પૃથ્વીરાજ રાસો :- વીર રસનું હિન્દીનું સર્વશ્રેષ્ઠ અને પ્રથમ મહાકાવ્ય

  • કવિ- ચંદ બરદાઈ
  • મૂળ શીર્ષક– પૃથ્વીરાજ રાસો
  • મુખ્ય પાત્ર- પૃથ્વીરાજ ચૌહાણ
  • શૈલી -કાવ્ય
  • વિષય- જીવન ચરિત્રનું વર્ણન
  • વિદ્યા- મહાકાવ્ય
  • વિશેષ -‘પૃથ્વીરાજ રાસો વીર રસનું હિન્દીનું સર્વશ્રેષ્ઠ અને પ્રથમ મહાકાવ્ય છે

પૃથ્વીરાજ રાસો હિન્દી ભાષામાં લખાયેલું એક મહાકાવ્ય છે. જેમાં પૃથ્વીરાજ ચૌહાણનાં જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે આ કવિ ચંદ બરદાઈની રચના છે. જે પૃથ્વીરાજના અભિન્ન મિત્ર તથા રાજકવિ હતાં. એમાં દીલ્હીશ્વર પૃથ્વીરાજના જીવનની ઘટનાઓનું વિષદ વર્ણન છે. ડૉ. માતાપ્રસાદ ગુપ્તા એને લગભગ વિક્રમ સંવત ૧૪૦૦ની રચના માને છે.પૃથ્વીરાજ રાસોની ઐતીહાસીક્તા વિવાદાગ્રસ્ત છે એવું ખાલી એમનું જ માનવું છે !!!!

હિન્દી સાહિત્યનુ મહાકાવ્ય

આ પુસ્તક માટે સંદેહ એ છે કે આ રચના “ડીંગલ”ની છે અથવા “પિંગળ”ની !!! આ ગ્રંંથ એકથી વધારે રચયિતોનો પણ હોઈ શકે છે !!!! પૃથ્વીરાજ રાસો અઢી હજાર પૃષ્ઠોનો સંગ્રહ છે ……. એમાં પૃથ્વીરાજ અને એની પ્રેમિકા સંયોગિતાના પરિણયનું બહુજ સુંદર વર્ણન છે. આ ગ્રંંથ ઐતિહાસિક ઓછો અને કાલ્પનિક વધારે છે. પૃથ્વીરાજ રાસો તથા “અલ્હાખંડ” હિન્દી સાહિત્યના આદિકાળના પ્રસિદ્ધ મહાકાવ્ય છે. પૃથ્વીરાજ રાસોને આપણે સાહિત્યિક પરંપરાની વિકસનશીલ મહાકાવ્ય અને આલ્હાખંડનેના લોક- મહાકાવ્યની સંજ્ઞા આપી શકીએ છીએ. રાસોનું બૃહતમ રૂપાંતર જે નાગરીપ્રચારિણી સભાથી પ્રકાશિત છે. ૬૯ સમય (સર્ગ) નો વિશાળ ગ્રંથ છે !!!!

આમાં અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન વૃત્તની સાથે સામંતી વીર યુગની સભ્યતા, રહેણી -કરણી, માન-મર્યાદા તથા અન્ય જીવન વિધિઓનું આટલું ક્રમબદ્ધ અને સાચું વર્ણન થયું છે કે એમાં તત્કાલીન સમગ્ર યુગજીવન પોતાનાં સમસ્ત ગુણ દોષો સાથે યથાર્થ રૂપમાં ચિત્રિત થઇ ઉઠયું છે

વિવરણ ————

અધ્યાત્મ, રાજનીતિ, ધર્મ, યોગ, કામશાસ્ત્ર, મંત્ર,-તંત્ર , યુદ્ધ, વિવાહ, મૃગયા, મંત્રણા, દૌત્ય, માનવીય સૌન્દર્ય, સંગીત-નૃત્ય, વન-ઉપવન વિહાર , યાત્રા , પશુ-પક્ષી, વૃક્ષ, ફળ-ફૂલ,, પૂજા-ઉપાસના , તીર્થ-વ્રત , દેવતા-મુનિ, સ્વર્ગ, રાજ- દરબાર, અંત :પુર , ઉદ્યાન -ગોષ્ઠી , શાસ્ત્રાર્થ , વસંતોત્સવ તથા સામાજિક તથા સામાજિક રીતિરીવાજ —–
તાત્પર્ય એ છે કે તત્કાલીન જીવનનું કોઈ પહેલુ એવું નથી બચ્યું કે જે રાસોમાં ના આવ્યું હોય !!!! કિન્તુ આ વિષયોમાં પણ યુગ પ્રવૃત્તિ અનુસાર સૌથી વધારે ઉભાર મળે છેહયુદ્ધ, વિવાહ, ભોગ વિલાસ તથા મૃગયાના વર્ણનોને આજ કારણ છે કે “પૃથ્વીરાજ રાસો”માં ચારિત્ર્યની આ ગરિમા નથી આવી શકી જે આદર્શ મહાકાવ્યમા તે અતિ આવશ્યક છે !!!!

