- અન્ય નામ વારાહાવતાર
- અવતાર- ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં તૃતીય અવતાર
- भगवान विष्णु के दस अवतारों में तृतीय अवतार
- ધર્મ-સંપ્રદાય હિંદુ ધર્મ
- સ્વરૂપ- વરાહ (સુઅર) वराह (सूअर)
- શત્રુ-સંહાર હિરણ્યક્ષ
- સંદર્ભ ગ્રંથ – વરાહ પુરાણ
- જયંતિ- ભાદ્રપદમાં શુક્લ પક્ષની તૃતીયા
જાણકારી- ભગવાન વિષ્ણુને પ્રેમ કરવો પણ સારો છે , વેર રાખવું પણ સારું છે ભગવાન વિષ્ણુને જે પ્રેમ કરે છે. એ બધાં જ ભગવાન વિષ્ણુમય બની જાય છે અને વિષ્ણુલોકમાં જાય છે !!!! અને જે એમની સાથે વેર રાખે છે એ પણ સજા પામીને આખરે તો વિષ્ણુલોકમાં જ જાય છે !!!
વરાહ અવતાર હિંદુ ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં ના તૃતીય અવતાર છે. જે ભાદ્ર્પદમાં શુકલ પક્ષની તૃતીયા એ અવતરિત થયાં હતાં !!!!
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ જયારે દિતિના ગર્ભમાંથી જોડિયા રૂપમાં જન્મ લીધો તો પૃથ્વી કંપી ઉઠી આકાશમાં નક્ષત્રો અને બીજા લોકો અહીંથી ત્યાં દોડવાં લાગ્યાં. સમુદ્રમાં મોટી મોટી લહેરો ઉઠી અને પ્રલયકારી હવાઓ ચાલવા લાગી. એવું જ્ઞાત થતું હતું કે જાણે પ્રલય જ નાં આવ્યો હોય !!! હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ બંને જન્મતાંની સાથે જ મોટાં થઇ ગયાં. આમેય દૈત્યોના બાળકો જન્મતાંની સાથે જ મોટાં થઇ જતાં હોય છે અને પોતાનાં અત્યાચારોથી ધરતીને ધ્રુજાવતા રહેતાં હોય છે !!!! યદ્યપિ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને બહુજ બળવાન હતાં છતાં પણ એમને સંતોષ થતો નહોતો તેઓ સંસારમાં અજેયતા અને અમરત્વ પ્રાપ્ત કરવાંમાંગતા હતાં.
બ્રહ્માજીનું વરદાન ——–
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ બંને એ બ્રહ્માજીને પ્રસન્ન કરવાંમાટે બહુ મોટું અને આકરું તપ કર્યું. એમની તપશ્ચર્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયાં. એમણે પ્રગટ થઈને કહ્યું ——- ” તમારાં તપથી હું પ્રસન્ન છું. બોલો શું માંગો છો તમે ? હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ ઉત્તર આપ્યો ” હે પ્રભુ …….અમને એવું વરદાન આપો કે અમને કોઈ પરાજિત ના કરી શકે અને ના કોઈ મારી શકે !!!! બ્રહ્માજી “તથાસ્તુ” કહીને ચાલ્યાં ગયાં. બ્રહ્માજી પાસેથી અજેયતા નું વરદાન પ્રાપ્ત કરીને હિરણ્યાક્ષ ઉદ્દંડ અને ચ્વેચ્છાચારી બની ગયો !!!
એ ત્રણેલોકમાં પોતાને જ સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યો. બીજાઓની તો વાતજ કયા? સ્વયં વિષ્ણુ ભગવાનને પણ પોતાનાથી તુચ્છ માનવા લાગ્યો !!!
હિરણ્યાક્ષે ગર્વિત થઈને ત્રણે લોકોને જીતવાનો વિચાર કર્યો !!! એ હાથમાં ગદા લઈને ઇન્દ્ર્લોકમાં જઈ પહોંચ્યો. દેવતાઓને જયારે એની આવવાની ખબર મળી. તો તેઓ પણ ત્યાંથી ભયભીત થઈને ભાગી ગયાં. દેવતાઓની સામે જ સમસ્ત ઇન્દ્રલોકમાં હિરણ્યાક્ષનો અધિકાર સ્થાપિત થઇ ગયો !!! જયારે ઇન્દ્ર્લોકમાં યુદ્ધ કરવા માટે કોઈજ મળ્યું નહીં. તો હિરણ્યાક્ષ વરુણની રાજધાની વિભાવરી નગરીમાં જય પહોંચ્યો. (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમથી વાંચી રહ્યા છો) એણે વરુણ સમક્ષ ઉપસ્થિત થઈને કહ્યું —– “વરુણદેવ ……. આપે દૈત્યોને પરાજિત કરીને રાજસૂય યજ્ઞ કર્યો હતો. આજે આપે મને પરસ્ત કરવો પડશે !!! કમર કસીને તૈયાર થઇ જાઓ. મારી યુદ્ધ પિપાસાને શાંત કરો !!!” હિરણ્યાક્ષનું કથન સંભાળીને વરુણદેવના મનમાં રોષ તો ઉત્પન્ન થયો. પરંતુ એ એમને અંદરને અંદર જ દબાવી દીધો !!!
