શ્રી હર્ષત માતા મંદિર  – આભાનેરી – રાજસ્થાન

રાજસ્થાન જેટલું કિલ્લો અને મહેલો માટે જાણીતું છે એટલું જ એ મંદિરો માટે પણ જાણીતું જ છે!!! જાણે કે રાજસ્થાનમાં ઐતિહાસિકતા સાથે ધાર્મિકતા એવી વણાઈ ગયેલી છે કે એમાંથી એકને પણ છૂટી પાડવી મુશ્કેલ છે !!! રાજસ્થાનના મંદિરો કોઈ પણ ઐતિહાસિક સ્મારકોથી કમ નથી જ એ પણ ઐતિહાસિક જ ગણાય, પણ ધાર્મિકતા એમાં સોનામાં સુગંધ ભળ્યા જેવી જ છે !!! રાજસ્થાનમાં ખાલી જયોતિર્લિંગ નથી આવેલું. બાકી બધાંજ પ્રકારના મંદિરો એમાં છે. આવુંજ એક અદ્ભુત અને અલૌકિક મંદિર છે——- આભાનેરીનું હર્ષત માતા મંદિર !!!

હર્ષત માતા મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લામાં સ્થિત આભાનેરી ગામમાં “ચાંદ બાવડી”ની ઠીક વિપરીત દિશામાં સ્થિત છે. આ મંદિર હિંદુ દેવી હર્ષત માતાને સમર્પિત છે, જે હર્ષ અને ઉલ્લાસની દેવી છે !!! અહી આવવાંવાળાં શ્રદ્ધાળુઓનું માનવું છે કે દેવી સદૈવ ખુશ રહે છે અને સર્વેજનો પર પોતાની કૃપા વરસાવે છે!!! અહીં હર્ષત માતા દેવીને સન્માન આપતાં દરેક વર્ષે એક ત્રણ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન અહીં બહુજ ભારી સંખ્યામાં શ્રદ્ધાળુ અને આસપાસનાં જિલ્લાનાં વ્યાપારી એકત્ર થાય છે !!! આ મંદિર જે પોતાની પથ્થરની વાસ્તુકલા માટે જાણીતું છે એ હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના નિયંત્રણમાં છે !!!

નિર્માણ  ————
આ વિશાલ મંદિરનું નિર્માણ ચૌહાણ વંશીય રાજા ચાંદે આઠમી-નવમી સદીમાં કરાવ્યું હતું. રાજા ચાંદ તત્કાલીન આભાનેરીનાં શાસક હતાં !!! એ સમયે આભાનેરી આભા નગરીનાં જાણીતી હતી

હર્ષત માતાનો અર્થ છે —–” હર્ષ આપવાંવાળી” !!!
કહેવાય છે કે રાજા ચાંદ પોતાની પ્રજાને બહુજ પ્રેમ કરતાં હતાં સાથે જ એ સ્થાપત્ય કલા પારખુ અને કલાપ્રેમી હતાં. એ માં દુર્ગને શક્તિના રૂપમાં પૂજતા હતાં !!! પોતાનાં રાજ્ય પર માતાની કૃપા માનતાં હતાં. પોતાનાં શાસનકાળ દરમિયાન એમણે અહીં દુર્ગા માતાનું મંદિર બંધાવ્યું !!! કહેવાય છે કે આભાનગરીમાં એ સમયે સુખ શાંતિ અને વૈભવની કોઈ જ કમી નહોતી અને રાજા ચાંદ સહિત રિયાસતની પ્રજા એ માનતી હતી કે રાજ્યની ખુશાલી અને હર્ષ દુર્ગા માની જ દેન છે. આ સોચની સાથે માં દુર્ગાનું આ મંદિર હર્ષત અર્થાત “હર્ષની દાત્રી”નાં નામે પણ જાણીતું છે

સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક  ———-
હર્ષત માતાનું પૂર્વમુખી મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ચારે બાજુથી લોખંડની મેઢ બનાવીને સંરક્ષિત કરવામાં આવ્યું છે. મંદિરની સામે હનુમાનજીનું એક નાનકડું મંદિર છે. આ મંદિર પ્રસિદ્ધ “ચાંદ બાવડી” અને હર્ષત માતામંદિરની વચમાં છે. લોખંડના દરવાજામાંથી મંદિરમાં પ્રવેશવા માટે ડાબી બાજુએ મંદિર વિષે ઐતિહાસિક જાણકારી અને પુરાતત્વ વિભાગનું બોર્ડ લાગેલું છે !!! જેમાં ઉલ્લેખ છે કે આ સંક્ષિત સ્મારક છે !!!