મહાકાવ્યનો વિષય ———

રાસોના ૬૫માં સર્ગમાં પૃથ્વીરાજની રાણીઓનાં નામ ગણાવ્યાં છે. જેની સંખ્યા ૧૩ છે !!!! એમાં માત્ર ૪ નાં જ વિવાહ ઉભયપક્ષની સંમતિથી સ્વેચ્છાએ થયાં હતાં. શેષ રાણીઓનું બળાત હરણકર્યું હતું. જેને માટે એમને યુદ્ધ પણ કરવું પડ્યું હતું. આ વીવાહોનું વર્ણન રાસોમાં અત્યાધિક વિસ્તારપૂર્વક મળે છે !!! જેનાથી આપણે જ્ઞાત થઈએ છીએ કે એ જ ઉક્ત મહાકાવ્યનો પ્રમુખ વિષય છે

રાજનીતિક સ્થિતિનું વર્ણન ——-

મહંમદ ઘોરીના આક્રમણોના સમયે પૃથ્વીરાજ એટલો વિલાસી થઇ ગયો હતો કે એ સંયુક્તાના મહેલમાંથી બહર જ નહોતો નીકળતો. એમની સહાયતા માટે રાવલ સમર સિંહ દિલ્હી આવીને રોકાયાં હતાં. પરતું પૃથ્વીરાજને એની સુચના લેવાની પણ ફુરસદ નહોતી !!!! પ્રજામાં કષ્ટ અને અસંતોષ વધત્તાં જતાં હતાં !!!! અંતમાં તેને મહમદ ઘોરી દ્વારા બંદી બનાવીને ગજની લઇ જવામાં આવ્યો. જ્યાં ચંદ બરદાઈ ના સંકેતો થી ઘોરીને વીંધીને સ્વયં પણ મરી જાય છે. આ રીતે જોવા જઈએ તો આ આપણા ગમની કહાની છે !!!!

કથાનકની શિથિલતા ———-

ચંદ બરદાઈ ———-

રાસોમાં કથાનકની શિથિલતા, વિશ્રુંખલા તથા અસંતુલિત યોજના પણ અત્યધિક ખટકે છે. કથાનકનો જે એક ક્ષીણ તંતુ છે, એ પણ વચમાં વચમાં વિવાહ , મૃગયા આદિને ઉપસાવવાવાળાંલાંબા વર્ણનોને કરને તૂટી જાય છે

કથાનકમાં સુનિશ્ચિત યોજના તથા સમાનુપાતિક સંઘટનના અભાવને કારણે કદાચિત એ પણ થયું હોય એમ લાગે છે કે એમણે વર્તમાન રૂપાંતરમાં મૂળ રચનાનાં અતિરિક્ત પ્રક્ષેપ પણ અત્યાધિક પ્રમાણમાં થયા છે

રામચંદ્ર શુક્લ અનુસાર ——-

રામચંદ્ર શુક્લ એ હિન્દી સાહિત્યના ઇતિહાસમાં લખ્યું છે ——–
“પૃથ્વીરાજ રાસો અઢી હજાર પૃષ્ઠોનો એક બહુજ મોટો ગ્રંથ છે. જેમાં ૬૯ સમય (સર્ગ)અથવા અધ્યાય છે. પ્રાચીન સમયમાં પ્રચલિત પ્રાય: બધાં જ છંદોનો વ્યવહાર થયો છે !!!! મુખ્ય છંદ છે કકવિત (છપ્પય), દુહા, તોમર, ત્રોટક, ગહ અને આર્યા. જેમ કાદંબરીના સંબંધમાં પ્રસિદ્ધ છે કે એનો પાછલા બે ભાગ બાણના પુત્રે પૂરો કર્યો હતો એવી જ રીતે રાસોનો પાછલો ભાગ પણ ચંદ બરદાઈના પુત્ર જલ્હણ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો એવું કહેવાય છે !!!! રાસો અનુસાર જયારે મહંમદ ઘોરી પૃથ્વીરાજને કેદ કરીને ગજની લઇ ગયો ત્યારે કેટલાંક દિવસ પછી ચંદ પણ ત્યાં ગયો. જતી વખતે એ પોતાના પુત્ર જલ્હણના હાથમાં રાસોનું પુસ્તક આપીને એને પૂર્ણ કરવાનો સંકેત આપ્યો હતો. જલ્હણના હાથમાં રાસો સોંપવાનો અને એને પૂરો કરવાનો ઉલ્લેખ રાસોમાં છે !!!

