સમુદ્રગુપ્ત મોર્ય

(ઇસવીસન ૩૩૫થી ઇસવીસન ૩૭૬)
(ગુપ્તવંશ)

ચંદ્રગુપ્ત પ્રથમ પછી સમુદ્રગુપ્ત સિંહાસન પર બેઠો. ચંદ્રગુપ્તના અનેક પુત્રો હતાં. પણ ગુણ અને વીરતામાં સમુદ્રગુપ્ત સૌથી વધારે હોંશિયાર હતો. લિચ્છવી કુમારી શ્રીકુમારદેવીના પીટર હોવાના કારણે પણ એનું વિશેષ મહત્વ હતું. ચંદ્રગુપ્તે એનેજ પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો અને પોતાનો આ નિર્ણય રાજ્યસભા બોલાવીને બધાં સભ્યો સંમુખ ઉદધોષિત કર્યો

આ કરતાં પ્રસન્નતાના કારણે એનાં આખાં શરીરમાં રોમાંચ હતો અને આંખોમાં આંસુ આવી ગયાં હતાં. એમણે બધાની સામે સમુદ્ર્ગુપ્તને ગળે લગાવ્યો અને કહ્યું —- ” તું સાચેસાચ આર્ય છે અને હવે રાજ્યનું પ્લાન કર ”
આ નિર્ણયથી રાજ્યસભામાં એકત્રિત થયેલાં બધાં સભ્યોને પ્રસાન્તા થઇ

ગૃહકલહ ———–

સંભવત: ચંદ્રગુપ્તે પોતાના જીવનકાલ દરમિયાન જ સમુદ્રગુપ્તને રાજ્યભાર સોંપી દીધો હતો. પ્રાચીન આર્ય રાજાઓની આજ પરંપરા હતીહચંદ્રગુપ્તના આ નિર્ણયથી એનાં અન્ય પુત્રો પ્રસન્ન ના થયાં. એમણે સમુદ્રગુપ્ત વિરુદ્ધ વિદ્રોહ કર્યો એમનો નેતા “કાચ” હતો. એવું પ્રતિત થાય છે કે એને પોતાનાં વિદ્રોહમાં સફળતા પણ મળી. “કાચ” નામનાં કેટલાંક સોનાનાં સિક્કા પણ ઉપલબ્ધ થયાં છે. એમાં ગુપ્તકાળના અન્ય સોનાનાં સિક્કાની અપેક્ષાએ સોનાની માત્રા બહુજ ઓછી હતી. આનાથી એ અનુમાન લગાવાય કે ભાઈઓના આ આંતરકલહથી રાજકોશ પર બહુજ ખરાબ અસર પડી હતી અને એટલાં જ માટે “કાચ”એ પોતાના સિક્કામાં સોનાની માત્રા ઓછી કરી દીધી હતી. પણ કાચ લાંબા સમય સુધી સમુદ્રગુપ્ત નો મુકાબલો ના કરી શકયો સમુદ્રગુપ્ત અનુપમ વીર હતો.

એણે શીઘ્ર જ ભાઈઓનાં આ વિદ્રોહને શાંત કરી દીધો અને પાટલીપુત્રના સિંહાસન પર દ્રઢતાપૂર્વક પોતાનો અધિકાર જમાવી દીધો “કાચે” લગભગ એક વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. કાચ નામના ગુપ્ત રાજાની સત્તાનો આધાર માત્ર આ સિક્કાઓ જ છે. જેમના પર એનું નામ ” સર્વરાજોચ્છેતા” વિશેષણ સાથે અંકિત કરાયેલાં છે અનેક વિદ્વાનોનો મત છે કે કાચ એ સમુદ્ર્ગુપ્તનું જ નામ હતું !!! આ સિક્કા એમનાં જ છે અને બાદમાં દિગ્વીહાય કરીને જયારે એ ” આસમુદ્રક્ષિતીશ” બની ગયો હતો. ત્યારે એણેકાચના સિહને સમુદ્રગુપ્ત નામ ધારણ કરી લીધું હતું !!!! ‘

દિગ્વિજય ———-

ગૃહકલહને શાંત કરીને સમુદ્રગુપ્તે પોતાનાં સામ્રાજ્યના વિસ્તાર માટે સંઘર્ષ પ્રારંભ કર્યો. આ વિજયયાત્રાનું વર્ણન પ્રયાગમાં અશોકના મૌર્યકાળના પ્રાચીન સ્તંભ પર બહુજ સુંદર ઢંગથી ઉત્કીર્ણ છે. સૌથી પહેલાં આર્યાવર્તના ત્રણ રાજાઓને જીતીને પોતાને આધીન કર્યાં એમનાં નામ છે —–

[૧] અહિચ્છત્રનાં રાજા અચ્યુત
[૨] પદ્માવતીના રાજા નાગસેન
અને [૩] રાજા કોટકુલજા

સંભવત: અચ્યુત અને નાગસેન ભારશિવના વંશ સાથે સંબંધ રાખવાંવાળા રાજા હતાં. યદ્યપિ ભારશિવ નાગોની શક્તિનું પહેલેથીજ પતન થઇ ચૂકયું હતું. પણ કેટલાંક પ્રદેશોમાં એમનાં નાનાં નાનાં રાજાઓ રાજ્ય કરી રહ્યા હતાં. ગુપ્તોના ઉત્કર્ષ સમયે એમણે ચંદ્રગુપ્ત પ્રથમ જેવાં શક્તિશાળી રાજાની આધીનતામાં “સમાંત”ની સ્થિતિ સ્વીકાર કરી લીધી હતી !!!!

