“ચુરમાના લાડું” ગ્રામ્ય જીવનના સ્તંભ- 42

ઉત્તર ગુજરાત એટલે સાગર ડેરી, બનાસ ડેરી અને સાબર ડેરીનો કમાન્ડ એરિયા.. ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનના પચાસ ટકાથી ય વધારે દૂધ ઉત્પાદન કરતો વિસ્તાર.. એમ કહીએ તો નર્યો દુધાળો વિસ્તાર.. અગાઉ જ્યારે ડેરીઓ નહોતી ત્યારથી દૂધ અને દૂધની બનાવટો માટે જગજાણીતો વિસ્તાર…. આજે ય પાટણનો ગાડવો નામે ઓળખાતું ઘી જગ વિખ્યાત છે.અન્ય ખેત પેદાશોની જેમ ઘીની પણ હરરાજી પાટણમા થાય છે…ઘી એટલે વલોણાનુ ઘી… નામ સાભળતા જ મોમાં પાણી આવી જાય…એ ય ને અગાઉ ના સમયમાં કપાસિયા ખાતી ભેસો..તેના દૂધ,દહીં માખણ, ઘીની મજા જ કંઈક અલગ જ હતી.. એમાં ય ઘી…ઘી ભરેલા
ઠામને ઉલટું કરો તો ય ન પડે તેવું કઠણ ઘી..સીધી આગળીએ ઘી ન નીકળે એ કહેવત પણ આ ઘીને જોઇને જ પડી હશે..આગળીથી કાઢતાં ઘીની કણી આગળીમાં કાટાની જેમ ઘુસી જાય તેવું ઘી..એ ઘી કાઢવા વપરાતો ચમચો વરસે દહાડે વળી જાય કે તુટી જાય તેવું ઘી…

એમાં ય વળી આ ઘીના લાડૂ… સગપણમા સાઢુને જમણમા લાડુ એ કહેવત પણ આ જ ઘીના લાડુ ખાઈને જ પડી હશે… આવું મસ્ત મજાના ચુરમાના લાડુ બનાવવાની એક ખાસ રેસીપી આજે ય ઉત્તર ગુજરાતમાં છે… એક વાત ધ્યાને લાવવી છે કે અગાઉ ના સમયમાં જમણમા પ્રખ્યાત એવા સુરતમાં પણ લાડુ બનાવવા ઉત્તર ગુજરાતના જ રસોઈયા બોલવવામા
આવતા હતા..

આ ખાસ ચુરમાના લાડુ સો માણસ માટે બનાવવા માટે છ કિલો જેટલું ચોખ્ખું ઘી જોઈએ. પહેલાં ચાર કિલો લોટનું ભરડુ લેવાનુ તેમાં લોટથી અડધી એટલે બે કિલો સોજી લેવી. સોજીને થોડીક શેકી દેવી.શેક્યા પછી તેને ઘઉના ભરડા સાથે ભેળવી દેવી.તેમાં થોડુંક ઘી નાખીને ગરમ પાણીથી કઠણ લોટ બાધવો.તે લોટના મૂઠીયા બનાવવા. તે મૂઠીયા ઘીમાં તળી નાખવા.. ત્યારબાદ આ તળેલા મૂઠીયાને ગરમ ગરમ જ મિક્ષ્ચર કે ખાંડણીયામાં ભાગીને તૈયાર થાય તેને એક ઝીણી જાળીવાળી ચારણીથી ચાળી લેવા… તે ચળાયેલને ચુરમુ કહેવાય… જે ચળામણ વધે તેને ફરીથી ખાડણી કે મિક્ષ્ચરમા કાઢી ચાળી લેવું…તે ચુરમાને ઠંડુ થવા દેવું.

બે એક કિલો ચણા ના કકરા લોટને ઈ તળેલા ગરમ ઘી માં નાંખીને બિલકુલ ધીમી આંચે પુરેપુરો શેકી દેવાનો, ત્યાર બાદ તે રબડી જેવી પીળી પપડી ને એક પહોળા પતારાળામાં કાઢીને તેને સરસ ઠારી દેવાની. એક મોટા પતરાળામાં ચાળેલું ઠંડુ થયેલું ચુરમું કાઢી વચ્ચે ખાડો કરી તેમાં આ ઠંડી કરેલી ચણાના બેસન વાળી રાબ ભેળવી ત્યારબાદ તેમાં જરુરિયાત મુજબ ઘી, પાંચેક કિલો બુરું ખાંડ, સો એક ગ્રામ જેટલી ઇલાયચીનાં ફોતરાં કાઢીને મિક્ષ્ચરમાં પિસીને એમાં બે ચાર જાયફળ નો બારીક ભુકો, ને બે એક મુઠા ભરીને આખી સુકી દ્રાક્ષ ,ઝીણા સમારેલા કાજુ, બદામ વિગેરે ભેળવીને હાથેથી આ મિશ્રણને બરાબરનું મિક્ષ કરી દેવાનું.

ત્યાર બાદ છેલ્લે રાઉન્ડમાં તે ચુરમાને લસપતા લાડુનુ સ્વરૂપ આપવા બંને હાથેથી દબાવીને સરસ ગોળાકાર આપીને જરા શેકેલી ખસખસ ભરેલી થાળીમાં ગમે તે એક હાથની આંગળીઓ કે હથેળીને સાધારણ ઝબોળી ને ફરીથી ઈ ગોળાને હાથની હથેળીઓમાં ગોળ રમાડવાનો એટલે હાથ ઉપર જે ખસખસ ચોંટી હશે તે લાડવા ઉપર લાગી જશે. હવે આ થઇ ગ્યા ચોખ્ખા ઘી ના કે જેને ખાતાં તો ઠીક પણ ખાલી જોતાં વેંત જ મુંઢામાં થી પાંણી વછુટી જાય તેવા સરસ મજાના રસજરતા અમારા ઉત્તર ગુજરાતના જગવિખ્યાત લાડુ. …

આ લાડવાથી સુગર વધતી નથી..કેમ કે.. ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફૅટમાં તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ પર ઘી નું પડ થઇ જાય. તેનો ભૂકો કરીને બુરૂ ભેળવવામાં આવે અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે કે જેથી બુરૂ ખાંડની કણી એ કણી ઉપર પણ ઘી નું બીજું પડ થઇ જાય.

જયારે ખસખસ લગાડેલ લાડવો શરીરમાં જાય ત્યારે ડાયાબેટીક સુગર સ્પાઇક સામે ખસખસ ફર્સ્ટ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ કરે છે. તેને કારણે લાડવાની ડી-કમ્પોઝીશન ની પ્રક્રિયા ધીમી પડે, કે જે બ્લડમાં ઘૂસી આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આ પોસ્ટનો હેતુ ગ્રામ્યજીવનની પરંપરા ઉજાગર કરવાનો છે. ગમે તો લાઈક કરો.. વધારે ગમે તો શેર પણ કરો…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

સાવ વીસરાઈ ગયેલું પાંચ હજાર વર્ષ પુરાણું દિવાળીના અવસરના મેર-મેરાયું

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!