★ પુષ્યમિત્ર શૃંગ ★

પુષ્યમિત્ર શુંગ મૌર્ય વંશને પરાજિત કરનાર અને શૃંગ રાજવંશના પ્રવર્તક હતા (આશરે ઈસ્વીસન પૂર્વે ૧૮૫ ).
તેઓ જન્મથી બ્રાહ્મણ અને કર્મના ક્ષત્રિય હતા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહ્રદયે એમને પોતાના સેનાપતિ નિયુક્ત કર્યા હતાં. બ્રુહાર્દયની હત્યા કરીને પુષ્યમિત્ર શૃંગે મૌર્ય રાજગાદી પર પોતાનો અધિકાર જમાવ્યો હતો !!!! પુષ્યમિત્ર શુંગે ૩૬ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. કારણકે મૌર્ય વંશનો અંતિમ રાજા નિર્બળ હતો. અને ઘણા રાજ્યો એમની આધીનતા માંથી મુક્ત થઇ છુટ્યા હતા. જે અદ્ભુત અને ભગીરથ કાર્ય ચંદ્રગુપ્ત મૌર્યે કર્યું હતું અને પછીથી ચક્રવર્તી સમ્રાટ અશોકે કર્યું હતું. તેના પર આ બ્રુહાર્દયે પાણી ફેરવી નાખ્યું હતું !!!! એવામાં પુષ્યમિત્ર શૃંગે આ રાજ્યોને ફરીથી મગધની આધીનતા સ્વીકાર કરવાં માટે વિવશ બનાવી દીધાં. એમને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને અને મગધ સામ્રાજ્યનો ફરીથી વિસ્તાર કર્યો હતો !!!!

શૃંગ વંશની સ્થાપના ———–

મૌર્ય વંશનો અંતિમ રાજા બૃહ્રદય હતો. જેમનો સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ હતો. એક દિવસ પુષ્યમિત્રે પોતાની સેનાને એકત્રિત કરીને એમનાં પ્રદર્શનની વ્યવસ્થા કરી. સમ્રાટ બૃહૃદયને પણ આ પ્રદર્શનનાં અવસર પર નિમંત્રિત કરવામાં આવ્યાં. સેના પુષ્યમિત્ર પ્રતિ અનુરક્ત હતી. સેનાની સન્મુખ જ પુષ્યમિત્ર દ્વારા બ્રુહૃદયની હત્યા કરી દેવામાં આવી !!! અને આમ એ વિશાળ મગધ સામ્રાજ્યનો અધિપતિ બની ગયો. આ રીતે પુષ્યમિત્ર શૃંગે શૃંગ વંશનો પાયો નાંખ્યો. હર્ષચરિતમાં બૃહરાદયને પ્રતિજ્ઞાદુર્બળ કહેવામાં આવ્યો છે !!!
એનો અભિપ્રાય એ છે કે ——–
રાજ્યાભિષેક સમયે પ્રાચીન અર્થ પરંપરા અનુસાર રાજાએ જે પ્રતિજ્ઞા કરવી પડતી હોય છે. બૃહ્રદય એના પાલનમાં દુર્બળ હતો. સેના એના પ્રત્યે અનરુક્ત નહોતી એટલા માટે સેનાની પુષ્યમિત્રનું ષડયંત્ર સફળ થઇ શક્યું !!!

બૃહૃદયની હત્યા કરીને પુષ્યમિત્રના રાજા બની જવું એ એવાજ પ્રકારની ઘટના છે જેવી રાજા બાળકને મારીને શ્રેણીય ભટ્ટીયના અને રાજા રીપુજ્જ્ય ને મારીને આમાત્ય પાલકના રાજા બની જવું. મહાપદ્મ નંદ પણ આવીજ રીતે મગધના રાજસિંહાસન નો સ્વામી બન્યો હતો !!! મગધ સામ્રાજ્યની શક્તિ એની સુસંગઠિત સેના પર જ આશ્રિત હતી. આહી જેના પણ હાથમાં સેના હોય એ રાજગાદી પર પોતાનો કબજો જમાવી શકતો હતો. જે ષડ્યંત્ર કે ક્રાંતિ દ્વારા મૌર્યવંશ નો અંત થયો છે એ ઈસ્વીસન પૂર્વે ૧૮૫માં થયો હતો

વિજય અભિયાન ——–

પુષ્યમિત્રનો શાસન કાલ સંપૂર્ણપણે ચુનૌતીઓથી ભરેલો હતો. એસમાયમાં ભારત પર ઘણાં વિદેશી આક્રન્તાઓ એ આક્રમણ કર્યા. જેનો સામનો પુષ્યમિત્ર શૃંગે કરવો પડેલો. પુષ્યમિત્રના રાજા બનવાથી મગધ સામ્રાજ્યને બહુજ બળ મળ્યું હતું. જે રાજ્યો મગધની આધિનતા ત્યાગી ચુક્યા હતાં
પુષ્યમિત્રે એમને ફરીથી પોતાને આધીન કર્યા !!! પોતાનાં વિજય અભિયાનોથી પુષ્યમિત્રે મગધની સીમાનો બહુજ વિસ્તાર કર્યો !!!!

