. તેને પાણી પાવું, ધમારવી અને વળી તેના શરિરે થતી જીવાત ને દૂર કરતા હતા. એ દ્રશ્ય જોઈને ભલભલાના પથ્થર દિલ પીગળી જાય…..

આ સમગ્ર દ્રશ્ય ઈશ્વર જોઇ રહો છે, ત્યાંતો અચાનક બાવળની ગાળી માંથી ઓ…. બાપુ….. ઓ…. માં….. કાળજા ચિરનારો દિકરીનો અવાજ આ નિરાધારો ના તારણહારના કાને અથડાયો. અવાજ સંભળાંતા જ આ સંત મહાપુરુષની તમામ ઇન્દ્રિઓ એ બાજુ વળી. અને બાપ દિકરીને ભલ્લકારો એવા ઉચા અવાજે બાપુ બોલ્યા બાપ….. દીકરી…. બીટા… ક્યાં છે તું ? ભુંલી પડી ગયેલ ગાય જેમ વાછરડા ને શોધે તેમ બાપુ આ દીકરીને એ બાવળની ગાળીમાં શોધવા લાગ્યા. બાપુના ઉઘાડા પગ અને ભાટ પણ પડી ગયેલ એણે દીકરીને ગોતે પાર કર્યો. બાવળ નીચે બેઠેલી ૧૬ – ૧૭ વર્ષની એ જગદંબા જેવી દીકરીના હાલ બેહાલ હતા. માથા ઉપર ઉંદરી નામ નો રોગ થયો હતો. માંથા પર જીવાત અને પરુના ખદબદિયા બોલતા હતા. એ સમયે આ રોગનો કોઈ ઈલાજ નહતો. ૧૬-૧૭ વર્ષની આ પટેલની જગદંબા જેવી દિકરીના આવા હાલ જોઈને બાપુનું હૃદય કકળી ગયું. પુંછયું,

બાપુ : બેટા આ શું થયું  છે ?
દિકરી : બાપુ, આઘા રેજો. આ ચેપી રોગ છે, તમને લાગશે.
બાપુ : અરે ! બેટા બાપ કિધો છે. હવે શેનો ચેપ લાગે.

દિકરી : હા ! બાપુ, જો કોઈ કાળિયો કુતરો ચાટે તો મટે. પણ બાપુ આમાં કોઈ કુયરોય મોઢું નાખતો નથી.
આ સાંભળીને બાપુએ આકાશ તરફ જોઈને કાળિયા ઠ્ઠાકારનું સ્મરણ કર્યું અને કીધું હે કાળિયા ઠ્ઠાકર તારી આ માવલડિયુંની(ગાયું)ની જો મેં દિલથી સેવા કરી હોય તો મને ઘડીક તારો કાળિયો કુતરો બનાવજે અને એટલુ બોલીને પછી એ દુઃખમાં ખદબદતી જોગમાયાનું માથું પકડીને બાપુએ જીભથી ચાટવાનું ચાલુ કર્યું. એકવાર, બીજીવાર અને ત્રીજીવાર જ્યાં ચાટ્યું ત્યાંતો “દિકરીના દાહ” શાંત થયા. અને ટાઢકના શેવડા છૂટ્યા. અને દિકરીના દુઃખ દૂર થયા. તે દિવસથી આ દિકરી આ સંત પુરુષને પોતાનો ‘બાપુ’ માનતી.

વખત જતા આ દિકરીના ટૂંડા માથા પર નવા વાળના કોટા ફૂટે છે. અને જાણે આ દીકરી સાક્ષાત અંબા બની હોઈ તેમ તેના રૂપ ઉઘડિયા છે. આમ, આવા અસંખ્ય લોક સેવા હેતુસર બાપુએ પરચા પૂર્યા છે. અને આજે પણ અમરેલીના ચલાલા(દાનાભગતનું) ગામે બાપુના બેસણા છે. આજે પણ શ્રદ્ધા રાખીને જે આવે તેને આજે પણ બાપુ સહાય કરે છે.

લેખક : જયવીરભાઈ બસીયા

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

 ભગત શ્રી આપા મેપા

– શ્રી આપા રતા ભગત

– શ્રી આપા જાદરા ભગત

– શ્રી આપા ગોરખા ભગત

શ્રી આપા દાન મહારાજ

શ્રી આપા વિસામણબાપુ 

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!