⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ ۞

ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ
ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ ஜ۩۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૨૯૮)

ઇતિહાસનાં અધ્યયનનું વાસ્તવિક પ્રયોજન એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. અતીતનો સમ્યક બોધ વર્તમાનને બરોબર રીતે સમજવા માટે સહાયક થતો હોય છે. જેનાં આધાર પર વર્તમાનને સંભાળવા માટે તથા ભવિષ્ય નિર્માણની દિશાઓને યોગ્ય રીતે નિર્ધારિત કરવાનું કાર્ય બની જાય છે. અતીતનો સર્વથા તિરસ્કારનો આગ્રહ એ મૂઢતાનો પરિચાયક છે. પણ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે અતીત નિરર્થક શબ-વહન માત્ર બનીને ના રહી જાય. અતીતમાં શું ત્યાજ્ય છે અને શું ગ્રાહ્ય આનાં પર નિરપેક્ષ દ્રષ્ટિથી વિચાર કરવો જોઈએ દરેકે ! ઈતિહાસ લેખનમાં આ નિરપેક્ષ દ્રષ્ટિ અતિઆવશ્યક છે. કારણકે ઇતિહાસનાં અધ્યયનનો વિષય મનુષ્ય કે સમાજ છે. આનાં સંગઠનના વિધવિધ પક્ષ પક્ષ હોય છે અને એમાં અન્યોન્યાશ્રિત સંબંધ હોય છે.

ઈતિહાસકારને અતીત એટલે કે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ પ્રત્યક્ષરૂપમાં તો પ્રાપ્ત થતી જ નથી પરંતુ અતીતના વિષયમાં એમણે કેટલાંક સાક્ષ્ય પ્રાપ્ત થાય છે જેનાં આધાર પર એ અતીતનું નિર્માણ કરે છે. આ સાક્ષ્ય કે જેનાં આધાર પર ઈતિહાસ લખાયેલો કે એ જાણવા મળે છે એ પ્રમાણે સાવ સરળતાપૂર્વક તો એ પ્રાપ્ત થતો જ નથી. એટલાં જ માટે કેટલાંક સમય પૂર્વે સુધી વિદેશી વિદ્વાનોની એ માન્યતા હતી કે ભારતીયોનો કોઈ ઈતિહાસ છે જ નહીં ! આ વિચારધારા પાશ્ચાત્ય ઇતિહાસકારોની કદાચ એટલાં માટે છે કે પ્રાચીન ભારતીયોનો દ્રષ્ટિકોણ આધ્યાત્મિકપ્રધાન હતો.

વાસ્તવમાં જો કદાચ તિથિક્રમના પ્રશ્નને પૃથક કરી દેવામાં આવે તો એ નિશ્ચિતરૂપે સ્પષ્ટ થઇ જાય કે પ્રાચીન ઈતિહાસકારોમાં ઈતિહાસ બુદ્ધિનો અભાવ હતો અને એ સાથે એ પણ પ્રમાણિત થાય છે કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં બહુમૂલ્ય ઐતિહાસિક સામગ્રી નિહિત છે જેને વિવિધરૂપોમાં પ્રાપ્ત કરી શકાય તેમ જ હોય છે. જેમકે સાહિત્યિક રચનાઓ અથવા દસ્તાવેજ, શિલ્પ-સ્થાપત્યો અને સ્મારકો, સિક્કા, શિલાલેખ અને તામ્રપત્રો વગેરે. આ ખંડ ખંડ પ્રાપ્ત સામગ્રીઓને આધાર બનાવીને ઇતિહાસકાર અતીતમાં જે કંઈ ઘટનાઓ ઘટિત થઇ હોય છે એને સરળતાપૂર્વક ગ્રહણ કરીને યોગ્યરૂપમાં પ્રસ્તુત કરવાની ચેષ્ટ કરતાં હોય છે.

આ વાત ગ્રીકો સાથે લાગુ પાડજો પણ જે કંઈ થયું એ સારું જ થયું છે ભારતને એનો ગૌરવશાળી ઈતિહાસ તો મળ્યો ! એ જ વાત આપણેને હવે આગળ ધપાવીએ !

“મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ભારતીય ઇતિહાસમાં યુગાંતકારી ઘટના માનવામાં આવે છે.”
એક નાનકડી વાત આગળ કરવાની રહી ગઈ છે તે અહીં કરીને પછી જ આગળ વધીએ. એમાં ૨ જ વાતો મુખ્ય છે —-

[૧] રત્નગર્ભે પુરાણોની ટીકા કરી છે – લખી છે સ્વયં પુરાણોમાં ચંદ્રગુપ્તનો નંદો સાથે રક્ત સંબંધ નથી બતાવ્યો !
[૨] સંસ્કૃત વ્યાકરણ અનુસાર “મુરા”થી તો “મૌરેય” બને….. “મૌર્ય” નહીં. મૌર્ય શબ્દ પુલ્લિંગવાચી “મૂર”થી જ બને છે જેને પાણિનિએ એક સુત્રના ગણપાઠમાં એક ગોત્રનું નામ કહ્યું છે !

