શ્રી વિરૂપાક્ષ મંદિર – હમ્પી (કર્ણાટક)

વિરૂપાક્ષ મંદિર કર્ણાટકનાં હમ્પીમાં સ્થિત એક શિવ મંદિર છે. ૧૫મી શતાબ્દીમાં નિર્મિત આ મંદિર બજાર ક્ષેત્રમાં સ્થિત છે આ નગરનાં સૌથી પ્રાચીન સ્માંરકો માનું એક છે. ઇસવીસન ૧૫૦૯માં પોતાનાં અભિષેક સમયે રાજા કૃષ્ણદેવ રાયે અહીંયા ગોપુદાનું નિર્માણ કરાવ્યું હતું !!! નવ સ્તરો અને ૫૦ મિ. ઊંચું ગોપુરમવાળું આ મંદિર તુંગભદ્રા નદીનાં દક્ષિણી કિનારા પર હેમકૂટ પહાડીની તળેટી પર સ્થિત છે !!!

વિરૂપાક્ષ મંદિર 
આ મંદિર બેંગલુરુથી ૩૫૦ કિલોમીટર દુર ભારતના કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. આ મંદિર હમ્પીના ઐતિહાસિક સ્મારકોનોનાં સમૂહનો એક હિસ્સો છે ……. વિશેષકર પતદકાલ માં સ્થિત સ્મારકોના સમૂહમાંથી છે !!! એક મંદિર તો યુનેસ્કો વિશ્વ ધરોહારમાં પણ શામિલ છે

આ મંદિર ભગવાન વિરૂપક્ષ અને એમની પત્ની દેવી પંપાને સમર્પિત છે. વિરુપક્ષ ભગવાન શિવનું જ એક રૂપ છે. આ મંદિર પાસે ઘણાં નાનાં-નાનાં મંદિરો છે જે અન્ય દેવી-દેવતાઓને સમર્પિત છે !!!

વિરૂપાક્ષ મંદિરને “પંપાવટી”નામથી પણ ઓળખાય છે. મંદિરનો સંબંધ પ્રસિદ્ધ વિજયનગર સામ્રાજ્યથી છે. આ મંદિર દક્ષિણ ભારતીય દ્રવિડ સ્થાપત્ય શૈલીને દર્શાવે છે અને એને ઈંટ અને ચૂનામાંથી બનાવેલું છે !!!

મંદિરની પૂર્વમાં પથ્થરનો એક વિશાળ નંદી છે. જયારે દક્ષિણની તરફ ગણેશજીની એક વિશાલ પ્રતિમા છે. અહીં અર્ધ સિંહ અને અર્ધ મનુષ્યનો દેહ ધારણ કરેલાં ભગવાન નરસિંહની ૬.૭ મીટર ઉંચી મૂર્તિ છે. વિરૂપાક્ષ મંદિરનાં પ્રવેશદ્વાર નું ગોપુરમ હેમકૂટા પહાડીઓ અને આસપાસની પહાડીઓ પર રાખાયેલી વિશાલ ચટ્ટાનોનું સંતુલન હેરાન કરી દેનારું છે !!!

આ મંદિર પંપાપતિ મંદિરના રૂપમાં પણ જાણીતું છે. આ પવિત્ર સ્થાનમાં એક મુખ્ય મંડપ (રંગા મંડપમ) છે જેમાં ત્રણ કક્ષ અને સ્તંભોની સાથે એક વિશાળ કક્ષ છે. વિરૂપાક્ષ મંદિર ૭ મીસદીનું છે આના પર કરવામાં આવેલી નક્કાશી ૯મી અથવા ૧૧મી સદીની છે !!!

પ્રારંભમાં આ મંદિરમાં માત્ર થોડીક જ મૂર્તિઓ પ્રતિષ્ઠાપિત કરવામાં આવી હતી. પરંતુ સમયની સાથે -સાથે આ મંદિર એક વિશાલ ભવનમાં વિકસિત થઇ ગયું. રંગા મંડપમને કૃષ્ણદેવ રાય દ્વારા ઇસવી સન ૧૫૧૦માં બનાવવામાં આવ્યું હતું. જે વિજયનગરની વાસ્તુકલા દર્શાવે છે !!! સ્તંભોને, મંદિરના રસોઈઘરને, દીપકોને, બુરજો તથા અન્ય મંદિરોને ત્યાર પછીથી બનવવામાં આવ્યા છેહજાનવરોનું કરાયેલું નકશીકામ દ્વારા બનાવાયેલું વિચિત્ર ચિત્ર અને હિંદુ મીથ્કોનું ચિત્રણ કરતું ચિત્ર વિરૂપાક્ષ મંદિરનું મુખ્ય આકર્ષણ છે !!!

આ મંદિર વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી, તુંગભદ્રા નદીનાં કીનાર્રા પર સ્થિત છે !!! વિરૂપાક્ષ મંદિર —- હમ્પીમાં તીર્થયાત્રાનું મુખ્ય કેન્દ્ર છે અને સદીઓથી આ સૌથી પવિત્ર અભયારણ્ય માનવામાં આવે છે !!! આસપાસનાં ખંડેરોમાં આ મંદિર આજે પણ બરકરાર છે અને આજે પણ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરાય છે !!!

પૌરાણિક કથા ———-
કિવદંતી છે કે ભગવાન વિષ્ણુએ આ જગ્યાને પોતાને રહેવાં યોગ્ય વધુ ઉચિત સમજી અને એ પાછા પોતાને ઘરે ફર્યા !!!
વિરુપાક્ષ મંદિરમાં ભૂમિગત શિવમંદિર પણ છે. મંદિરનો ઘણો મોટો હિસ્સો પાણીની અંદર સમાહિત છે ….. એટલા માટે અહીં કોઈ નથી જય શકતું. બહારનાં હિસ્સાને મુકાબલે મંદિરના આ હિસ્સાનું તાપમાન બહુજ ઓછું રહે છે !!!

આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુપતિથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર નલગાનાપલ્લી નામનાં એક ગામમાં વીરુક્ષિની અમ્મા મંદિર (દેવીમાં )નું મંદિર પણ છે !!!

વિરૂપાક્ષ મંદિર હમ્પીમાં તીર્થયાત્રાનું મુખ્ય કેન્દ્ર છે અને સદીઓથી સૌથી પવિત્ર અભયારણ્ય મનાય છે

વિરૂપાક્ષ મંદિર વિક્રમાદિત્ય દ્વિતીયની રાણી લોકમાહદેવી દ્વારા બનવવામાં આવ્યું હતું. આ મંદિર રાણી લોક્માહદેવીએ રાજા વિક્રમાદિત્યને કાંચીપુરમનાં પલ્લવ રાજા પર વિજય મેળવવામાટે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું

આ મંદિર વિજયનગરની સ્થાપના થી પહેલાનું મંદિર છે. આ મંદિરનાં પ્રવેશદ્વાર પર ૧૬૦ ફૂટનો એક ઉંચો ટાવર પણ છે. ભગવાન શિવજી સિવાય આ મંદિરમાં ભુવનેશ્વરી અને પમ્પાની મૂર્તિઓ પણ બનેલી જ છે !!!

મુકુટ પર્વતથી ઘેરાયેલા પંદરમી સદીમાં નિર્મિત વિરૂપાક્ષ મંદિરના માર્ગમાં બંને તરફ પ્રાચીન બજારનાં અવશેષો દેખાઈ દે છે. પ્રસ્તર નિર્મિત સ્તંભો પર છતો હજી સુધી મૌજૂદ છે !!! માર્ગની બંને બાજુ બે તલ્લા દુકાનોની કતારો સુવ્યવસ્થિત છે. આ દુકાનો પર આક્રમણ કરીને લોકો નિવાસ કરતાં હતાં એમને પુરાતત્વ વિભાગે સ્થાનીય પ્રશાસનનાં સહયોગ થી હટાવ્યા અન્યથા આ પુરાતાત્વિક ધરોહર ખતરામાં હતી આવી જ વસાહત સીરપુરમાં પણ જોવાં મળે છે. અહીં વિરૂપાક્ષ મંદિરનું વિશાળ ગોપુરમ જોવાં મળે છે. આ ગોપુરમ સાત તળનું છે !!! પહેલું તળ પ્રસ્તર નિર્મિત છે એનાં પછીનાં બધાં તળો ઇંટોથી બનાવેલાં છે જેના પર ચૂનાનું લીંપણ કરવામાં આવ્યું હતું. અહીના બધાં જ મંદિરો આ રીતેજ નિર્મિત છે. એમની છત સુધી પ્રસ્તર નિર્મિત છે એનાં પછીનું નિર્માણ ઇંટોનું છે !!!

ગોપુરમમાં પ્રવેશ કર્યા પછી વિશાળ પ્રાંગણ આવે છે એની ડાબી તરફ મંદિરનો હાથી બંધાવેલો નજરે પડે છે. એની પાછળ પાઠશાલા છે. મંદિર નાં હાથીની સાથે બે મહાવત પણ સુતેલા છે

મંદિરના પ્રાંગણમાં બે સ્તંભો જોવાં મળે છે એક સ્તંભ લાકડીનો બનેલો છે બીજો પ્રસ્તર નિર્મિત છે. પ્રસ્તર નિર્મિત સ્તંભ પર રાજકીય ચિન્હ છે તથા લાકડાના સ્તંભ પર ધ્વજા આદિથી કામ લેવામાં આવે છે. મંદિર પરિસરમાં બધાં સ્તંભો-પ્રતિમાઓ એવં લતા વલ્લરીઓ થી અલંકૃત છે. મંદિરના દ્વાર પર એક સ્તંભમાં નંદી અંકિત છે તથા એના શીર્ષ પર બંને તરફ ચાંદ એવમ સૂર્ય તથા નીચેનાં ભાગમાં સ્થાનીય ભાષામાં લેખ અંકિત છે !!!