પણ સમુદ્રગુપ્ત અને એના ભાઈઓનાં ગૃહકલહથી લાભ ઉઠાવીને એ પાછાં સ્વતંત્ર બની ગયાં. આ જ દશા કોટકુલમાં ઉર્પન્ન રાજાઓની પણ હતી. જેમનાં નામો પ્રયાગના સ્તંભની પ્રશસ્તિમાં મિટાઈ ગયા છે. “કોટ” નામથી અંકિત સિક્કાઓ પંજાબ અને દિલ્હીમાં ઉપલબ્ધ છે. આ કુલનું રાજ્ય સંભવત: આ જ પ્રદેશમાં હતું !!!! એ બધાથી પૂર્વે સમુદ્રગુપ્તે આ ત્રણે રાજાઓને જીતીને પોતાને આધીન કર્યાં અને આ વિજયો પછી બહુજ ધૂમધામ સાથે પુષ્પપુર પાટલીપુત્રમાં પુન:પ્રવેશ કર્યો !!!!

ભારતવર્ષ પર એકાધિકાર ———

એમનો સમય ભારતીય ઇતિહાસમાં દિગ્વિજય નામના વિજય અભિયાન માટે પ્રસિદ્ધ છે ……. સમુદ્રગુપ્તે મથુરા અને પદ્માવતીનાં નાગ રાજાઓને પરાજિત કરીને એમનાં રાજ્યોને પોતાનાં અધિકારમાં લઇ લીધાં. એમણે વાકાટક રાજ્ય પર વિજય પ્રાપ્ત કરીને એનો દક્ષિણી ભાગ જેમાં ચેદિ , મહારાષ્ટ્ર રાજ્ય વાકાટક રાજા રુદ્રસેન ના અધિકારમાં છોડી દીધાં. એમણે પશ્ચિમમાં અર્જુનાયન , માલવ ગણ અને પશ્ચિમ ઉત્તરમાં યૌધેય, મદ્ર ગણોને પોતાને આધીન કરીને સપ્તસિંધુ પાર કરીને વાલ્હિક રાજ્ય પર પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. સમસ્ત ભારતવર્ષ પર એકાધિકાર કાયમ કરીને એમણે દિગ્વિજય કર્યો !!! સમુદ્રગુપ્તની આ વિજય ગાથા ઈતિહાસકારોમાં પ્રયાગ પ્રશસ્તિના નામે જાણીતી છે !!!!

સમુદ્રગુપ્તનો દિગ્વિજય ———

?આ વિજય બાદ,સમુદ્રગુપ્તનું રાજ્ય ઉત્તરમાં હિમાલય દક્ષિણમાં વિંધ્ય પર્વત, પૂર્વમાં બ્રહ્મપુત્ર નદી અને પશ્ચિમમાં ચંબલ અને યમુના નદીઓ સુધી થઇ ગયું. પશ્ચિમ – ઉત્તરમાં માલવ, યૌધય, ભદ્રગણો આદિ દક્ષિણનાં રાજ્યીને એમણે પોતાના સામ્રાજ્યમાં ના મિલાવીને એમને પાયાને આધીન શાસક બનાવ્યાં. આજ પ્રકારે એમણે પશ્ચિમ અને ઉત્તરમાં વિદેશી શક અને દેવપુત્ર શાહાનુશાહી કુષાણ રાજાઓ અને દક્ષિણમાં સિંહળ દ્વીપ -વાસીઓ જોડે પણ એમણે વિવિધ ઉપહારો લીધા જે એમની આધિનતાના પ્રતિક હતાં. એમનાં દ્વારા ભારતનાં દિગ્વિજયની ગાથા જેનું વિવરણ અલ્હાબાદ કિલ્લાના પ્રસિદ્ધ શિલા સ્તંભ પર વિસ્તારપૂર્વક આપેલું છે !!!!

વિક્રમાદિત્ય સમુદ્રગુપ્ત ————

આર્યાવર્તમાં સમુદ્રગુપ્તે ” સર્વરાજોચ્છેતા” નીતિનું પાલન ના કર્યું. આર્યાવર્તના અનેક રાજાઓ ને હરાવ્યા પશ્ચાત એમણે એ રાજાઓના રાજ્યોને પોતાનાં રાજયમાં ભેળવી દીધાં. પરાજિત રાજાઓનાં નામ અલ્હાબાદ સ્તંભ પર મળે છે – અચ્યુત ,નાગ્દત, ચંદ્ર-વર્મન, બલધર્મા ,ગણપતિ નાગ, રુદ્રદેવ, નાગસેન, નંદી તથા માતિલ. આ મહાન વિજય પછી સમુદ્રગુપ્તે અશ્વમેધ યજ્ઞ કર્યો અને વિક્ર્માંદીત્યની ઉપાધે ધારણ કરી હતી !!!! આ પ્રકારે સમુદ્રગુપ્તે સમસ્ત ભારત પર પોતાની વિજય પતાકા લહેરાવીને ગુપ્ત શાસનની ધાક જમાવી દીધી હતી

