ચક્રવર્તિ સમ્રાટ અશોક

અશોક મૌર્ય જેને સામાન્યત: અશોક અને ચક્રવર્તિ સમ્રાટ અશોક પણ કહેવામાં આવે છે. મૌર્ય વંશનો સૌથી મહાન શાસક હતો. જેણે લગભગ પૂરાં ભારત અને ઉપમહાદ્વીપ પર ઇસવોસન પૂર્વે ૨૬૮ થી ઇસવીસન પૂર્વે ૨૩૨ પૂર્વ સુધી રાજ કર્યું હતું

અશોકના સામ્રાજ્યની મુખ્ય રાજધાની પાટલીપુત્ર ( વર્તમાન બિહાર ) અને પ્રાંતીય રાજધાની તક્ષશિલા ( વર્તમાન પાકિસ્તાન સ્થિત ) અને ઉજ્જૈન હતી. ૨૬૦ ઇસવીસન પૂર્વે કલિંગ (વર્તમાન ઓરિસ્સા ) ના બિશન યુધ્ધમાં અશોકનું હૃદય પરિવર્તન થઇ ગયું હતું અને એ બૌદ્ધધર્મનો અનુયાયી બની ગયો હતો ……..
એક ગ્રંથ અનુસાર અશોકનું નામ “અશોક વૃક્ષ” થી પ્રેરિત હતું
એમનાં જીવનનો અધિકાંશ અંશ બીજી સદીનાં અશોકવદન અને શ્રીલંકન ગ્રંથ મહાવામસા દ્વારા પ્રાપ્ત થાય છે
260 ई. पूर्व में कलिंग [वर्तमान उडीसा ]के भीषण युद्ध में हुए रक्तपात ने अशोक का हृदय परिवर्तित कर दिया

અશોકનું પ્રારંભિક જીવન ———–

અશોકનો જન્મ મૌર્ય સમ્રાટ બિંદુસાર અને તેમની નિમ્ન વર્ણની પત્ની ધર્માથી થયો હતો.. અશોક ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર હતો, જે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક હતા. અવદના ગ્રંથ મુજબ તેમની માતાનું નામ રાણી સુભદ્રંગી હતું. અશોકવદનના જણાવ્યા મુજબ સુભદ્રંગી ચંપા જિલ્લાના એક બ્રાહ્મણની પુત્રી હતી. મહેલમાં ચાલી રહેલાં કાવતરાના કારણે, તેને ચંદ્રગુપ્તથી દૂર કરવામાં આવી હતી. પરંતુ તે સમયે અશોકનો જન્મ થઇ ગયો હતો !!!! સુભદ્રંગીએ ચંદ્રગુપ્તથી વિખૂટાંપડવાના શોકને કારણે એને પોતાના પુત્રનું નામ અશોક રાખ્યું હતું. જેથી કરીને એ એને શોક મુક્ત રાખી શકે !!!!

અશોકના ઘણાં જયેષ્ઠ ભાઈ બહેનો હતાં જેઓ બિંદુસાર ની બીજી પત્નીઓના સાવકા ભાઈઓ હતા. લડવાની તેમની ક્ષમતા તેમના બાળપણથી સ્પષ્ટ થઈ અને તેને શાહી લશ્કરી તાલીમ આપવામાં આવી. હવે તે એટલાં નિર્ભિકશિકારી હતા કે એક દંતકથા અનુસાર. તેણે એક લાકડાના ડંડાથી સિંહને મારી નાખ્યો હતો. તેમના ભયાવહ યોદ્ધા અને બેરહેમ સેનાપતિની ખ્યાતિના કારણે એને મૌર્ય સામ્રાજ્યના અવંતિ પ્રાંતમાં ચાલી રહેલા રમખાણોને અંકુશમાં રાખવા માટે તેમને મોકલવામાં આવ્યા હતા.

બૌદ્ધ ગ્રંથ દિવ્યવેદનમાં બતાવવામાં આવ્યું છે કે અશોકને તેના દુષ્ટ પ્રધાનોની ગતિવિધિઓનાં કારણે વિદ્રોહ કરવાં મજબૂર કર્યો. આવી ઘટનાઓ તો બિંદુસાર સાથે પણ બની જ ચુકી હતી. તારાનાથનો લેખ બતાવે છે કે બિંદુસારના મુખ્ય સલાહકાર ચાણક્યએ અશોકએ પ્રવૃત્તિઓને બળવો કરવા ફરજ પાડવી. ૧૬ શહેરોના રાજાઓ અને ઉમરાવોએ બધા પ્રજાસત્તાકો પર માલિકીનો અધિકાર કર્યો હતો. કેટલાક ઇતિહાસકારો તેને બિંદુસારનો વિજય કહે છે અને કેટલાક કહે છે કે એ વિદ્રોહનું દમન હતું. આ પછી અશોકને ઉજ્જૈનીના રાજા તરીકે નિયુક્ત કર્યા !!!!

Samrat Ashok

ઉત્તરાધિકારીની જંગ અને અશોકનો રાજ્યાભિષેક ————
ઇસવીસન ૨૭૨ પૂર્વે બિંદુસારના મૃત્યુ પછી સિંહાસન માટે ઉતરાધિકારીની જંગ શરુ થઇ ગઈ. દિવ્યવદન અનુસાર બિંદુસાર પોતાનાં જયેષ્ઠ પુત્ર સુશીમને પોતાનો ઉત્તરાધિકારી બનવવા માંગતા હતાં. પરંતુ બિંદુસારના કેટલાંક મંત્રીઓ અશોકને સિંહાસન પર બેસાડવા માંગતા હતાં ……. કારણકે સુશીમ અભિમાની અને એમના પ્રત્યે અસભ્યતાથી વર્તતો હતો. બિંદુસારનાં મંત્રી અને ચાણક્યના શિષ્ય રાધાગુપ્તે અશોકને સિંહાસન બેસાડવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું !!!!

અશોક્વર્ધન અનુસાર રાધાગુપ્તે અશોકને એક જુના હાથી પર બેસાડીને બગીચામાં સવારી કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો. જ્યાં રાજા બિંદુસાર પોતાનાં ઉત્તરાધિકારીનું ચયન કરવાનાં હતાં ……..
અશોક રાધાગુપ્તની વાત નાં માનીને ઉચિત તરીકાથી સિંહાસન પ્રાપ્ય કરવાં માંગતો હતો. એટલાં માટે એણે સળગતાં કોલસા પર ચળીને પ્રવેશ કરીને બધાંને આશ્ચર્ય ચકિત કરી દીધાં. સિંહાસન પ્રાપ્ત કર્યાં પછી અશોકે રાધાગુપ્તને પોતાનાં પ્રધાન મંત્રી બનાવ્યાં હતાં !!!!

દિપવસના અને મહાવસના અનુસાર —–
અશોકે પોતાના સગા ભાઈ વિટશોકને છોડીને બાકીના ૯૯ ભાઈઓને મારી નાંખ્યા હતાં. જોકે આ વાતનું કૉઈ પુરતું પ્રમાણ નથી મળતું ….. અશોકના સિંહાસનનાં ઉત્તરાધિકારી બન્યાં પછી ચાર વર્ષ બાદ ઇસવીસન પૂર્વે ૨૬૯માં એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો

અશોક નર્ક અને મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર ——–

બૌદ્ધ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે અશોક ગરમ મિજાજનો અને દુષ્ટ સ્વભાવના હતા.. તેમણે “અશોક નર્ક ” નામથી એક યાતના કક્ષ પણ બનાવ્યો હતો. જ્યાં તેઓ આંતરિક અને બાહ્ય કૃત્યોમાં હસ્તક્ષેપ કરવાવાળાઓને એમનો જલ્લાદ ગિરિકા મારી નાખતો હતો. આ કારણે, તેઓ ચંદ અશોક [ન્હાયાન્ક્ર અશોક ] નામથી કુખ્યાત બન્યા હતા. પ્રોફેસર ચાર્લ્સ અશોકને બૌદ્ધ ગ્રંથોને અશોકમાં બદલાવ લાવવાં માટે બૌદ્ધ ધર્મને જવાબદાર ગણીને એને પહેલાં દુષ્ટ અને પછી ધાર્મિક બતાવે છે !!!!

સિંહાસન પર બેઠા પછી, અશોકએ આગામી ૮ વર્ષ સુધી તેમના સામ્રાજ્યનું વિસ્તરણ કર્યું. જે હાલના આસામથી બલુચિસ્તાન અને પામીરના પઠારથી દક્ષિણ ભારત સુધી હતો. અશોકનો પ્રારંભિક શાસનકાળ બહુજ જાલિમ હતો. પરંતુ કલિંગ યુદ્ધ પછી, તેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તે સમયે કલિંગ રાજ્યને તેના સાર્વભૌમત્વ અને લોકશાહી માટે ગર્વ હતો. પોતાના રાજતંત્રીય સંસદીય લોકતંત્રને કારણે કલિંગ પ્રસિદ્ધ હતું. કારણકે પ્રાચીન ભારતના એ સમયમાં રાજ ધર્મનો સિદ્ધાંત પ્રચલિત હતો !!!!