ચંદ્રગુપ્ત મૌર્યનાં જન્મની સાલવારી કોઈએ પણ સાચી નથી આપી કોઈકે એ ઇસવીસન પૂર્વે ૩૫૦ તો કોઈએ ઇસવીસન પૂર્વે ૩૪૦ તો કોઈકે વળી ઇસવીસન પૂર્વે ૩૪૫ આપી છે. મારાં મંતવ્ય મુજબ એ ઇસવીસન પૂર્વે ૩૪૫ હોઈ શકે અને કદાચ ને કદાચ એ જ સાચી છે !

પ્રથમ ભારતીય સામ્રાજ્યના આ સંસ્થાપક ચંદ્રગુપ્તનાં પ્રારંભિક જીવનના વિષયમાં આપણને કોઈ વિશેષ માહિતી તો પ્રાપ્ત થતી નથી એટલે જ આપણે એ વિષે કોઈપણ પ્રકારે જ્ઞાત થઇ શકતાં નથી. કાલાંતરમાં આ ઈતિહાસ પ્રસિદ્ધ મહાપુરુષની જીવન સંબંધિત વિવિધ કથાઓ પ્રચલિત થઇ છે પરંતુ એ બધી કથાઓને એનાં એ જ સ્વરૂપે ગ્રહણ કરી શકાય તેમ નથી. એમ થઇ શકે તેમ જ નથી ! એટલે એમના સંબંધમાં એ કહી શકવું મુશ્કેલ છે કે એ બધાંમાં ઐતિહાસિકતા અથવા કલ્પનાનું મિશ્રણ કેટલું છે તે ! ઇતિહાસમાં ક્યાય પણ એ નથી લખેલું મળતું નથી જ કે ચંદ્રગુપ્ત ક્યારે જન્મ્યો હતો તે ! એ માટે બધી અટકળો અને અનુમાનો જ છે ! પણ સત્ય છે એ તો છે એમનું કાર્ય જે કોઈનાથી પણ ઉવેખી શકાય તેમ નથી જ !

સમ્રાટ ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક ————-

સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યાભીશેકની તિથિ જોઈએ તેટલી સ્પષ્ટ થઇ નથી. એ બાબતમાં ભારતીય સાધનસામગ્રી જરાય સહાયભૂત થઇ શકાતી નથી. પરંતુ ઈતિહાસ તેનાં પર થોડો ઘણો પ્રકાશ પાડી શકે તેમ છે. રોમન લેખક જસ્ટિન લખે છે કે — “સિકંદરનો મુખ્ય સેનાપતિ સેલ્યુકસ નિકેટર જે વખતે પોતાનાં ભાવિ ગૌરવના મંડાણ કરી રહ્યો હતો ત્યારે સેન્ડ્રોકોટ્ટસ (ચંદ્રગુપ્ત)મગધનું સિંહાસન પ્રાપ્ત કરીને ભારતનો સમ્રાટ બની ચુક્યો હતો.”

ઇસવીસન પૂર્વે ૩૨૧મા સિકંદરના સેનાપતિઓએ મેસિડોનિયન સામ્રાજ્યની પાકી વહેંચણી અંદરોઅંદર કરી તે વખતે ભારતનો વાયવ્ય સરહદનો પ્રદેશ ગણતરીમાં લેવાયો નહોતો. તેથી સ્વાભાવિક રીતે એ અનુમાન થઇ શકે કે — સિકંદરના મરણ પછી તરત જ અથવા મોડામાં મોડું ઇસવીસન પૂર્વે ૩૨૨ની શરૂઆતમાં ચંદ્રગુપ્તે એ પ્રદેશ પર પોતાનો અધિકાર સ્થાપિત કાર્યો હોય અને એ જ સાલમાં મગધનું સિંહાસન પણ કબજે કર્યું હોય. ગમે તેમ પણ ઈતિહાસવિદોએ ભારતના સમ્રાટ તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યાભિષેકની તારીખ ઈસ્વીસન પૂર્વે ૩૨૨ની નિશ્ચિત કરેલી છે.

