“પાણીના સ્ત્રોતો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 41

પાણી જીવમાત્રને જરૂરી છે.જળ એજ જીવન એમ પણ કહેવાય છે. શહેરોમાં પાણી એકમાત્ર વાપરવાનુને પીવાનુ જ પાણી જોઈએ. આપણે ગ્રામ્ય સંસ્કૃતિને જીવન શૈલીને જોઈએ તો ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય રહ્યા છે. તેમને પાણી દૈનિક જરૂરિયાત કરતાંય વિશેષ પિયત ખેતીમાં જરૂર પડે છે. તેથી પાણીના વધારે સ્ત્રોતોની જરૂરિયાત ગામડાઓમાં હોય…

ગ્રામ્ય સંસ્કૃતિ એટલે મુખ્યત્વે પશુપાલનને ખેતી… ખેતી ચોમાસુ,શિયાળુને ઉનાળુ પાકો… ચોમાસું પાકો વરસાદના પાણીથી… ઉનાળુને શિયાળુ પાકો જળસ્ત્રોતોથી… ગામના લોકોને પશુઓની પાણીની જરૂરિયાત પણ જળસ્ત્રોતોથી જ….

જળસ્ત્રોત બે પ્રકારના… એક વરસાદી પાણીનો સંગ્રહ… બીજો ભુગર્ભ જળસ્ત્રોત….. મોટાભાગના ગામોના પાદરમાં એક તળાવ હોય તેમાં વરસાદી પાણી સંગ્રહાય… વરસ દહાડે ગામની વપરાશમાં કામ લાગે…

જ્યાં ભુગર્ભ જળસ્ત્રોતોના અવકાશ નથી તે જમીનો ખડકાળ અને કઠણ કાળી હોય છે..તે ખાસ પાણીને શોષીને ભૂગર્ભમાં ઉતારી શકતી નથી.તેવે ઠેકાણે તળાવનુ કદ વિશાળ હોય છે.આ તળાવો બારમાસી હોય છે. અગાઉ ના સમયમાં જળની બધી જ જરૂરિયાત આવાં તળાવો પુરી પાડતાં અને આજે પણ હયાત છે.

જે જમીનો નરમ અને રેતાળ છે તે પાણીને શોષીને ભુગર્ભ સંગ્રહ કરી શકે છે.ત્યાં તળાવો કદમાં નાના અને અલ્પકાલીન જળ સંગ્રહ કરી શકતાં હોય છે.ત્યાં ભુગર્ભ જળસ્ત્રોત બળવાન છે.

જળ અને માનવ સંસ્કૃતિના જુના સંબધો રહ્યા છે.આદિકાળની મોટી વસાહતો નદી કાઠે જ વસી છે. બીજો વરસાદી પાણી મેળવવાનો સ્ત્રોત મોટા મોટા સરોવરોમા પાણીનો સંગ્રહ કરી ખેતીને સિચાઈનુ પાણી આપવાનો છે.

જળ શાસ્ત્ર હાઇડ્રોલોજી પૃથ્વી પરના પાણીનું હલન ચલન વહેંચણી અને ગુણવત્તા ના અભ્યાસને આવડી લેતો વિષય છે પાણીની વહેંચણીનો અભ્યાસ જળ શાસ્ત્ર hydrography છે.

ભૂગર્ભ જળ નહિ વહેંચણી અને હલનચલન ના અભ્યાસ ને ભૂગર્ભજળ શાસ્ત્ર hydrology કહે છે.

હિમ નદીઓના અભ્યાસને glasiology કહે છે. સપાટી પરના જળના અભ્યાસને કાસાર limnology કહે છે.

સમુદ્ર જળની વહેંચણીએ સાગર શાસ્ત્ર કહે છે. ભૂગર્ભજળ કે તાજુ પાણી જળ સ્રોત તરીકે ઉપયોગી કે સંભવતઃ ઉપયોગી છે પ્રવાહી રુપે પાણી સમુદ્ર તળાવ નદી ચણા નેર સરોવર ખાબોચિયા આદિ માંથી મળી આવે છે પાણી ઘન અને વાયુ સ્વરૂપે વાતાવરણમાંથી મળી આવે છે ભૂગર્ભજળ વરાળ સ્વરૂપે તે જમીન નીચે પણ મળી આવે છે .બીજો પર્યાય નદીઓનુ પાણી રોકી બંધ બાધવાનો છે. આવા કેટલાક જુના બંધો વિષે જોઈએ..