પુસ્તક જલ્હણ હાથ દે ચલિગજન નૃપકાજ
રઘુનાથચરિત હનુમંતકૃત ભૂપ ભોજ ઊર્દ્ર રિય જિમિ
પૃથ્વીરાજસુજસ કવિ ચંદ કૃત ચંદનંદ ઉદ્ધ રિય તિમિ :

કથાનક ———-

પૃથ્વીરાજ રાસોની કથા સંક્ષેપમાં આ પ્રકારે છે ——–

પૃથ્વીરાજ રાસોમાં આબુના યજ્ઞકુંડમાંથી ચાર વાર ક્ષત્રીય કુળોની ઉત્પત્તિ ચૌહાણોના અજમેરમાં રાજસ્થાન થી લઈને પૃથ્વીરાજના પકડાઈ જવા સુધીનું સવિસ્તાર વર્ણન છે. આ ગ્રંથના અનુસાર પૃથ્વીરાજ અજમેરના ચૌહાણ રાજા સોમેશ્વરના પુત્ર અને અર્ણોરાજના પૌત્ર હતાં. સોમેશ્વારનો વિવાહ દિલ્હીના તુંવર (તોમર) રાજા અનંગપાલની કન્યા સાથે થયો હતો ……. અનંગપાલની ૨ કન્યાઓ હતી સુંદરી અને કમલા !!! સુંદરીનો વિવાહ કનૌજના રાજા વિજયપાલ સાથે થયો હતો !!! અને આ સંયોગથી જયચંદ રાઠોરની ઉત્પત્તિ થઇ ……. બીજી કન્યા કમાલનો વિવાહ અજમેરના ચૌહાણ સોમેશ્વર સાથે થયો. જેમનો પુત્ર થાય પૃથ્વીરાજ !!!! અનાગ્પાલે પોતાનાં નાતી પૃથ્વીરાજને ગોદ લીધો. જેનાથી અજમેર અને દિલ્હી એક થઇ ગયાં !!!!

Prithviraj Raso

સંયોગિતાનો સ્વયંવર ———–

જયચંદને આ વાત ગમી નહી એમણેએક દિવસ રાજસૂય યજ્ઞ કરવાનો અને બધાંરાજાઓને યજ્ઞમાં ભિન્ન ભિન્ન કાર્ય કરવાં માટે બોલાવ્યાં અને આ યજ્ઞની સાથે સાથે પોતાની કન્યા સંયોગિતાનો સ્વયંવર રચ્યો. રાજસુય યજ્ઞમાં બધાં રાજાઓ આવ્યા પણ પૃથ્વીરાજ ના આવ્યાં. આનાથી જયચંદે ચિડાઈને પૃથ્વીરાજની એક સુવર્ણમૂર્તિ દ્વારપાલના રૂપમાં દ્વાર પર મુકાવી દીધી !!!!

સંયુક્તાને અનુરાગ પહેલેથી જ પૃથ્વીરાજ પર હતો. અત: જયારે તે જયમાલા લઈને રંગભૂમિમાં આવી તો એણે પૃથ્વીરાજની મૂર્તિને એ માળા પહેરાવી દીધી. આના પછી જયચંદે એને ઘામાંથી કાઢી મુકીને ગંગા કિનારે એક મહેલમાં મોકલી દીધી. આહિયા પૃથ્વીરાજે આવીને યજ્ઞનો વિદ્વંસ કર્યો !!! પછી પૃથ્વીરાજે ચુપચાપ આવીને સંયુક્ત સાથે ગાંધર્વ વિવાહ કરી દીધાં અને અંતમાં એને હરીને લઇ ગયો રસ્તામાં જયચંદની સેનાજોડે બહુ મોટું યુદ્ધ થયું. પણ સંયુક્તાને લઈને પૃથ્વીરાજ કુશળતાપૂર્વક દિલ્હી પહોંચી ગયો. જ્યાં ભોગવિલાસમાં એનો સમય વીતવા લાગ્યો. રાજ્યની રક્ષાનું એને ધ્યાન જ ના રહ્યું !!!!

આ સમાચાર વાર્તાઓથી સંતૃપ્ત થઈને એ રાજધાનીની બહાર આખેટમાં પોતાનો સમય વિતાવી રહ્યો હતો. તેમની ગેરહાજરીનો લાભ લેતાં, તેમના મંત્રી કૈવાસે તેમની એક દાસી સાથે અનુચિત સંબંધ બાંધી લીધો હતો અને એક દિવસ રાત્રે પોતાના કક્ષમાં પ્રવેશ્યા. પટ્ટરાનીને જયારે આ વાતની ખબર પડી તો એણે તત્કાલ પૃથ્વીરાજને બોલાવવા માટે સંદેશો મોકલ્યો અને પૃથ્વીરાજ રાતના જ બે ઘડીમાં રાજભવનમાં આવી ગયાં

