કૃષ્ણ દ્વેપાયન ભગવાન વેદવ્યાસ ના શિષ્ય જૈમિનિ એક મોટા ઋષિ હતા.
તેઓ પૂર્વ મીમાંસા દર્શનના પ્રવર્તક ઋષિ અને પૂર્વમીમાંસા નામનો તત્ત્વજ્ઞાનનો બહુ અટપટો શાસ્ત્રીય સૂત્રમય ગ્રંથ ના રચયિતા પણ છે.
આ ગ્રંથ માં કર્મ કરવાથી જ મોક્ષ મળે છે એવો સિદ્ધાંત તેમણે સ્થાપિત કર્યો હતો.
ઉત્તરમીમાંસા અથવા વેદાંત તેમના ગુરુ કૃષ્ણ દ્વૈપાયને બનાવેલ છે.
આ ગ્રંથોમાં વેદવ્યાસે એના જૈમિનિ ઋષિના પક્ષનું ખંડન કર્યું છે.
તેમના કાર્યો ————-
પૂર્વ મિમાંસા સૂત્ર ————
જૈમિનિ ખાસ કરીને તેમના પૂર્વ મીમાંસા સૂત્ર એટલે કે કર્મ મીમાંસાની રચના માટે પ્રસિદ્ધ છે, આ એક એવી રચના છે જે વેદીક આજ્ઞાઓનો અભ્યાસ કરે છે.
આ પ્રાચીન ભારતીય તત્વ દર્શનનો એક ભાગ છે.
ઈ.પૂ. ત્રીજી શતાબ્દીમાં રચાયેલી આ કૃતિમાં ૩,૦૦૦ સૂત્રો છે
અને મીમાંસા દર્શનનું આધારભૂત સાહિત્ય છે.
આ ગ્રંથનો હેતુ વેદોના કર્મ અને ધર્મની સમજૂતી આપવાનો છે
જેનો ઉલ્લેખ શરૂઆતના ઉપનિષદોમાં પણ છે. જૈમિનિની મીમાંસા તે સમયના ગૂઢ વેદાંતના પ્રવાહની વિરુદ્ધ એક પ્રતિ- ચળવળ હતી. તેના પર શબરે પણ શરૂઆતના સૈકાઓમાં ટિપ્પણી કરી છે.
જૈમિની ભારત ————
તેમણે જૈમિની ભારતનામે મહાભારતના એક અન્ય સંસ્કરણની પણ રચના કરી. એ જે તેના અશ્વમેઘ પર્વ નામના ખંડ માટે જાણીતી છે.
જૈમિની સૂત્રો ————
જૈમિની સૂત્રો કે ઉપદેશ સૂત્રો બૃહદપરાશર હોરા શાસ્ત્ર પછી આવતી એક ઐતિહાસીક રચના છે.
તેમાં તેમણે વિષ્તૃત વર્ણન આપ્યું છે
જેના આધારે જ્યોતિષીની નવી શાખા જૈમિની જ્યોતિષની શરૂઆત થઈ.
અન્યત્ર ઉલ્લેખ ———–
સામ વેદ ———
જ્યારે ઋષિ વેદ વ્યાસએ પ્રાચીન વૈદિક સૂત્રોને તેમના બલિદાનના આધારે ચાર ભાગમાં વિભાજીત કર્યાં,
અને તેમને પાના ચાર મુખ્ય શિક્ષણ શાખાઓ રૂપે શીખવ્યાં –
પૈલા,
વૈસમ્પાયન,
જૈમિની
અને
સુમન્તુ,
સામવેદ એ ઋષિ જૈમિનીને સમર્પિત હતું.
“તેમણે વેદોને ચારભાગમા વિભાજીત કર્યાં,
ઋગ, યજૂર, સામ અને અથર્વ.
ઈતિહાસ અને પુરાણ ને પાંચમો વેદ માનવામાં આવે છે.”
– બ્રહ્માંડ પુરાણ ૧.૪.૨૧
મારકંડ પુરાણ ————-
સૌથી પ્રાચીન પુરાણોમાંનું એક માર્કંડ પુરાણ,
એ જૈમિની અને માર્કંડેય વચ્ચે વાર્તાલાપ સ્વરૂપે વર્ણવેલું છે.
શાસ્ત્રોના જ્ઞાતા અને આગવી ભાત પાડનાર ઋષિ જૈમિનીને શત શત વંદન !!!!
———-જનમેજય અધ્વર્યુ
જો તમે ભારતના મહાન ઋષીઓની કથા વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-