વિક્રમ સંવત ૧૩૧૧ માં સિંધના બાંભળીયા સમા નામના રાજવીએ જે સંતનુ મસ્તક કાપી મૃત્યુ દંડની સજા કરેલ અને તેમના ધડે પોતાનું મસ્તક હાથમાં લઈ કચ્છ અને વિશ્વ ની આગમવાણી કહેલી. શ્રી માતંગ દેવ મેધવાર સમાજ માં આવ્યા ત્યારે કહેલકે
“કંથનહારો આવશે ચોથે પગ મામૈ પડંત વછવાર”
પૂજય શ્રી મામૈદેવ નું સ્વઘામ મકલી છે. પુજ્ય મામૈદેવે મકલીમાં અંતીમ અગમ બોલ્યા. આ તીર્થધામ પણ સિંધ પાકિસ્તાન માં આવેલા નગરઠઠા ગામ પાસે ના વિસ્તાર મા આવેલુ છે.
આ પછી માતંગ દેવના પુત્ર શ્રી લુણંગદેવ તથા લુણંગદેવ ના પુત્ર માતૈદેવ પણ આ પ્રમાણે ભવિષ્યવાણી કહી વિદાય થયા. આ તમામ કાર્યો ને પુર્ણ કરવા માટે માતૈદેવ ના પુત્ર મામૈદેવ થયા. આ તમામ કાર્યો શ્રી મામૈદેવ ના જીવન માં પૂંણૅ થયા. પૂજય મામૈદેવ નું આ તિર્થ યાત્રા સ્થળ મક્લી અતી ચમત્કારીક ગણાય છે. પૂજય મામૈદેવ પોતાના જીવન ની અંતિમ આગમવાણીઓ અહી ભાખી હતી. તેમનુ ધડ થી જુદુ પડી ગયેલુ મસ્તક આગમ ના વેદ ભાખતુ રહયુ અને ધડ તેને હુકાંરો આપ્યો પછી અહી ના પવીત્ર મક્લી ના સ્મશાન માં પૂજય શ્રી મામૈદેવ નું ગમન થયું.
મામૈદેવ ના પ્ર..પિતામહ શ્રી માતંગદેવ હૈદરખાન નામનાં મુસ્લિમ સેનાપતિ ના હાથે સિંધમા એક યુધ્ધ મા તલવાર ના ઘા થી મોત થયુ તેમની સાથે 140 સુમરા રાજપૂતો શહિદ થયેલા તે 2075 મા મામૈદેવ ની વાણી પ્રમાણે તે નવાસર 140 સુમરા શાસકો બનશે અને મામૈદેવ ના લગ્ન મેઘવાળ કન્યા સાથે થશે.
મામૈદેવ ની વંશાવલી-
કાનરખ
↓
માલરખ
↓
માઞરખ
↓
પૂ.ઘણી માતંગદેવ, ઠાકરૉ
↓
પૂ.લુણંગદેવ,મૉણંગદેવ
↓
પૂ.માતઈદેવ
↓
પૂ.મામઈદેવ (ભવિષ્યવેતા),મૉહન
↓
મતિયાદેવ,ભાગવંત,મેઘાણંદ,માદે,મડચંદ,લાલણ
મતિયાદેવનાં ચાર પુત્રોઃ
વેજલદેવ,મૉખણશી,ધાણ,ધેણંગ
ભાગવંત દેવનાં ત્રણ પુત્રો :
ભરમ, જાલૉ, દેપાર
માદેદેવનાં ત્રણ પુત્રો :
પાલમાદે,ખાનમાદે,રતનમાદે
મેધાણંદનાં ચાર પુત્રો:
મુમદાખ,મૉખરા,પડવૉ,સત કૉઆર
લાલણદેવનાં છ પુત્રો:
માલ, રેલણ,વીરૂ, કાછેલૉ, વીંસૉ, કુંભાણી
પૂજયઘણીમાતંગદેવ સાક્ષાત શીવ અવતાર
પૂજય લુણંગદેવ સાક્ષાત ગણેશ અવતાર
પૂજય માતઈદેવ સાક્ષાત વિષ્ણુ અવતાર
પૂજય મામઈદેવ સાક્ષાત બ્રહ્માજી અવતાર
શ્રી મામૈદેવ શ્રી બ્રહાજી ના અવતાર હતા આ ઉંપંરાત ઉજ્જેનનગરી ના રાજા ભરથરી અને ક્વી કાલીદાસ ને શ્રી મામૈદેવ ના અવતાર માંનવા માં આવે છે.
મામૈદેવ ના દસ અવતાર :-
રસુલખાન બાદશાહ, કવિ કાલિદાસ, સુઆંત ઋષી, મેર પક્ષી, રાજા ભરથરી, અમયા રખ ઋષી, મૂસા નબ્બી, ધોરમનાથ(ધુધરીમલ સંગરામ), દૈવાયત પડિંત, પડિંત મામૈદેવ….. ( ઉપરોકત અવતાર નો ક્રમ આગળ પાછળ હોવો સભંવ છે.)
માહિતી માતંગ પુરાણ મુજબ લેવામાં આવેલ છે. ભુકચુક માફ કરશો.
પ્રેષિત-ટાઇપઃ મયુર સિધ્ધપુરા-જામનગર
મોબાઇલઃ 9725630698
ચિત્રાંક્ન-છબીઃ કરશનભાઇ ઓડેદરા-પોરબંદર
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો