૧. કળિયુગ પૂરો થવા આવતાં ગુરુની ગાદી પચાવી પાડવા માટે શિષ્યો કુકર્મ કરતાં ખચકાશે નહિ. ગુરુ-શિષ્ય પરસ્પર દુશ્મન બનશે.
૨. નોકર શેઠનો અને પુત્ર પિતાનો ઘાત કરશે. આપણે આવા ઘણા પ્રસંગ અવારનવાર વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ અને સાંભળીએ છીએ.
૩. ગાયો બકરીઓ જેવી થશે એટલે કે ઓછું આપશે. ગાય પ્લાસ્ટીક ખાશે.
૪. લોકો કામક્રીડામાં આસક્ત રહેશે, એને કારણે અશકત બનશે, પ્રાણ ખોશે, જૂઠી સાક્ષી આપશે, છળકપટ કરશે. કળિયુગ પુરો થવા આવતાં તો લોકો વિચારશે કંઈક, બોલશે કંઈક અને કરશે કંઇક.
૬. વિધાનો ઉપયોગ નોકરી મેળવવા માટે થશે. અધમ મનુષ્યોની પૂજા થશે અને સજ્જનોની અવહેલના, ઉપેક્ષા થશે. વિદ્વાન બ્રાહ્મણ ગરીબ રહેશે અને પાખંડીઓ ધનવાન બનશે. લોકોમાં ભગવાનની ભકિતને બદલે આડંબર વધશે. તીર્થસ્થાનોમાં અઘટિત કર્મ થશે.
– ઘણા માણસો ધર્મના વ્યાખ્યાતા બની જશે. પોતાની પૂજા થાય એવી ચાહના રાખશે. પોતાના ફોટા પડાવશે અને અબૂધ માણસો પાસે આ ફોટાની પૂજા કરાવશે.
૭. લોકો બીજાઓની વ્યર્થ નિંદા કરતા થશે. પાપીઓનો આદર- સત્કાર થશે અને તેમને માન મળશે.
૮. હવામાનમાં અનપેક્ષિત ફેરફાર થશે. ઉત્તરાયણના દિવસોમાં માવઠાં અને વરસાદી તોફાન થશે. ઘણી જગાએ દુષ્કાળ દેખાશે.
૯. કન્યાઓ મોટી ઉંમર સુધી અપરણિતિ રહેશે અને યોગ્ય ઉંમરે સંતાનોત્પતિ નહિ કરે.
૧૦. લોકો નૃત્ય અને સંગીતની વિધાઓ માટે વધારે પ્રેમ બતાવશે. આજે સિનેમા-યુગ આવી પહોંચ્યો છે અને લોકો ફિલ્મો જોવા અને ફિલ્મોમાં અદાકારીનું કામ કરવા પડાપડી કરે છે.
૧૧. લોક શ્રૃંગાર રસમાં આનંદ અનુભવશે. જાતીયતા એમનો પ્રિય વિષય બની રહેશે. આજની ફિલ્મોમાં આપણે આ બધું જોઈ રહ્યા છીએ.
૧૨. વિચાર-શકિત નબળી પડશે. તીર્થયાત્રા માટે ઉત્સાહ નહિ હોય. લોકો ભકિતભાવથી નહિ પણ સહેલગાહ માણવા તીર્થયાત્રાઓ કરશે. મહાભારત વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે તીર્થસ્થાનમાં બ્રહ્મચર્ય પાળવું અને ઓછામાં ઓછા ત્રણ દિવસ રહી જપ, તપ કરવાં તથા ગરીબોને દાન કરવું.
૧૩. દાન ધર્મ જોવામાં નહિ આવે. લક્ષમી સજ્જનોનો ત્યાગ કરશે. આજે સર્વત્ર ભ્રષ્ટાચાર અને કાળાબજાર ફૂલીફાલી રહ્યાં છે.
૧૪. કળિયુગમાં રાજાઓ એટલે કે આજના પ્રધાનો પ્રજાનું રક્ષણ નહિ કરવા છતાં કર ઉઘરાવનારા બની રહેશે. તેઓ પોતાના જ રક્ષણ અને સ્વાર્થમાં તત્પર રહેશે.
૧૫. ચોર અને ગઠિયાઓ રાજા જેવા ઠાઠમાઠથી રહેશે.
૧૬. નોકરો પોતાને માટે નિર્માણ ન થયેલી હોય તેવી વસ્તુઓનો ઉપભોગ કરશે, સત્પુરુષોનો સત્કાર નહિ થાય.
