ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

(કાઠીયાવાડ ખાતે પાંચળ ની સંત પરંપરા ના આધપુરુષ નાથપંથી સિધ્ધ.રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર મોલડી ગામથી વીસેક માઇલ દૂર અને થાનગઢ થી તદ્દન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથ નુ ભોંયરુ.

શિષ્યોઃ મેપા ભગત(થાન), આપા રતા(મોલડી)
ગોફણ તો ગેબી તણી જેને વાગી રુદામાય
ચારો દિશાએ દિપક જલે પશ્વિમધરાની માય..

આજે આપણે વાત કરવી છે, પંચાલ ના પીરાણા ની પંચાળની પવિત્ર ધરતી ઉપર અનેક સંતો-ભક્તો,સતી-શુરા જનમીયા વળી ચોટીલે મા ચામુંડા ના બેસણા.

ખડ પાણી’ને ખાખરા;પાણાનોં નહીં પાર,
વગર દીવે વાળું કરે,તોય દેવનો પાંચાળ.
કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ;
નર પટાધર નીપજે, ભલો દેવકો પાંચાળ.

આવી પાંચાળ ની ધરતી અને એનુ થાનગઢ ગામ ત્યાના કુંભાર જ્ઞાતી ના સાધુ સેવી એવા મેપા ભગત જે ચાકડો ફેરવી હરીભજન લલકારે, રોજી રોટી જે મળે એમા થી અભ્યાગત ને જમાડે એવા માટી ખુંદનારા પણ સૌથી અલગ જુદી જ માટી ના માણસ. એવા મા સાંજે એકવાર મેપા ભગત બહાર નિકળ્યા, ખેતરો મા રેઢી ચરતી બકરી જોઇ. મેપા ભગતે જાણ્યુ કે સાંજ થવાની અને આ બકરીઓ.. કોઇ જનાવર ફાડી ખાશે.. અથવા કોઇ ના ખેતર ને નુકશાન કરશે એટલે પોતે બકરી હાકિ ચાલી નિકળ્યા.. બકરીઓ એ હંમેશ માફક જંગલ નો મારગ લીધો જાણે બકરીઓ જ તેમને કોઇ નિર્દેશ આપી કોઇ લક્ષ તરફ ખેંચી જતી હોય. બકરીઓ પોતાના રોજ ના મૂળ સ્થાને આવી પહોંચી..

જે બકરીને ભુલી પડેલી અને રેઢી થઇ ગયેલ માનેલ એ પોતે એમને કોઇ રહસ્યમય સ્થાન પાસે લઇ આવી.. મેપા ભગત વિચારતા હતા આવી ગીચ અને પહાડ ની ખોપ મા કોણ રેતુ હશે?

ત્યા તો એમાંથી એક જોંગદર પુરુષ બહાર આવ્યા, જેની વાંભ જેટલી ભુરી જટા, ભુરા તથા સફેદ ભ્રમર થી છવાયેલુ મુખ , તેજસ્વી આંખો , કઠોર ખડતલ શરીર વાળા, કાનમાં કુંડળ, ગળા માં રુદ્રાક્ષની માળાઓ અને નાથસાધુની જનોઇ,શરીર પર ભષ્મના લેપ એવા અલૌકિક તપસ્વી દિવ્યાત્મા જણાતા હતા.
મેપા ભગતે પગે પડી પ્રણામ કર્યા અને કહ્યુ કે બાપુ! આ આપની બકરી ભુલી પડેલી માની કોઇ જનાવર એને નુકસાન કરે એ ફિકર મા હુ એને હાકિ ને પણ આખરે તો પોતે જ દોરવાતો આવિ ચડ્યો છુ.

એ જોંગદરે કિધુ કે બેટા! આ તો રામ ની બકરી છે. આને તો કોઇ ની ફિકર નથી!.
ઠીક છે.. ભલે આવ્યો બાપ..! ભીતર આવ..!

અને મેપા ભગત ભોંયરા મા દાખલ થયા.. નાની એવી ગુફા અને એના એમા ધુણો ધખતો હતો.સતસંગ કર્યો. સતસંગ નો મહિમા જાણનાર મેપા ભગત માટે હવે દર્શને જવાનો નિત્યક્રમ બની ગયો.પ્રભુ પેઠે એમણે ગેબીનાથ ની સેવા કરી અને ગેબીનાથે પણ મેપા ભગત ને શીષ્ય તરીકે સ્વીકાર કર્યા.
મેપા ભગત ની ભક્તિ ને ગેબીનાથ રુપી પારસમણી મળવા થી ઓર નીરખી. સંસાર સાગર ની ભ્રમણાઓ છુટી

ॐ નમો આદેશ ગુરુ કા ।
ॐકારે આદિનાથ, ઉદયનાથ પાર્વતી ।
સત્યનાથ બ્રહ્મા।સંતોષનાથ વિષ્ણુ; અચલ અચમ્ભેનાથ।
ગજ બેલી ગજ કંથડીનાથ,જાન પારખી, ચૌરંગીનાથ।
માયારુપી મછેન્દ્રનાથ,જતિ ગુરુ હૈ ગોરખનાથ।
ઘટ ઘટ પિંડે વ્યાપી, નાથ સદાય રહે સહાય।
નવનાથ ચોર્યાસી સિધ્ધો કી દુહાઇ ।
ॐ નમો આદેશ ગુરુ કા ।