એ બહુ જ શાંત ચિત્તે બોલ્યા ——— ” તમે મહાન યોદ્ધ છો અને શુરવીર છો તમારી સાથે યુદ્ધ કરવાનું મારી પાસે સાહસ છે જ ક્યાં ? ત્રણે લોકમાં ભગવાન વિષ્ણુ સિવાય કોઈ એવું નથી કે જે તમારી સાથે યુદ્ધ કરી શકે !!!! અત: તમે એમની પાસે જાઓ એજ તમારી યુદ્ધ પિપાસા શાંત કરી શકશે !!!
વરુણદેવનું આ કથન સાંભળીને હિરણ્યાક્ષ ભગવાન વિષ્ણુ ની ખોજમાં સમુદ્રની નીચે પાતાળમાં પહોંચ્યો. પાતાળમાં પહોંચ્યા પછી એણે એક વિસ્મયકારક દ્રશ્ય જોયું. એક જગ્યાએ વરહ પોતાના દાંત ઉપર ધરતીને ઉપર ઉઠાવીને ચાલી રહ્યો હતો. એ મનોમન વિચારવા લાગ્યો કે આ વરહ કોણ છે ? કોઈ પણ સાધારણ વરાહ ધરતીને પોતાના દાંત પર ઉપર ઉઠાવીને ના ચાલી શકે !!! અવશ્ય આ વરાહ રૂપમાં ભગવાન વિષ્ણુ જ છે !!! કારણકે એ જ દેવતાઓના કલ્યાણ માટે માયાનું નાટક કરતાં રહેતા હોય છે !!!!
હિરણ્યાક્ષ વરાહને લક્ષ્ય કરવાં માટે બોલી ઉઠ્યો “અવશ્ય જ તમે ભગવાન વિષ્ણુ છો !!!” ધરતીએ રસાતાળને કહ્યું “ક્યાં લઇ જઈ રહ્યા છો ? આ ધરતી તો દેવોના ઉપભોગની વસ્તુ છે એને પાછી મૂકી દો !!! તમે અનેકોવાર દેવતાઓના કલ્યાણ માટે દૈત્યોને છળી ચુક્યા છો. આજે તમે મને છળી નહીં શકો ? આજે હું પુરાણા વેરનો બદલો અવશ્ય હું તમારી પાસે ચૂકવીને જ રહીશ. યદ્યપિ હિરણ્યાક્ષે પોતાની કટુવાણીથી ઊંડી ચોટ પહોંચાડી છતાં પણ ભગવાન વિષ્ણુ શાંત જ રહ્યા. એમના મનમાં રજમાત્ર પણ ક્રોધ ઉત્પન્ન થયો નહીં !!! એ વરાહના રૂપમાં ધરતીને પોતાના દાંતો પર લઈને અગલા વધતાં જ રહ્યાં !!!!
હિરણ્યાક્ષ ભગવાન વરાહ રૂપી વિષ્ણુની પાછળ જ લાગી ગયો !!! એ ક્યારેક એમને નિર્લજ્જ કહેતો તો કયારેક કાયર કહેતો તો કયારેક માયાવી કહેતો …… પણ ભગવાન વિષ્ણુ આ સંભાળીને મુસ્કુરાતા જ રહ્યાં એમણે રસાતાળની બહાર નીકળીને ધરતીને સમુદ્ર ઉપર સ્થાપિત કરી દીધી. (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) હિરણ્યાક્ષ એમની પાછળ જ લાગેલો હતો. પોતાના વચન બાણોથી એમનાં હૃદયને વેધી રહ્યો હતો !!! ભગવાન વિષ્ણુએ ધરતીને સ્થાપિત કાર્ય પછી જ હિરણ્યાક્ષ તરફ ધ્યાન આપ્યું !!!!
