સતી રાણી પદ્માવતી અથવા રાણી પદ્મિની

૧૨ મી અને ૧૩ મી સદીમાં, દિલ્હીના સિંહાસન પર દિલ્હી સલ્તનતનું રાજય હતું. સુલતાને ઘણીવાર મેવાડ પર તેની શક્તિ વધારવા માટે હુમલો કર્યો. સુંદર રાણી પદ્મિની મેળવવા માટે અલાઉદ્દીન ખિલજી દ્વારા આક્રમણમાંનો એક પર હુમલો કરવામાં આવ્યો. આ વાર્તા અલાઉદ્દીનના ઇતિહાસકારો દ્વારા પુસ્તકમાં લખવામાં આવી હતી જેથી તેઓ રાજપૂત પ્રદેશો પર આક્રમણ સાબિત કરી શકે. કેટલાંક ઇતિહાસકારો આ વાર્તાને ખોટી ગણે છે——- કારણ કે આ વાર્તા રાજપૂતોની ઉશ્કેરણી કરવા માટે મુસ્લિમ સ્રોતો દ્વારા લખવામાં આવી હતી.

રાણી પદ્મિનીના પિતાનું નામ ગંધર્વસેન હતું અને માતાનું નામ ચંપાવતી હતું. રાણી પદમિનીના પિતા ગંધર્વસેન સિંહેલા પ્રાંતના રાજા હતા. બાળપણમાં પદ્મિનીને “હીરામણી” નામનો એક બોલતો પોપટ હતો. જેની સાથે તેઓ તેમનો મોટાભાગનો સમય ગાળતાં હતાં. રાણી પદ્મિની તેના બાળપણથી ખૂબ જ સુંદર હતી અને જ્યારે એ મોટી થઇ ત્યારે એના આ પિતાજીએ એને માટે એક સ્વયંવરનું આયોજન કર્યું. આ સ્વયંવરમાં એણે બધાં હિંદુ રાજાઓ અને રાજપૂતોને આમંત્ર્યા. એક નાના પ્રદેશના રાજા મલખાનસિંહ પણ એ સ્વયંવરમાં આવ્યાં હતાં.

રાજવી રાવલ રતન સિંહ પણ પહેલેથી જ પોતાની નાગમતી હોવાં છતાં પણ એ સ્વયંવરમાં આવ્યો હતો. પ્રાચીન સમયમાં, રાજા એક કરતાં વધુ લગ્ન કરવાં માટે જાણીતાં હતાં. જેથી વંશને વધુ અનુગામીઓ મળે. રાજા રાવલ રતન સિંહે મલ્ખાન સિંહને સ્વયંવરમાં હરાવીને પદ્મિની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી તેઓ પોતાની બીજી પત્ની પદ્મિની સાથે ચિત્તોડમાં પરત ફર્યા.

તે સમયે, રાજપૂત રાજા રાવલ રતન સિંઘ ચિત્તોડના શાસક હતા. તેઓ એક સારાં ગાયક અને સારા પતિ હોવા ઉપરાંત, રતન સિંઘ કલાના સંરક્ષક હતાં. તેમના દરબારમાં ઘણા પ્રતિભાશાળી લોકો હતા, જેમાં રાઘવ ચેતન સંગીતકાર પણ એક હતા. લોકો રાઘવ ચેતન વિશે જાણતા ન હતા કે તેઓ એક જાદુગર પણ છે. તેમણે દુશ્મનને મારી નાખવા માટે તેના દુષ્ટ પ્રતિભાનો ઉપયોગ કર્યો હતો. એક દિવસ રાઘવ ચેતન દુષ્ટ આત્માઓને બોલાવવાનું કામ કરી રહ્યો હતો અને તે રંગે હાથ પકડાઈ ગયો. આ વાતની ખબર પડી કે રાવલ રતન સિંહે એને ક્રોધિત થઈને એનું મોં કાળું કરીને અને ગધેડા પર બેસાડીને પોતાનાં રાજ્યમાંથી તડીપાર કર્યાં. રતન સિંહની આ કઠોર સજાને કારણે રાઘવ્ ચેતન એનો દુશ્મન બની ગયો …….

