મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

આરતી એ માનવ જીવનને તારતી છે. મંદિરમાં જયારે પુજારી પ્રભુની સન્મુખ આરતી ઉતારતો હોય ત્યારે બધાની નજર પ્રભુની સામે એકચિત્તે ચોંટેલી હોય છે. માનવ મહેરામણ પ્રભુનાં શૃંગાર, પ્રભુના દિવ્ય સ્વરૂપનાં દર્શન કરતાં હોય છે. આરતી, એ માનસિક શાંતિ ચિત્તને આપે છે. આરતી જીવનને તારતી છે.

‘આરતી છે પ્રભુને પોકાર, માનસિક શાંતિ આપશે, પ્રકાશનું છે આ પ્રતિક, દિપોત્સવી પ્રકટાવશે.’’

આરતી પરોક્ષ રીતે જીવનમાં અજવાળુ પાથરે છે. પ્રભુના પ્રત્યે પ્રીતી જગાવે છે પ્રભુનો આશ્રમય દ્રઢ બનાવે છે.

આરતી એટલે ભકતનો પોકાર એક આદ્રભાવ. એક સ્તુતિ. આરતીનો મહિમા અનેરો છે. વહેલી પ્રભાતે થતી આરતી આનંદ આપે છે. શ્રીનાથદ્વારામાં તો કહેવત છે કે ‘મંગલા મુખી સર્વદા સુખી’ મંગલાની આરતી દિવ્ય હોય છે.

માનવ જીવન ઉપર પ્રભુના અનેક ઉપકારો છે. પ્રભુની કૃપા વીના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. ભગવાન કહે છે કે ‘તમો મારા માટે એક પગલું ચાલો તો હું પાછળ પાછળ દોડું.’ પ્રભુના માનવ જીવન ઉપર અગણિત ઉપકાર છે. આ આરતી દ્વારા પ્રભુના ઉપકારનો પ્રભુને સ્મરણ કરવાનો એક પ્રકારનો મહિમા છે. આરતી એટલે ‘આસમન્નાત રતિઃ’ હે ભગવાન ! મારો આશ્રય તારામાં જ છે. મારુ ચિત્ત તારામાં જ રહે ! તેવું દિવ્ય જીવન આપજે. મારા હૃદયનો ભાવ આ આરતી દ્વારા હું તને આપુ છું. આ બધું તારુ છે તને પ્રભુ હું પામર માનવી શું આપી શકું ? મારા હૃદયનો ભાવ આ આરતી દ્વારા આપું છું.

આરતીમાં જે શબ્દો છે (જે ભકતો મંદિરમાં આરતી ગાય છે) તેમાં તેમના હૃદયનો ભાવ હોય છે. પ્રભુની શૃંગાલ લીલાનાં વર્ણન છે. પ્રભુની મહિમા ગાતાં ગુણલાં છે.

પ્રભુની આરતી કરે છે અને હૃદયના અંતરમાંથી ખાનગીમાં માનવ વેદના પોતાની વ્યકત કરે છે. આરતીમાં ભાવની સાથે ભકતોના હૃદયની લાગણી છુપી હોય છે.

એવું શાસ્ત્રમાં છે કે ભગવાન ભકતની યાચના માંગણી આરતી આવે ત્યારે ધ્યાનમાં લે છે એ સમય જ મૂલ્યવાન છે’ ભકતની વાત પ્રભુ સાંભળે છે તેની ઇચ્છા પુરી કરે છે.

આરતી પરોક્ષ રીતે ભગવાન સાથેનું ભકતનું જોડાણ દ્રઢ બનાવે છે.

આરતી વખતે અથવા તો થવાની હોય તે પહેલાં ભકતો એકદમ દોટ મુકે છે તેનું આજ કારણ છે. તે હૃદયના તારને ઝણઝણાવે છે.

આરતી મંદિરનું વાતાવરણ, મનોરમ્ય અને અલૌકિક બનાવે છે. ઢોલ, નગારા, ઝાલર શંખના નાદ માનવીના ભાવને જગાવે છે. નાનકડી ઘંટડી રણકાને માવને પોકાર કરે છે કે હે માનવ ! જાગ હવે જીવન પુરુ થવા આવ્યું.

તારા હૃદય અને મનમાં પ્રભુને બોલાવ, તારા હૃદય મંદિરમાં પ્રભુને આસાન આપ તેની મૂર્તિ હૃદયમાં પધરાવ !