આહિ થી પાંચાળ ના પીરાણા ની એક માળા રચાઇ ચલાલા, પાળીયાદ, સોનગઢ જેવા આજના પ્રખ્યાત સ્થાનકો ની કડીઓ સજ્જ થવાની હતી. ગેબીનાથના સૌપ્રથમ દર્શન મેપાભગત કુંભાર,આપા રતા(કાઠી દરબાર) અને વીરાભગત ભરવાડે(કેરાળા) કર્યા હતા.ત્યાર પછી કોઇને પણ ગેબીનાથે દર્શન દિધેલ નથી. આ સંત પરંપરા કડીઓ રચવા આવેલા ગેબીનાથ કોણ હશે❓

ગેબીનાથ મુળ કોણ હતા.⁉ તેમના ઇતિહાસ ના વિષય પર અંધકાર ના પડ ભરેલા છે. તેમની વાતો અને જીવન પર વિસ્મૃતિ ના તાળા છે. તેમના વિષય પર મત મતાંતર અને માન્યતાઓ,કિવંદિતીઓ ,લોકવાયકાઓ છે.‼ જે આ મુજબ છે.

( સાબરકાંઠા જિલ્લાના મોડાસા નજીક માજુમ નદીના કિનારે આવેલ ગેબીમંદિરને ગુરુ ગેબીનાથનું ઉત્પતિસ્થાન માનવામાં આવે છે
ઓઢા જામ અને હોથલ પદમણી ના ત્રીજા પુત્ર ગાંગોજી ને પણ ગેબીનાથ મનાય છે. ગીર ની અઘોર વનરાજી મા નવ નાથ માહે એક ગોરખનાથ નો મેળાપ થતા સેવા કરતા ગાંગાજી સીધ થયા.

ગુરુ મછંદરનાથ પોતાના શિષ્ય ગોરખનાથ સાથે ભારત ભ્રમણ કરવા નીકળતા ફરતા ફરતા માજુમ નદીના કાંઠે આવેલા રામનાથ ગામ આવ્યા.નદીકાંઠે શિષ્ય ગોરખનાથને સંજીવની મંત્રનુ રટણ કરવાનુ કહી ગુરુ મંછ્ધરનાથ ભિક્ષાર્થે ગયા ત્યારે સંજીવની મંત્રનું રટણ કરતા કરતા ગોરખનાથે માટી(ગારા)માંથી માનવ પૂતળું બનાવી ગુરું મંત્ર ફુંક્તા પૂતળું સજીવન થઇ રડવા લાગેલ.

ગોરખનાથ દ્વારા ગારામાંથી તૈયાર કરેલ બાળક્ને મછંદરનાથે રડતું જોઇ તેને ગુરુ દ્તાત્રેયની કૃપા સમજી ગેબ(આકાશ)માંથી ઉત્પન્ન થયેલું સમજી તેનુ નામ ગેબીનાથ રાખેલ. બાળ સ્વરુપ ગેબીનાથને દેવરાજમાં રહેતા બ્રાહ્મણ કુટુંબને સોપી ગુરુ મંછ્દરનાથ તીર્થયાત્રાએ નીકળી ગયા.

ગેબીનાથ સાત વર્ષના થતા પાલક મા-બાપનું ઘર છોડી ગુરુ ગોરખનાથનું શરણું લેતા ગુરુએ અનુગ્રહ કરતા ગેબીનાથને નવનાથ સાથે સ્થાન મળ્યું.કરભાજન નારાયણના અવતાર ગુરુ ગેબીનાથે ભક્તિનો મહિમા વધારવા સાથે ભારતવર્ષમાં ભ્રમણ કરતા ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ ઉપરાંત અનેક સ્થળોએ ફરી આદિ શીવ દ્વારા સ્થાપીત નાથપંથની બહુ મોટી સેવા કરી.)

આમ દેવકા પાંચળ મા થાન પાસે સત્તર મા સૈકા માં સ્થૂળ સ્વરુપે ગેબીએ દેખા દિધી. તે પહેલા તેવા સ્વરુપના દર્શનની જાણ ભાગ્યેજ કોઇ ને હતી..

ગેબી ગુણ અપાર , નર પામે ન કો પાર,
ભજે ભાવ થકિ લગાર, પલ મા પહોંચે કિરતાર.

એક બીજી માન્યતા મુજબ નવનાથમાનાં એક્નાથ ગુરુ ગેબીનાથના સનાતન ધર્મને ઊગારતા મરાઠાવાડમાં ગુરુ ગેબીનાથના સમર્થ શિષ્ય નિવૃતીનાથે લોકોમાં ભક્તિનો મહિમા વધારેલ છે. ગુરુ મહિમા કેહવા બેસોતો ક્યારેય પુરો ના થાય અને લખવા બેસો તો ક્યારેય લખીના શકાય તેવો અપરંપાર છે.

गुरू गांडा, गुरू बावरा,गुरू हे देवन को देव.
जो शिष्य मे हो समज तोह करे गुरू की सेव

નોંધઃ હવે પછીની ક્રમશઃ પોસ્ટ ગુરુ ગેબીનાથના શિષ્ય મેપા ભગત વિશે રહેશે.

✏ચિંત્રાકન-છબીઃ કરશનભાઇ ઓડેદરા(પોરબંદર)
પ્રેષિત-ટાઇપઃ મયુરભાઇ સિધ્ધપુરા(જામનગર)
સકંલનઃ☀કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન☀

મિત્રો જો તમે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

પુજય બજરંગદાસ બાપા ની સંપૂર્ણ જીવન કથા

– સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

– શ્રી નકલંક ધામ તોરણીયા નો ઇતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!