ચંદ્રગુપ્તનાં વિજયો ———————-

સમ્રાટ ચંદ્રગુપ્તના વિજ્યોને બે ભાગમાં વહેંચવામાં આવેલાં છે —-

(૧) ગાદીનશીન થયાં પહેલાંનાં વિજયો
(૨) ગાદીનશીન થયાં પછીનાં વિજયો

(૧) ગાદીનશીન થયાં પહેલાંનાં વિજયો ————

[૧] સિંધુપ્રદેશમાંથી ગ્રીકશાસનની નાબૂદી ———-

ચંદ્રગુપ્ત પોતે પણ એવું ઈચ્છતો હતો કે જો ભારતને એક કરવું હોય તો પહેલાં ગ્રીકો જે ડેરાતંબુ તાણીને તક્ષશિલાની આજુબાજુના પ્રદેશમાં તે છેક પર્શિયા સુધી ફેલાયેલાં છે તેમને પહેલાં હરાવવા જોઈએ. ચંદ્રગુપ્ત કત્લેઆમમાં નહોતો માનતો પણ પોતે ક્ષત્રિય હોવાથી તે એમ કરતાં અચકાતો પણ નહોતો. ચંદ્રગુપ્ત ઉદારમતવાદી હતો એટલે તે પોતે હારેલાંને તગેડી મુકતો હતો તેમને બહુ મારતો નહોતો. પણ યુદ્ધ એટલે જ હિંસા અને કત્લેઆમ તે ભલીભાતિ જાણતા હતાં ચંદ્રગુપ્ત ! તેમણે ચાણક્યનીતિ જો આત્મસાત કરી હતી એટલે એમને શત્રુઓ સાથે કેવો વ્યવહાર કરવો તે ખબર હતી, ચંદ્રગુપ્ત મૌર્ય શુરવીર હતાં અને પ્રખર રાષ્ટ્રભક્ત હતાં. તેમણે તક્ષશિલાના આઠ વરસના અભ્યાસે એ બધી પરિસ્થિતિ જોઈ હતી એટલે જ એમણે પહેલાં મનમાં ગાંઠ વાળી કે —- હું પહેલાં આ ગ્રીકોને જ અહીંથી કાઢી કાઢીશ અને પછી જ સત્તા ગ્રહણ કરીશ ! તેઓ ગ્રીકોની ઘુસણખોરી અને આવાગમન પર રોક વહેલી તકે લગાવવા માંગતા હતાં. ભારતની જે દયનીય પરિસ્થિતિ હતી તેમાંથી તેઓ ભારતને બહાર લાવવા માંગતા હતાં . તેમને એમ કે હું મારાં દેશના રાજ્યો સાથે તો લડીને એક કરી જ શકીશ કારણકે તેઓ તો આપણા જ ભારતીય લોકો છે ને આખરે તો એ પછી કરીએ તો ચાલે પણ પહેલાં આ વિદેશીઓને જ પદાર્થપાઠ ભણાવવો પડે !

મગધની ગાદીએ આવતાં પહેલાં ચંદ્રગુપ્તમૌર્યે ચાણક્યની મદદથી સિકંદરના મૃત્યુબાદ ગ્રીક સૈન્યને સિંધુ પ્રદેશમાંથી હાંકી કાઢ્યું. હવે આ પંજાબ અને સિંધ એ ભારતના પંજાબ અને સિંધ નહોતાં એની પાકી સાબિતી આપણને રાજા પોરસના ઈતિહાસમાંથી મળે છે. પોરસ સાથે તો ચંદ્રગુપ્તને સંધિ થઇ હતી કે —“ભાઈ હું તને રાજા બનાવીશ મોટા પંજાબનો પણ એમાં તારે મને આ કમબખ્ત મગધના ધનનંદને હરાવવામાં મદદ કરવાની રહેશે ! જો ચંદ્રગુપ્તે એ પંજાબ પર કે સિંધ પર હુમલો કાર્યો હોત તો ભારતીય ગણરાજ્યો સાથે પહેલાં યુદ્ધ થયું હોત પણ તેમ નહોતું કારણકે આ ગ્રીકો તો સરહદપાર અલબત્ત એ વખતની ત્યાં વસવાટ કરતાં હતાં. આ એ જ રાજ્યો છે જે પહેલાં ઈરાનીઓના કબજામાં હતાં અને પછી યવનો એટલે કે ગ્રીકોના. એટલે એ પ્રદેશો પર જીત મેળવી હતી ચંદ્રગુપ્તે જેમાં બેકટ્રિયા પાર્થિયા તેમ જ અનેક નાનાં નાનાં રાજ્યો જેમના નામો ગ્રીકોએ પોતાની માતૃભાષામાં આપી દીધાં હતાં તેનો પણ સમાવેશ થાય છે. મેકરાન પણ આ જ અભિયાન અંતર્ગત આવે છે. ધીમે ધીમે ગ્રીકો પાછાં હટતાં હતાં પર્શિયા- બેબીલોન સુધી પહોંચી ગયાં ! આ બધાં પ્રદેશો જીતીને ચંદ્રગુપ્તે પોતાને હસ્તક કરી લીધાં. બસ હવે તેને ભારતમાં જ ભેળવવાના બાકી હતાં ખાલી !

આવી રીતે દેશને વિદેશી શાસનમાંથી મુક્ત કરીને ભારતનો સાચો મુક્તિદાતા બન્યો ચંદ્રગુપ્ત મૌર્ય ! એટલે જ તો ચંદ્રગુપ્ત મૌર્ય પ્રાચીન ભારતના ઇતિહાસમાં “The Leader Of This First War Of Indian Independence.” તરીકે ઓળખાય છે એ સાચું જ છે !

માત્ર એક બે રાજ્યો જીતવાથી ચંદ્રગુપ્ત એ મહાન નથી કહેવાતો ! આ સાલા ગ્રીકો ખંધા છે ચંદ્રગુપ્ત મૌર્ય ભારતની વાયવ્ય સહદે ઘણા રાજ્યો જીત્યાં હતાં જેમાં બલુચિસ્તાન , કાબુલ, કંદહાર(ગાંધાર), હિરાત પણ જીત્યાં હતાં પણ ગ્રીકોએ એને સેલ્યુકસ સાથેની હારની સંધિનું નામ આપી દીધું છે. આ રીતે તેઓ સાચાં મુક્તિદાતા બન્યાં છે એમાં કોઈ જ શક નથી ! આ વિષે થોડી ચર્ચા એ સેલ્યુકસ સાથેના યુદ્ધ વખતે કરીશું !

