ભગત આપા મેપા

પીરાણા પંચાળનો, મેપો માળાનો મેર,
ગેબી હુંદી ગોદમે, લાગી અલખની લેર;

દેવકા પંચાળધરાની મધ્યમાં આવેલ થાનગઢમાં ભકિતપરાયણ કુંભાર જ્ઞાતીમાં મેપાભગત નો જન્મ થયો હ્તો. દેશમાં અધર્મ અને અંધશ્રદ્ધાના માહોલમાં જન્મલેનાર ભગત બાળપણથી જ ધાર્મિકવૃતીવાળા અને સદાચારી હતા. પવિત્ર મનોવૃતી ધરાવતા મેપાભગત સોનગઢની ગુફામાં બીરાજતા નાથસંપ્રદાય ના સમર્થ સિધ્ધ ગેબીનાથજી નાં શિષ્ય હતા. પ્રભુ સ્મરણ સાથે વંશપરંપરાગત માટીના વાસણ બનાવાના ધંધામાં નિપુંણ થઈ મેપાભગતે ગ્રુહ્સ્થાઆશ્રમ માં પગ મુકયો. ઉંમરલાયક થતા એમના લગ્ન પુંજીબાઇ નામના સંસ્કારી અને સદાચારી સ્ત્રી સાથે થયા. ગુરુ મહારાજ ગેબીનાથજી ની અસીમ કૃપાથી મેપાના ઘટ ઘટમાં રામનું નામ વણાયેલુ.

મેપાભગતના વાસણો થાન તેમજ દૂર દૂર સુધીનાં ગામમાં વખણાતા હતાં. રોજની દિનચર્યા મુજબ મેપા ભગત સીમમાં જઇ જાતે ઉતમ માટી ખોદી ગધેડાપર લાગડામાં ભરી ફળીયામાં ઢગલો કરી તેમાથી કાકરી ક્સ્તર વીણી પાણીમાં પલાળી ભાવથી ચીંક્ણો ગારો તૈયાર કરતા. પગથી ખૂંદીને તૈયાર કરેલા ગારાના પિંડાને ચાક્ડે ચડાવી હરી સ્મરણ સાથે ચાકડો ફેરવી પિંડાને લાડકોડ લડાવતા વાસણો તૈયાર કરતા એમના પત્ની પણ એમને આ કામમાં મદદ રુપ થતા. કાચીમાટી માંથી તૈયાર કરેલ વાસણો ને મેપાભગત નિંભાડે એવા પકાવતા કે તેમની મજબૂતાઇ અને શીતળતા લોકોમાં ખુબજ વખણાતી.

શ્રી આપા મેપા ભગત

મોલડી ગામ મા કાઠી દરબાર જેમણે દ્વારકા ની જાત્રા એ જતી વખતે રસ્તામાં દ્વારકાધીશે દર્શન આપ્યા તા, પણ ભોળા સ્વભાવ ના દરબારે આ વાત ની મોલડી મા કરી તો ડાયરો મર્મે ચડ્યો, અને એમ તે કાઇ રણછોડરાય દર્શન આપે? એમ કહેવા લાગ્યા. એટલે આપા રતા એ ધાર ઉપર લોકો ને પોતાની આંખે કંઇક પ્રતીતી કરાવવા એમની પાસે કોદાળી થી જમીન ખોદાવતા હનુમાનજી ને પ્રગટ કર્યા અને એમા જ્યા જ્યા કોદાળી પડી ત્યાથી હનુમાનજી એ દર્શન આપ્યા. જે આજે 52 – બાવનવિર તરીકે ઓળખાય છે. પણ આ ઘટના પછી તેઓ ના આતમા ને દુઃખ થયુ અને નવુ ગામ બાંધવા વિચાર કર્યો..
એમણે જુદાજુદા કારીગરો ને નવી જગ્યાએ તેડાવ્યા અને મકાનો બંધાવાનુ ચાલુ કર્યુ

આમા કુંભારોની સાથે મેપાભગત પણ મોલડીમાં આવે છે. ઢીંચણ સુધીની પોતડી, શરીર પર બંડી, ગળામાં તુલસીની માળા, માથે બાંધેલ ફાળીયું, પગમા જોડા, ખંભે પાવડો, હાથમાં તગારું, બગલમાં પાણીની ભંભલી લઇ મેપા ભગત મોલડી પધારે છે.