વિદર્ભનો વિજય ———

નિર્બળ મૌર્ય રાજાઓના શાસનકાળમાં જે અનેક પ્રદેશ સામ્રાજ્યની આધીનતાથી સ્વતંત્ર થઇ ગયાં હતાં. પુષ્યમિત્રે એમને ફરીથી પોતાને આધીન કરી લીધાં …….. એ સમયે વિદર્ભ (બરાર) ના શાસક યજ્ઞસેન હતા. સંભવત: એ મૌર્ય તરફથી વિદર્ભના શાસક પદ પર નિયુક્ત થયાં હતા. પણ મગધ સામ્રાજ્યની નિર્બળતાનો લાભ ઉઠાવીને એ સમયે સ્વતંત્ર થઇ ગયાં હતાં.(આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) પુષ્યમિત્રના આદેશથી અગ્નિમિત્રે તેમનાં પર અક્રમન કર્યું અને એને પરાસ્ત કરીને ફરીથી મગધ સામ્રાજ્યને આધીન કરી દીધું !!!! મહાકવિ કાલિદાસના પ્રસિદ્ધ નાટક “માલવિકાગ્નિમિત્ર” માં યજ્ઞસેનની ચચેરી બહેન માલવિકા અને અગ્નિમિત્રના સ્નેહની કથાની સાથે સાથે વિદર્ભ વિજયનો વૃત્તાંત પણ ઉલ્લિખિત છે !!!

ખારવેલ જોડે યુદ્ધ ———–

મૌર્યવંશની નિર્બળતાનો લાભ ઉઠાવીને કલિંગ દેશ (ઓરિસ્સા) પણ સ્વતંત્ર થઇ ગયા હતાં. એમનો રાજા ખારવેલ બહુજ પ્રતાપી અને મહત્વકાંક્ષી હતો. એને દૂર દૂર સુધી આક્રમણ કરીને કલિંગની શક્તિનો વિસ્તાર કર્યો હતો. ખાર્વેલની હાથીગુફાના શિલાલેખ દ્વારા જ્ઞાત થઈએ છીએ કે એણે મગધ પર આક્રમણ કર્યું હતું !!!! મગધના જે રાજા પર આક્રમણ કરીને ખારવેલે એને પરાસ્ત કર્યો. હાથીગૌફામાં એનું જે નામ આપવામાં આવ્યું છે અનેક વિદ્વાનોએ એને “બહસતિમિત્ર (બૃહસ્પતિમિત્ર) વાંચ્યું છે એમાં બૃહસ્પતિ અને પુષ્ય પર્યાયવાચી શબ્દ છે !!!

અત: જાયસવાલજીએ એ પ્રણામ કાઢ્યું હતું કે ખારવેલે મગધ પર આક્રમણ કરીને પુષ્યમિત્રને જ પરાસ્ત કર્યો હતો. પણ અનેક ઇતિહાસવિદો જાયસવાલજીના આ વિચાર સાથે  સંમત નથી એમનો વિચાર છે કે ખારવેલે મગધના જે રાજા પર આક્રમણ કર્યું હતું. એ મૌર્ય વંશનો જ કોઈ રાજા હતો. એનું નામ બહસતિમિત્ર હતું ……..
એ પણ સંદિગ્ધ છે !!! હાથીગુફા શિલાલેખમાં આ અંશ અસ્પષ્ટ છે અને એને બહસમિત્ર વાંચવું પણ નિર્વિવાદ નથી જ !!! સંભવત: ખારવેલનું મગધ પર આક્રમન મૌર્ય શાલિશુક હતું !!! એનાં કોઈપણ ઉત્તરાધિકારીના શાસનકાળમાં જ થયું હતું !!!!

