રામદેવજીનું પ્રગટ પીરાણુ પાળીયાદના ઠાકોર આપા વિસામણ

રવિ ઉગમંત ભાણ, પાળેશ્વર પધારીયા,
પચ્ચવીસ અઢારની સાલ, પંચમી વસંત વધાવિય.

સિધ્ધયોગી ચંદનનાથના આશીર્વાદથી સંવત ૧૮૨૫ મહા સુદ-૫ વસંતપંચમી ને રવિવાર ના શુભ દિવસે પાતા મનને ત્યાં પુત્રનો જન્મ થયો એજ પાળીયાદના પીર આપા વિસામણ.

જયારે રામદેવજી મહારાજે રામદેવરામાં સમાધિ લીધી ત્યારે હાજર રહેલા જન સમુદાયમાં તુંવરો પણ હતા. જેને સંબોધિને રામદેવજી મહારાજે કિધુ કે ” હે તુંવરાઓ તમને કોઇ ગમે તે કહે પણ મારી આ સમાધિ ક્યારેય ઉખેળશો નહિં”.

પણ ખેરકરનાં રેહવાસી રામદેવજીના માસીઆઇ ભાઇ શુકનપારખુ પીર હડબુજી ને આપેલ વચન પ્રમાણે સમાધિ લીધા પછી ત્રીજા દિવસે મળી ખરલ, પોતા રતન કટોરો, અને વિર ગેડીયો વગેરે નીશાની આપી. પરંતુ તુંવરાઓને આ વાતનો વિશ્વાસ ન બેઠો. તેમને અશ્રધ્ધા જન્મી સમાધિ માંથી મળી આવેલ વસ્તુ સાચી છે કે ખોટી એની ખાત્રી કરવા માટે તેમને પીરની સમાધિ ખોલવાનો નિર્ણય કર્યો. કેમ કે રામદેવજીએ સમાધિ લીધી ત્યારે ઉપરોકત ચારેય વસ્તુ તેની સાથે સમાધિમાં મુકવામાં આવેલી હતી.

જેવો સમાધિ પર ટોચોં કરવા તુંવરાઓ એ કોદાળી ઉચી કરી કે તુરંત જ અંતરીક્ષ માંથી ગેબી અવાજ આવ્યો કે

” હે તુંવરો ! કંઇક વિચાર કરો.”

પણ તેણે તે અવાજનો ગણકાર ન કરતા ફરી વાર કોદાળીનો ધા સમાધિ ઉપર કરતાં કોદાળી ઉછળીને ખોદનારનાં માથામાં વાગી અને તેમાથી ફુલના અંબાર સિવાય કશું જ ન મળ્યુ. પરીણામે આકાશવાણી દ્રારા શાપ મળ્યો કે “હે તુંવરાઓ ! તમે આ કર્તવ્ય ન કર્યુ હોત તો હું તમારા કુળમા વારંવાર અવતાર ધારણ કરી ને આવત પણ હવે હું નહિ આવુ , હવે તમે માત્ર મારી દરગાહ મઠનો પ્રાસદ જ ખાશો અને હવે હું પશ્ચીમ ધરામાં પાળીયાદ ગામે ફરી પ્રગટ થઇશ” ત્યાર પછી રામદેવજી પોતે વિસામણ તરીકે પાતા મન ને ત્યા પ્રગટ થઇ પોતાના અવતારની ખાત્રી કરાવી.

રામ ખાચરની ડેલીએ આખો ડાયરો બેઠો છે, ક્સુંબાની જમાવટ થઇ છે.તે ડાયરામાં એક ગુલાબશા નામના ફ્કીર પણ આવેલા છે. એ ફ્કીર આપા ગોરખાને કહે છે કે “ગોરખાબાપુ આ બીજો કોઇ નહિં પણ રણુંજાવાળો રામદેવ પોતે છે,ભણે દાનભા આ ભણેં ગુલાબશા ભણતોસા કે આ રામદેવ પોતે સે” કારણ ગુલાબશા જે ફ્કીર હતા તે રામદેવપીર સાથે બેસતાતા એ કુતુબશા નો દિકરો હતો. એ કુતુબશા જ ગુલાબશા થઇ પોતે આવ્યા છે અને અહિં બેઠા છે. બીજા કચ્છ ભુજના બારોટ શેષમલજી કે જેને રામદેવજીએ આ જગત છોડ્યુ ત્યારે વચન આપેલુ કે તમારા કુળનો માણસ જયારે ક્સુંબાનુંપોતુ લઇ આવશે ત્યારે હું આ ધરતી પર પ્રગટ હોઇશ અને ત્યારે તમાર જ કુળનો માણસ એ પોતુ માંગે ત્યારે માનજો કે હું રણુંજાથી રામદેવ આવ્યો છું. એજ શેષમલજી ના દિકરા શ્યામલજી બારોટ પણ આજ ડાયરામાં હાજર છે.શ્યામલ બારોટને આપા વિસામણ ક્સુંબો લેવાનું કહે છે.શ્યામલજી બારોટ બોલ્યાઃ”એમનમ ક્સુંબો ન લેવાય ચારસો ચારસો વરસથી અમારા બાપુ શેષમલજી પછી કોઇએ ક્સુંબો નથી લીધો, અને એ ક્સુંબાના નીમ એમનમ ના ટુટે મારે તો એનુ પ્રમાણ જોઇ.” આપા વિસામણ કહે છે કે બારોટજી હવે હઠ રેહવા દો ઓલુ ચારસો વરસ જુનુ પોતુ કાઢો હવે સડી ગ્યું હશે, એ પોતુ લાવો એટલે આપણે કસુંબા કરીયે. આમ વિસામણ બાપુને પોતાની યાદી આવી ગઇ કે હું બીજુ કોઇ નહિ પશ્ચિમ ધરાનો પાદશાહ રામદેવ પોતે છું! ત્યારથી આપા વિસામણમાં પીરાણું પ્રગટ્યુ અને લુટારો મટી આજે તે વિસામણપીર બન્યા છે.

પ્રેષિત-સંકલનઃ મયુર. સિધ્ધપુરા – જામનગર

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

શ્રી આપા વિસામણબાપુ -પાળિયાદ

– ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

 ભગત શ્રી આપા મેપા

– શ્રી આપા રતા ભગત

– શ્રી આપા જાદરા ભગત

– શ્રી આપા ગોરખા ભગત

શ્રી આપા દાન મહારાજ

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!