તેમના અપમાનથી ક્રોધિત, રાઘવ ચેતન દિલ્હી ગયા. જ્યાં તેમણે દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીને ચોત્તોડ પર આક્રમણ કરવાં માટે એને ઉપસાવવાના હેતુસર પ્રસ્તાવ મુક્યો. દિલ્હી પહોંચ્યા પછી રાઘવ ચેતન દિલ્હી પાસેના એક જંગલમાં રોકાયો. જ્યાં સુલ્તાન વારંવાર શિકાર કરવા આવે છે. એક દિવસ જ્યારે તેમને ખબર પડી કે સુલતાન શિકાર કરવા જંગલમાં પ્રવેશી રહ્યો છે. તેથી રાઘવ ચેતને પોતાની વાંસળીમાંથી અવાજ કાઢવાનો શરૂ કર્યો…

જ્યારે રાઘવ ચેતનની વાંસળીના મધુર સ્વર સુલતાનના શિકાર સુધી પહોંચ્યા તો એ વિચારમાં પડી ગયો કે આટલાં ઘોર જંગલમાં આટલી સરસ અને મીઠી વાંસળી કોણ વગાડે છે !!!!  સુલતાને એ વાંસળીવાદકને પકડી લાવવાં પોતાનાં સૈનિકોને આદેશ આપ્યો ……. જ્યારે રાઘવ ચેતનને સૈન્ય દ્વારા અલાઉદ્દીન ખિલજી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં ત્યારે સુલ્તાને તેમની પ્રશંસા કરી અને તેમને દરબારમાં આવવા કહ્યું. ચાલક રાઘવ ચેતને એ રાજાને એજ સમયે પૂછ્યું
” આપ મારાં જેવાં સાધારણ સંગીતકારને કેમ બોલાવો છો જયારે આપણી પાસે તો ફ્ગની સુંદર વસ્તુઓ છે !!!!”

રાઘવ ચેતનની વાત ના સમજ્યો હોય એમ ખિલજીએ એને સાફ સાફ શબ્દોમાં વાત કરવાનું કહ્યું રાઘવ ચેતને સુલ્તાનને રાણી પદ્મિનીની સુંદરતાનું વર્ણન કર્યું જે સંભાળીને ખીલજીની વાસના જાગૃત થઇ ઉઠી !!! તેમની રાજધાની પહોંચ્યા પછી તરત, તેમણે ચિત્તોડ પર આક્રમણ કરવા માટે તેમની સેનાને કહ્યું
કારણકે ખીલજીનું સપનું તો એ સ્વપ્નસુંદરીને પોતાની બાહોમાં સમાવવાનું હતું.

Rani Padmavati

બેચેનીથી ચિત્તોડ પહોંચ્યા પછી, અલાઉદ્દીને ચિત્તોડગઢને અતિસુરક્ષિત કિલ્લા તરીકે નિહાળ્યો. સુલતાન તે પ્રસિદ્ધસુંદરીની એક ઝાંખી મેળવવા માટે બેબાકલો બની ગયો અને તેણે રાજા રતન સિંહને એમ કહેવડાવ્યું કે તેઓ રાણી પદ્મિનીને પોતાની બહેનની જેમ માને છે બસ એક વાર એને મળવાની મારી ઈચ્છા છે. સુલ્તાનને સાંભળીને, રતન સિંહ તેનો ગુસ્સો ટાળવા અને તેના રાજ્યને બચાવવા માટે સંમત થયા. રાણા પદ્મિની કાચના અરીસામાં અલાઉદ્દીનને ચહેરો બતાવવા માટે સંમત થયા. જ્યારે અલાઉદ્દીને જાણ થઈ કે રાણી પદમિની તેને મળવા તૈયાર છે. તેમણે કાળજીપૂર્વક તેમના પસંદ કરેલા યોદ્ધાઓ સાથે કિલ્લામાં પ્રવેશ કર્યો. રાણી પદ્મિનીની સુંદરતા પર મોહિત થઈને ખિલજીએ રતનસિંહને બંદી બનાવી દીધો !!!!