પ્રત્યેક મંદિરમાં પ્રભુની આરતીના પ્રકાર જુદા જુદા છે પણ બધામાં ભાવ એક જ છે.

આરતી એટલે દિવ્ય પ્રકાશ, દિવ્ય ધ્વનિ.

એવું કહેવાય છે કે પ્રાચીન કાળમાં વીજળી હતી નહીં. જંગલની ગુફામાં પ્રભુની દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવવા નાનકડા કોડીયાની જયોત કરી પ્રભુનાં અંગનાં દર્શન કરવા પૂજારી આ કોડીયા ફેરવતા આથી ભકતો પ્રભુનાં અંગનાં દર્શન કરી ધન્યતા અનુભવતા. કાળક્રમે દર્શનનો સમય નિશ્ચિત થયો. વિશાળ મંદિરો ચરિત્રતત્વમાં આવ્યાં અને આરતીનો ક્રમ નક્કી થયો. પ્રાચીન કાળની આ પદ્ધતિ આરતીના ચોકકસ સ્વરૂપમાં પરીણમી.

જેમ ઘરના બારણે ‘ભલે પધાર્યા’ વેલકમ કરીયે છીયે તેમ પ્રભુને પણ આવકારીયે પ્રભુને મન મંદિરમાં પધારવાનું આમંત્રણ આપીયે.

પ્રાચીન કાળમાં વિજય માટે રાજાઓ પોતાના શૈન્યની તેમજ શસ્ત્રોની આરતી કરી શુભેચ્છાઓ પાઠવતા અને ધાર્મિક વિધી કરતા તો જેણે આવો માનવ દેવ આપ્યો છે તેની આરતી કેમ ન કરીયે ? આ એક આભાર અને ૠણની લાગણી છે !

આરતીની જયોત પ્રકાશ ફેલાવે છે દિવસ પૂંજનાં દર્શન આપે છે. આ દ્વારા પંચ તત્વોના પ્રતીકરૂપે પ્રભુના ચરણારવિંદમાં આપણે સમર્પિત થઈ જઈએ છીએ.

પુષ્ટિ માર્ગમાં પ્રભુનું સ્વરૂપ બાલસ્વરૂપ છે. એટલે આરતી ઉતારવામાં આવે છે. ઘંટ દુરથી વગાડવામાં આવે છે.

પુષ્ટિમાર્ગમાં પ્રભુના છપ્પન ભોગ વખતે દિવ્ય આરતી કરવામાં આવે છે.

ડાકોર, નાથદ્વારામાં મંગલા આરતી જોવી એ જીવનનો લ્હાવો છે. નસીબદારને જ આવા દિવ્ય સ્વરૂપની ઝાંખી થાય. નાથદ્વારામાં આથી જ મંગલા આરતીનું ખુબજ મહત્વ છે ઃ

ડાકોરમાં ગવાતી આરતી ઃ-

રસ ભીના રાય રણછોડ વસો મારા રૂદિયામાં,

સુખ સાગાર શ્રી રણછોડ, વસો મારા રૂદિયામા,

પ્રાતઃ સમે પ્રભુનું સુખ નીરખી આનંદ ઉર ન સમાયે રે

સુરનર મુનિવર વેદ વખાણે, નારદ શારદ ગાય.’

જે આરતીને દેવો વખાણે ‘નારદ’ જેની પ્રશંસા કરે એ આરતી કેટલી દિવ્ય હશે ?

પુષ્ટિ મંદિરોમાં ગવાતી આરતી ઃ-

‘મંગલમ્‌ મંગલ વ્રજભૂમિ મંગલમ્‌ મંગલ યશોદા નંદન,

મંગલ મંગલ કીર્તિન કરવું, મંગલ મંગલ રૂપ પ્રભુનું.

મંગલ મંગલ આરતિ ઉતારી મંગલ મંગલ ગુમલા ગાઉં.

મંગલ મંગલ આરતિ ઉતારી મંગલ મુખના વારણાં લેતી.

આમ આરતિ મંગલ છે. માનવનું મંગલ કરે છે.

આરતિમાં ભાવ સાત્વિક રાખવો, શરીર શુદ્ધ બનાવી મંદિરમાં જવું.

મંદિરનો દીવો માનવને ઉપદેશ આપે છે કે

દીલમાં દીવો કરો ! પ્રભુનો આશ્રય કરો !

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– તિલકનું વિજ્ઞાન

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!