મથુરા પર વિજય ————-

ઉત્તરાપાથના જીતેલાં રાજ્યોમાં મથુરા પણ હતું. સમુદ્રગુપ્તે માથુરા રાજ્યને પણ પોતાનાં સામ્રાજ્યમાં શામિલ કર્યાં. મથુરાના જે રાજાને એમણે હરાવ્યો હતો એનું નામ ગણપતિ નાગ મળે છે. એ સમયે પદ્માવતીમાં નાગ શાસક નાગસેન રાજ્યભાર સંભાળતો હતો. જેનું નામ પણ પ્રયાગલેખમાં આવે છે. આ શિલાલેખમાં નંદી નામના એક રાજાનુ પણ નામ છે. એ પણ નાગ રાજા હતો અને વિદિશા નાગવંશનો હતો. સમુદ્રગુપ્તના સમયમાં ગુપ્ત સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર હતી !!! આ સામ્રાજ્યને એમણે વિભાજિત કરીને અનેક રાજ્યોમાં વહેંચી દીધાં !!!

સમુદ્રગુપ્તના પરવર્તી રાજાઓના અભીલેખોમાથી એ જાણકારી મળે છે કે ગંગા-યમુનાનાનાં બેઆબ અંતર્વેદી વિષયના નામથી જાણીતાં હતાં. સ્કંદગુપ્તના રાજયકાલમાં અંતર્વેદીનો શાસક શર્વનાગ હતો અથવા એમનાં પૂર્વજો પણ અહીના રાજા રહ્યાં હશે !!! સંભવત : સમુદ્રગુપ્તે મથુરા અને પદ્માવતીનાં નાગીની શક્તિ જોઇને એમનાં શાસનમાં ઉચ્ચ પદો પર એમને રાખવાં માજ ઉચિત સમજ્યાં હશે. સમુદ્રગુપ્તે યૌધેય, માળવા, અર્જુનાયન, મદ્ર, આદિ પ્રજાતાંત્રિક રાજ્યો પાસેથી કર લઈને પોતાને આધીન કર્યાં. દિગ્વિજય પશ્ચાત સમુદ્રગુપ્તે એક અશ્વમેધ યગ્ન પણ કર્યો કર્યો હતો. આ યગ્નના સૂચક સોનાનાં સિક્કાઓ પણ સમુદ્રગુપ્તે બનાવડાવ્યા હતાં. આ સોનાનાં સિક્કાઓ સિવાય પણ અનેક ભ્રાંતિના સોનાનાં સિક્કાઓ પણ મળ્યાં છે !!!

દક્ષિણ વિજય ————

આર્યવર્તમાં પોતાની શક્તિને ભલી -ભ્રાંતિ સ્થાપિત કરીને સમુદ્રગુપ્ત દક્ષિણ દિશા તરફ આગળ વધ્યો. આ વિજય યાત્રામાં કુલ બાર રાજ્યોને એમણેજીતીને પોતાને આધીન કર્યાં. જે ક્રમથી એમને જીત્યાં હતાં એ અનુસાર એમનો ઉલ્લેખ પણ પ્રશસ્તિમાં કરેલો જ છે

આ રાજા નિમ્નલિખિત છે ——–

કોશલનાં રાજા મહેન્દ્ર ———

અહીં કોશલનો અભિપ્રાય દક્ષિણ કોશલથી છે. જેમાં આધુનિક વિલાસપુર,રાયપુર અને સંબલપુર પ્રદેશ સંમિલિત હતાં. એમની રાજધાની શ્રીપુર (વર્તમાન સિરપુર) હતી !!!! દક્ષિણ કોશલથી ઉત્તર તરફ નાં બધાં પરદેશો ગુપ્ત સામ્રાજ્ય અંતર્ગત હતાં !!!!અને અચ્યુત તથા નાગસેનના પરાજય પછી આ પૂર્ણતયા એમને આધીન થઇ ગયાં હતાં. આર્યાવર્તમાં પરાજિત થયેલાં નાગ્સેનની રાજધાની ગ્વાલિયર ક્ષેત્રમાં પદ્માવતી હતી. હવે સમુદ્રગુપ્ત દક્ષિણ તરફ વિજય યાત્રા કરતાં સૌથી પહેલાં દક્ષિણ કોશલનું જ સ્વતંત્ર રાજ્ય પડતું હતુંએમનાં રાજા મહેન્દ્રને જીતીને સમુદ્ર્ગુપ્તે એમને પોતાને આધીન કર્યાં !!!

મહાકાન્તારનું વ્યાઘ્રરાજ ———

મહાકોશલના દક્ષિણ-પૂર્વમાં મહાકાન્તાર (જંગલી પ્રદેશ) હતો. આ જ સ્થાનમાં આજકાલ ગોંડવાનાનાં સઘન જંગલો છે !!!

કૌશલનું મંત્રરાજ ———-

મહાકાન્તાર પછી કૌશલ રાજયનો વારો આવ્યો …….. આ રાજ્ય દક્ષિણી મધ્ય પ્રદેશના સોનપુર પ્રદેશની આસપાસ હતો !!!!