મંદિર સ્થાપત્ય  ————
મહામેરુ શૈલીનું આ પૂર્વાભિમુખ મંદિર દોહરી જગતી પર સ્થિત છે. મંદિર ગર્ભગૃહ યોજનામાં પ્રદક્ષિણા પથ યુક્ત પંચરથ છે ,જેનાં અગ્રભાગમાં સ્તંભો પર આધારિત મંડપ છે. ગર્ભગૃહ એવં મંડપ ગુંબજાકાર છતયુક્ત છે , જેની બાહરી દીવાલ પર ભદ્ર તાખોમાં બ્રાહ્મણો, દેવી-દેવતાઓની પ્રતિમાઓ ઉત્કીર્ણ છે !!! ઉપરી જગતીના ચારે તાખોમાં રખાયેલી સુંદર મૂર્તિઓ જીવનનાં ધાર્મિક અને લૌકિક દ્રશ્યોને દર્શાવે છે !!! આ જ આ મંદિરની વિશેષતા છે !!!!

શૈલી  ———-
મંદિર પુરાતન દ્રવીડીયન શૈલીમાં બનેલું છે ‘જો કે જે મૌલિક રૂપમાં આ આઠમી -નવમી સદીમાં બનાવેલું હતું, એવું નથી !!! પણ મંદિરનાં પાષાણ ખંડોને આપસમાં જોડીને મંદિરને મૂળરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંદિરની પ્રથમ જગતી પર ચારે બાજુ પ્રાચીન નક્કાશીનુમા પથ્થરોને સજાવવામાં આવે છે. કેટલાંક પાષાણ ખંડોના ઢેર અહીં-તહીં, જ્યાં -ત્યાં ઘાસ પર પણ લાગેલાં જોવાં મળે છે. બીજી જગતી એ સાત-આઠ ફૂટની ચોરસ ધરાતલ છે. મુખ્ય દ્વારની ઠીક સામે બનેલી સીડીઓ આ ધરાતલ અને એનાં પરની જગતી પર સ્થિત મંદિર સુધી પહોંચાડે છે. આ જગતીની જમણી બાજુએ નાનકડું શિવાલય “શિવ પંચાયત”સહિત મોજુદ છે !!! બીજી જગતી એક તરફની ખુલ્લી પરિક્રમા છે, જેની વચ્ચે એક ઊંચા આયાતાકાર સત્ર પર મંદિરનું ગર્ભગૃહ અને મંડપ બનેલાં છે !!!

પરિક્રમા જગતીની ચારે તરફ અને એક જેવી પાષાણ દ્વારશાખાઓને સંજોયા ગયા છે. વચમાં સ્તંભો પર ઉત્કીર્ણ મૂર્તિઓને રાખવામાં આવી છે. ચારે બાજુએ હજારોની સંખ્યમાં તૂટેલાં શૈલ પોતાની કલાથી આનંદ પણ આપે છે અને દુખ પણ આપે છે કે આટલી ખુબસુરતકલાને ખંડિત કેમ કરવામાં આવી ? મંદિરનો મુખ્ય મંડપ શાનદાર મૂર્તિઓ અને સ્તંભોથી અચંભિત કરે છે !!! શૈલ ખંડોને બસ એકની ઉપર એક જમાવી દીધાં છે એની વચ્ચે ચુના અથવા સિમેન્ટનો પ્રયોગ નથી કરવામાં આવ્યો. સ્તંભો પર ઉત્કીર્ણ કલા લાજવાબ છે !!! મંડપની ગુંબજાકાર છત ઇંટોથી બનવવામાં આવેલી છે. આ સ્થાનીય લોકોનો પ્રયાસ છે, જે મંદિરનાં પુનર્નિર્માણની લલક દર્શાવે છે !!! મંદિરનું ગર્ભગૃહ નાનું છે !!!

