ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર – મત્સ્યાવતાર

આ અવતાર ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં પ્રથમ અવતાર

  • સવરૂપ -મત્સ્ય (માછલી)
  • શત્રુ-સંહાર દૈત્ય હયગ્રીવ
  • સંદર્ભ ગ્રંથ- મત્સ્ય પુરાણ
  • જયંતિ- ચૈત્રમાં શુક્લપક્ષની તૃતીય
    અહ્વાહન

” દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ કરું છું, ન કોઈ ઊંચ છે, ન કોઇ નીચ, બધાં જ પ્રાણીઓ એક સમાન છે, જગત નશ્વર છે …… નશ્વર જગતમાં મારાં અતિરિક્ત કશુંજ કયાંય પણ નથી, જે પ્રાણી મને બધામાં જોઇને જીવન વ્યતીત કરે છે એ અંતમાં મનેજ આવીને મળે છે ……. !!!!”

મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર છે. માછલીના રૂપમાં અવતાર લઈને ભગવાન વિષ્ણુએ એક ઋષિને બધાંજ પ્રકારના જીવજંતુ એકત્રિત કરવાં માટે કહ્યું અને પૃથ્વી જયારે જળમાં ડૂબી રહી હતી. ત્યારે મત્સ્ય અવતારમાં ભગવાન વિષ્ણુએ એ ઋષિની નાવની રક્ષા કરી હતી. એનાં પશ્ચાત જ બ્રહ્માજીએ પુન: જીવનનું નિર્માણ કર્યું.

એક બીજી માન્યતા અનુસાર એક રાક્ષસે જયારે વેદોને ચોરી જઈને સાગરના પેટાળમાં છુપાવી દીધાં. ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોને પ્રાપ્ત કર્યા અને એમને પુન: સ્થાપિત કર્યા !!!

મત્સ્ય અવતારની કથા ——–

એક વાર બ્રહ્માજીની અસાવધાનીનાં કારણે એક બહુજ મોટાં દૈત્યે વેદોને ચોરી લીધાં. એ દૈત્યનું નામ હયગ્રીવ હતું ……. વેદોના ચોરાઈ જવાના કારણે જ્ઞાન લુપ્ત થઇ ગયું !!! ચારેબાજુએ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઈ ગયો. અને પાપ અને અધર્મની બોલબાલા થઇ ગઈ. ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કરીને હયગ્રીવનો વધ કર્યો અને વેદોની રક્ષા કરી !!!!

ભગવાને મત્સ્યનું રૂપ કેવી રીતે ધારણ કર્યું એની વિસ્મયકારી કથા આ પ્રમાણે છે ——–

કલ્પાંતની પૂર્વે એક પુણ્યાત્મા રાજા તપ કરી રહ્યા હતાં. રાજનું નામ સત્યવ્રત હતું. સત્યવ્રત પુન્યાતમાં તો હતો જ , પણ સાથે સાથે એ ઉદાર હૃદયનો પણ હતો. પ્રભાતનો સમય હતો, સૂર્યોદય થઇ ચુક્યો હતો. સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યો હતો. એમણે સ્નાન કરીને તત પશ્ચાત જ્યારે તર્પણ માટે અંજલીમાં જલ લીધું. (આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમ થી વાંચી રહ્યા છો) તો અંજલિમાં જળની સાથોસાથ એક માછલી પણ આવી ગઈ. સત્યવ્રતે માછલીને નદીના જળમાં છોડી દીધી …….

માછલી બોલી — ” રાજન ……. જળના મોટાં મોટાં જીવો નાનાં નાનાં જીવોને મારીને ખાઈ જાય છેઅવશ્ય કોઈ મોટો જીવ મને પણ મારીને ખાઈ જશે કૃપા કરીને મારાં પ્રાણોની રક્ષા કરો ….!!!!”