પિષ્ટપૂરનું મહેન્દ્રગિરિ ———

ગોદાવરી જિલ્લામાં સ્થિત વર્તમાન પીથાપુરમ જ પ્રાચીન સમયમાં પિષ્ટપુર કહેવાતું હતું. આહીના રાજા મહેન્દ્રગિરિને પરાસ્ત કરીને સમુદ્ર્ગુપ્તે એને પોતાને આધીન બનાવ્યો !!!

કોટ્ટરનાં રાજા સ્વામિદત્ત ———–

કોટ્ટરનું રાજ્ય ગંજામ જિલ્લામાં હતું

એરન્ડપલ્લનું દમન ————

એરન્ડપલ્લનું રાજ્ય કલિંગની દક્ષિણમાં હતું
આની સ્થિતિ પિષ્ટપુર અને કોટ્ટર ની પડોશમાં સંભવત: વિશાખાપટ્ટનમ જિલ્લામાં હતી !!!

કાંચીના વિષ્ણુગોપ ———–

કાંચીનો ઉલ્લેખ દક્ષિણ ભારતના કાંજીવરમથી છે. આંધ્ર પ્રદેશનાં પૂર્વીય જિલ્લાઓ અને કલિંગને જીતોને એને પોતાને આધીન કર્યાં સમુદ્ર્ગુપ્તે !!!!

અવમુક્તનાં નીલરાજ ——-

આ રાજ્ય પણ કાંચીની સમીપમાં જ હતું

વેગિના હસ્તવર્મન ————

આ રાજ્ય કૃષ્ણા અને ગોદાવરી નદીઓની વચ્ચે સ્થિત હતું. વેગિ નામની નગરી આ પ્રદેશમાં આજે પણ વિદ્યમાન છે !!!!

પાલ્લકના ઉગ્રસેન ———

આ રાજય નેલ્લોર જિલ્લામાં હતું

દેવ્રાષ્ટના કુબેર ————-

આ રાજાના પ્રદેશના સંબંધમાં ઐતીહાસીકોના મનમાં મતભેદ છે કેટલાક વિદ્વાનો એને સતારા જિલ્લામાં બતાવે છે તો કેટલાક એને વિશાખાપટ્ટનમ જિલ્લામાં !!! વેગિઅને અવમુક્ત રાજ્યોના શાસક પલ્લવ વંશના હતાં ……
સંભવત : આ બધાની સંમિલિત શક્તિને સમુદ્ર્ગુપ્તે એક સાથે પરાસ્ત કરી. દેવરાષ્ટ્રનો પ્રદેશ દક્ષિણથી ઉત્તર તરફ પાછા ફરતાં વચમાં માર્ગમાં આવ્યો હતો

કૌસ્થ્લપુરના ધનંજય ———–

આ રાજ્ય ઉત્તરી આર્કોટ જિલ્લામાં હતું …….. આની સ્મૃતિ કુટ્ટલૂરના રૂપમાં આજે પણ સુરક્ષિત છે !!!!

પુન: યુદ્ધ ————

દક્ષિણ ભારતના આ વિભિન્ન રાજ્યોને જીતીને સમુદ્રગુપ્ત પાછો ફરી ગયો. દક્ષિણમાં એ કાંચીથી આગળ નહોતો ગયો ……. આ રાજાઓને કેવળ પરાસ્ત જ કર્યાં હતાંહએમનો મૂળમાંથી ઉચ્છેદ નહોતો કર્યો. પ્રયાગની સમુદ્રગુપ્ત પ્રશસ્તિ અનુસાર આ રાજાઓને કેદ કરી લીધાં. પણ પછી આનુગર્હ કરીને એમને મુક્ત કરી દીધાં !!!!

ગુપ્ત સામ્રાજ્યમાં વિલય —————

એવું પ્રતિત થાય છે કે —– જ્યારે સમુદ્રગુપ્ત વિજય યાત્રા માટે દક્ષિણ ગયાં હતાં ત્યારે ઉત્તરી ભારત (આર્યાવર્ત)ના અધીનસ્થ રાજાઓએ ફરીથી વિદ્રોહનો ઝંડો ઉભો કરી દીધો !!!! એમને ફરીથી જીતી લીધાં …… આવખતે સમુદ્રગુપ્ત માત્ર એમને આધીનતો સ્વીકાર કરીને સંતુષ્ટ ના થયો પણ એમનો સમૂળગો ઉચ્છેદ જ કરી દીધો. આ પ્રકારે જ્ડ મૂળમાંથી ઉખાડેલા રાજાઓના નામ આ પ્રમાણે છે ———-

 • રુદ્ર્દેવ
 • મતિલ
 • નાગદત્ત
 • ચંદ્રવર્મા
 • ગણપતિનાગ
 • નાગસેન
 • અચ્યુતનંદી
 • અને બલવર્મા