વિરૂપાક્ષમંદિરના ગર્ભગૃહ સમક્ષ વિશાળ પ્રસ્તર નિર્મિત મંડપ છે. આ મંડપનાં વિતાન પર પદ્માંકનની સાથે રંગોથી ચિત્રકારી કરવામાં આવેલી છે. ગર્ભગૃહમાં સવારનરજત અલંકૃતિ ભગવાન વિરૂપાક્ષ વિરાજમાન છે. વિરૂપાક્ષ એ ભગવાન શિવજીનું જ એક નામ છે. વિરુપાક્ષનો અર્થ સુંદર નેત્રોવાળા અને ભયંકર નેત્રો વાળાં પણ થઇ શકે છે !!!

આ મંદિરનાં ગોપુરમનું નિર્માણ રાજા કૃષ્ણદેવ રાયે કરાવ્યું હતું. જમણી તરફ સ્થતિ ગોપુરમની બહાર નીકળીને એક ઘણી મોટી પુષ્કરી છે. આ પુષ્કરીનું નિર્માણ પથ્થરોથી કરવામાં આવેલું છે. જેમાં ચારે તરફ પૈડિયાં બનેલી છે. ધાર્મિક કર્મકાંડ અહી સંપન્ન કરવાવામાં આવે છે તથા ગોપુરમની છવિ પુષ્કરીના જળમાં દેખાઈ પડે છે !!! ગોપુરમની ભિત્તિમાં મંદિરની તરફ રાજા કૃષ્ણદેવ રાયની ખડગધારી કરબદ્ધ સ્થાનક મુદ્રામાં છવિ અંકિત કરવામાં આવી છે અને એની સાથે એનું નામ પણ ખોદયેલું જોવાં મળે છે !!!

વિરૂપાક્ષ નામ પણ વેદ પ્રસિદ્ધ છે મહાનારાયણ ઉપનિષદ વિરૂપાક્ષને વારંવાર પ્રણામ કરે છે

વિરૂપાક્ષં વિશ્વરૂપાય વૈ નમો નમ : ।
વિષમણિ વિવિધશક્તિફીન્યક્ષીણિ વિલક્ષણાનિ વાક્ષાણિ ।
હર હેમકૂટશૈલે  લિંગે વ્યક્તોસ્યતો વિરૂપાક્ષ : ।।

અર્થાત  —— હે હર ! આપણા લોચનં વિષમ છે
આપ વિવિધ શક્તિઓવાલા છો
આપની ઇન્દ્રિયો વિલક્ષણ છે
અને આપ હેમકૂટ પર્વત પર વિરૂપાક્ષ લિંગ રૂપથી સ્થાપિત છે
અતઃએવ આપ વિરૂપાક્ષ કહેવાઓ છો
વસ્તુત: આપની ઇન્દ્રિયો વિષયને જ જુએ છે
અને શિવની ઇન્દ્રિયો ચેતનને જોઇને જાણે વિષયને ખુલ્લો કરી દે છે
એટલાં જ માટે એમણે વિરૂપાક્ષ કહેવામાં કહેવામાં આવે છે !!!

વિરૂપાક્ષ મંદિર એક ખુલ્લા સ્તંભોવાળાં હોલ અને એક સ્તંભો વાળાં હોલ, પૂર્વમાં ત્રણ કક્ષો અને એક પવિત્ર સ્થાનથી બનેલું છે. કેટલાંક અન્ય ઢાંચા આ મંદિરની આસપાસ પ્રવેશ દ્વાર, સ્તંભો વાળાં મઠ, નાનાં મંદિર અને એક આંગણ છે

વિરૂપાક્ષ મંદિર – તહેવારો 

ભક્ત દરસાલ ડિસેમ્બરમાં પંપા અને વિરૂપાક્ષની સગાઇ અને લગ્નસમારંભોમાં ભાગ લેવાં માટે આ મંદિરમાં જમા થતાં હોય છે. એક અન્ય તહેવાર છે જે ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવે છે જે વાર્ષિક રથ ઉત્સવ છે !!!

આમતો હમ્પી આખું જ જોવાં જેવું છે પણ તેમાં આ વિરૂપાક્ષ મંદિર તેની સંરચનાને કારણે ખાસ જ જોવાં જેવું છે !!! જય વિરૂપાક્ષ !!
ઓમ નમ: શિવાય !!

——– જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!