શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર – ગુજરાત

पर्ल्यां वैद्यनाधञ्च ढाकिन्यां भीम शङ्करम् ।
सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने ॥

ગુજરાત એ ખરેખર એક ધાર્મિક રાજ્ય છે. ઘણી શક્તિ પીઠો અને ઘણાં સ્થાનકો અને બે જયોતિર્લિંગો આવેલાં છે. ગુજરાતનાં મોટાં ભાગનાં મંદિરો અદ્ભુત અને સમૃદ્ધ છે. ગુજરાત એ સંતોની પણ પાવન ભૂમિ છે. ભક્તિ સંપ્રદાય અને નાથ સંપ્રદાય એ ગુજરાતની આગવી વિશેષતા છે. મંદિરોની વાત કરતાં હોઈએ તો ગુજરાતના નાગેશ્વર જયોતિર્લિંગને કેમ કરી ભૂલાય !!!

નાગેશ્વર મદિર એક પ્રસિદ્ધ મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે. એ દ્વારકા,ગુજરાતનાં બાહરી ક્ષેત્રમાં સ્થિત છે. એ ભગવાન શિવજીનાં બાર જયોતિર્લિંગોમાનું એક છે !!! હિંદુ ધર્મ અનુસાર નાગેશ્વરનો અર્થ નાગોના ઈશ્વર થાય છે. એ વિષ આદિથી બચાવનો સાંકેતિક પણ છે. રુદ્ર સંહિતામાં આ ભગવાનને દારુકાવને નાગેશં કહેવામાં આવ્યાં છે. ભગવાન શિવનું આ પ્રસિદ્ધ જયોતિર્લિંગ ગુજરાત પ્રાંતમાં દ્વારકા પુરીથી લગભગ ૧૭ માઈલની દૂરી પર સ્થિત છે. આ પવિત્ર જયોતિર્લિંગનાં દર્શનનો શાસ્ત્રોમાં મોટો મહિમા બતાવવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે જે શ્રદ્ધાપૂર્વક એમની ઉત્પત્તિ અને મહાત્મયની કથા જે કોઈ સાંભળશે એ બધાં પાપોમાંથી છુટકારો પામીને સમસ્ત સુખોનો ભોગ કરતાં કરતાં અંતમાં ભગવાન શિવનાં પરમ પવિત્ર દિવ્ય ધામને પ્રાપ્ત કરશે !!!

એતદ ય: શ્રુણુયાન્નિત્યં નાગેશોદભવમાદરાત।
સર્વાન કામાનિયાદ ધીમાન મહાપાતકનાશનમ॥

કથા  ————–
આ જયોતિર્લિંગના સંબંધમાં પુરાણોમાં આ કથા વર્ણિત છે  —-

સુપ્રિય નામનો એક બહુ જ મોટો ધર્માત્મા અને સદાચારી વૈશ્ય હતો. એ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો !!! એ નિરંતર એમની આરાધના, પૂજન અને ધ્યાનમાં તલ્લીન રહેતો હતો. પોતાનાં બધાં કાર્યો એ ભગવાન શિવને અર્પિત કરીને કરતો હતો. મન, વચન, કર્મથી એ પૂર્ણત: શિવાર્ચનમાં જ તલ્લીન રહેતો હતો. એમની આ શિવ ભક્તિથી દારુક નામનો એક રાક્ષસ બહુજ કૃદ્ધ રહેતો હતો

એને ભગવાનની આ પૂજા કોઈ પણ પ્રકારે સારી નહોતી લાગતી હતી. એ નિરંતર એ વાતનો જ પ્રયત્ન કર્યા કરતો હતો કે એ સુપ્રિયની પૂજા-અર્ચનામાં વિઘ્ન પડે !!! એકવાર સુપ્રિય નૌકા પર સવાર થઈને ક્યાંક જઇ રહ્યો હતો. એ દુષ્ટ રાક્ષસ દારુકે આ ઉપયુક્ત અવસર જોઇને નૌકા પર આક્રમણ કરી દીધું. એણે નૌકામાં સવાર બધાં યાત્રીઓને પકડીને પોતાની રાજધાનીમાં લઇ જઈને કેદ કરી લીધાં. સુપ્રિય કારાગારમાં પણ પોતાનાં નિત્યનિયમ અનુસાર ભગવાન શિવની પૂજા -આરાધના કરવાં લાગ્યાં !!!