આમાંથી નાગસેન અને અચ્યૂત સાથે તો સમુદ્રગુપ્ત જોડે યુદ્ધ થઇ જ ચુક્યું હતું. એમને પરાસ્ત કર્યાં પછી જ સમુદ્ર્ગુપ્તે ધામધૂમપૂર્વક પાટલીપુત્ર (પુષ્પપુર)માં પ્રવેશ કર્યો હતો !!! હવે એ રાજાઓ ફરીથી પાછા સ્વતંત્ર થઇ ગયાં ત્યારે સમુદ્રગુપ્તે એમનું સમૂળો-મૂલન કરીને એ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી દીધાં !!! રુદ્ર્દેવ વાકાટક વંશી પ્રસિદ્ધ રાજારુદ્રસેન પ્રથમ હતો. મતિલની એક મુદ્રા બુલંદ શહેર પાસે મળી છે. એનું રાજ્ય સંભવત: આ જ પ્રદેશમાં હતું. નાગદત્ત અને ગણપતિનાથનાં નામોથી એ સૂચિત થાય છે કે એ ભારશિવ નાગોનાં વંશના હતાં !!! અને એમનાં નાનાં નાનાં રાજ્યો આર્યાવર્તમાં જ વિદ્યમાન હતાં !!!!

ગણપતિનાથનાં કેટલાંક સિક્કા બેસનગરમાં પણ ઉપલબ્ધ છે. ચંદ્રવર્મા પુષ્કરણના રાજા હતાં. દક્ષિણી રાજ્પુતાનામાં સિસુનિયાની એક ચટ્ટાન પર એમનો પણ એક શિલાલેખ મળી આવ્યો છે. સંભવત: બલવર્મા કોટકુલજ નૃપતિ હતાં !!! જેમેં પહેલી વાર જ સમુદ્રગુપ્તે પરાજિત કર્યાં હતાં …… આ બધાં આર્યાવર્ત ના રાજાઓ આ વખતે પૂર્ણ રૂપે ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત દ્વારા પરાસ્ત થયાં અને એમનાં પ્રદેશો સંપૂર્ણ રીતે ગુપ્ત સામ્રાજ્યમાં શામિલ કરી દીધાં !!!!!

કૌટિલ્યના અર્થશાસ્ત્ર અનુસાર ———

આટવિક રાજાઓ પ્રતિ સમુદ્ર્ગુપ્તે પ્રાચીન મૌર્ય નીતિનો પ્રયોગ કર્યો હતો …… કૌટિલ્યના અર્થશાસ્ત્ર અનુસાર —— “આટવિક રાજાઓને પોતાનાં સહયોગી અને સહાયક બનાવવાનો ઉદ્યમ કરવો જોઈએ આટવિક સેનાઓ યુદ્ધ માટે બહુજ ઉપયોગી હોય છે ” સમુદ્રગુપ્તે આ રાજાઓને પોતાનાં પરિચારક બનાવી દીધાં !!!!

સમુદ્રગુપ્તની અધીનતા ———-

આનાં પછી સમુદ્ર્ગુપ્તને યુદ્ધની આવશ્યકતા જ ના રહી. આ વિજ્યીથી એમની ધાક એટલી બધી બેસી ગઈ હતી કે અન્ય પ્રત્યન (સીમા પ્રાંતોમાં વર્તમાન) નૃપતિઓ તથા યૌધેય, માલવ, આદિ ગણરાજ્યોમાં સ્વયમેવ એમની અધીનતા સ્વીકૃત કરી લીધી હતી !!!! આ બધાં કર આપીને , આજ્ઞાનું પાલન કરીને , પ્રણામ કરીને તથા રાજદરબારમાં ઉપસ્થિત થઈને સમ્રાટ સમુદ્રગુપ્ત નું આધિનતાની સ્વીકાર કરતાં હતાં. આ પ્રકારે કરદ બનીને રહેવાંવાળાં પ્રત્યન રાજ્યોના નામ છે ———

સમતટ અથવા દક્ષિણ- પૂર્વી બંગાળ, કામરૂપ અથવા આસામ, નેપાળ ડવાકઅથવા આસામનો નોગાંવ પ્રદેશ, કર્તૃપુર અથવા કુમાયું અને ગઢવાલના પર્વતીય પ્રદેશ

નિ:સંદેહ આ બધાં ગુપ્ત સામ્રાજ્યના પ્રત્યન અથવા સીમા પ્રદેશમાં સ્થિત રાજ્ય હતાં !!!!!

અધીનસ્થ રાજ્ય ————

આ પ્રકારે જે ગણરાજ્યોએ ગુપ્ત સમ્રાટની અધીનતાનો સ્વીકાર કર્યો એ નિમ્નલિખિત હતાં ————-

 • માલવ
 • અર્જુનાયન
 • યૌધેય
 • મદ્રક
 • આભીર
 • પ્રાર્જુન
 • સનકાનિક
 • કાક
 • અને ખરપરિક

આમાં માલવ અર્જુનાયન, યૌધેય, માદ્રક અને આમીર પ્રસિદ્ધ ગણરાજ્ય હતાં. કુષાણ સામ્રાજ્યની વિરુદ્ધ વિદ્રોહ કરીને એમને પોતાની સ્વતંત્રતાને પુન: સ્થાપિત કરી હતી !!! અને ધીરે ધીરે પોતાની શક્તિ વધારી દીધી હતી. હવે સમુદ્ર્ગુપ્તે એમને પોતાનાં કરી લીધાં હતાં. પણ એમને જડમૂળમાંથી ઉહાડવાનો પ્રયત્ન નહોતો કર્યો !!!