જ્યારે એમણે ઉકત દાસીના કક્ષમાં કૈવાસને બતાવ્વવામાં આવ્યો. તો એમણે રાત્રીના અંધકારમાં જ કૈવાસ પર લક્ષ્ય સાધીને બાણ છોડ્યું. પહેલું બાણ તો નિશાન ચુકી ગયું પણ બીજું બાણ વાગતાં જ કૈવસ ધરાશાયી થઇ ગયો. રાતોરાત એને એક ખાડામાં દાટી દઈને પૃથ્વીરાજ આખેટપર ચાલ્યા ગયાં !!! પછી બીજા દિવસે તેઓ રાજધાનીમાં પાછાં ફર્યા. (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) કેવસની પત્નીએ ચંદને પોતાનાં પતિનું શબ આપવાની પ્રાર્થના કરી તો ચંદે પૃથ્વીરાજને આ માટે નિવેદન કર્યું. પૃથ્વીરાજે ચંદનો અનુરોધ એ શરત પર સ્વીકાર કર્યો કે એ પોતાને સાથે લીજૈને કનૌજ બતાવે !!! બંને મિત્રો ગળે મળ્યાં અને રોઈ પડયાં !!!! પૃથ્વીરાજે કહ્યું કે ——- આ અપમાનપૂર્ણ જીવન કરતાં તો મૃત્યુ વધારે સારું !!! અને એમનાં આ કવિ મિત્રે એમની આ ભાવનાનું અનુમોદન કર્યું. કૈવસનું શબ લઈને એની વિધવા સતી થઇ ગઈ !!!

ચંદ સાથે થવાઇત (તાંબૂલપાત્રવાહક)નાં વેશમાં પૃથ્વીરાજે કનૌજ તરફ પ્રયાણ કર્યું. સાથે ૧૦૦ વીર રાજપૂત સામંતો સૈનિકોને પણ એણે સાથે લીધાં. કનૌજ પહોંચીને જયચંદના દરબારમાં ગયાં. જયચંદે એમનો બહુજ આદરસત્કાર કર્યો અને એમને પૃથ્વીરાજની વય, રૂપ આદિના સંબંધમાં પૂછ્યું ચંદે એમનું કૈંક જેવુ તેવું વિવરણ આપ્યું. એ એમના અનુચે થવાઇતમાં જોઈને જયચંદ થોડો સશંકિત થયો. શંકાનીવરણાર્થ એમણે કવિને પાન અર્પિત કરવાને બહાને અન્ય દાસીઓને પણ બોલાવી જે પહેલાં પૃથ્વીરાજની સેવામાં રહી ચુકી હતી !!!! એણે પૃથ્વીરાજને થવાઇતના વેશમાં જોઇને માથું ઢાંકી દીધું !!! પરંતુ કોઈએ કહ્યું કે ચંદ પૃથ્વીરાજનો અભિન્ન મિત્ર હતો. એટલામાટે દાસીએ એને જોઇને દાસીએ માથું ઢાંકી દીધું અને વાત ત્યાં જ સમાપ્ત થઇ ગઈ !!!! પરંતુ બીજે દિવસે પ્રાત:કાલ જયારે જયચંદ ચંદના તંબુમાં એને મળવા પહોંચ્યો, તો થવાઇતને સિંહાસન પર બેઠેલો જોઈને એને પુન: શંકા થઇ ………

ચંદે બહાનું કાઢીને એની શંકાનું નિવારણ કરવાં ઈચ્છ્યું અને થવાઇત દ્વારા એને પાન અર્પિત કરવાનું કહ્યું !!! પાન આપતી વખતે થવાઇત વેશી પૃથ્વીરાજે એવી વક્ર દ્રષ્ટિએ જોયું કે એનાથી જયચંદને ખાતરી થઇ ગઈ કે એજ સ્વયં પૃથ્વીરાજ છે અને એણે પૃથ્વીરાજનો સામનો બરાબર કરવાનો આદેશ આપ્યો !!!!

અહિયાં પૃથ્વીરાજ નગરની પરિક્રમા માટે નીકળ્યો. જયારે એ ગંગામાં માછલીઓમાં મોતી શોધી રહ્યો હતો. સંયુક્તાએ એક દાસીને એને ઠીક ઠીક રીતે ઓળખવા માટે અને પૃથ્વીરાજ હોવાથી એને પોતાનો (સંયુકતાનું ) પ્રેમનિવેદન કરવાં માટે મોકલી. દાસીએ એ નિશ્ચય કર્યો કે એ પૃથ્વીરાજ જ છે એને સંયુક્તાનું પ્રેમનિવેદન કર્યું !!! પૃથ્વીરાજ તદનંતર સંયુક્તાને મળ્યો અને બંને વચ્ચે એ ગંગાતટવર્તી આવાસમાં પાણિગ્રહણ થયું !!! એ સમયે એતો ત્યાંથી ચાલ્યો ગયો, પણ પોતાના સામંતોનાં કહેવાથી એ પુન: જાણીને એને ત્યાંથી લઇ આવ્યો !!!