અહિયા બંદી યાત્રીઓને પણ એ શિવ ભક્તિની પ્રેરણા આપવાં લાગ્યો. દારુકે જ્યારે પોતાનાં સેવકો પાસેથી સુપ્રિયનાં વિષયમાં સમાચાર સાંભળ્યા ત્યારે અત્યંત ક્રોધીત થઈને કારાગારમાં આવી પહોંચ્યો…… સુપ્રિય એ સમયે ભગવાન શિવનાં ચરણોમાં ધ્યાન લગાવીને બંને આંખો બંધ કરીને બેઠો હતો !!! એ રાક્ષસે એની આ મુદ્રા જોઇને અત્યંત ભીષણ સ્વરમાં એને દાંટતાં કહ્યું  —–
” અરે દુષ્ટ વૈશ્ય !!! ……. તું આંખો બંધ કરીને અહીંયા કયો ઉપદ્રવ અને ષડયંત્ર કરવાની વાતો વિચારી રહ્યો છે ?”
એનાં આ કહેવાં પર પણ ધર્માત્મા શિવ ભક્ત સુપ્રિયની સમાધિ ભંગ ના જ થઇ !!! હવે તો એ દારુક રાક્ષસ ક્રોધથી એકદમ પાગલ થઇ ઉઠયો !!! એને તત્કાલ પોતાનાં અનુચરોને સુપ્રિય તથા અન્ય બધાં જ બંદીઓને મારી નાંખવાણો આદેશ આપ્યો !!! સુપ્રિય એનાં આ આદેશથી જરા પણ વિચલિત અને ભયભીત ના થયો !!!

એ એકાગ્ર મનથી પોતાની અને અન્ય બંદીઓની મુક્તિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરવાં લાગ્યો એને એ પૂર્ણ વિશ્વાસ હતો કે મારાં આરાધ્ય ભગવાન શિવજી આ વિપત્તિમાંથી મને અવશ્ય છુટકારો અપાવશે !!! એની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરજી તત્ક્ષણ એ કારાગારમાં એક ઊંચા સ્થાનમાં એક ચમકતાં સિંહાસન પર સ્થિત થઈને જયોતિર્લિંગનાં રૂપમાં પ્રકટ થયાં !!!

એમણે આ પ્રકારે સુપ્રિયને દર્શન આપીને એને પોતાનું પાશુપત-અસ્ત્ર પણ પ્રદાન કર્યું. આ અસ્ત્રથી રાક્ષસ દારુક તથા એનાં સહાયકોનો વધ કરીને સુપ્રિય શિવધામ ચાલ્યા ગયાં !!! ભાગવાન શિવનાં આદેશાનુસાર જ આ જયોતિર્લિંગનું નામ નાગેશ્વર પડયું !!!

શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત પ્રાંતના દ્વારકાપુરીથી લગભગ ૨૫ કિલોમીટરની દૂરી પર અવસ્થિત છે. આ સ્થાન ગોમતી દ્વારકાથી બેટ દ્વારકા જતાં રસ્તામાં પડે છે. આની અતિરિક્ત નાગેશ્વર નામથી બે અન્ય શિવલિંગોની પણ ચર્ચા ગ્રંથોમાં છે !!! મતાંતરથી પણ આ લિંગોને પણ કેટલાંક લોકો “નાગેશ્વર જયોતિર્લિંગ” કહે છે. એમાંથી એક નાગેશ્વર જયોતિર્લિંગ નિઝામ હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં છે , જયારે બીજું ઉત્તરાખંડનાં અલ્મોડામાં યોગેષ અથવા જાગેશ્વર શિવલિંગ નામથી પ્રસિદ્ધ છે. યદ્યપિ શિવ પુરાણ અનુસાર સમુદ્રના કિનારા દ્વારકા પૂરીની પાસે સ્થિત શિવલિંગ જ જયોતિર્લિંગનાં રૂપમાં પ્રમાણિત થાય છે !!!

ભોલેનાથનાં નિર્દેશાનુસાર જ આ શિવલિંગનું નામ “નાગેશ્વર જયોતિર્લિંગ”પડયું છે !!! “નાગેશ્વર જયોતિર્લિંગ”નાં દર્શન કર્યા પછી જે મનુષ્ય એમની ઉત્પત્તિ અને એમનાં મહાત્મ્ય સંબંધી કથા સાંભળે છે. એ જ સમસ્ત પાપોથી મુક્ત થઇ જાય છે તથા સંપૂર્ણ ભૌતિક અને આધ્યાત્મિક સુખોને પ્રાપ્ત કરે છે !!!