આ રાજાઓ માત્ર કર, પ્રણામ, રાજદરબારમાં ઉપસ્થિત તથા આજ્ઞાવિર્તિત્તાથી જ સંતુષ્ટ થઇ ગયાં હતાં !!!! આ ગણરાજ્યોએ પણ સમ્રાટની આધીનતાનો સ્વીકાર કરીને પોતાની પૃથક સત્તાને જાળવી રાખી !!! પ્રાર્જુન,કાક,સનકાદિક અને ખરપરિક નાનાં નાનાં ગણરાજ્યો હતાં. જે વિદિશાના સમીપવર્તી પ્રદેશમાં સહિત હતાં ………… અનેક વિદ્વાનોના મતે એમની સ્થિતિ ઉત્તર-પશ્ચિમના ગાંધાર સદ્રશ રાજ્યોના ક્ષેત્રમાં હતી !!!!

સમુદ્રગુપ્તનું પ્રશસ્તિ ગાયન ———

દક્ષિણ અને પશ્ચિમના ઘણાં બધાં રાજાઓ પણ સમ્રાટ સમુદ્રગુપ્તના પ્રભાવમાં હતાં અને એમને આદર્સુચ્ચક ઉપહાર મોકલીને સંતુષ્ટ રહેતાં હતાં. આપ્રકારના ત્રણ રાજાઓનો તો સમુદ્રગુપ્તની પ્રશસ્તિમાં ઉલ્લેખ કરાયેલો જ છે. આ દેવપુત્ર હિશાહાનુશાહિ, શક-મુરુન્ડ અને શૈહલક છે ……. દેવપુત્ર શાહાનુશાહિ જોડે કુષાણ રાજાઓનો પણ સંબંધ છે. શક – મુરુન્ડ જોડે એ શક ક્ષત્રપોનું ગરહ્ન કરવામાં આવે છે. જેમનાં નેક નાનાં નાનાં રાજ્યો આ યુગમાં પણ ઉત્તર – પશ્ચિમી ભારતમાં વિદ્યમાન હતાં !!! ઉત્તર ભારત સાથેભારશિવ, વાકાટક અને ગુપ્ત વંશોએ શકો અને કુષાણોના શાસનનો અંત કરી દીધો હતો. એમનાં અનેક રાજ્યો ઉત્તર – પશ્ચિમી ભારતમાં આજે પણ વિદ્યમાન છે !!!! સિંહલના રાજાને સૈહલક કહેવાયો છે. આ શક્તિશાળીરાજાઓ દ્વારા સ્મુદ્રગુપ્તનો આદર કરવાના પ્રકાર પણ પ્રયાગની પ્રશસ્તિમાં સ્પષ્ટ રૂપે લખાયેલું છે !!!!!

કન્યોપાયન ———-

આ રાજા આત્મનિવેદન , કન્યોપાયન, દાન, ગરુડધ્વજ થી અંકિત આજ્ઞાપત્રોનાં ગ્રહણ આદિ ઉપાયોથી સમ્રાટ સમુદ્રગુપ્તને પર્સાન્ન કરવાનો પ્રયત્ન કરતાં હતાં. આત્મનિવેદનનો અભિપ્રાય છે ——– પોતાની સેવાઓને સમ્રાટ માટે અર્પિત કરવી.

ક્ન્યોપાયનનો અર્થ છે ——- કન્યાવિવાહમાં આપવું. રાજા લોકો કોઈ શક્તિશાળી સમ્રાટ જોડે મૈત્રી સંબંધ બનાવવા માટે આ ઉપાયનો પ્રયોગ કરે છે સંભવત: સિંહલ, શક અને કુષાણ રાજાઓ એ પણ સમુદ્રગુપ્તને પોતાની કન્યાઓ વિવાહમાં પ્રદાન કરી હતી. દાનનો અભિપ્રાય ભેટ ઉપહાર જોડે છે. સમ્રાટ સમુદ્રગુપ્ત પાસેથી આ રાજાઓ શાસન (આજ્ઞાપત્ર ) પણ ગરાહન કરતાં હતાં અને એમનાં ક્રોધથી બચીને રહેતાં હતાં !!!!

આ જ પ્રકારે પશ્ચિમમાં ગાંધારથી લઈને પૂર્વમાં આસામ અને દક્ષિણમાં સિંહલ (લંકા)દ્વીપથી શરુ કરીને ઉત્તરમાં હિમાલયના કીર્તિપુર જનપદ સુધી , સર્વત્ર અમુદ્ર્ગુપ્તનો ડંકો વાગતો હતો !!! આર્યાવર્તનાં પ્રદેશો સીધાં સમુદ્રગુપ્તના શાસનમાં હતાં. દક્ષિણનાં રાજાઓ એમને અનુફરહ કરીને પોતાની સત્તા કાયમ રાખતાં હતાં. સીમાપ્રદેશોનાં જનપદ અને ગણરાજ્યો એમને બાકાયદા કરી દેતાં હતાં અને દૂરસ્થ રાજા ભેટ – ઉપહારથી તથા પોતાની સેવાઓ કરીને એમની સાથે મૈત્રી સંબંધ સ્થાપિત કરતાં હતાં ……… પ્રયાગની પ્રશસ્તિમાં ગુપ્ત સમ્રાટની આ અનુપમ શક્તિ ને કેટલાં સુંદર શબ્દોમાં એમ કહીને પ્રગટ કરી છે કે ——- ” પૃથ્વીભરમાં કોઈ એમનાં “પ્રતિરથ” (એમની વિરુદ્ધ ઉભો રહી શકનાર ) નહોતો !!!! સારી ધરણીને એમણે એક પ્રકારના બાહુબળથી બાંધીને રાખ્યાં હતાં !!!”