નદીનુ આવતું પાણી રોકી તેના જગત નો સર્વપ્રથમ બંધાયેલ બંધ ભારતમાં આવેલ છે બીજા શતકમાં ચૌલ રાજા કરકિલે બાંધેલો આ બંધ અનઈક્કટુ નામે ઓળખાય છે .અંગ્રેજીમાં તેને ગ્રાન્ડ અનિકટ અથવા આજની ભાષામાં કલ્લાનાઇ બંધ કહે છે. આ બંધ છેલ્લા અઢારસો વરસથી ઉપયોગમાં લેવાઈ રહ્યો છે નવાઈ તો એ છે કે કાવેરી નદીના મુખ્ય પાત્રમાં બાંધેલો આ બંધ ૩૨૯ મીટર લાંબો અને ૨૭ મીટર પહોળો છે. તામિલનાડુ સ્થિત તિરુચિરાપલ્લી થી ફક્ત ૧૫ કી.મી. દૂર આવેલો આ બંધ કાવેરી નદીના ડેટા પ્રદેશમાં બાંધવામાં આવેલો છે. ખરબચડા ખડકો થી બાંધેલો આ બંધ જોતા એમ લાગે લાગે કે આ સમયમાં પણ બંધ બાંધવાનું ટેકનીકલ જ્ઞાન ઘણોજ વિકાસ પામેલ હશે. આ બંધ કોઈ અખતરો નથી. પણ નિષ્ણાત અને અનુભવીઓએ નદીના મુખ્ય પ્રવાહમાં બાંધેલો અનુભવે સિદ્ધ થયેલા બંધ છે.

આનો મતલબ એ છે કે આપણું પ્રાચીન જળવસ્થાપન ઘણી પ્રાચીન હતી.

આ ઉપરાંત ઉપરાંત ઈસવીસન ૫૦૦થી ૧૩૦૦ સુધીમાં સુધીમાં દક્ષિણા પલ્લવ રાજાએ બાંધેલા અનેક માટીના બંધ આજે પણ ઉપયોગમા છે .
ઇ.સ.૧૦૧૧ ફી ૧૦૩૭ સમયગાળામાં બંધાયેલ તમિલનાડુ ખાતે બાધેલ વીરનામ બંધ તેનું ઉદાહરણ છે…

ગુજરાતની વાવો…

ગુજરાતમાં વાવ અને રાજસ્થાનમાં બાવરી પણ પાણીનો પૌરાણિક સ્ત્રોત છે.જેમ કે..

ઈસવીસન ૧૦૧૧ થી ૧૦૬૩ ના આ સમયગાળામાં બંધાયેલી સોલંકી રાજ વંશીઓએ બંધાવેલ રાણીની વાવ જે સાત માળનો કુવો પણ આજે સારી સ્થિતિમાં છે. આ ઉપરાંત અનેક વાવો ગુજરાતમાં છે.

ભૃગુ શિલ્પશાસ્ત્રમાં પાણીના ૨૦ ગુણધર્મ જ્યારે પરાસર મુની યે પાણીના ૧૯ ગુણધર્મ હોવાનું પ્રતિપાદિત કર્યું છે. પાણી વિષેે અનેક પુરાણોમાં ઉલ્લેખ છે.

ખાસ સ્થિતિમાં પાણીનું નિયોજન કેવી રીતે કર્યું? તેની વિગતવાર ચર્ચા કરીએ. ઉજજૈન ખાતે વરાહમિહિર રાજા વિક્રમાદિત્ય ના દરબારમાં રત્ન ગણાતા હતા. તેમણે બૃહદસંહિતા નામક ગ્રંથ લખ્યો હતો.તેઓ બીજી અનેક કળામાં પારંગત હતા તેમને ઈસવીસન ૫૦૫ માં વિવિધ વિષય પર અભ્યાસ કર્યો હતો.

ભૂગર્ભ જળની પ્રાપ્તિ માટે તેની શોધ કરવા મુખ્ય ત્રણ બાબતો પર ભાર મૂક્યો છે. તે વિસ્તારની આજુબાજુમાં રહેલા વૃક્ષો પાસેના રાફડા, તે રાફડાની દિશા, તેમાં રહેનારા પ્રાણીઓ, ત્યાંની જમીનનો રંગ, તેનું પોત અને સ્વાદ આ બધાનો સમાવેશ થાય છે.
આ નિરીક્ષણો ના આધારે ભૂગર્ભમાં નું પાણી નક્કી કરી શકાય છે.