(૨) ગાદીનશીન થયાં પછીનાં વિજયો

[૧] મગધમાંથી નંદવંશી રાજા ધનનંદના શાસનનો અંત ————–

આ વાત હું રાજા ધનનંદ વખતે કરી જ ચુક્યો છું એટલે એનાં વિષે હું બહુ વિગતે અહીં લખતો નથી પણ ટૂંકમાં થોડુંક જણાવી દઉં છું. વિદેશીઓ એટલે કે ગ્રીકોને દેશમાંથી બહાર કાઢ્યા બાદ ચંદ્રગુપ્તે મગધ સામ્રાજ્યમાંથી નંદવંશનો નાશ કરવા માટે ચંદ્રગુપ્તે કૌટિલ્ય અને પંજાબના રાજા પર્વતક(પોરસ)ની સહાયતાથી મગધ પર પુરતી તૈયારી સાથે આક્રમણ કર્યું અને ભદ્રશાલની નેતાગીરી હેઠળ લડતાં ધનનંદના લશ્કરને યુધ્ધમાં હરાવ્યું. ત્યારબાદ રાજા ધનનંદનો વધ પણ કાર્યો અને મગધ પર વિજયપતાકા લહેરાવી મૌર્યવંશની સ્થાપના કરી.

[૨] ગુજરાત – સૌરાષ્ટ્ર પર જીત હાંસલ કરી ————-

ગિરનારના રુદ્રદામનના શિલાલેખના વિવરણ મુજબ પુષ્યગુપ્ત જેઓ ચંદ્રગુપ્તના સુબા (રાજ્યપાલ) હતાં તેઓએ ચંદ્રગુપ્તના સમયમાં ખેતી માટે ગિરનાર- ગિરનગર (જુનાગઢ)માં સુદર્શન તળાવ બંધાવેલ. જે હકીકત સુરાષ્ટ્ર – સૌરાષ્ટ્ર મૌર્યસામ્રાજ્યનો એક ભાગ હોવાનું પુરવાર કરે છે. ડો. રાયચૌધરી માને છે કે —- ચંદ્રગુપ્તે પશ્ચિમ ભારતમાં છેક સૌરાષ્ટ્ર સુધી પોતાની વિજયપતાકા લહેરાવી હતી. આ વાત પરથી ચંદ્રગુપ્તે ગુજરાત – સૌરાષ્ટ્ર જીત્યાં હોવાનું ફલિત થાય છે.

[૩] દક્ષિણ પ્રદેશની જીત —————

મામુલનાર નામના પ્રાચીન તામિલ લેખકે તિનેવેલ્લી જીલ્લાની પોદિયિલ પહાડીઓ સુધી મૌર્ય આક્રમણોનો ઉલ્લેખ કરેલો જોવાં મળે છે. આની પુષ્ટિ અન્ય પ્રાચીન તામિલ લેખકો અને અન્ય ગ્રંથોમાંથી પણ થાય છે. ચંદ્રગુપ્તની આ આક્રમક સેનામાં યુદ્ધપ્રિય કોશર લોકો પણ સામેલ હતાં ચંદ્રગુપ્તે આ આક્રમણ કોંકણથી એલિલમલૈ પહાડીઓ પર થઈને કોંગુ (કોઈમ્બતૂર) જીલ્લામાં આવ્યાં અને અહીંથી પોદિયિલ પહાડીઓ સુધી પહોંચ્યા. દુર્ભાગ્યવશ ઉપર્યુક્ત ઉલ્લેખોમાં આ મૌર્યવાહક સેનાનાં નાયકનું નામ પ્રાપ્ત થતું નથી. પરંતુ “વમ્બ મોરિયર”થી પરથીમૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનું જ અનુમાન અધિક સંગત લાગે છે.

મૈસૂરથી ઉપલબ્ધ થયેલાં કેટલાંક અભિલેખોમાંથી ચંદ્રગુપ્ત દ્વારા શિકારપુર તાલુકા અંતર્ગત નાગરખંડની રક્ષા કરવાનો ઉલ્લેખ મળે છે. ઉક્ત અભિલેખ ૧૪મી સ્તબ્દીનો છે પરંતુ ગ્રીક, તામિલ લેખકો આદિનાં સાક્ષ્યનાં આધાર પર એની ઐતિહાસિકતા એકદમ અસ્વીકૃત તો ના જ કરી શકાય ને !

ચંદ્રગુપ્ત મૌર્યની દક્ષિણ પ્રદેશની જીત અંગે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. પ્રાચીન તામિલ સાહિત્યમાં ચંદ્રગુપ્તે દક્ષિણનાં પ્રદેશો જીત્યાં હોવાનો ઉલ્લેખ થયેલો છે જ! શિલાલેખ નં-૧૩માં જણાવ્યા મુજબ કલિંગના યુદ્ધ પછી અશોકે અન્ય કોઈ યુદ્ધ કરેલું નથી તેમ જ બિંદુસારના શાસનકાળના કોઈ નોંધપાત્ર વિજયો ઇતિહાસના પાને નોંધાયા નથી. પરિણામે ચંદ્રગુપ્તે પોતાની સત્તા દક્ષિણની સરહદ સુધી ફેલાવી હોવાનું સંભવિત છે. જૈન પરંપરા મુજબ ચંદ્રગુપ્ત મૌર્યે પાછલી જીંદગીમાં મૈસુર નજીક શ્રવણ બેલગોડા પાસેની ટેકરી ચંદ્રગિરિ પર જઈને અનશન કરીને દેહ છોડયો હતો.