૧૭. પતિત મનુષ્યોની નિંદા નહિ થાય. વિધવાઓ છૂટા વાળે ફરશે. યુવાન સ્ત્રીઓ તેમના શરીરનો વિક્રય કરનારી વ્યભિચારી થશે.
૧૮. ગામની મધ્યમાં રહેનારા લોકો ગામને છેવાડે રહેતા થશે અને ગામને છેવાડે રહેતા લોકો ગામની મધ્યમાં રહેતા થશે. શહેરો અને ગામડાના આજના વિકાસમાં આવું સ્પષ્ટ દેખાઈ આવે છે.
૧૯. વરસાદ અનિયમિત બનશે. આજે ચોમાસામાં અતિવૃષ્ટિ અને કચ્છમાં અનાવૃષ્ટિ થયા છે. ચોમાસાની ખાત્રી રહેતી નથી.
૨૦. રસ્તાઓ ચોર લોકોથી ઉભરાઈ જશે. બસમાં લોકોના ખિસ્સાં કપાય છે, બજારમાં પાકીટ ચોરાય છે અને ચારે બાજુ અસલામતી અનુભવાય છે. બસો અને ગાડીઓ લુંટાય છે.
૨૧. કળીયુગમાં સર્વલોક વેપારી બની જશે. કોઈને જરા જેટલી સેવા કે કામ કરવા માટે પૈસાની માગણી થાય છે.
૨૨. લોકો યાચક બનશે. આજે માણસો યુનિયનો બનાવી ભૂખ-હડતાળ કરી વધુ ને વધુ પૈસા માગતા જ રહે છે.
૨૩. ધન-ધાન્યનો પાક ઓછો ઉતરશે.
૨૪. પુત્રો પિતા પાસે કામ કરાવશે અને વહુઓ સાસુને આજ્ઞા કરશે. પુત્ર અને પુત્રવધૂ બંને નોકરી કરતાં હોય છે ત્યારે આ પરિસ્થિતિ ઉભી થાય છે.
૨૫. સ્ત્રીઓ પોતાના પતિને ઊંઘતો મૂકી પર પુરુષ સાથે રતિક્રીડા કરવા જતી રહેશે અને પુરુષો પણ પોતાની ભાર્યા સમીપમાં જ સૂતી હશે તો પણ અન્ય સ્ત્રીને ભોગવવા દોડી જશે.
૨૬. સમાજમાં નાસ્તિકતા વધશે. ધર્મપરાયણતા ઘટશે. વેદોના સિદ્ધાંતોની પણ અવગણના થશે. તેઓ માત્ર પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણનો સ્વીકાર કરશે.
૨૭. ક્ષત્રીઓ અને વૈશ્યો પણ બ્રાહ્મણોની ભિક્ષા માગવાની વૃત્તિને અનુસરશે. આજે આવા વર્ણભેદ ભૂંસાઈ રહ્યા છે.
૨૮. કળિયુગ પૂરો થવા આવતાં વિશ્વ યુદ્ધ, મહાવૃષ્ટિ, મહાપ્રલય વગેરે થવા માંડશે.
આધુનિક ભવિષ્યવાણી
– કલિયુગમાં માબાપને યુવાનો વૃદ્ધાવસ્થામાં મોકલશે.
– ઘરમાં કૂતરાઓ પળાશે મા-બાપને સાચવી નહીં શકાય.
– કલિયુગમાં ગુરુઓ ઉપર અત્યાચારો થશે.
– શાળાઓ ઉપર વિધાર્થીઓ પથ્થરો ફેંકશે.
– સાસુને વહુ કહે તેમ કરવું પડશે.
– માણસો પશુની માફક ઉભા-ઉભા જમશે. પ્રાચીન યુગમાં પલાંઠી વાળીને જમતા, જુતા કાઢીને જમતા. હવે ચંપલ પહેરીને યુવાન-યુવતીઓ જમશે.
– યુવતીઓ કાળો ચાંલ્લો કપાળમાં કરશે.
– સ્ત્રીઓ વાળ કપાવશે.
– સાડીનો ડ્રેસ પહેરવાને બદલે સ્ત્રીઓ પાટલુન બુશર્ટ પહેરશે.
– જમ્યા પછી મોં પાણીને બદલે કાગળના ટુકડાથી લુછશે.
– વહુ હિંચકા ઉપર ઝુલશે, સાસુ શાક સમારશે.
– આધુનીક વહુ બચુડીયાને પારણામાં સીનેમાના ગીતની લોરી સંભળાવશે.
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?
– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો
– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન
– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો