આજથી પચાસેક વર્ષ પહેલાં દીકરીના લગ્ન નાની ઉંમરે થતા હતા. લગ્ન વખતે દીકરી એક લોખંડની પેટી જેને ટંક(ટ્રંક) કહેવાય તેમાં પોતાના ગજા પ્રમાણે કપડા ને બીજી કેટલીક તે જમાનામાં ચાલતી હોય તેવી શૃંગારની ચીજો, ભરત ભરેલા ચાકળા, મોતીની ઈઢોણી, મોતીનુ સામૈયુ, ટોડલા, નાનુ દર્પણ તેલ ની શીશી, એક હાથપંખો વિગેરે મુકાતું.
જ્યારે કન્યા વિદાય થાય ત્યારે કન્યાના ઘરમાંથી આ ટંક વર પક્ષના હવે લઈ આવવાનો રિવાજ હતો જ્યારે ટંક લેવા જે કોઈ જાય તે વાંકો વળી લેવા જાય ક્યારે કન્યાના ઘરની બાઈઓ તેના વાસામાં જોરદાર મૂક્કો મારતી એવી પ્રથા હતી.. અત્યારે પણ ક્યાંક ક્યાંક આ પ્રથા ચાલુ છે. આમ પાટીદારોમાં કન્યા માટે ટંક અગત્યનો ગણાતો..
કન્યા સાસરે ગયા પછી એક સારું મુરત જોઈ ટંક ખોલવાની પ્રથા હતી જે સમયે તેના કુટુંબના સર્વે ભેગા થતા. દીકરીના ભાવના વહુના પિયા પીયરીયા કેટલા મજબૂત અને વ્યવહારુ છે તેનો ખ્યાલ તે જ વખતે આવતો. ટૂંકમાં ભાવના વહુના માબાપે દીકરીના દેરાણી, જેઠાણી, સાસુ રણોદ નાણાં નણંદ માટે આપવાના સાડલા મૂક્યા હોય આ ઉપરાંત કુટુંબની અને શેરીની નાની-નાની દીકરીઓ માટે તે જમાનાની સરસ કહેવાય રીબીન અને પીનો વહેચવામાં આવતી.
કેટલાક ગામોમાં નવવધુને પોતાના કુટુંબમાં અને જ્ઞાતિના તેમજ જેમની સાથે વ્યવહાર હોય તેવા બીજી જ્ઞાતિના ઘરે લઈ જવાની પ્રથા હતી.. તે સમયે દરેક ઘરે તે ઘરની વડીલ બાઈઓને પગે લાગીને ટકો આપવાનો રહેતો… આ ટકો એટલે પૈસા.. જે તે સાથેના વહેવાર પ્રમાણે આપવાનો રહે…આ માટેના નાણા પણ ટંકમાં વધૂના માબાપે મુકવા પડતાં..
લગ્ન પછી ચાર છ દિવસે તેને તેડી જવા એના પિયરથી જે મહેમાનો આવે તે ટંક પાછો લઈ જવાનો રિવાજ હતો..
તે સમયે મોટે ભાગે દીકરી લગ્ન પછી એક જ વાર તેના સ્વસુર ગૃહે જતી હતી… કોઇ ખાસ પ્રસંગસર એકાદ બે દિવસ માટે જ આવતી.. દીકરી જ્યારે ઘર બાંધવા જેવી ઉંમરલાયક થાય ત્યારે કન્યાના માબાપ છોકરાવાળા ને આણુ તેડવા બોલાવતા અને તે વખતે પણ શીખને ભેટ સોગાદો અપાતી…કન્યાનાં માબાપ પણ કેટલીક જોડી કપડાં, ગજા પ્રમાણે દર દાગીના મુકી પેલો ટંક પણ પાછો આપવામાં આવતો… આ ટંકની ચાવી વધૂની પાસે જ રહેતી..
તે સમયની પ્રથા મુજબ નવવધૂ માટે પોતીકું ગણાય તેવું જો કંઈ હોય તો તે આ ટંક જ હતો… નવવધુ આ ટંકમા પોતાના સાસરીયાથી દુર રાખી પોતાની અંગત ચીજો રાખતી.. ત્યાર પછી તે ટંક સાથે તેનો આજીવન સબંધ રહે છે..પાછલી ઉમરે જે ટંકમા સાસરીયાથી ખાનગી ચીજો તે રાખતી હતી. તે જ ટંકમા પાછલી ઉમરમાં પોતાની પુત્રવધૂથી ય ખાનગી ચીજો રાખે છે. આજે ય જ્યાં જ્યાં ડોશી ત્યાં ત્યાં ટંક… ક્યાંક ક્યાંક એટલા ટંક(ટ્રંક) દેખાય છે….
આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- “ટપાલી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 38
- “પ્રાચીન ઋષિ સંસ્કૃતિ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 39
- “અશ્વસવારી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 40
- “પાણીના સ્ત્રોતો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 41
- “ચુરમાના લાડું” ગ્રામ્ય જીવનના સ્તંભ- 42
- “અંતિમયાત્રા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 43
- “ઉકરડી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 44