ગ્રીક લેખક જસ્ટિન પણ દક્ષિણ પર ચંદ્રગુપ્તનું આધિપત્ય સ્વીકારે છે. ડો. રાધાકુમુદ મુખર્જીના મતે દક્ષિણનો પ્રદેશ જીતવાનું શ્રેય અશોકને નહીં પરંતુ ચંદ્રગુપ્તને ફાળે જાય છે. આ સર્વ હકીકતો ચંદ્રગુપ્ત મૌર્યે દક્ષિણનો પ્રદેશ જીત્યો હોવાનું પુરવાર કરે છે. પણ ડો. સ્મિથ અને ડો. ચક્રવર્તીના મતે આ પ્રદેશ ચંદ્રગુપ્તે નહીં પણ તેનાં પુત્ર બિંદુસારે જીતેલો. જયારે ડો. રાયચૌધરી આ બન્ને વિરોધી મંતવ્યોથી ભિન્ન અભિપ્રાય આપતા જણાવે છે કે દક્ષિણનો પ્રદેશ સૌ પ્રથમ નંદ રાજાએ જીતેલો અને ચન્દ્ર્ગુપ્તે તેને હરાવીને તે પ્રદેશ કબજે કરેલો.

આમ પૂર્વે બંગાળથી પશ્ચિમે સૌરાષ્ટ્ર સુધી અને ઉત્તરે કાશ્મીરથી દક્ષિણે મૈસૂર સુધી તેનું આધિપત્ય હતું. આ રીતે ચન્દ્રગુપ્ત મૌર્યે વિશાળ સામ્રાજ્ય – અખંડ ભારતના નિર્માતા તરીકેની નામના મેળવી . જે કોઈ પણ ભારતીય શાસક દ્વારા સ્થાપિત સૌથી મોટું સામ્રાજ્ય હતું. ટૂંકમાં He Earned For The Maurya Dynasty An Empire.

[૪] ગ્રીક સેનાપતિ સેલ્યુકસને હરાવ્યો ————

જે વાત લોકો સિકંદર સાથે સાંકળતા હતાં કે સિકંદર મગધની અતિવિશાળ સેના જોઇને પાછો નાસી ગયો હતો યુદ્ધ કર્યા વગર જ તે વાત આખરે તો સાચી પડી સિકંદર નહીં તો સિકંદરનો સેનાપતિ સેલ્યુકસ આખરે ભારત પર આક્રમણ કરવાં આવ્યો. તેના હું હાલહવાલ થયાં એ જાણતા પહેલાં થોડું સેલ્યુકસ વિષે જાણી લેવું ખુબ જ જરૂરી છે.

સેલ્યુકસ પ્રથમ નિકેટર ————

સેલ્યુકસ પ્રથમ નિકેટર એટલે ભારત પર આક્રમણ કરનાર બીજો યુનાની સેનાપતિ (રાજા ). જો પર્શિયનો ૩-૩ વાર ભારત પર આક્રમણ કરી શકતાં હોય તો મેસેડોનિયન પ્રજા ગ્રીકો એટલે કે યવનો પાછળ ન જ રહી જવાં જોઈએ ને વળી ! એ લોકો પણ જાણે આ પારસીઓનો વિક્રમ તોડવાં માંગતા હોય એવું લાગે છે એટલે જ એમણે માત્ર ૨૦ જ વરસ પછી બીજું આક્મણ ભારત પર કર્યું. સિકંદર નહીં તો તોનો સેનાપતિ (જનરલ) સેલ્યુકસ.

આ સેલ્યુકસ નિકેટરનો જન્મ ઇસવીસન પૂર્વે ૩૫૮માં મેસેડોનિયામાં થયો હતો અને તેનું મૃત્યુ ઇસવીસન પૂર્વે ૨૮૧માં થ્રેસ (Thrace)માં થયું હતું. એનો શાસનકાળનો સમય છે ઈસ્વીસન પૂર્વે ૩૧૨થી ઇસવીસન પૂર્વે ૨૮૧ એટલેકે કુલ ૩૧ વર્ષ. આનો સમયગાળો મળે છે પણ આપણા મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યની જન્મસાલ કોઇપણ જગ્યાએથી ઉપલબ્ધ નથી થતી !એજ તો આપણી બલિહારી છે ને ! સેલ્યુક્સના પિતાનું નામ એંટીઓક્સ અને માતાનું નામ લેઓડાયસ હતું.

સિકંદરના મૃત્યુ પશ્ચાત એનાં કહેવાતા વિશાળ સામ્રાજ્યને લઈને એનાં સેનાપતિઓમાં વિદ્રોફ શરુ થઇ ગયો હતો અને બધાં એકબીજાથી જલતા હતાં. એમની વચ્ચે થયેલા સત્તાના સંઘર્ષે લડાઈનું સ્વરૂપ લીધું. આ સતાની લાલસાનાં સંઘર્ષમાં સેલ્યુકસ પણ સામેલ હતો. શરૂઆતમાં તો સેલ્યુક્સે ઘણી હારોનો સામનો કરવો પડયો હતો પણ પછી મોકાપરાસ્ત સેલ્યુક્સે બેકહટ્રિયા અને બેબિલોન પર જીત હાંસલ કરી. હવે સેલ્યુકસ પોતાના સામ્રાજ્યની સ્થાપના કરી ચુક્યો હતો અને એણે બૈજીલીયસ (Basileus)ની ઉપાધિ પણ ધારણ કરી હતી.જેનો અર્થ થાય ચ્ચે —રાજા.