જયારે એણેઆ પ્રકારે સંયુક્તાનું અપહરણ કર્યું. ત્યારે ચંદે લલકારીને જયચંદને કહ્યું કે એનો શત્રુ પૃથ્વીરાજ એની કન્યાનું હરણ કરીને હવે દહેજના રૂપમાં યુદ્ધ માંગે છે !!!! પરિણામત: બને પક્ષો વચ્ચે સંઘર્ષનો પ્રારંભ થઇ ગયો !!!

૨ દિવસના યુધ્ધમાં જયારે પૃથ્વીરાજના અનેક યોધ્ધાઓ માર્યા ગયાં ત્યારે સામંતો એ એને યુદ્ધનીતિ બદલવાનું કહ્યું એમને એ સુઝાવ કર્યો કે એ સંયોગિતાને લઈને દિલ્હી તરફ આગળ વધે અને તેઓ જયચંદની સેનાને દિલ્હીના માર્ગમાં આગળ વધતાં રોકી રાખશે. જ્યાં સુધી એ સંયુકતાને લઈને દિલ્હી ના પહોંચી જાય !!! પૃથ્વીરાજે એ સ્વીકાર કરી લીધું અને અનેક સામંતો તથા શૂરવીરો , યોદ્ધાઓની બલિએ અનંતર સંયુક્તાને લઈને દિલ્હી ગયો.(આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) જયચંદ પોતાની સેના સાથે કનૌજ પાછો ફર્યો !!!

દિલ્હી પહોંચીને પૃથ્વીરાજ સંયુક્તા સાથે વિલાસમય થઇ ગયો. લગભગ ૬ મહિના સુધી એ આવાસની બહાર નીકળ્યો જ નહીં !!! જેના પરિણામ સ્વરૂપ એના ગુરુ, બાંધવ, તથા લોકોમાં એના પ્રર્ત્યે એક પ્રકારનો અસંતોષ ઉત્પન્ન થઇ ગયો. પ્રજાએ રાજગુરુને કષ્ટનું નિવેદન કર્યું તો રાજગુર ચંદને લઈને સંયુકટના આવાસ પર ગયાં. બંને એ પૃથ્વીરાજને ઘોરીના આક્રમણની સુચિકા પત્રિકા મોકલી !!! અને સંદેશ્વાહિકા દાસી દ્વારા કહેવડાવ્યું —— “ગોરી રત્તતુ અઘરા ગોરી અનુરત્ત” રાજાની વિલાસ નિદ્રા ભંગ થઇ અને એ સંયુકતાની વિદાય લઈને યુદ્ધ માટે નીકળી પડયો !!!

મહંમદ ઘોરી આ વખતે બહુજ મોટી સેના લઈને આવ્યો હતો. પૃથ્વીરાજના અનેક શુરવીર યોદ્ધાઓ અને સામંતો કનૌજ યુધ્ધમાં માર્યા ગયાં હતાં. પરિણામત: પૃથ્વીરાજની સેના રણક્ષેત્રમાંથી પાછી ફરી અને મહંમદ ઘોરી વિજયી બન્યો !!! પૃથ્વીરાજને બંદી બનાવી દીધો અને એને ગજની લઇ જવામાં આવ્યો. જ્યાં એની કેટલાંક દિવસો પછી આંખો કાઢી લીધી !!!

જયારે ચંદને પૃથ્વીરાજના કષ્ટોના સમાચાર મળ્યા એ પોતાનાં મિત્ર અને સ્વામીના ઉધ્ધાર માટે અવધૂતના વેશમાં ચાલી નીકળ્યો ગજની જવાં. ત્યાં એ મહંમદ ઘોરીને મળ્યો …… ત્યાં આવવાનું કારણ પૂછતાં એને બતાવ્યું કે એ બદરીકાશ્રમ જઈને તપ કરવા માંગું છું કિન્તુ એક સાધ એના જીવમાં શેષ હતી એટલાં જ માટે એ ત્યાં હજી જઈ શક્યો નહોતો એને પૃથ્વી રાજની જ સાથે જન્મ ગરહ્ન કર્યું હતું અને બાળપણમાં સાથે સાથે જ રમ્યાં-કૂદયાં હતાં. એ સમયે પૃથ્વીરાજે એને કહ્યું હતું કે —- સિંગિની દ્વારા વિના ફળના બાધથી જ એ સાત ઘડીયાળોને એક સાથે વીંધી શકે છે !!!! એમનું એ કૌશલ નહોતો જોઈ શક્યો અને હવે એ જોઇને હું મારી સાધ પૂરી કરવાં માંગું છું