ગામ ને પાદર એક સામટા પચીસેક ચાકડા ચાલુ થયા. નળીયા ના ઢગલે ઢગલા તૈયાર થવા માંડ્યા. મોલડીના પાદરમાં થાનગઢથી આવેલ અનેક કુંભારો રાત-દિવસ માટી ખૂંદી ચીંક્ણો ગારો ચાક્ડે ચડાવાની અને નળિયાઓ પકાવવા ના નિંભાડા ખડકી રહ્યા હતા. ચોમાસાની બીકે સૌ બનતી ઉતાવળે નિંભાડાની તાડમાર તૈયારી કરી રહ્યા હતા.

જેઠનાં આઠેક દિવસ જતા કુંભારોએ સારું ચોંઘડીયુ જોઇ નિંભાડા પેટાવ્યા. થોડીવાર માં નિંભાડા આગ પકડી લેતા નવી મોલડીનાં પાદરમાંથી ધુમાડાના ગોટા આકાશમાં ઉચે ચડી જાણે બાવાની ધુણી જેવુ દ્રશ્ય લાગતુ હતુ. ત્યાંજ અચાનક મોલડીનાં અગ્ની ખૂણે આકાશમાં કાળી ભમ્મર વાદળી આકાશમાં ઉપર ચડી  અને મેઘ ના અણચાહ્યા આગમન થયા.

નવા ગામના નવા ચણેલાં, માળ્યા વગર નાં , કાંચી માટી ના ભીંતડા ઉભાઉભા પલડે છે. આખો ઉનાળો પાડા પર પખાલો ખેંચી , ગારો ખુંદિ ભીંતડા ચણનાર ઓડ લોકો એને પડતી રોકવા દોડા દોડી કરે છે અને પાદર મા કુંભારો પણ હથેળી મા જીવ લઇ ફાટતી છાતીએ નિંભાડા ઢાંકવા દોડી રહ્યા હતા, આપા રતા અશાંત હૈએ મજૂરો ના કકળાટ વચ્ચે આંટા મારે છે.

mepa bhagat

ત્યારે મેપા ભગત નિંભાડાની ચિંતા છોડી હરિસ્મરણ કરી રહ્યા હતા. એ જોઇ કોઇએ કહ્યું,”ભગત ધડીક માળા મૂકો અને નિંભાડો ઢાકો, નહીંતર ટાઢા પાણીએ નાવુ પડશે!” પણ મેપા ભગત પાસે નળિયા ઢાંકવા કશુ જ સાધન ના હતુ.. તે તો માત્ર આકાશ સામે તાકિ ઉભા રહ્યા.

કોઇકે ક્ટાક્ષ કર્યો. કેઃ”લે મેપા,, હવે બોલાવો તમારા ઠાકોર ને; તે છતર ધરે!”

“ઠાકર ને રાખવી હશે તો આનીય ઓથ રાખશે.” એટલુ કહિ મેપા ભગતે તરત જ પોતાના અંગ પર થી કેડીયુ ઉતાર્યુ અને નળિયા ના પથારા પર ફેક્યુ. આકાશ સન્મુખ બે હાથ જોડીને ઇશ્વરધ્યાન મા તલ્લીન બની તે ઉભા રહ્યા.

મેઘસવારી ધોળે દિવસે વિજળી ના ચમકારા અને સૂસવાટા મારતા પવન સાથે બમણા વેગથી શરુથતા ગામની શેરીઓએ હોંક્ળા, કેડિઅઓએ ધોરીયા અને ખેતરોએ સમદરનું રુપ ધારણ કર્યુ. અનરાધાર મે વરસ્યો..