માતાની પ્રતિમા  ——–

લોખંડની સલાખોવાળાં નાનકડા દરવાજાની અંદર હર્ષત માતાની પ્રાચીન મૂર્તિ નજરે ચડતી નથી, પણ શિલ્પની પાષાણની દુર્ગા પ્રતિમાને પૂજવામાં આવે છે. સંભવત : મુખ્ય મૂર્તિ પૂર્ણ રૂપથી ખંડિત કરી દેવાઈ છે અથવા હજારો ખંડિતમૂર્તિઓમાં એની પહેચાન નથી થઇ શક્તી

આક્રમણકારીઓ દ્વારા ખંડિત  ———-

જયારે દેશ પર તુર્ક અને મોગલ આક્રાંતાઓએ જોર પકડયું ત્યારે તુર્ક શાસકોએ આખાદેશની ધાર્મિક આસ્થાઓને ખંડિત કરવાનો આરંભ કર્યો !! એજ દૌરમાં તુર્ક શાસક મહમૂદ ગઝનીએ ઉત્તર ભારતના ઘણાં રાજ્યો પર ફતેહ હાંસલ કરી અને આંધીમાં જ્યાં -જ્યાં હિંદુ ધાર્મિક આસ્થાઓનાં પ્રતિક નજરે ચડયાં એને નષ્ટ કરી દેવાયાં. હર્ષત માતાનાં ભવ્ય મંદિરને પણ તોડી નાંખવામાં આવ્યું. પાષાણ પર ઉત્કીર્ણ અજૂબા કલાકૃતિઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવ્યો !!! એક-એક શિલાનાં નાનાં -નાનાં ટુકડાઓ કરીને શિલ્પનો પહાડ ખડો કરી દીધો. કાલાંતરમાં સ્થાનીય લોકોએ એ ટુકડાઓને એકત્રિત કર્યા. એ બધાની જગ્યાની પહેચાન કરી અને જમા-જામા કરીને પુન: માતાનું મંદિર નિર્મિત કરી દીધું !!! આજે પથ્થરોનાં આ ટુકડાએકની ઉપર એક રાખેલાં છે અને હર્ષત માતાની વાસ્તવિક મૂર્તિ પણ અહીંયા નથી !!! જયારે પથ્થર અને સિમેન્ટથી બનેલી આધુનિક શિલ્પની મૂર્તિને અહીંયા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે !!!

શાનદાર ઈમારત  ———-

હર્ષત માતાનું મંદિર ગુપ્તકાળથી મધ્યકાલની વચ્ચે નિર્મિત અદ્વિતીય ઇમારતોમાં એક માનવામાં આવે છે. દુનિયાભરના સંગ્રહાલયોમાં અહીંથી પ્રાપ્ત મૂર્તિઓ આભાનેરીનું નામ રોશન કરી રહી છે. આ મંદિરનાં ખંડેરો પણ દસમી સદીની વાસ્તુશિલ્પ અને મૂર્તિકલાની ઉત્કૃષ્ટતા દર્શાવે છે

લોકોની આસ્થા ———-

લગભગ ત્રણ હાજર વર્ષ પુરાણા મનાતાં આ ગ્રામના લોકો પણ મંદીરની પ્રાચીનતાને જાણે છે, સમજે છે અને ભરપુર સંરક્ષણ કરે છે. સ્થાનીય લોકો મંદિરમાં પૂરી આસ્થા અને શ્રદ્ધા સંજોયે છે !!! અહીં ત્રણ દિવસીય વાર્ષિક મેળામાં આ સ્મારકો પ્રતિ એમની શ્રદ્ધા અને પ્રેમ જોતાં જ બને છે !!!
વર્તમાનમાં હર્ષત માતા મંદિર અને ચાંદ બાવડી એ બન્ને ભારતસરકારનાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક છે !!!

ખંડેર જો આટલું સરસ અને અદભૂત હોય
તો વિચારો કે મૂળ મંદિર કેટલું સુંદર હશે !!!
આ જોવાં તો એક વાર દરેકે ત્યાં જવું જ જોઈએ
શત શત નમન હર્ષત માતાને !!!

!! જય હર્ષત માતા !!

——— જન્મેજય અધ્વર્યુ

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર- કોયલા ડુંગર

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ઉજ્જૈનનો ઇતિહાસ

શ્રી હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા નો ઇતિહાસ 

– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!