સેલ્યુકસ અને એન્ટિગોંસ વચ્ચે લગભગ સોળ સત્તર વર્ષ સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. છેવટે ઇસવીસન પૂર્વે ૩૦૬માં સેલ્યુકસનો સીરિયન સમ્રાટ તરીકે અભિષેક થયો. તે પછી એકાદ વર્ષ પછી એટલે કે ઇસવીસન પૂર્વે ૩૦૫માં તેને ભારત પર આક્રમણ કરવાનો નિર્ધાર કર્યો અને સિંધુ પ્રદેશમાં દાખલ થઈને તેણે ભારત પર ફરીથી હુમલો કર્યો.

અહીં ગ્રીક ઈતિહાસકારોએ “ફરીથી” એવો શબ્દ કેમ વાપર્યો છે એ જ મને તો ખબર પડતી નથી. કારણકે સિકંદરની સેનામાં તે વખતે આ સેલ્યુકસ એક ઉચ્ચ હોદ્દો જરૂર ધરાવતો હતો પણ સિકંદર ભારત પર ચડી આવ્યો જ નથી. જે પ્રદેશો એણે જીત્યાં જ નથી એ એને જીતેલાં છે એવું જ ગ્રીકોએ પ્રતિપાદિત કરી દીધું છે. સિકંદર આવ્યો પણ હોય તો એ બેકહેટ્રિયા – પાર્થિયા કે બહ બહુ તો તક્ષશિલા સુધી એ આવ્યો હતો પણ પંજાબ અને સિંધ તો એ તો બહુ દૂરની વાત છે. સિકંદર ભારતમાં આવ્યો હતો એનાં કોઈ પણ સાક્ષ્ય પ્રમાણ મળતાં જ નથી. વળી…સિકંદર તો હાર્યો હતો રાજા પોરસ સામે બુરી રીતે તો એ વખતની હારની આ સેલ્યુકસને ખબર નહોતી કે શું ? આમેય સિકંદર તો ધનનંદની વિશાળ સેના વિષે સાંભળીને ગભરાઈ જ ગયો હતો. તો જો એ વખતે મગધની સેના આટલી વિશાળ હોય તો જરા વિચારો કે જે રાજા ભારતની વાયવ્ય સરહદેથી બધાં યવનોને ખદેડીને છેક બેબિલોન -પર્શિયા સુધી ધકેલીને એ બધાં પ્રદેશો પર ચંદ્રગુપ્તે કબજો કર્યો હોય તો કોઈ ભલા ભારત પર આક્રમણ કરવાનો વિચાર સુદ્ધાં પણ શું કામ કરે ? ચન્દ્રગુપ્તની તાકાતથી તે અજ્ઞાત હતો કે શું ? અહી આક્રમણ તો કર્યું છે સેલ્યુકસે પણ વાંધો આ “ફરીથી” શબ્દ સામે જરૂર છે. જે ગ્રીકોએ જ પ્રચલિત કરેલો છે.

જ્યાં પહેલું જ આક્રમણ થયું નથી ત્યાં એને બીજું આક્રમણ પણ કહેવું ઉચિત તો નથી જ ! શક્યતા છે એ એ કે સેલ્યુકસને સિકંદરથી સવાયા બનવું હતું અને એને સિકંદરની ઇસવીસન પૂર્વે ૩૨૫ની હારનો બદલો લેવો હતો એટલે તેણે આક્રમણ કર્યું હોય એ માની શકાય તેમ છે પણ એનાં આક્રમણના રસ્તા સામે મને જરૂર વાંધો છે. આ બધું આમ તો ગ્રીકોએ જ ફેલાવેલું છે .પણ આક્રમણ થયું હતું અને એમાં મહાન ચન્દ્રગુપ્ત સામે સેલ્યુકસ હાર્યો હતો એ પણ એટલી જ સાચી વાત છે.

સેલ્યુકસ સિકંદરના મૃત્યુ પછી વધારે સમય પોતાનાં સામ્રાજ્યના પશ્ચિમી ભાગમાં યુદ્ધમાં જ ઉલઝેલો રહ્યો. જેનાથી પૂર્વી ભાગો જે ભારતને અડીને કે ભારતમાં હતાં એવું જે કહેવાય છે ત્યાં યવનોની સત્તા કમજોર થઇ ગઈ હતી. ઘણી બધી જગ્યાએ તો ચંદ્રગુપ્ત મૌર્યે યવનોને ભગાડીને એ પ્રદેશો આઝાદ પણ કરી દીધાં હતાં.