ઘોરીએ કહ્યું કે એને તો નાધાલો બનાવી દેવામાં આવ્યો છે. ચંદે કહ્યું કે —– ” એ તેમ છતાં પણ તેનું એવું જ સંધાન્કુશાલ બતાવી શકે છે !!!!” એને વિશ્વાસ જ હતો કે મહંમદ ઘોરી એની વાત માની જશે અને થયું પણ એવું જ …….. મહંમદ ઘોરીએ એની વાત માની લીધી.  અને એ તીરંદાજી માટેનું એક આયોજન કરવામાં આવ્યું. ચંદના પ્રોત્સાહિત કરવાથી જીવથી નિરાશ પૃથ્વીરાજે પણ. પોતાનું સંધાન કૌશલ બતાવવાને બહાને શત્રુનો વધ કરવાનો એનો આગ્રહ સ્વીકાર કરી લીધો. પૃથ્વીરાજની સ્વીકૃતિ લઈને એ મહંમદ ઘોરી પાસે ગયો અને કહ્યું કે ” એ લક્ષ્યવેધ ત્યારેજ કરવાં તૈયાર થયો છે જયારે એ (મહંમદ ઘોરી ) સ્વયં પોતાનાં મુખેથી એને ૩ વાર લક્ષ્યવેધ કરવાનું આહ્વાહન કરે ……!!!!”

મહંમદ ઘોરીએ એ વાતને પણ સ્વીકારી લીધી મહંમદ ઘોરીએ બે વાર ફરમાન કર્યું ત્રીજી વાર એ જેવું કરવાં ગયો કે એ પૃથ્વીરાજના બાણથી વિદ્વ થઈને એ ધરાશાયી થઇ ગયો પૃથ્વીરાજનો પણ અંત થઇ ગયો !!!

આહિયા પૃથ્વીરાજ રાસોની કથા સમાપ્ત થાય છે !!!!

ઐતિહાસિકતાનો અભાવ ———

બળના અવક્ષયની મોટાભાગની લડાઈ લડતા હતા અને જયચંદ સાથે લડ્યા હતા અને અન્ય રાજાઓ અને મોટા સામંતોના મૃત્યુ થયા હતા. એક સારો અવસર જોઇને મહંમદ ઘોરી ચઢી આવ્યો એપણ હારી ગયો અને પકડાઈ ગયો !!! પૃથ્વીરાજે તેને છોડી મુકયો ……..

એ વારંવાર ચઢાઈ કરતો રહ્યો અને અંતમાં એ પૃથ્વીરાજને હરાવીને એને પકડીને ગજની લઇ ગયો. થોડાંક સમય પછી કવિ ચંદ પણ ગજની પહોંચ્યો. એક દિવસ ચંદના ઈશારા પર પૃથ્વીરાજે શબ્દવેધી બાણ ચલાવીને મહંમદ ઘોરીને મારી નાંખ્યો પછી બન્નેએ એકબીજાને મારી નાંખ્યા. મહંમદ ઘોરીના પૃથ્વીરાજ પર વેર લેવાનું કારણ એ હતું કે મહંમદ ઘોરી પોતાને ત્યાં એક સુંદરી પર આસક્ત હતો. જે એક બીજા પઠાણ સરદાર હુસૈનશાહને ચાહતી હતી. જયારે એ બંને મહંમદ ઘોરીથી તંગ આવી ગયાં. ત્યારે હારીને તેઓ પૃથ્વીરાજ પાસે આવી ગયાં!!! મહંમદ ઘોરીએ પૃથ્વીરાજને એ કહેવડાવ્યું કે એ બંનેને ત્યાંથી કાઢી મુકો !!!!

પૃથ્વીરાજે ઉત્તર આપ્યો કે —– “શરણાગતીઓની રક્ષા કરવી એ ક્ષત્રિયોનો ધર્મ છે અત: આ બંનેની અમે બરાબર રક્ષા કરીશું !!!!” આ વેરને કારણે મહંમદ ઘોરીએ દિલ્હી પર ચઢાઈઓ કરી હતી. આ તો પૃથ્વીરાજનું મુખ્ય ચરિત્ર થયું. આ સીવાય પણ વચ્ચે – વચ્ચે ઘણા બધા રજાઓ સાથે પૃથ્વીરાજના યુદ્ધ અને અનેક રાજકન્યાઓ સાથે વિવાહની કથાઓ રાસોમાં લખેલી પડી છે. ઉપર લખેલા વૃત્તાંતમાં અને રાસોમાં અપાયેલી સંવતોમાં ઐતિહાસિક તથ્યોની સાથે બિલકુલ જ મેલ પડતો નથી. આ જ કારણે ——- અનેક વિદ્વાનોએ પૃથ્વીરાજ રાસો ને પૃથ્વીરાજ ના સમસામયિક કોઈ કવિની રચનાં હોવાનો પૂરો સંદેહ વ્યકત કર્યો છે અને આને ૧૬મિ શતાબ્દીમાં લખાયેલો એક જાલી ગ્રંંથ બતાવ્યો છે. આ બધું જ કોઈએ ચંદ બરદાઈ અને પૃથ્વીરાજ ચૌહાણની ઈર્ષ્યાથી કોઈએ લખ્યું હોય એમ મને તો લાગે છે !!!