નાગેશ્વર મહાદેવ મંદિરનાં દર્શન  ——-

આ મંદિર દ્વારકાથી લગભગ ૧૫ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. આ મંદિર એકાંતમાં બનેલું છે. આ મંદિર પાસે ચારે તરફ ન કોઈ ગામ છે કે ન કોઈ વસાહત છે. મંદિરની તરફ આગળ વધતાં માર્ગ માર્ગમાંથી દૂર દૂરથી જ મંદિરના પ્રાંગણમાં સ્થિત વિશાળ પ્રતિમા દેખાઈ દે છે !!! આ વીશાલ શિવજીની મૂર્તિ ૧૨૫ ફૂટ ઉંચી તથા ૨૫ ફૂટ પહોળી છે. જે મંદિરની શોભા વધારે છે ……. તથા પોતાનાં વિશાળ આકારને કારણે શ્રદ્ધાળુઓનાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનેલી છે !!!
મંદિર પરિસરમાં સાધારણ મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરતાં જ સામે જ લાલ રંગનું નાગેશ્વર મહાદેવનું મંદિર છે. મંદિરનાં સભા મંડપની નીચે ગર્ભગૃહમાં નાગેશ્વર શિવલિંગ છે !!! જે ચાંદીની જેમ ચમકીલું છે અને જેનાં ઉપર ચાંદીનાં સાંપની આકૃતિ બનેલી છે !!! એનો આકાર મધ્યમ મોટાં વર્ગનો છે !!!

નાગેશ્વર મંદિરની સમીપનાં દર્શનીય સ્થળ  ———-

મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગોપી તળાવ છે. આ એક કાચું સરોવર છે ……. આ સરોવરમાં પીળા રંગની માટી છે !!!
જેને ગોપીચંદ કહેવામાં આવે છે .. અહી પાસે જ ધર્મશાળા છે જેમાં નાગેશ્વર મંદિરમાં આવનારાં શ્રદ્ધાળુઓ માટે રહેવાની વ્યવસ્થા છે !!! અહીંયા ગોપીનાથજીનું મંદિર તથા વલ્લભાચાર્યજીની બેઠક તથા શ્રી રાધા-કૃષ્ણનું મંદિર પણ છે !!!

નાગેશ્વર જયોતિર્લિંગનું મહાત્મ્ય   ———-

નાગેશ્વર મહાદેવ જયોતિર્લિંગનું મહત્વ શું છે?
આ જયોતિર્લિંગનું નામ નાગેશ છે. જેને નાગેશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં નાગેશ્વારનો અર્થ થાય છે ——- “નાગોનાં ઈશ્વર ” !!! એના દર્શનનું મોટું મહાત્મ્ય માનવામાં આવે છે. કહેવાય છે કે જે આદરપૂર્વક એમની ઉત્પત્તિ અને મહાત્મ્યને સંભાળશે એ સમસ્ત પાપોથી મુક્ત થઈને સમસ્ત ઐચ્છિક સુખોને ભોગવતાં અંતમાં પરમપદોને પ્રાપ્ત કરશે એવું શિવ પુરાણમાં લખેલું છે !!! અહીંયા મંદિર પરિસરમાં ભગવાન શિવની પદ્માસન મુદ્રામાં એક વિશાળકાય મૂર્તિ પણ સ્થિત છે જે અહીંયાનું મુખ્ય આકર્ષણ છે. આ મૂર્તિની આસપાસ પક્ષીઓનાં ઝુંડોને ઝુંડો મંડરાતા રહે છે તથા
ભક્તગણ અહીયા પક્ષીઓ માટે અન્ન દાણા પણ નાંખે છે જે અહીં મંદિર પરિસરમાંથી જ ખરીદી શકાય છે !!!

ભગવાન શિવજીની વિશાળ મૂર્તિ બહુજ દૂર રોડ પરથી જ દેખાઈ દે છે. આ મૂર્તિ બહુજ સુંદર છે તથા ભક્તોનું મન મોહી લે છે !!! અહીં પર ગર્ભગૃહમાં પ્રવેશની અનુમતિ માત્ર એ જ શ્રદ્ધાળુઓની હોય છે જેઓ અભિષેક કરાવે છે !!!

મંદિરનાં નિયમો અનુસાર ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં પહેલાં ભક્તોએ પોતાનાં વસ્ત્રો ઉતારીને બાજુમાં જ સ્થિત એક ક્ષમા જ્યાં ધોતીઓ રાખેલી છે ત્યાં જઈને ધોતી પહેરવી પડે છે. એનાં પછીજ ગર્ભ ગૃહમાં પ્રવેશ કરી શકાય છે !!!

અહીની એક વિશેષતા એ છે કે અહીં અભિષેક માત્ર ગંગાજળથી જ થાય છે તથા અભિષેક કરવાંવાળાં ભક્તોને મંદિર સમિતિની તરફથી ગંગાજળ નિશુલ્ક મળે છે

