વાલ્મીકી મુનિએ હનુમાનજીની જન્મકથા વર્ણવી નથી પરંતુ જુદા જુદા દેવોના પુત્ર તરીકે ઓળખાવેલ જોવા મળે છે જેમ કે વાયુપુત્ર, કેસરી સુત, શંકરસુવન વગેરે એટલે તેમના જન્મ વિશે નીચેની કથાઓ મળે છે.
સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એવી કથા છે કે અંજના અને કેસરી સુમેરુ પર્વત ઉપર રહેતા હતા તેમને સંતાન સુખ ન હતું. એટલે અંજના માએ વ્રત, તપ કરવા માંડ્યા.
એકવાર તેમને મતંગ મુનિ મળ્યા. તેમને અંજનાએ પુત્રપ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો. મુનિએ તેમને કહ્યું કે તેઓ વૃષભાચળ પર્વત પર જઈ વાયુદેવની ઉપાસના કરો તે તેમને મહાકર્મી અને અજેય એવો પુત્ર આપશે. વૃષભાચળ ઉપર જઈ મતંગ મુનિના કહેવા મુજબ અંજનામાએ આ તપ આદર્યું એટલે વાયુદેવ પ્રસન્ન થયા તેમણે અંજના સતીત્વનો ભંગ કર્યા વિના અવ્યક્તરૂપે માનસિક સંકલ્પ દ્વારા અંજનાને આલિંગન કરી પુત્ર આપ્યો હતો. આ એક નિયોગ પદ્ધતિ પણ છે. આ અંજનાદેવીનો પુત્ર ‘આંજનેય’ વાયુ જેવો મહા બળવાન થયા તેથી તે વાયુપુત્ર કહેવાયા.
શિવપુરાણના શતરુદ્રસંહિતામાં એવી કથા છે કે, ભગવાન વિષ્ણુનું મોહિની સ્વરૂપ જોવા માટે શંકરજી વિષ્ણુ પાસે ગયા અને તે સ્વરૂપ જોવા ધ્યાનમાં પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ પોતાના પ્રભાવથી, માયાથી તે દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું, આ સ્વરૂપમાં તેમણે દાનવોને ભરમાવીને તેમની પાસેથી અમૃતકુંભ લઈ લીધો હતો અને દેવોને અમૃત પાઈ દીધું હતું તેમના મોહથી પાછળ પડેલ શિવજીનું શુક્ર ખલિત થતા જમીન પર પડતાં સપ્તર્ષિઓએ તે પાંદડામાં લીધું અને ગૌતમની પુત્રી અંજનાના કાનમાં રેડી તે દ્વારા અંજના માતાને ઉત્તમ પરાક્રમી પુત્ર ઉત્પન્ન થાય અને રામજીના કાર્યોમાં સહાયક બને તેવી યોજના કરી. અંજનાને કેસરી સાથે પરણાવવામાં આવેછે પણ લાંબો સમય સુધી પુત્ર ન થતા સપ્તર્ષિઓએ તેમને કેસરી સમાન પુત્ર આપ્યો તેથી તેઓ પ્રસન્ન થયા.
હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે તેમણે સૂર્યને ફળ સમજી ખાવા પ્રયત્નો કર્યો તેથી તે ઇન્દ્રએ વજ્રથી તેનું જડબું બંધ કર્યું ત્યારથી તે હનુમાન કહેવાયા. હનુ એટલે જડબું – માતાની આજ્ઞાથી હનુમાનજી સૂર્ય પાસે જઈ સઘળી વિધાઓ પ્રાપ્ત કરી આમ તેઓ રુદ્રના અવતાર ગણાયા.
હનુમાનજીના જન્મની એક અદ્ભુત કથા રામાયણમાંથી મળે છે કે, અયોધ્યાના રાજા દશરથજીને પુત્ર ન હતો તેથી તેમણે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો તે સમયે યજ્ઞપુરુષેય જે પાયસાન્ન રાણીઓને ખવડાવવા આપ્યું તેના રાજાએ ત્રણ સરખા ભાગ કર્યા. રાણીઓ પ્રયસાન્ન હાથમાં લઈ કુળદેવતાનું ધ્યાન ધરી લેવા જાય છે ત્યાં એક ગીધ આવીને કૈકેયીના હાથમાંથી પાત્ર ઝુંટવી ઉપાડી જાય છે. રાજાએ ફરી બીજી રાણીઓ પાસેથી ભાગ કરી કૈકેયીને નવેસરથી ભાગ અપાવ્યો.
પરંતુ બીજી તરફ અંજનાદેવી પુત્રેચ્છાથી પર્વત ઉપર તપ કરી રહ્યા હતા વાયુદેવે અયોધ્યામાંથી પડીયો લઈ ઉડેલી ગીધડીની ચાંચમાં હતું તે પાયસન્ન પાડી નાંખ્યું અને હવામાં લાવીને તપ કરતા અંજના દેવીની અંજલિમાં મૂકી દીધું તેણે તે પ્રસાદરૂપ ગ્રહણ કર્યું એટલે અંજનાને ગર્ભ રહ્યો અને હનુમાનજી મહારાજનો જન્મ થયો અને ‘અંજનીપુત્ર’ કહેવાયા.
આપણા શાસ્ત્રો અને પુરાણોમાં એકની એક કથા જુદા જુદા સ્વરૂપે કહેવાય છે કે આમ કલ્વલીદે જે વૃત્તાંત મળે છે તે આરાધ્ય દેવની લીલા સમજી આપણે હનુમાનજીની નિષ્ઠા, કારૂણ્યતા, દક્ષતા, બુદ્ધિમત્તા, અતુલિત બળની આરાધના કરી જીવન સફળ કરવું.
હનુમાનજી મહારાજ બાળકથી માંડી સર્વ ઉપર અને સર્વ વર્ગના આરાધ્ય દેવ છે કારણ કે કાયરતા પ્રભુને પણ પસંદ નથી..
રામજીના કાર્યો માટે હનુમાનજીનો જન્મ ઃ (સત્કાર્યોનું પ્રેરકબળ હનુમાનજી છે.) –
કવન સો કાજ કઠિન જહ માહિ | જો વાહિ કોઈ તાત તુ મહપાહી |
રામ લાગે તવ અવતારા | સુન તહિ ભયઉ પબેતાકારા ||
જગતમાં એવું કયું કઠિન કામ છે જે હનુમાનજીથી થઈ ન શકે. રામ કાર્ય માટે જ આપનો અવતાર છે..
‘રામકાજ’ એટલે માનવતાના કાર્યો. રામકાર્ય એટલે જ સત્કાર્યો રામકાર્ય એટલે પરહિતકારી કાર્યો જે કોઈ અત્યારે પણ સત્કાર્યો કરે છે તે રામકાર્ય જ છે અને અવશ્ય હનુમાનજી જ તેમાં મદદ કરે છે. અને ભક્તોના કે સત્કાર્યનાં સંકટનો નાશ કરે છે બસ એ જ એમના જન્મ-સ્મરણની પ્રેરણા છે ‘‘કોન સો સંકટ મોર, ગરીબ કો જો તુમસો નહીં જાત હે ટારો |’’
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?
– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?
– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન
– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો