એકસોને એકવીશ યૌદ્ધાઓની ખાંભીઓનો ઇતિહાસ

ગોંડલ તાલુકાના ડૈયા ગામની બહાર હારબંધ ખાંભીઓ તડકો પડે તગતગે છે. જાણે કોઇ મોટા રાજ્યની વાર ચડી આવવાની હોય, એને રોકવા રાહ જોવાઇ રહી હોય એમ આ ખાંભીઓ એકબીજાને ખંભેખંભો મિલાવી સૈનિકો ઊભા હોય એમ લાઇનબંધ ખડકાઈ ગઈ છે. આવી અનેક ખાંભીઓ નો ઇતિહાસ પુરેપુરો બહાર લાવવો ઘણો અઘરો છે પણ અશક્ય નથી થોડી મેહનત માંગે પણ ઘટનાના મુળ સુધી પહોંચી વાત ને લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. આ ગામમા શુરા સતીઓ ના ઘણા પાળીયાઓ ઊભા છે, પણ અહી જે થોડી માહિતી બુકમા આપનાર ચાવડા હિરાભાઇ ભીમાભાઇ ગામ જીવાપર હાલ ડૈયા દ્વારા થોડી માહિતી મુજબ આ પ્રમાણે છે.

વિક્રમ સંવત ૧૭૮૪ (ઇસ ૧૭૨૭) ના આ ઘટના પ્રસંગ બનેલો. જીવાપર ગામમાં ૧૧૦૦ ચારણ કન્યાઓનો જંગવીવા થયેલો આ બનાવામા ચારણની એક કન્યાની બે જાન આવતા અને આવેલી બન્ને જાનમાંથી એક જાનને એટલે કે અનરગઢની જાનને પાછી વાળતા આ રોળુ મંડાણુ ને ધીંગાણુ થયુ ને જાન રસ્તે પડી. ત્યાના રાજાને ખબર પડતા જાનને ફરી સાથ આપતા જીવાપર ના ચારણો પર ચડાઈ કરી આ ધાના ચારણની દિકરી તેનુ નામ રામબાઇ હતુ. તે દિકરીએ કાનાભાઇ ચાવડાને ધર્મના ભાઇ કરેલ
ચડાઈ વખતે સામેવાળા બહારવટીયા કલોજી રવોજી બે ભાઇ અને અનરગઢથી ચારણો ચડાઈ કરવા આવેલા અને જીવાપર ગામની અંદર ઐતિહાસિક ધમાસાણ યુદ્ધ થયુ ને લાશો નો ઢગલો થયો.

આ સમયે રવોજી રામબાઇ ને ઘોડી પર અપહરણ કરી એક ગાઉ નો પલ્લો કાપી નાખ્યો આ વાતની જાણ કાનાબાપા ચાવડાને થતા ધર્મ ની બહેનની વારે દળી ભેર ચડ્યા પોતાની ઘોડી હાથમાં ભાલુ લઈ બેનની વાર કરી ને ચાર ગામને સીમાડે જેને રૂખીની ઘાર કહે છે ત્યા રવોજી અને કાનાબાપા વચ્ચે તલવારોના તીખારા થયા ને જનોઈવાઢ પડવા લાગ્યા ને કાનાબાપાએ રવોજીનુ ઢીમ ઢાળી દિધુ ને પોતાની બહેનને ગામ તરફ લાવતા હતા ત્યા થોડાક દુર એક ખાડામા કલોજી સંતાઇને બેઠો હતો.

ઘોડી ધીમે પગલે હાલતી ને લાગ જોઈ કલોજીએ પાછળથી જોર કરી ભાલો કાનાબાપાને આરપાર કરી દિધો પણ દિકરીને હેઠે ઉતારી શરીરમા રહેલા ભાલો કાઢ્યા વગર કલાજી સાથે કુંડાળે પડ્યા ને ઝાકાઝીક બોલાવી ને કલાજી ને ઠાર કરી પોતે પણ ઠાર થયા ને ધરતી માથે ઢળી પડ્યા..

આ બાજુ રામુબાઇ જીવાપર ગામે આવતા ૧૨૧ એકશો એકવીશ લાશો જોઈ જેમા એકસો એકવીશ મી લાશ ઢોલી પુનાબાપા સૌલંકીની હતી. આવુ મોટુ રોળુ બન્યુ અને એ પણ એમના માટે તેમને ખુબ જ આઘાત લાગ્યો ને દુખ થતા દુખી હૈયૈ ડૈયેશ્વર મહાદેવ ની આરધના કરી હે પ્રભુ ભોળાનાથ આ ૧૨૧ મરદ મુછાંળા પોતાના સેન્હીજનોને છોડી પળનો વિચાર કર્યા વિના ચારણની દિકરી માટે જીવતર વાલુ કર્યુને મોતને ભેટી સ્વર્ગ સિધાવ્યા ને એનુ પાપ મને લાગે માટે હે મહાદેવ મારા પર દયા કરી સતીનુ સત બતાવો મારે હવે અહી રહી શુ કામ છે ને સતીની વાત ને સાચી પ્રાર્થના સાંભળી ભોળાનાથની દયાથી જમણે અંગુઠે અગ્નિ જ્વાળા નિકળી ને સતીને તેનામા સમાવી લીધા.

કાનાબાપા અને રામુબાઇનો ઇતિહાસ ડૈયેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં છે. હાલ ત્રણ પાળીયાઓ જાગૃત છે કાનાબાપા, રામુબાઇ અને ઢોલી પુનાબાપા સૌલંકી

આ હારબંધ ખાંભીઓ માં નાડોદા રાજપુત અને ખાંટ રાજપુત ના સુરપુરા છે.. આમા બે ત્રણ ખાંભીઓ સતીની છે જેને બારોટના ચોપડે ઊમીયા માતાજી ના નામથી ઓળખાય એનુ પણ એમજ કહેવાય છે કે ઉમયા મા અને એમના ભાઇ ગોકુળ મકવાણા લુટાતી જાનની વારે ચડી અમરાપર ગયેલા અને નાડોદા ગોહેલ સતીમાને સજુબાના નામથી પુજે છે. મકવાણા અને ગોહેલ બન્ને ભેગા થઈ દર વર્ષ હવન કરે છે. પાળીયાઓ મા ૧૭૨૭ દર્શાવેલ છે જે હિરાભાઇ ભીમાભાઇ ચાવડાએ આ વિષે અભ્યાસ કરી આ ઇતિહાસ ઉજાગર કર્યો છે.

ફોટોગ્રાફ.. આર કે ખાંટ દ્વારા મળેલ છે આભાર

● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!