Pushyamitra shrung

યવન આક્રમણ ———

મૌર્ય સમાંરતોની નિર્બળતાનો લાભ ઉઠાવીને યવનોએ ભારત પર આક્રમન શરુ કરી દીધું હતું. પુષ્યમિત્રના શાસનકાળમાં એમણે ફરીથી ભારત પર આક્રમણ કર્યું. યવનોનું આ આક્રમણ સંભવત: ડેમેંટ્રીયસ (દિમિત્ર)ના નેતૃત્વમાં થયું હતું. પ્રસિદ્ધ વ્યાકરણવિદ પતંજલિએ જે પુષ્યમિત્રના સમકાલીન હતા તેમણે આ આક્રમણને —–
” અરુણાત યવન: સાકેત્મ અરુણત યવન: માધ્યમિકામ ” (યવનોએ સાકેત પર હુમલો કર્યો ) એવું લખીને નિર્દેશ કર્યો છે
“અરુણત પ્રયોગ અદ્યતન ભૂતકાળને સૂચિત કરે છે !!!! જયારે કોઈક એવી ભૂતકાલિક ઘટનાઓનું કથન કરે છે જે પ્રયોક્તા ને પોતાનાં જ જીવનમાં ઘટી હોય.
અત: સ્પષ્ટ છે કે —-
પતંજલિ ને પુષ્યમિત્રના સમયમાં પણ ભારત પર યવનોનાં આક્રમણ થયાં હતાં અને આ વખતે યવન સેનાઓ સાકેત અને માધ્યમમિક સુધી જતી રહી હતી !!!

યવનોનો પરાજય ———-

માલવિકાગ્નિમિત્ર અનુસાર પણ પુષ્યમિત્રને યવનો ની સાથે યુદ્ધ થયું હતું અને એમના પૌત્ર વાસુમિત્રએ સિંધુ નદીના તટ પર યવનોને પરાસ્ત કર્યા હતાં. જે સિંધુ નદીના તટ પર શૃંગ સેના દ્વારા યવનોનો પરાજય થયો. એ કઈ હતી …… આ વિષયમાં પણ ઈતિહાસકારોમાં મતભેદ છે. શ્રી વી.એ. સ્મિથે એ પ્રતિપડન કર્યું હતું કે માલવિકાગ્નિમિત્રની સિંધુ નદી રાજ્પુતાનાની સિંધ અથવા કાલી નદી છે અને એનાં જ દક્ષિણ તટ પર વસુમિત્રનું યવનો સાથે યુદ્ધ થયું હતું પણ હવે બહુસંખ્યક ઈતિહાસકારોનો એવો વિચાર છે કે “સિંધુ થી પંજાબની પ્રસિદ્ધ સિંધુ નદીનું જ ગરાહન કરવું જોઈએ
પણ એ નિર્વિવાદ છે —- કે યવનોને પરાસ્ત કરીને મગધસામ્રાજ્યની શક્તિને કાયમ રાખવામાં પુષ્યમિત્ર શૃંગને અસાધારણ સફળતા મળી હતી !!!

અશ્વમેઘ યજ્ઞ ———–

અયોધ્યામાં પુશ્યમીત્રનો એક શિલાલેખ પ્રાપ્ત થયો છે જેમાં એમને “દ્વિરશ્વમેઘયાજી” કહ્યા છે. આનાથી સૂચિત થાય છે કે —– પુષ્યમિત્રે ૨ વાર અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. અહિંસા પ્રધાન બુદ્ધ અને જૈનધર્મોના ઉત્કર્ષના કારણે. આ યજ્ઞની પરિપાટી ભારતમાં વિલુપ્ત થઇ ગઈ હતી. હવે પુષ્યમિત્રેએને પુનરુજીવિત કર્યો !!!! સંભવત: પતંજલિ મુનિ આ યજ્ઞોમાં પુષ્યમિત્રના પુરોહિત હતાં એટલા માટે એમણે મહાભાશ્યમાં લખ્યું છે —–
“ઇહ પુષ્યમિત્રં યાજયમ : ”
“અમે અહીં પુષ્યમિત્રનો યજ્ઞ કરી રહ્યાં છીએ !!!!
અશ્વમેઘ યજ્ઞ માટે જે ઘોડો છોડ્યો હતો. એની રક્ષાનું કાર્ય વસુમિત્રને સુપુર્દ કરવામાં આવ્યું હતું !!! સિંધુ નદીના તટ પર યવનોએ આઘોડા ને પકડી લીધો અને વસુમિત્રે એમને પરાસ્ત કરીને ઘોડાને છોડાવ્યો. કયા વિજયોના ઉપલક્ષ્યમાં પુષ્યમિત્રે બે વખત અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું એ નિશ્ચિત રૂપે કહી શકાતું નથી !!!!