૧. વૃક્ષની ઘણી શાખાઓ અને તેલવાળી સાલ ધરાવતા કદમાં નાના વૃક્ષો હોય તો ત્યાં પાણી હોવાની શક્યતાઓ છે.

૨ ઉનાળામાં જમીનમાંથી વરાળ આવતી હોય તો તે ભાગમાં તળમાં પાણી હોવાની શક્યતાઓ છે.

૩ ઝાડની એક જ ડાળી જમીન તરફ નમેલી હોય તો તેની નીચે ના ભાગમાં પાણી હોવાની શક્યતાઓ રહેલી છે.

૪ જ્યારે જમીન ગરમ થઈ હોય અને ત્યાંના એકાદ સ્થાનની જમીન ઠંડી લાગે તો ત્યાં પણ પાણી હોય શકે.

૫ કાંટા ધરાવતા વૃક્ષોના કાંટા ધાર વગરના હોય તો ત્યાં પણ પાણી હોઈ શકે.

વરાહમિહિર આ નિરીક્ષણો વારંવાર ચકાસાયા છે તે સાચા સાબિત પણ થયા છે. ભારત વર્ષમાં અંગ્રેજો આવ્યા તે પહેલાની કેટલીક જળ યોજનાઓ જોઈએ.

સંભાજી નગર જિલ્લાના ગોગાનાથનગર ખાતે બાંધેલી નહેર પૂનાના પેશ્વાઓએ તેમના કાળમાં બાંધી હતી.

મધ્યપ્રદેશના બુર્હાણપુર ખાતે આજે પણ ૫૦૦ વર્ષ જૂની પાણી સીંચવાની યોજના છે.

પંઢરપુર-અકલુજ રસ્તા પર વેણપુર ગામમાં સાતવાહન કાલીન બાંધેલી નહેર અસ્તિત્વમાં છે. આવો જ બીજો દાખલો રાજા ભોજે બંધાવેલ ભોપાલ ખાતે ના તળાવનો છે.

આ વાત થઈ સામૂહિક જળ પ્રાપ્તિને પરંતુ નદીથી કે આવા જળ તો થી દુર જળ તો થી દુર દૂરના વિસ્તારો માં કુવા એ સર્વ સામાન્ય પાણીનો સ્ત્રોત રહ્યો છે જમીનમાં ખોદાણ કરી તેને ચણતર કે આરસીસી થી સુરક્ષિત કરવામાં આવે છે આજથી સો વર્ષ પહેલા મોટાભાગના ગામોમાં પીવાના પાણી માટે એક સાર્વજનિક આવો કુવો બનાવવામાં આવતો હતો.

ખેતી માટે ખેતરમાં ખેડૂતો કુવા ગળાવતા હતા. આ માટે તેમનામાં એક સામૂહિક સહકાર ભાવના હતી તેઓ ભેગા મળી કુવાનું નિર્માણ કરતા જે કોઈ આ કુવાના ખોદાણ માં સહાય કરે તેને કોઈ જાતનો રોકડ વળતર આપવામાં આવતું નહિ પણ ફક્ત જમવાનું અપાતું ખાસ કરીને સુખડી પીરસાતી તેથી તેમને સુખડિયા કહેતા કુવા ગાળવાની એક ખાસ પદ્ધતિ હતી

શરૂઆતમાં ત્રણ ચાર ફૂટ સામાન્ય ખોદાણ થતું પછી એક ગોળ લાકડાની રીંગ બનાવવામાં આવતી તે રીંગ ને નીચે ખોદાણ કરી તેને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવતી જેટલી નીચે ઉતરે કેટલો તેટલું તેની પર ચણતર કે આરસીસી કામ કરી સુરક્ષિત કરાતું વધારે ઊંડો ખોદાણ થાય તે પછી અંદરની માટી બળદ થી બહાર કઢાતી.આ કુવો ખેડૂતોને સિંચાઈ માટે કામ આવતા ખેડૂતો કોસથી પાણી ખેંચી શિયાળો ઉનાળો મોસમ પકાવતા હતા.
કેટલેક ઠેકાણે કોસને બદલે લોખંડના ડબ્બાઓની ચેઈન બનાવી કુવાનુ પાણી
ખેચી ખેતીમાં વપરાતું હતું. તેને રહેટ કહેવાતી હતી.

