ભગવાન શેષનાગ

વિવરણ ‘ભગવાન શેષ સાક્ષાત નારાયણનું જ સવરૂપ છે એવં એમને માટેનું શૈયારૂપ ધારણ કરેલું છે. અન્ય્ નામ -નાગરાજ અને અનંત. વિશેષ ગંધર્વ,અપ્સરા , સિદ્ધ ,કિન્નર ,નાગ આદિ કોઈ પણ એમનાં ગુણોની થાહ નથી લગાવી શકતા એના માટે જ એમને અન્નંત કહેવામાં આવે છે. જાણકારી એ પોતાનાં સહસ્ર મુખો દ્વારા નિરંતર ભગવાન વિષ્ણુનો ગુણાનુવાદ કરતાં રહેતાં હોય છે અને અનાદિકાળથી એ કરતાં રહેવા છતાં પણ થાકતાં નથી કે અકળાતા નથી.

શેષનાગ ભગવાનની સર્પવત આકૃતિ વિશેષ હોય છે. સમગ્ર સૃષ્ટિના વિનાશ પશ્ચાત પણ એ બચેલા જ હોય છે એટલા માટે એમનું નામ શેષ છે. સર્પાકાર હોવાને લીધે એમના નામની જોડે “નાગ” વિશેષણ જોડાયેલું જ રહેલું છે. શેષ નાગ સ્વર્ણ પર્વત પર રહેતાં હોય છે. શેષનાગના હજાર મસ્તક છે !!! એ નીલ વસ્ત્રો ધારણ કરે છે તથા સમસ્ત દેવી -દેવતાઓ દ્વારા પૂજિત છે !!!! એ પર્વત પર ત્રણ શાખાઓ વાળા સોનાનું એક તાલ વૃક્ષ છે. જે મહાપ્રભુની ધ્વજાનું કામ કરે છે !!!!

રાત્રીના સમયમાં આકાશમાં જે વક્રાકૃતિ આકાશ ગંગા દેકાખ છે જે ક્રમશ : દિશા પરિવર્તન કરતી રહેતી હોય છે. જે અખિલ બ્રહ્માંડો ને પોતાનામાં સમેટે છે ‘એની અનેક શાખાઓ જોવા મળતી હોય છે. એ સર્પાકૃતિ હોય છે …… આને જ શેષનાગ કહેવામાં આવે છે. પુરાણો તથા કાવ્યોમાં શેષના વર્ણનોમાં એને શ્વેત કહેવામાં આવ્યો છે. આકાશગંગા પણ શ્વેત જ હોય છે. અહિયાં ૐ ની આક્રુત્તિમાં વિશ્વ બ્રહ્માંડને ઘેરતી હોય છે. ૐ ને બ્રહ્મ કહેવામા આવે છે આજ શેષનાગ છે !!!!

પુરાણોમાં ઉલ્લેખિત ———

એમનું આખ્યાન વિભિન્ન પુરાણોમાં પણ મળે છે. કાલિકા પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પ્રલયકાળ આવશે ત્યારે સારી સૃષ્ટિ નષ્ટ થઇ જશે. ત્યારે ભગવાન વિષ્ણુ પોતની પ્રિયપત્ની લક્ષ્મી સાથે આના પર શયન કરતાં હશે અને એમના પર પોતાની ફેણોથી છાંયો કરતાં રહેતાં હોય છે એમની પૂર્ણ ફેણ કમળને ઢાંકેલી જોવા મળે છે. ઉત્તરની ફેણ ભગવાનના માથાં પર અને દક્ષિણની ફેણ ચરણોનું આચ્છાદન કરતી રહેતી હોય છે. પ્રતીચીની ફેણ ભગવાન વિષ્ણુ માટે વ્યંજનનું કાર્ય કરે છે. એના ઇશાન ખુણામાં ફેણ, શંખ ,ચક્ર, નંદ, ખડગ, ગરુડ અને યુગ તૂણીર ધારણ કરે છે તથા અગ્નેય ખૂણાની ફેણ ગદા, પદ્મ આદી ધારણ કરે છે !!!

પુરાણોમાં એને સહસ્રશીર્ષ કે સો ફેણોવાળો કહેવામાં આવે છે. એમની એક ફેણપર સારી વસુંધરા અવસ્થિત કહી ગઈ છે એ આખી પૃથ્વીને ધૂલિના કર્ણની ભીતિ એક ફેણ પર સરળતાપૂર્વક લેતાં રહેતાં હોય છે. પૃથ્વીનો ભાર અત્યાચારીઓને કારણે જયારે બહુ જ પ્રધિત થઇ ગયો હોય છે ત્યારે એમને અવતાર પણ ધારણ કરવો પડતો હોય છે લક્ષ્મણ અને બલરામ એમનાં અવતાર કહેવામાં આવ્યા છે ‘ એમનો કયાંય અંત નથી. એટલા માટે જ એમને અનંત કહેવામાં આવે છે. ગોસ્વામી તુલસીદાસે લક્ષ્મણની વંદના કરતાં એમણે એમને શેષાવતાર કહ્યો છે :

બંદાં લછિમન પદ જલજાતા ।
સીતલ સુભગ ભગત સુખદાત।।

રઘુપતિ કીરતિ બિમલ પતાકા ।
દ્વન્ડ સમાન ભયઉ જસ જાકા ।।

સેષ સહસ્રસીસ જગકારના ।
જો અવતરેઉ ભૂમિ ભય ટારન ।।

કથા ———-

ક્દ્ર્રુંના દીકરા ઓમા સૌથી પરાક્રમી શેષનાગ હતો. એણે પોતાની માં અને ભાઈઓનો સાથ છોડીને ગંધમાદન પર્વત પર તપસ્યા કરવી આરંભ કરી. એમની ઈચ્છા હતી કે એ આ શરીરનો ત્યાગ કરી દે. ભાઈઓ તથા માંની વિમાતા (વિનંતી) તથા સોતેલાં ભાઈઓ અરુણ અને ગરુડપ્રત્યેનો દ્વેષભાવ જ એમની સંસારિક વિરક્તિનું કારણ હતાં !!! એમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ એને વરદાન આપ્યું કે એની બુદ્ધિ સદૈવ ધર્મમાંજ લાગેલી રહે !!! સાથે જ બ્રહ્માજીએ એને એવો આદેશ આપ્યો કે એ પૃથ્વીને પોતાની ફેણ પર સભાળપૂર્વક ધારણ કરે જેનાથી એ હલવાનું બંધ કરી દે તથા સ્થિર રહી શકે !!! શેષનાગે આ આદેશનું પાલન કર્યું એમણે પૃથ્વીની નીચે આવતાં જ સર્પોએ એમના નાના ભાઈ વાસુકિનો રાજ્યતિલક કરી દીધો !!!

પ્રણામ શેષનાગજી પ્રણામ !!!
—— જનમેજય અધ્વર્યુ

જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ભગવાન રામનું ધનુષ્ય : કોદંડ

– અર્જુનનું ગાંડીવ ધનુષ્ય 

– જયદ્રથ વધની ગાથા

– હાડી રાણીનું અમર બલિદાન

– નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ

– શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ

– નાગરાજ વાસુકિ

error: Content is protected !!