કલિંગનું યુદ્ધ અને હૃદય પરિવર્તન ———-

અશોકના રાજ્યાભિષેકના આઠ વર્ષ પછી કલિંગ યુદ્ધ થયું. આ યુદ્ધ એટલુ હિંસક હતું કે તેણે ૧ લાખ સૈનિકો અને ઘણા નાગરિકોની હત્યા થઇ હતી. ૧૫૦.,૦૦૦ થી વધુ લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા. જ્યારે અશોક યુદ્ધ પછી કાલિંગના મેદાનમાં તેમની જીત ઉજવવા માટે ફરી રહ્યો હતો ત્યારે તેને ઘણી બધી લાશો પરથી પસાર થવું પડયું. એણે ત્યાં કંઈ કેટલાયે પરિવારજનોને વિલાપ કરતાં જોયાં. આ ભયાનક દ્રશ્ય જોઇને એનું મન વિચલિત થઇ ઉઠયું અને એનામાં એકાલાપ કરતો બોલ્યો —–

અરેરે ……. આ મેં શું કરી દીધું ?
જો આજ વિજય છે તો પછી પરાજય કોને કહેવાય ?
શું આ ન્યાય છે કે અન્યાય ?
“મેં શું કર્યું છે?”
જો આ વિજય છે, તો હાર શું છે?
કહો તો શૌર્ય છે કે આ ઘોર ઘોર પરાજય?
શું હું આ નાદાન બાળકો અને સ્ત્રીઓના જીવનનું મુલ્ય ચૂકવી શકીશ. શું આ મેં સામ્રાજ્ય વિસ્તાર અને પ્રતિષ્ઠા માટે કર્યું હતું ?
કે પછી બીજાં સામ્રાજ્યને નષ્ટ કરવાં આ બધું કર્યું હતું?
કોઈએ તેમનાં પતિ ગુમાવ્યા છે તો કોઈએ પોતાનાં પિતા,
કોઈ નાનું બાળક છે તો કોઈ અજ્ન્મ્યું બાળક !!!!
આ લાશોના મલબામાં કોણ છે એજ મને તો ખબર પડતી નથી?
શું આ વિજતની નિશાની છે કે પછી પરાજયની પરાકાષ્ટા?
શું આજ આનંદ છે ?
તો પછી દુખ કયું કહેવાય ?
ઉન્માદમાં ને ઉન્માદમાં હું વિષાદ શું છે એજ ના સમજી શાક્યો !!!!!
શું આ આકાશમાં ઉડતાં ગીધો , કાગડાઓઅને બાજો એ મોતના ફરિશ્તા છે ?”
મેં શું મેળવ્યું અને શું ગુમાવ્યું એનીજ મને તો ખબર નથી પડતી !!!!
હવે શું કરું ?
જે કાઈ કરવાનું છે એ મારે જ કરવાનું છે ને હવે !!!!
તો એ હું જ હવે કરીને બાતાવીશ
નાં જોઈએ આ યુદ્ધ -ફૂધ્ધ મારે તો શાંતિ સ્થાપવી છે શાંતિ !!!પરમ શાંતિ !!!!”

કલિંગનાં આ ભયાનક યુધ્ધ હિંસક સમ્રાટ અશોકને અસ્થિર અને શાંતિપ્રિય રાજા બનાવી દીધો અને અશોક બૌદ્ધ ધર્મનો અનુયાયી બની ગયો. અશોકે ધર્મ પરીવર્તન કર્યું હતું કે નહીં એનું પુરતું પ્રમાણ નથી મળતું અને બૌદ્ધ ગ્રંથોએ પણ પ્રમાણિત નથી કર્યું. છતાં એણે બૌદ્ધ ધર્મનું સરક્ષણ કરવું અને એનો ફેલાવો કરવાનું શરુ કરી દીધું !!!! એના આ મહાન કાર્યામા સાથ આપવાં માટે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મને વર્તમાન શ્રીલંકામાં સ્થાપિત કર્યો હતો !!!! બૌદ્ધ ધર્મનું પુરાતાત્વિક સાક્ષ્ય બુદ્ધનાં મૃત્યુ પછી અને અશોકના સમયની વચ્ચે ક્યાંય પણ અંકિત થયેલું નથી અને અશોકના સમયમાં બૌદ્ધ ધર્મની પરચુરતા થઇ ગઈ !!!!!