અશ્વમેઘ યજ્ઞ ————-

સંપૂર્ણ ભારતમાં એકછત્ર અબાધિત શાસન સ્થાપિત કરીને અને દિગ્વિજય પૂર્ણ કરીને સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ……… શિલાલેખોમાં એમને “વિરોસન્ન અશ્વમેઘાહર્તા ” (મોડું ના કરીને અશ્વ્મેઘને ફરીથી પ્રારંભ કરવાંવાળો) અને “અનેકાશ્વમેઘયાજી” ( આનેક અશ્વમેઘ યજ્ઞો કરવાંવાળો) કહેવામાં આવ્યો છે !!!!! આ અશ્વમેઘ યજ્ઞોમાં માત્ર એક પુરાણી પરિપાટીનું જ અનુસરણ નહોતું કરવામાં આવ્યું. અપિત આ અવસરનો લાભ ઉઠાવીને કૃપણ, દીન, અનાથ અને આતુર લોકોને ભરપૂર સહાયતા આપીને એમનો ઉદ્ધાર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો !!! પ્રયાગ પ્રશસ્તિમાં અનો બહુજ સ્પષ્ટ સંકેત છે ……….

સમુદ્રગુપ્તનાં કેટલાંક સિક્કાઓમાં યજ્ઞીય અશ્વનું પણ ચિત્ર આપયેલું છે !!!! આ સિક્કાઓ અશ્વમેઘ યજ્ઞના ઉપલબ્ધ માટેજ જારી કરવામાં આવ્યાં હતાં આ સિક્કાઓમાં એક તરફ જ્યાં યજ્ઞીય અશ્વનું ચિત્ર છે. તો બીજી તરફ અશ્વમેધ યજ્ઞની ભાવનાઓ પણ આ સુંદર શબ્દોમાં પ્રગટ થઇ છે ——– ” રાજાધિરાજ, પૃથિવીમવિજય દિવં જયતિ અપ્રતિવાર્ય વીર્ય ” રાજાધિરાજ પૃથ્વીને જીતીને હવે સર્વનો જયજયકાર કરી રહ્યો છે. એમની શક્તિ અને તેજ અપ્રતિમ છે !!!

ગુણ અને ચરિત્ર ————-

સમ્રાટ સમુદ્રગુપ્તના વૈયક્તિક ગુણો અને ચરિત્રના સંદર્ભમાં પ્રયાગની પ્રશસ્તિમાં બહુ જ મોટો સંદર્ભ મળે છે અને મહાદંડનાયક ધ્રૂવભૂતિનાં પુત્ર સંધિવિગ્રાહિક મહાદંડનાયક હરિશેણે તૈયાર કર્યો હતો

હરિશેણનાં શબ્દોમાં સમુદ્રગુપ્તનું ચરિત્ર આ પ્રકારે હતું —– ” એમનું મન વિદ્વાનોની જેમ સત્સંગ-સુખનું વ્યસની હતું. એમનાં જીવનમાં સરસ્વતી અને લક્ષ્મીનો અવિરોધ હતો. એ વૈદિક માર્ગના અનુયાયી હતાં. એમનું કાવ્ય એવું હતી કે કવિઓનાં બુદ્ધિવૈભવનો પણ એમનાં દ્વારા વિકાસ થતો હતો. આ જ કાારણ છે કે એમને કવિરાજની ઉપાધિ આપવામાં આવી હતી. એવો કોઈ પણ ગુણ નહોતો કે જે એમનામાં ના હોય. સેંકડો દેશો પર વિજય પ્રાપ્ત કરવાની એમનામાં ક્ષમતા હતી. એમની ભુજાઓમાં પરાક્રમ જ એમનાં સાથી હતાં. પરશુ, બાણ,શંકુ, શક્તિ આદિ અસ્ત્રો- શસ્ત્રોનાં સેંકડો ઘાવોથી એમનું શરીર સુશોભિત હતું. એમની નીતિ એ હતી કે —- સાધુનો ઉદય અને અસાધુનો પ્રલય થાય !!!! એમનું હૃદય એટલું કોમળ હતું કે —– ભક્તિ અને નીચાં નમવા માત્રથી એ વશમાં થઇ જતાં હતાં !!!”

સમુદ્રગુપ્તના સિક્કાઓ ———-

સમુદ્રગુપ્તના સાત પ્રકારના સિક્કાઓ એ સમયમાં મળે છે

પહેલાં પ્રકારના સિક્કાઓમાં એમનું જે ચિત્ર છે એમાં એ યુદ્ધનો પોશાક પહેરેલાં છે. એમનાં ડાબા હાથમાં ધનુષ છે અને જમણા હાથમાં બાણ
સિક્કાની બીજી બાજુ લખેલું છે —–” સમરશતવિતત – વિજયો જિતારિ અપરાજિતો દિવં જયતિ ‘ સેંકડો યુધ્ધો દ્વારા વિજયનો પ્રસાર કરીને , બદ્ધા શત્રુઓને પરાસ્ત કરીને હવે સ્વર્ગનો વિજય કરે છે

બીજાં પ્રકારના સિક્કાઓમાં એમનું જે ચિત્ર છે એમાં એ પરશુ લઈને ઉભેલાં છે. આ સિક્કાઓ પર લખેલું છે કે —– “કૃતાન્ત (યમ)નું પરશુ માટે બનેલાં અપરાજિત વિજયીની જય હો !!!”