ઢળતી બોપરે વરસાદ મોરો પડતા બે-ત્રણ ક્લાકથી ઘરમાં ભરાયેલા લોકો વરસાદે કરેલા નુકશાનના લેખાં-જોખાં કરવા બહાર નીક્ળ્યા. મુશળધાર વરસાદથી કુંભારના નિંભાડા તણાય ગયા એનુ ક્યાંય નામ નીશાન પણ જોવા મળતુ નથી. કુંભારો નસીબને દોષ દેતા બેઠા હતા. નિંભાડા સાથે બુંગડ, સોફ્ળ પણ વરસાદ સાથે તણાય ગયા હતા.

આ ઘટના ઘટ્યા બાદ મોલડીમાં સૌના અચરજ વચ્ચે મેપાભગતનો નિંભાડો સહી સલામત હવામાં ધુમાડા કાઢતો અડીખમ જોવા મળ્યો. મેપા ભગત ના નિંભાડાને તો ઠાકરના રખવાળા. ખુલા આકાશ તરફ ધુમાડાની શેરો છોડતા નિંભાડા સામે હાથમાં માળા લઇ ઉઘાડા શરીરે મેપાભગત જોગીની જેમ અવિરત રામનામ નું રટણ કરી રહ્યા હતા.નિંભાડા ની ટોંચે આગ અને પાણીથી સલામત કેડિયું જોઇ લોકો આશ્ચચર્ય થી મેપાભગતની સામે જોઇ રહ્યા હતા. મેપાભગતની બાજુમાં રતાભગત પણ ‘અલખ’ ને આરાધતા ઉભા હતા. એમણે જાણ્યુ કે મેપા ના આતંર્નાદ કે પ્રાથના કે ચમત્કાર જાણે એણે એક પ્રકૃતિ સામે કોઇ ગેબી પ્રકૃતિ ખડી કરી દિધી હોઇ..

ધોધમાર વરસાદમાં કેડિયાના ઓથે કોરા રહેલા મેપાભગતના નિંભાડા સિવાય બધા કુંભારના નિંભાડા વરસાદ માં તણાય ગયા હતા. મેપાભગતની વાત વાયુવેગે ફેલાતા આજુબાજુ ના ગામના લોકો કાળિયા ઠાકરની વાહ વાહ કરતા આ ચમ્તકાર જોવા ઉમટી પડ્યા.

દરબારે આ ઘટના નજરો નજર જોઇ મેપા કોઇ સામન્ય પુરુષ નહિ પણ કોઇ મહાત્મા જ છે એમ એને ખાતરી થઇ અને પગે પડ્યા અને કિધુ ભગત ડેલીએ આવો.. બાપ! અને બોલાવી ને કિધુ કે બાપ! આ ચમત્કાર, નુસખો કઇ રીતે..?

મેપા ભગતે તો પોતે નહિ પણ હરિ એ એના જેવા રંકની આફત ઉગારી હશે એમ કહ્યુ.. દરબાર ની વધુ પ્રુછા આસ્થા અને સત ની ઝંખના ને જોતા ગેબીનાથ વિશે જણાવ્યુ..અને આપા રતા ને ગેબીનાથ તરફ દોરી જનાર મેપા ભગત હતા. અને ગેબીનાથ પાસે આપા રતા એ પણ દિક્ષા લીધી અને તેઓ મેપા ભગત ના ગુરુભાઇ બન્યા.

નોંધઃ હવે પછીની ક્રમશઃ પોસ્ટ ગુરુ ગેબીનાથના શિષ્ય આપા રતા ના ઇતીહાસની રહેશે.

?ચિત્રાંક્ન-છબીઃ કરશનભાઇ ઓડેદરા, પોરબંદર.
✏પ્રેષિત-ટાઇપઃ મયુર સિધ્ધપુરા, જામનગર
?સંક્લન- ☀કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન☀

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

પુજય બજરંગદાસ બાપા ની સંપૂર્ણ જીવન કથા

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

– શ્રી નકલંક ધામ તોરણીયા નો ઇતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!