અશોકનો પરિવાર અને અશોકનું મૃત્યુ ———–

અશોકે ૪૦ વર્ષ સુધી શાસન કર્યું હતું અને તથ્ય દર્શાવે છે કે એનાં મૃત્યું પછી એની ચિતા સાત દિવસ સુધી બળતી રહી !!!! આશોકના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્ય બીજાં ૫૦ વર્ષ સુધી ટકયુ. જ્યાં સુધી એ આખાય ભરત વર્ષ અને ઉપમહાદ્વીપ સુધી આખું નાં ફેલાયું ત્યાં સુધી !!! સમ્રાટ અશોકને ઘણી પત્નીઓ અને ઘણાં સંતાનો હતાં. પણ સમયની સાથે એ બધાનાં નામો લુપ્ત થઈ ગયાં. સમ્રાટ અશોકની મુખ્ય પત્ની અસંઘમિત્રા હતી. જે અશોકના શાસનકાળમાં એની સાથે જ રહી અને એણે એક પણ સંતાનને જન્મ નથી આપ્યો !!!!

પોતાના વૃદ્ધત્વમાં એ પોતાની સૌથી જવાન પત્ની તિશ્યરક્ષાના સંમોહનમાં આવી ગયાં હતાં એનાથી અશોકના પુત્ર કુણાલનો જન્મ થયો હતો જે તક્ષશિલાનો રાજ્ય પ્રતિનિધિ હતો !!!! એને સિંહાસનનો ઉત્તરાધિકારી પ્રકલ્પિત કરવામાં આવ્યો પણ શત્રુઓએ એને આંધળો બનાવી દીધો !!!! જલ્લાદોએ કુણાલને છોડી દીધો અને એ ભટકતો ભરકતો ગાતક બની ગયો. જેમાં એને એની પ્રિય પત્ની કંચનમાલાએ સાથ આપ્યો ……. કુણાલ પછી એના પુત્ર સમ્પ્રતિએ પછીના ૫૦ વર્ષ સુધી રાજ્ય કર્યું !!!!

સમયની સાથે સાથે અશોક મૌર્યનો શાસનકાળ ઇતિહાસના પાનાંઓમાં ખોવાઈ ગયો અને એનાં શાસન વિષે ઇતિહાસમાં કોઈ જ જાણકારી નથી !!! કેવળ અશોક દ્બારા બનાવેલા સ્તંભો અને કોતરાવેલા શિલાલેખો માં એનો ઈતિહાસ સરક્ષિત રહી ગયો અને બ્રાહ્મી લીપીમાં લખાઈ ગયો. અશોકના મૃત્યુ પછી ઈસવીસન પૂર્વે ૧૮૫માં અંતિમ મૌર્ય શાસક બૃહદ્રથને મોર્ય સેનાપતિ પુષ્યમિત્ર શ્રુંગે મારી નાંખ્યો અને શૃંગવંશની સ્થાપના કરી !!!!

ભારત સમ્રાટ અશોકના શિલાલેખો , સિંહની મુખાકૃતિવાળો સ્તંભ અને ખાસ તો અશોક ચક્ર માટે એમને કયારેય નહિ વિસારી શકે
જે કાર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે અધૂરું છોડ્યું હતું ——- કલિંગ અને દક્ષિણના રાજ્નેયો ભારતમાં ભેળવવાનું એ સમ્રાટ અશોકે પૂર્ણ કર્યું !!!!
આમ ભારત એક થયું !!!!
પણ
પણ
પણ યુદ્ધની ભયાવહતા થી અશોક વિચલિત થયો અને એનું હૃદય પરિવર્તન થયું એ આજે આ જોયા પછી પણ કોઈનાય પેટનું પાણી ય હલતું નથી
એળે ગઈ છે લીઓ ટોલ્સટોયની મહાનોવેલ —–“War & Peace ”
અને એળે ગયાં છે બાશોના હાઈકુઓ !!!!
આશા રાખીએ કે આજે પણ કોઈના હૃદયમાં અશોક જાગૃત થાય !!!!

બાકી —–ઈતિહાસ ગમે તે કહે
પણ
શત શત નમન ચક્રવર્તિ સમ્રાટ અશોકને !!!!

———- જનમેજય અધ્વર્યુ

જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

– દાનવીર કર્ણ

– વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

– ચક્રવર્તી રાજા ભરત

– રાજા ભગીરથ અને ગંગા અવતરણ

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!