? રાસોમાં ચંગેઝખાન , તૈમુર આદિ કેટલાંક પાછળના નામો આવવાથી આ સંદેહ પુષ્ટ થાય છે. એમ એમનું માનવું છે !!!! પ્રસિદ્ધ ઈતિહાસ્જ્ઞ રાયબહાદુર પંડિત , ગૌરીશંકર હીરાચંદ ઓઝા. રાસોમાં વર્ણિત ઘટનાઓ તથા સંવતોને બિલકુલ ભાટોની કલ્પના માને છે !!!!

કાવ્ય વિશેષતાઓ ———-

“પૃથ્વીરાજ રાસો વીર રસનું હિન્દીનું સર્વશ્રેષ્ઠ કાવ્ય છે ‘ હિન્દી સાહિત્યમાં વીર ચરિત્રોના જેવી વિશદ કલ્પના આ કાવ્યમાં મળી. એવી ત્યાર પછીના કાવ્યોમાં ક્યાય પણ જોવાં મળી નથી !!! પાઠક રચના ભરમાં ઉત્સાહથી ભરેલી સરિતામાં વહેતો જ જાય છે. કનૌજ યુદ્ધ પૂર્વે સંયુક્તાનો અનુરાગ અને વિરહ તથા ઉક્ત યુધ્ધનાં અનંતર પૃથ્વીરાજ ચૌહાણ અને સંયુકતાના મિલન અને કેલિ વિલાસનું જે ચિત્ર રચનામાં મળે છે એ અત્યંત આકર્ષક છે !!! અન્ય રસોનો પણ કાવ્યમાં અભાવ નથી. રચનામાં વર્ણનવૈભવ અસાધારણ છે. નાયક-નાયિકાના સંભોગ સમયનું ષડઋતુ વર્ણન કયાંક કયાંક કોઈ જગ્યાએ સંશ્લિષ્ટ પર્કૃતિ ચિત્રણનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે !!! (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) ભાષા શૈલી સર્વત્ર પ્રભાવપૂર્ણ છે અને વર્ણ્ય વિષયને અનુરૂપ કાવ્યભરમાં બદલાતી રહેતી હોય છે. રચનાના આ સમસ્ત ગુનો પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો. આ એક સુંદર મહાકાવ્ય પ્રમાણિત થાય છે અને નિ:સંદેહ આધુનિક ભારતીય આર્યભાષા સાહિત્યના આદિ યુગની એક વિશિષ્ટ કૃતિ બનાવે છે !!!!

પૃથ્વીરાજ રાસોનો એક અંશ ——-

પદ્મસેન કુંવર સુધર તાઘર નારિ સુજાન ।
તા ઉર ઇક પુત્રી પ્રકટ, મનહું ક્લાસ્સભાન ॥

મનહું કલાસસભાન કલા સોલહ સો બન્નીય ।
બાલ વૈસ,સસિ તા સમીપ અમ્રિત રસ પન્નીય ॥

બિગસિ કમલ-સ્રિગ, ભ્રમર, બૈનુ, ખંજન , મ્રિગ લુટ્ટીય ।
હીર,કીર, અરુ બિંબ મોતિ, નષ સીષ અહિ ઘુટ્ટીય ॥

છાપ્પતિ ગયંદ હરિ હંસ ગતિ, બિહ બનાય સંચૈ સંચિય ।
પદમિનિય રૂપ પદ્માવતિય, મનહું કામ-કામિનિ રચિય ॥

મનહું કામ-કામિનિ રચિય, રચિય રૂપકી રાસ ।
પસુ પંછી મૃગ મોહિની ,સુર નર, મુનિયર પાસ ॥

સામુદ્રિક લચ્છિન સકલ, ચૌસઠિ કલા સૂજાન ।
જાનિ ચતુર્દસ અંગ ખટ, રતિ બસંત પરમાન ॥

સષિયન સંગ ખેલત ફિરત, મહલનિ બગ્ગ નિવાસ ।
કીર ઇક્ક દિશ્શીય નયન, તબ મન ભયો હુલાસ ॥

મન અતિ ભયૌ હુલાસ, બિગસિ જનુકોક કિરન-રબિ ।
અરુન અધર તિય સુધર, બિંબફલ જાનિ કીર છબી ॥

યહ ચાહત ચષ ચકિત, ઉહ જુ તક્કીય ઝરંપ્પિ ઝર ।
ચંચુ ચહુટ્ટી ય લોભ, લિયો તબ ગહિત અપ્પ કર ॥