એમને હિરણ્યાક્ષની તરફ જોઇને કહ્યું —– ” તું બહુજ બળવાન છો. બળવાન લોકો કહેતા નથી કરીને બતાવે છે તું તો કેવળ પ્રલાપ જ કરી રહ્યો છું. હું તારી સામે જ ઉભો છું !!! તું કેમ મારાં પર આક્રમણ નથી કરતો !!! વધ આગળ અને આક્રમણ કર મારાં પર !!!” હિરણ્યાક્ષની રગોમાં વીજળી દોડી ગઈ. એ પોઆતાના હાથમાં ગળા લઈને ભગવાન વિષ્ણુ પર તૂટી પડયો !!! ભગવાનના હાથમાં કોઈજ અસ્ત્ર નહોતું !! એમને બીજી જ ક્ષણે હિરણ્યાક્ષના હાથમાંથી ગદા છીનવી લઈને દૂર ફેંકી દીધી !!! હિરણ્યાક્ષ ક્રોધથી ઉન્મત્ત થઇ ઉઠયો !!! એ હાથમાં ત્રિશુલ લઈને ભગવાન વિષ્ણુ તરફ ઝપટયો !!!!
હિરણ્યાક્ષનો વધ ———
ભગવાન વિષ્ણુએ શીગ્ર જ સુદર્શન ચક્રનું આહ્વાહન કર્યું. ચક્ર એમનાં હાથમાં આવી ગયું. એમણે પોતાના ચક્રથી હિરણ્યાક્ષના ત્રીશુલના ટુકડે ટુકડા કરી નાંખ્યા. હિરણ્યાક્ષ પોતાની માયાનો પ્રયોગ કરવાં લાગ્યો. એ ક્યારેક પ્રગટ થતો તો ક્યારેક છુપાઈ જતો. કયારેક અટ્ટહાસ્ય કરતો. તો કયારેક ડરાવના અવાજમાં રડવા માંડતો. કયારેક રક્તની વર્ષા કરતો તો કયારેક હાડકાંઓનો વરસાદ. ભગવાન વિષ્ણુ એની દરેકે દરેક માયા કૃત્યોને નષ્ટ કરતા ગયા.
જયારે ભગવાન વિષ્ણુ હિરણ્યાક્ષને બહુજ નચાવી ચુક્યા તો એમણે હિરણ્યાક્ષની કાનપટ્ટી પર એક જોરથી લગાવી દીધી. એ એટલાં જોરથી વાગી હતી કે એની આંખો જ બહાર આવી ગઈ. એ ધરતી પર નિશ્ચેત થઈને ઢળી પડયો !!! ભગવાન વિષ્ણુના હાથે માર્યા જવાના કારણે હિરણ્યાક્ષ વૈકુંઠ લોકમાં જતો રહ્યો !!! એ ત્યાં ભાગવાનાં દ્વાર પર પ્રહરી બનીને જીવન વ્યતિત કરવાં લાગ્યો !!!
ભગવાન વિષ્ણુને પ્રેમ કરવો પણ સારો છે , વેર રાખવું પણ સારું છે ભગવાન વિષ્ણુને જે પ્રેમ કરે છે. એ બધાં જ ભગવાન વિષ્ણુમય બની જાય છે અને વિષ્ણુલોકમાં જાય છે !!!! અને જે એમની સાથે વેર રાખે છે એપણ સજા પામીને આખરે તો વિષ્ણુલોકમાં જ જાય છે !!! પ્રેમ અને વેર ભગવાનની દ્રષ્ટિમાં બંને બરાબર છે એટલાં જ માટે કેવાય છે ને કે —– ભગવાન બધાંજ પ્રકારના ભેદોથી પર હોય છે બહુજ પર !!!
ભગવાન વિષ્ણુનો આધરતી પર જાનવરના રૂપમાં પ્રથમ અવતાર હતો !!!! જોકે આમાં પણ વાત તો સમુદ્ર ની જ આવે છે પણ સમુદ્રમાં નહીં. આમેય વરાહ સમુદ્રમાં ના રહી શકે. કહેવાનો મતલબ એ છે કે એ પાણીમાં ના રહી શકે ખાલી પાણી ભરેલા ખાબોચિયા કે કાદવમાં જ એ બેસે છે
પ્રધાન ત્યાં એ જમીનનું જ જાનવર છે
વારાહીનું મંદિર પણ છે અને વિદીશાની ઉદયગીરીની ગુફાઓમાં વારાહનું બહુજ ઉત્કૃષ્ટ શિલ્પ છે આ જોવા પણ ત્યાં જવા જેવું ખરું હોં !!!
ભગવાન વિષ્ણુના આ ત્રીજા અવતાર વારહને શત શત નમન !!!
——– જનમેજય અધ્વર્યુ
જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર – મત્સ્યાવતાર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.