ક્યાંક કયાક નદીના પટમાં, તળાવમાં પાણીના વીરડા કરીને ઢીકવા પધ્ધતિથી પણ ખેતી થાય છે..

આજે પણ પાણી માટે આધુનિક ટેકનીક થી અનેક મોટા મોટા બંધો બનાવી પાણી પહોચાડવામાં આવે છે.

આ ઉપરાંત નાના નાના ચેકડેમો,બોરીબંધ વિગેરે પણ બંધાય છે.

પાણીનો સંગ્રહ કરવાથી લાંબા સમય સુધી ખેતી માટે, ઘરગથ્થુ વપરાશ માટે, પશુઓની સારસંભાળ માટે તેમજ અન્ય વપરાશ કરી શકાય છે. સંગ્રહિત પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરવાથી ભૂગર્ભજળના સ્તરમાં વધારો થાય છે જેથી ચેકડેમની નજીકના વિસ્તારમાં પાણીના સ્તર ઊંચા આવે છે.ચોમાસા દરમ્યાન ચેકડેમના ઉપરવાસમા આવેલ જુદા જુદા વિસ્તારોની ફળદ્રુપ જમીનનું ધોવાણ થઈને પાણીના પ્રવાહ દ્વારા ચેકડેમ પાસે જમા થાય છે. આ ફળદ્રુપ માટીને ફરીથી ખેતીમાં ઉપયોગ કરીને પાકના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.

ખેત તલાવડી

ખેતરના ઊંચાઈવાળા વિસ્તારમાંથી વહી જતાં વરસાદના પાણીનો કોઈ એક જ્ગ્યા આ સંગ્રહ કરવા માટે બનાવેલ નાના તળાવ કે સંગ્રહ સ્થાનને ખેત તલાવડી કહે છે.

ખેત તલાવડી માટે સ્થળની પસંદગી

ખેત તલાવડી પોતાના ખેતરના ૧૦ % વિસ્તારમાં કરવાથી ખેતરના વિસ્તાર મુજબ સંગ્રહાયેલ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.ખોદકામ કરીને બનાવતી ખેત તલાવડી ખેતરની એવી જગ્યાએ બનાવવી કે જ્યાં ખેતરના બધા જ પાણીનો સંગ્રહ કરી શકાય અને ઓછા ખર્ચે ખેતરમાં બધે જ પાણી પહોચાડી કાર્યક્ષમ ઉપયોગ પણ કરી શકાય.પાળો અથવા બંધ બાંધીને બનાવતી  ખેત તલાવડી માટે એક જ વિસ્તાર ના ખેડૂતો મળીને ખેતરની નજીકના યોગ્ય કુદરતી નીચાણવાળા ભાગની પસંદગી કરવી જોઇએ જેથી પાળો ઊંચો બનાવવાની જરૂરિયાત ન પડે.ખેત તલાવડીનું સ્થળ પાણીની ઉપયોગીતાની નજીક અથવા લઘુત્તમ અંતર હોય તેવું સ્થળ પસંદ  કરવું જોઈએ જેથી પાણીનો વ્યય ઓછો થાય.ખેત તલાવડી ભરાઈ ગયા પછી વધારાના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.ભૌગોલિક રીતે કુદરતી આદર્શરૂપ હોય તેવા વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરવાથી પાણીની ઉપરની સપાટીનો વિસ્તાર ઓછો રહે આથી બાષ્પીભવનથી થતો પાણીનો વ્યય અટકાવી શકાય.ગટર કે કારખાનામાંથી રસાયણ યુક્ત, અશુધ્ધ આવતા હોય ત્યાં ખેત તલાવડીના સ્થળની પસંદગી કરવી જોઈએ નહીં.

આ પોસ્ટનો હેતુ ગ્રામ્યજીવનની પરંપરા ઉજાગર કરવાનો છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વાચેલી નોધોને ધ્યાને લઈ….

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

સાવ વીસરાઈ ગયેલું પાંચ હજાર વર્ષ પુરાણું દિવાળીના અવસરના મેર-મેરાયું

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!