જ્યારે અલાઉદ્દીન ખિલજીએ કાચના અરીસામાં પાણીના પ્રતિબિંબમાં રાણી પદમિનીનો સુંદર ચહેરો જોયો. તેમણે વિચાર્યું કે રાણી પદ્મિનીને તે પોતાની બનાવીને જ જંપશે. પોતાના શિબિરમાં પાછા ફર્યા ત્યારે, અલાઉદ્દીન થોડા સમય માટે રતન સિંહ સાથે ચાલતા હતા. ખિલાજીએ તક જોઇને રતનસિંહને બંદી બનાવી દીધો અને પદ્મિનીની માંગણી કરવાં લાગ્યો રતન સિંઘના બદલામાં તેને રાણી પદ્મિની ની માગણી કરી. ચૌહાણ રાજપૂત સેનાપતિ ગોરા અને બાદલે સુલ્તાનને હરાવવા માટે એક વાત ચલાવી કે ——- “બીજા દિવસની સવારે તેઓ પદ્મિનીને સુલતાનને સોંપી દેશે !!!!”

બીજા દિવસે, સવારે વહેલી સવારે, ૧૫૦ પાલખીઓ કિલ્લામાંથી ખિલજીની છાવણી તરફ રવાના કરી. પાલખીઓ ત્યાં જઈને ઉભી રાખવામાં આવી જ્યાં રતનસિંહને બંદી બનાવવામાં આવ્યો હતો. પાલખીઓ જોઈને રતનસિહે વિચાર્યું કે —— પાલખીઓ કિલ્લામાંથી આવી છે તો એમની સાથે રાણી પણ અહી આવી જ હશે ને !!!! એ પોતાની જાતને બહુજ અપમાનિત સમજવા લાગ્યો ….. એ પાલખીઓમાં ના તો એની પત્ની હતી કે ના તો એની દાસીઓ અને અચાનક સશસ્ત્ર સૈનિકો તેમાંથી બહાર આવ્યા. એમણે રતનસિંહને છોડાવ્યા અને ખિલજીના તબેલામાંથી ઘોડા ચુરાવીને એ ઘોડા પર સવાર થઈને કિલ્લા તરફ ભાગી નીકળ્યાં !!!! ગોરા આ લડાઈ માં બહાદુરીપૂર્વક લડતાં લડતાં વીરગતી પામ્યો. જયારે બાદલ રતનસિંહને સુરક્ષિત કિલ્લામાં પહોંચાડી આવ્યો !!!!

જ્યારે સુલ્તાનને સમજાયું કે તેમની યોજના નિષ્ફળ થઈ છે, સુલ્તાન ગુસ્સામાં આવ્યા અને ચિત્તોડ પર હુમલો કરવા માટે તેની સેનાને આદેશ આપ્યો. સુલ્તાનની સેનાએ કિલ્લામાં પ્રવેશવા માટે સખત મહેનત કરી, પણ નિષ્ફળ રહી. હવે ખિલજી એ કિલ્લોને ઘેરો ઘાલવાનો નિર્ણય કર્યો છે. આ ઘેરો એટલો કઠોર હતો કે કિલ્લામાં ખાદ્ય પુરવઠો ધીમે ધીમે સમાપ્ત થયો હતો. અંતે, રતનસિંહે દરવાજો ખોલવાનો હુકમ કર્યો. અને રતનસિંહ સુલતાનના સૈનિકો સાથે લડતાં લડતાં મૃત્યુ પામ્યાં. આ સૂચનો સાંભળીને પદ્મિનીએ વિચાર્યું કે હવે સુલતાનની સેના ચિત્તોડના બધાં જ પુરુષોને મારી નાંખશે !!! હવે ચિત્તોડની મહિલાઓ પાસે બે વિકલ્પો હતા કા તેઓ જૌહર માટે પ્રતિબદ્ધ રહો આથવા પોતાની જાતને સેનાને સોંપી દો !!!!