આનું એક પરિણામ એ પણ આવ્યું કે ઘણાં યવન સૈનિકો ચંદ્રગુપ્તની સેનામાં જોડાયાં પણ હતાં ભારતમાં સ્થાયી થવાનું સપનું આ રીતે સાકાર પણ થયું હતું. તેઓ ભારતમાં તો ઘુસી ના શક્યા પણ ભારતે તેમની કદર કરી ભારતમાં સામેલ કર્યા હતાં આની ખુશી એમને અપરંપાર હતી. જોકે તેમને ભારત સાથે ગદ્દારી નહોતી કરી કારણકે ચાણક્ય અને ચંદ્રગુપ્ત તેમ જરાય કરવાં દે તેમ નહોતાં. કહેવાનો મતલબ મારો એ છે કે ભારતમાં ઘૂસવાનો જે ખોટો માર્ગ સિકંદરે અપનાવ્યો હતો તેની જગ્યાએ તેમણે ચંદ્રગુપ્તે તેમને સાચો માર્ગ બતાવી મગધ લઇ ગયાં હતાં. અહી એ નોંધવું આવશ્યક છે કે યવનો હવે ભારતથી વાકેફ હતાં અને તેમને ચંદ્રગુપ્તની સેના વતી ઘણી લડાઈઓ લડી ઘણાં પ્રદેશો જીત્યાં હતાં. આ યવનો તો એ મૂળ તો બેબીલોન – સીરિયા અને પર્શિયા – મેસેડોનિયાનાં જ હતાં.

સેલ્યુકસ જો ૨૦ વરસ પછી ભારત આવતો હોય તો એને આ ગતિવિધિ અને નવાં આયામો જે ચંદ્રગુપ્તે સિદ્ધ કર્યા હતાં તેની તેને ખબર નહોતી કે શું ? ખબર તો હતી જ પણ સેલ્યુકસ મજબુર હતો ! એ એમ માનતો હતો કે સિકંદરને પહેલાં અ પ્રદેશો જીતવામાં કોઈ મુશ્કેલી નહોતી પડી તો મને પણ તે પાછાં મેળવવામાં તે કોઈ જ તકલીફ નહિ પડે ! બીજું એક સબળ કારણ એ છે કે એ ભારતમાંથી ધન પ્રાપ્ત કરવાં માંગતો હતો કરકે અતિશય યુદ્ધો પાછળ ખર્ચો બહુ થઇ ગયો હતો. આ જ સેલ્યુકાસની ગંભીર ભૂલ હતી કે ભારત હવે પહેલાં જેવું ભારત નથી રહ્યું એ નાનાં નાનાં રાજ્યોમાં વિભાજિત નહોતું એ એક થઈને અખંડ ભારત બન્યું હતું અને એનું સૈન્યબળ ઉત્તરોતર વધતું જતું હતું તે એક મહાસત્તા ભણી પ્રયાણ કરી રહ્યું હતું.એને એ ખબર નહોતી કે ભાતમાં તે વખતે એક સિંહ રાજ કરતો હતો જેનું નામ છે —- ચન્દ્રગુપ્ત મૌર્ય !

ચાણક્યની બુદ્ધિને પ્રતાપે મગધનું ગુપ્તચર ખાતું જોરદાર અને કુશળ હતું જેનીલગરીક પણ ખબર સેલ્યુકસને નહોતી ! આ જ કુશળ ગુપ્તચર ખાતાંને લીધે પહેલાં ચાણક્યને અને પછી ચંદ્રગુપ્તને ખબર પડી ગઈ હતી કે સેલ્યુકસ ભારત પર આક્રમણ કરવાં આવ્યો છે તો ચન્દ્રગુપ્ત તેનો સામનો કરવાં પુરતી રીતે સજ્જ થઈ ગયો. ગ્રીકોના જણાવ્યા પ્રમાણે સેલ્યુકસ સિંધુ નદી ઓળંગીને આવ્યો હતો. તો ચન્દ્ર્ગુપ્તે એને ત્યાં જ ઘેરી લીધો. ગ્રીક ઈતિહાસકારો જે વાત નથી કહેતાં તે ભારતીય ઈતિહાસકારો એ કરી છે તે એ કે —- ભારતીય સેનાએ એવો તે જબરજસ્ત મુકાબલો કર્યો કે એને સમગ્ર યવનજાતિ, મિસ્ર, ઈરાન અને સમગ્ર આરબ જગતને હચમચાવી નાંખ્યું. એમણે ભાગ્વામાંતે કોઈ જ રસ્તો રહ્યો નહીં. ઘણાં બધાં યવન સૈનિકો સિંધુ નદીમાં કુદી પડીને ડૂબીને મરી ગયાં. આ યુદ્ધ બહુ લાંબુ ચાલ્યું જ નહોતું માત્ર ૩-૪ કલાકમાં તો સેલ્યુક્સની સેના તહસ-નહસ થઇ ગઈ હતી.