વૈદિક ધર્મનું પુનરુત્થાન ———

શૃંગ સમ્રાટ પ્રાચીન વૈદિક ધર્મના અનુયાયી હતા. એમનાં સમયમાં બુદ્ધ અને જૈન ધર્મથી પ્રભાવિત થઈને વૈદિક ધર્મના પુનરુત્થાન પ્રારંભ કર્યો. “દિવ્યાવદાન” અનુસાર પુષ્યમિત્ર બૌદ્ધો પ્રત્યે દ્વેષભાવ રાખતો હતો અને એણે ઘણાં બધાં સ્તૂપોનો દ્વંસ કર્યો હતો અને ઘણાં બુધ્ધ શ્રમણોની હત્યા કરાવી હતી. “દિવ્યાવદાન”માં તો એટલે સુધી લખ્યું છે કે સાકલ (સીઆલકોટ)માં જઈને એમણે એ ઘોષણા કરી હતી કે —- ” કોઈ પણ કોઈ શ્રમણનું માથું લાવી આપશે , તો એને હું સો દીનાર પારિતોષિક આપીશ. સંભવ છે કે બૌદ્ધ ગ્રંથના આકથનમાં અત્યુક્તિ હોય. પણ એમાં કોઈજ સંદેહ નથી કે પુષ્યમિત્રનાં સમયમાં યજ્ઞપ્રધાન વૈદિક ધર્મનું પુનરુત્થાન શરુ થઇ ગયું હતું. એમના દ્વારા કરવમાં આવેલાં અશ્વમેઘ યજ્ઞો આનું પ્રમાણ છે !!!

શૃંગ સામ્રાજ્યની સીમા ———-

વિદર્ભને જીતીને અને યવનોને પરાસ્ત કરીને પુષ્યમિત્ર શૃંગ મગધ સામ્રાજ્યનના વિલુપ્ત ગૌરવના પુનરુત્થાન કરવામાં સમર્થ થયો હતો. એમનાં સામ્રાજ્યની સીમા પશ્ચિમમાં સિંધુ નદી સુદી અવશ્ય જ હતી !!! દિવ્યાવદાન અનુસાર “સાકાલ (સિયાલકોટ) સામ્રાજ્ય એમનાં અંતર્ગત હતાં. અયોદ્યમાં પ્રાપ્ત એમનો શિલાલેખથી એ વાતમાં કોઈજ સંદેહ નથી રહેતો કે મધ્યદેશ પર એનું શાસન ભલી-ભાતિ સ્થિર હતું. (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) વિદર્ભના વિજયથી એમના સામ્રાજ્યની દક્ષિણી સીમા નર્મદા નદી સુધી પહોંચી હતી. આ પ્રકારે પુષ્યમિત્રનું સામ્રાજ્ય હિમાલયથી નર્મદા નદી સુધી અને સિંધુથી પ્રાચ્ય સમુદ્ર સુધી વિસ્તૃત હતું !!!

પુરાણો અનુસાર પુષ્યમિત્રે ૩૬ વર્ષ ( ઇસવીસન પૂર્વે ૧૮૫થી ઇસવીસન પૂર્વે ૧૪૯) સુધી રાજ્ય કર્યું હતું !!!!

શાસક રાજા ——-

પુષ્યમિત્ર શૃંગ પશ્ચાત એમના વંશમાં નવ શાસકો થયાં
જેમના નામ આ પ્રમાણે છે ——

[૧] અગ્નિમિત્ર
[૨] વસુજ્યેષ્ઠ
[૩] વસુમિત્ર
[૪] અંધ્રક
[૫] ત્રણ અજ્ઞાત શાસકો
[૬] ભાગવત
[૭] દેવ ભૂતિ

શૃંગ વંશ —— ઇસવીસન પૂર્વે ૧૮૪ થી ઈસવીસન પૂર્વે ૧૨૩

ભારતનો પ્રથમ બ્રાહ્મણ રાજા
કર્મે ક્ષત્રિય
સનાતન વૈદિકધર્મનો આદ્ય પ્રણેતા
અને અત્યંય શુરવીર
એવાં આ રાષ્ટ્રભક્ત રાજા પુષ્યમિત્ર શૃંગને
લાખો સલામ જ હોય ને !!!

——— જનમેજય અધ્વર્યુ

જો તમે અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

– દાનવીર કર્ણ

– વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

– ચક્રવર્તી રાજા ભરત

– રાજા ભગીરથ અને ગંગા અવતરણ

– ચક્રવર્તિ સમ્રાટ અશોક

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!