ત્રીજા પ્રકારનાં સિક્કાઓ પર જે ચિત્ર છે એમાં એમનાં માથાં પર ઉશ્નીષ છે અને એક સિંહ સાથે યુધ્દ્ધ કરીને એને બાણથી મારતાં દ્રશાવાયેલા છે
આ ત્રણે પ્રકારના સિક્કાઓ સમુદ્રગુપ્તના વીર રૂપને ચિત્રિત કરે છે ……….

એનાં સિવાય પણ અતિરિક્ત એમનાં બહુજ સિક્કાઓ એવા પણ છે. જેમાં એ આસાન પર બેસીને વીણા વગાડતાં પ્રદર્શિત કરાયેલાં છે. આ સિક્કાઓ પર સમુદ્રગુપ્તનું માત્ર નામ જ છે એમનાં સંબંધમાં કોઈ જ ઉક્તિ નથી લખાઈ !!! એમાકોઈ જ સંદેહ નથી કે —– સમુદ્રગુપ્ત એક વીર યોદ્ધો હતો ત્યાં એ સંગીત અને કવિતાપ્રેમી પણ હતો !!!!

સિંહલ જોડે સંબંધ ————

સમુદ્રગુપ્તના ઇતિહાસની કેટલીક અન્ય વાતોનો પણ ઉલ્લેખ થવો જ જોઈએ. આ કાળમાં સિલોન (સિંહલ)ના રાજા મેઘવર્ણ હતાં. એમનાં શાસનકાળમાં બે બૌદ્ધ ભિક્ષુ બોધગયાની તીર્થયાત્રા પર ગયાં હતાં. ત્યાં રહેવાનો કોઈ ઉચિત પ્રબંધ નહીતી. જયારે એ પોતાના દેશમાં પાછાં ફર્યા તો એમણે આ વિષય સંદર્ભે રાજા મેઘવર્ણ ને શિકાયત કરી !!!! મેઘવર્ણએ નિશ્ચય કર્યો કે બોધગયામાં એક બૌદ્ધ વિહાર સિહલી યાત્રીઓ માંટે બનવવામાં આવે !!!

એની અનુમતિ પ્રાપ્ત કરવાં માટે એક દૂતમંડળ સમુદ્રગુપ્તની સેવામાં મોકલ્યું. સમુદ્રગુપ્તે બહુજ પ્રસન્નતાપૂર્વક આ કાર્ય માટે પોતાની અનુમતિ આપી દીધી અને રાજા મેઘવર્ણ દ્વારા બોધિવૃક્ષની ઉત્તરમાં એક વિશાળ વિહારનું નિર્માણ કરવામાં આવ્યું. જે સમયે પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ-ત્સાંગ બોધગયાની યાત્રા માટે ત્યાં આવ્યાં હતાં. અહિયાં એક હજારથી પણ વધુ ભિક્ષુ નિવાસ કરતાં હતાં !!!!

પટરાણી ———
સમ્રાટ સમુદ્રગુપ્તની અનેક રાણીઓ હતી, પણ પટરાણી ( અગ્રમહિશી પટ્ટમહાદેવી ) નું પદ દત્તદેવીને પ્રાપ્ત હતું. આનાથી જ ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્યનો જન્મ થયો હતો

લગભગ ૫૦ વર્ષ શાસન કરીને ઇસવીસન ૩૭૮માં સમુદ્રગુપ્ત સ્વર્ગ સિધાવ્યા !!!!!

પુત્ર ————-

સમુદ્રગુપ્તના બે પુત્રો હતાં ——

રામગુપ્ત અને
ચંદ્રગુપ્ત

સમુદ્રગુપ્ત પછી એમનો પુત્ર રામગુપ્ત મગધનો સમ્રાટ થયો !!!!

એમ કહેવાય છે કે સમુદ્રગુપ્તે છેક ઇન્ડોનેશિયા અને કમ્બોડિયા સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારેલું બોરોબુદુર અને અંગકોરવાટ એ એમની જ દેન છે !!!!!

આવાં મહાન શૂરવીર શાસકને ભારતનો નેપોલીયન તો ના જ કહેવાય કારણકે નેપોલિયન તો પછીથી થયો હતો અને સમુદ્રગુપ્ત પહેલાં. એના કરતાં નેપોલિયનને પશ્ચિમનો સમુદ્રગુપ્ત કહેવો વધારે ઉચિત ગણાય !!!!
આવાં વીરને તો શત શત નમન !!!!!

———- જનમેજય અધ્વર્યુ.

જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

– દાનવીર કર્ણ

– વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

– ચક્રવર્તી રાજા ભરત

– રાજા ભગીરથ અને ગંગા અવતરણ

– ચક્રવર્તિ સમ્રાટ અશોક

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!