બધી જ સ્ત્રીઓનો પક્ષ જૌહર તરફ જ હતો. એક વિશાળ ચીતા પ્રગટ કરાઈ હતી અને રાણી પદમિની પછી, ચિત્તોડની તમામ સ્ત્રીઓ એમાં કૂદી પડી !!!!
અને આમ, દુશ્મન બહાર ઊભા રહીને જોતાં જ રહી ગયાં. તેમની મહિલાની મૃત્યુ વખતે, ચિત્તોડના પુરુષો પાસે જીવનમાં કંઈ જ નહોતું બચ્યું. ચિત્તોડના તમામ માણસોએ સાકાપ્રદર્શન કરવાનું નક્કી કર્યું. જેમાં દરેક સૈનિકે કેસરી વસ્ત્રો અને પાઘડી પહેર્યો હતા અને દુશ્મન સૈન્ય સાથે ત્યાં સુધી લડયાં કે જ્યાં સુધી તેઓ ખતમ ના થઇ ગયાં !!! વિજયી સેનાએ કિલ્લામાં પ્રવેશ કર્યો ત્યારે, તેઓ રાખ અને સળગેલા હાડકાંનો સામનો કર્યો. જોહરની જેમ સ્ત્રીઓનું સ્મરણ હજુ પણ લોકગીતોમાં જીવંત છે, જેમાં તેમના ભવ્ય કાર્યને વર્ણવે છે !!!!

આટલો ઈતિહાસ તો જગજાહેર છે પણ આવતમાં એક બીજું પણ તથ્ય છે.

રાજપુતાણીઓ કયારેય પોતાનું મોઢું કોઈને બતાવે નહીં. પદ્મિનીએ એની ભાભોનું પ્રતિબિંબ પાણીમાં બતાવ્યું હતું. પદ્મિની ઘણી જ બુદ્ધિશાળી હતી. એની જ આ ચાલ હતી. જેમાં અલાઉદ્દીન ખિલજી થાપ ખાઈ ગયો અને ગુસ્સે ભરાયો. આ વાત ઘણાં મુસ્લિમ સાહિત્યકારો અને ઈતિહાસકારોએ નોંધી છે.પણ …….. મુસ્લિમોનું ખરાબ ના દેખાય એટલે અરીસા વાળી વાત ચગાવવામાં આવી છે. બાકી આજે ૬૦૦ વર્ષે એ અરીસાઓ કયાંથી રહ્યાં હોય !!!!!. એમણે આ માટે છટકબારી શોધી જ રાખેલી હોય છે —— ” એવું કહેવાય છે કે ……….” એક વાત તો સાબિત થઇ છે કે જૌહર ચોક અને જૌહર કુંડની રાખનો DNA ટેસ્ટ કરવો છે એમાંથી ઉત્ખનન કરતાં હાડકાંઓ મળી આવ્યા છે. એટલે એ વાત તો ખોટી નથી જ !!! અને એ સાબિત થયું છે કે અહીં ઘણી સ્ત્રીઓએ જૌહર કર્યું હતું આની પ્રેરણાસ્યોત્ર હતી ——– “રાણી પદ્મિની “ !!!!

શત શત નમન આવી વીરાંગના પતિવ્રતાસ્ત્રીને !!!!!

—- જનમેજય અધ્વર્યુ..

જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર નાથાભગત મોઢવાડીયા

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– છત્રપતિ શિવાજી મહારાજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!