હરષત અનંદ મન મંહ હુલસ, લૈ જુ મહલ ભીતર ગઈય ।
પંજર અનૂપ નગ મનિ જટિલ, સો તિહિ મંહ રશ્શત ભઈય॥

તિહિ મહલ રશ્શત ભઈય, ગઈય ખેલ સબ ભુલ્લ ।
ચિત્ત ચહુંટ્ટયો કીર સોં, રામ પઢાવત ફુલ્લ ॥

કીર કુંવરિ તન નિરષિ દિષિ, નષ સિષ લૌં યહ રૂપ ।
કરતા કરી બનાય કૈ, યહ પદ્મિની સરૂપ ॥

કુટ્ટીલ કેસ સુદેસ પોહપ રચયિત પિક્ક સદ ।
કમલ-ગંધ, વ્ય-સંધ, હંસગતિ ચલત મંદ મંદ ॥

સેત વસ્ત્ર સોહે શરીર, નષ સ્વાતિ બુંદ જસ ।
ભમર-ભમહિં ભુલ્લહિં સુભાવ મકરંદ વાસ રસ ॥

નૈનન નિરષિ સુષ પાય સુક, યહ સુદિન્ન મૂરતિ રચિય
ઉમા પ્રસાદ હર હેરિયત, મિલહિ રાજ પ્રથિરાજ જિય

મારી ટીપ્પણી ———

આ એક અનાદિકાલથી ચાલી આવતો ટ્રેન્ડ છે કે કોઈ નીપણ ટીકા ના કરો તો તમે વિદ્વાન ના ગણાઓ એમ તો …… મહાભારત પાછળથી જ લખાયું છે. એ પહેલા “જય મુદિતા” નામનું માત્ર ૬ પંક્તિઓનું જ કાવ્ય હતું. એક બીજી વસ્તુ એ ખરાબ છે કે જેણે લખ્યું હોય એણે લખ્યું જ નથી એમ કહેવાની એના પુત્રે કે બીજાએ કે બીજાં પાસે લખાવવામાં આવ્યું છે. જે કલાપીની બાબતમાં બન્યું છે એમ લોકો કહે છે
હું એપણ માનવા તૈયાર નથી જ !!!!

આદિકાળના હિન્દી સાહિત્યમાં વીર ગાથાઓ જ પ્રમુખ છે. વીર ગાથાઓના રૂપમાં જ “રાસો” ગ્રંંથોની રચના થઇ છે

હિન્દી સાહિત્યમાં “રાસ’ કે “રાસક” નામનો અર્થ તાસ્યથી લેવામાં આવ્યો છે. જે નૃત્યનો એક ભેદ છે !!! અત: આ અર્થભેદના આધાર પર ગીત -નૃત્ય પરક રચનાઓ ” રાસ” નામથી ઓળખાય છે “રાસો” કે “રાસઉ “માં વિભિન્ન પ્રકારના અડિલ્લ, ઢૂસા, છપ્પર, કુંડલિયાં, પદ્ધટિકા આદે છંદ પ્રયુક્ત થતાં હોય છે. આજ કારણેઆવી રચનાઓ “રાસો” નામથી ઓળખાતી હોય છે

વખાણતો બધાજ બધાનાં કરે છે પણ વીર રસ અને છંદોબદ્ધ રીતે આટલું સરસ વર્ણન તો ચંદ બર્દાઈજ કરી શકે ક્યાય છંદ તૂટતો નથી અને સાહિત્યને ક્ષતિ પહોંચતી નથી આ એક બહુજ મોટું જમા પાસું છે ——“પૃથ્વીરાજ રાસો “નું અને એટલેજ એ હિન્દી ભાષાનું પ્રથમ મહાકાવ્ય બન્યું છે જે અન્ય વિઘ્નસંતોષીઓને ખટકે છે !!!!

એક વાત તો નિશ્ચિત જ છે કે અઢી હજાર પાનાં કાવ્યમય અને પાછાં છંદોમાં લખવાં એ નાની સુની વાત નથી. પ્રશસ્તિઓ તો ઘણા રજાઓ પોતાની કરાવતાં પણ જ્યાં સાહિત્ય સાથે મિત્રતા અને શ્રદ્ધાનો સુમેળ સધાય ત્યાં એ પ્રશસ્તિ મહાકાવ્ય બનેજ બને. આ કાવ્ય એક વાર નહીં અનેકવાર વાંચવા જેવું છે. હેટ્સ ઓફ પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદ બરદાઈ !!!!

——— જન્મેજય અધ્વર્યુ

જો તમે અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

– દાનવીર કર્ણ

– વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

– ચક્રવર્તી રાજા ભરત

– રાજા ભગીરથ અને ગંગા અવતરણ

– ચક્રવર્તિ સમ્રાટ અશોક

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!