શ્રી નાગેશ્વર મંદિર

નાગેશ્વરનાં વર્તમાન મંદિર નું પુનર્નિર્માણ, સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીનાં માલિક સ્વર્ગીય શ્રી ગુલશન કુમારે કરાવ્યું હતું. એમણે એનો જીર્ણોધ્ધાર ૧૯૯૬માં શરુ કરાવ્યો હતો તથા આ વચ્ચે એમની હત્યા થઇ જવાનાં કારણે એમનાં પરિવારે આ મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું !!! મંદિરનાં નિર્માણમાં લગભગ ૧.૨૫ કરોડની લાગત આવી જેને ગુલશનકુમાર ચેરીટેબલ ટ્રસ્ટે અદા કરી !!! નાગેશ્વર જયોતિર્લિંગ પરિસરમાં ભગવાન શિવની ધ્યાનસ્થ મુદ્રામાં એક મોટી મનમોહક અતિ વિશાળ પ્રતિમા છે !!! જેને કારણે આ મંદિર ને ૨ કિલોમીટરની દુરી પરથી જ જોઈ શકાય છે !!! મંદિરનું મુખ્યદ્વાર સાધારણ પણ સુંદર છે ……. મંદિરમાં પહેલાં એક સભાગૃહ છે જ્યાં પૂજન સામગ્રીની નાની નાની દુકાનો લાગેલી છે. સભામંડપની આગળ તલઘર નુમા ગર્ભગૃહમાં શ્રી નાગેશ્વર જયોતિર્લિંગ સ્થાપિત છે !!!

ગર્ભગૃહ ———-

ગર્ભગૃહ સભામંડપથી નીચલા સ્તર પર સ્થિત છે. જયોતિર્લિંગ મધ્ય મોટાં આકારનું છે જેનાં ઉપર ચાંદીનું એક આવરણ ચઢાવેલું રહે છે. જયોતિર્લિંગ પર જ એક ચાંદીનાં નાગની આકૃતિ બનેલી છે. જ્યોતિર્લિંગની પાછળ માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત છે !!!

મંદિર સમય સારણી ———

મંદિર સવારે પાંચ વાગે પ્રાત: આરતી સાથે ખુલે છે આમ જનતા માટે આ મંદિર સવારે ૬ વાગ્યે ખુલે છે. ભક્તો માટે સાંજે ૪ વાગ્યે શ્રુંગાર દર્શન થાય છે તથા એનાં પછી ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઇ જાય છે. શયન આરતી સાંજે સાત વાગે થાય છે તથા રાતના ૯ વાગ્યે મંદિર બંધ થઇ જાય છે !!!

વિભિન્ન પૂજાઓ  ———

નાગેશ્વર જ્યોતિર્લિંગમંદિરમાં મંદિર પ્રબંધન સમિતિદ્વારા ભક્તોની સુવિધા માટે ૧૦૫ રૂપિયાથી લઈને ૨૧૦૧ રૂપિયા વચ્ચે વિભિન્ન પ્રકારની પૂજાઓ સશુલ્ક સંપન્ન કરાવવામાં આવે છે !!! જે ભક્તોને પૂજન – અભિષેક કરાવવું હોય એમણે મંદિરનાં પૂજા કાઉન્ટર પર શુલ્ક જમા કરાવીને રસીદ પ્રાપ્ત કરવી પડે છે !!! તત્પશ્ચાત મંદિર સમિતિ ભક્તની સાથે એક પુરોહિતને અભિષેક કરવાં માટે મોકલે છે. જે ભક્તને લઈને ગર્ભગૃહમાં જાય છે તથા શુલ્ક અનુસાર પૂજા કરાવે છે !!!

આસ્થા -શ્રદ્ધા અને નિયંતાના પ્રતિક કલ્યાણકારી ભગવાન શંકરના જયોતિર્લિંગનાં દર્શના કરવાની મંછા તો દરેક વ્યક્તિને હોય ,હોય ને હોય જ. સવાલ માત્ર એટલો જ છે કે એ ક્યારે પૂરી થાય છે તે પણ તે ઇચ્છા પૂરી જરૂરથી થાય છે એમાં બેમત નથી જ. ગુજરાતીઓ માટે આ નજીકનું સ્થાન છે એટલે એકવાર જઈને ત્યાં દર્શન કરતાં આવજો હોં
શત શત નમન ભગવાન શંકરને !!!

!! ઓમ નમઃ શિવાય !!

——— જનમેજય અધ્વર્યુ

આ માહિતીમાં કાઈ ભૂલ-ચુક હોય અથવા આ શીવાયની વધારાની કોઈ માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ દ્વારા મોકલી આપશો જેને અમે અહીં રજુ કરશી..

મિત્રો આ હતો શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર નો ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી હર્ષત માતા મંદિર- રાજસ્થાન

– શ્રી વિરૂપાક્ષ મંદિર– હમ્પી(કર્ણાટક)

– દધિમતિ માતા – મંદિરનો ઇતિહાસ 

– બૃહદેશ્વર મંદિર – તાંજોર

– શ્રી પદ્મનાભસ્વામી મંદિર – તિરુવનંતપુરમ

– શ્રી ચેન્નાકેશવ મંદિર – બેલુર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!