હવે સેલ્યુકસ ગભરાયો કે જૂ યુદ્ધ ચાલુ રહ્યું તો એનું જીવતાં રહેવું પણ મુશ્કેલ છે એટલે તેણે ચંદ્રગુપ્ત સામે આત્મસમર્પણ કરી દીધું અને ચંદ્રગુપ્ત સામે સંધિનો પ્રસ્તાવ મુક્યો ! ચાણક્યની મૂળ ઈચ્છા તો આ જ હતીને કે યવનોનો સફાયો ! એટલે જ તો ચાણક્યે જ આ સંધિ પ્રસ્તાવનો મુસદ્દો નકી કર્યો ! આ યુદ્ધની કોઈ નિશ્ચિત સાલવારી તો પ્રાપ્ત નથી થતી પણ એવું માનવામાં આવે છે કે આ યુદ્ધ એ ઇસવીસન પૂર્વે ૩૦૫ થી ઇસવીસન પૂર્વે ૩૦૩માં લડાયું હોય ! ગ્રીકોની અતિશયોક્તિ પણ નોંધવા જે વી છે આ બાબતમાં કે સેલ્યુક્સની સેનામાં ૨ લાખ પાયદળ, ૪૦ હજાર ઘોડેસવાર અને સહાયક રાજ્યોના ૬૦ હજાર સૈનિકો સામેલ હતાં. છે કે તો નાનકડું રાજ્ય અને એની પાસે જો આટલું સૈન્ય હોય તો સિકંદર પાસે તો માંડ મંદ ૭- ૮ હજારની જ સેના હતી. આ જરા વધારે પડતું છે. વાસ્તવમાં આનાથી બમણી તો ચંદ્રગુપ્તની સેના હતી. કદાચ ગ્રીકોએ જે ધનનંદની સેના વિષે સાંભળ્યું હતું એનાં જ બેઠાં આંકડા એમણે પોતાને નામે કરી લીધાં છે !

ચંદ્રગુપ્ત – સિકંદર સંધિ ———–

ચાણક્યે જે સંધિની શરતો ચંદ્રગુપ્ત – સેલ્યુકસ વચ્ચે નક્કી કરી હતી તે આ પ્રમાણે છે. ખ્યાલ રહે કે ચાણક્યે એટલે કે કૌટિલ્યે અર્થશાસ્ત્રમાં ચંદ્રગુપ્ત શબ્દ પ્રયોગ ક્યાંય પણ નથી કર્યો. તો પછી આ સંધિની શરતો નક્કી કરી કોણે કારણકે અ સંધિ તો સેલ્યુકસ અને ચંદ્રગુપ્ત વચ્ચે થઇ હતી. પણ એવું માલૂમ પડે છે કે આ સંધિનો મુસદ્દો ચાણક્યે નક્કી કર્યો હતો.

સંધિની શરતો ——

(અ) સંધિની શરતો પ્રમાણે એરિયાના ચાર પ્રદેશો ચંદ્રગુપ્તને પ્રાપ્ત થયાં—

  • (૧) એરિયા (હેરાત)
  • (૨) આરકોશિયા (કંદહાર)
  • (૩) ગેડ્રોસિયા – જેડ્રોસિયા (બલુચિસ્તાન)
  • (૪) પેરીપેમિસદાઈ (કાબુલ)

(બ) આ રીતે મૌર્ય સામ્રાજ્યની સીમા ઈરાન અને અફઘાનિસ્તાન સુધી થઇ ગઈ.

(ક) હિંદુકુશ પર્વતમાળા ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્ય અને સેલ્યુક્સના રાજ્ય વચ્ચેની સીમારેખા બની ગઈ હતી. એટલે કે હિંદુકુશ પર્વતમાળાની પૂર્વે અને દક્ષિણે ભારત સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું ભારત અને ઉત્તરે અને પશ્ચિમે આમ તો પશ્ચિમે જ ઉત્તરમાં તો નહીં જ એ સેલ્યુક્સનું રાજ્ય.

(ખ) સેલ્યુક્સની પુત્રી હેલનનો વિવાહ ચંદ્રગુપ્ત સાથે કરી દેવામાં આવે પણ આમાં એ વિદેશી હોવાના કારણે એ રાજગાદી સાંભળી શકે નહીં કારણકે ભારત એનાં પર વિદેશી શાસન સાંખી શકે જ નહીં એવી ખાસ શરત ઉમેરવામાં પણ આવી હતી. આ શરત એવું કહેવાય છે કે ચાણક્યે ઉમેરી હતી જો કે આની સત્યતા હજી સુધી ઈતિહાસ ચકાસી શક્યો નથી.

(ગ) મેગેસ્થનીસને ચંદ્રગુપ્તના રાજદરબારમાં રાજદૂત બનાવીને મોકલવામાં આવે. આ મેગેસ્થનીસ એ સમ્રાટ ચંદ્રગુપ્તના દરબારમાં ૫ વરસ રહ્યો હતો અને એ સમયના શાસનનું અને ભારતનું વર્ણન પોતાનાં પુસ્તક “ઇન્ડિકા”માં કર્યું છે. આ શરૂઆત હતી વિદેશ સાથે રાજદ્વારી સબંધો બાંધવાની અને સંસ્કૃતિનું આદાન -પ્રદાન કરવાની. ગ્રીકો આ કદમથી બહુજ ખુશ થયાં હતાં અને ત્યારપછી પણ રાજા બિંદુસારના સમયમાં પણ રાજદૂતો મોકલતાં રહ્યાં હતાં.

આ શરતો ખરેખર કોણે મૂકી હતી એ તો રામજાણે પણ આ શરતોની ચર્ચા કરવી આવશ્યક છે જે આપણે હવે પછીના ભાગમાં કરીશું
ચંદ્રગુપ્ત મૌર્યના વિજયો વિષે કેટલીક ખોટી વાતો વહેતી થઈ છે એની જ વાત આપણે આગલા ભાગમાં કરીશું ! આ ભાગ અહી સમાપ્ત !
(ક્રમશ:)

***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****

——— જનમેજય અધ્વર્યુ.

અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું…

error: Content is protected !!