સત્યવ્રતના હૃદયમાં દયા ઉત્પન્ન થઇ. એમને એ માછલીને જળભરેલાં કમંડળમાં નાંખી. ત્યાં જ એક આશ્ચર્યજનક ઘટના બની. એક રાતમાં માછલીનું શરીર એટલું બધું ગયું કે કમંડળ એનાં રહેવાં માટે નાનું પડયું !!!

Matsya Avatar

બીજા દિવસે માછલીએ સત્યવ્રતને કહ્યું —– ” રાજાન મારા રહેવા માટે કોઈ બીજું સ્થાન શોધોને !!! કારણકે મારું શરીર બહુજ વધી ગયું છે
મને હરવાં જોઈએ ….. ફરવાં જોઈએ, આમતેમ ઘુમવા જોઈએ, એમાં મને બહુજ કષ્ટ પડે છે.”

સત્યવ્રતતે માછલીને કમંડળ માથી કાઢીને પાણીથી ભરેલાં મટકામાં નાંખી દીધી !!! આહિયા પણ માછલીનું શરીર રાત ભરમાં જ માટલાંમાં એટલું બધું વધી ગયું કે એને રહેવાં માટે એ જગ્યા પણ નાની પાડવા લાગી !!!!

બીજે દિવસે માછલી પુન: સત્યવ્રતને બોલી —– ” રાજન મારાં રહેવા માટે કયાંક બીજી જગ્યાએ પ્રબંધ કરોને !!! કારણકે માટલું પણ હવે મારે રહેવાં માટે નાનું પડે છે” ત્યારે સત્યવ્રતે એ માછલીને પકડીને બાહાકાઢી અને એને એક સરોવરમાં નાંખી દીધી. એ સરોવર પણ માછલીને નાનું પડવાં લાગ્યું. એનાં પછી સત્યવ્રતે માછલીને નદીમાં અને ત્યાર બાદ એને સમુદ્રમાં નાંખી દીધી. આશ્ચર્ય … સમુદ્ર માં પણ માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે એ સમુદ્ર પણ માછલીને રહેવા માટે નાનો પડવા માંડયો અત: માછલી પુન: સત્યવ્રતને બોલી —– “રાજાન …… આ સમુદ્ર પણ મારાં રહેવાં માટે ઉપયુક્ત નથી, મારાં રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે કરો તો સારું !!!”

સત્યવ્રતની પ્રાર્થના ———-

હવે સત્યવ્રત વિસ્મિત થઇ ઉઠયો. સત્યવ્રતે આવી મોટી માછલી ક્યાંય પણ જોઈ નહોતી. એ વિસ્મય ભરેલા સ્વરે બોલ્યો —— ‘ મારી બુદ્ધિને સાગરમાં ડુબાડી દેવાવાળા આપ કોણ છો ? આપનું શરીર જે ગતિએ પ્રતિદિન વધતું જ જાય છે એને દ્રષ્ટિમાં રાખીને વિના કોઈ સંદેહ કર્યે એ કહી શકાય એમ છે કે આપ અવશ્ય પરમાત્મા છો !!! જો આ વાત સત્ય છે તો કૃપા કરીને એ બતાવો કે આપે મત્સ્યનું રૂપ કેમ ધારણ કર્યું છે ” સાચેસાચ એ શ્રી હરિ જ હતાં !!!!

શ્રી હરિનો આદેશ ———-

મત્સ્ય રૂપધારી શ્રીહરિએ ઉત્તર આપ્યો કે —— ” રાજન …….. હયગ્રીવ નામક દૈત્યએ વેદો ચોર્યા છે, જગતમાં ચારે દિશાઓમાં અજ્ઞાન અને અંધકાર ફેલાયેલો છે, મેં હયગ્રીવને મારવાં માટે મત્સ્યનું રૂપ ધારણ કર્યું છે !!! આજથી સાતમાં દિવસે પૃથ્વી પ્રલયના ચક્રમાં ફરી જશે, સમુદ્ર ઉભરાઈ જશે, ભયાનક વૃષ્ટિ થશે !!!! આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે !! જળની અતિરિક્ત કશુજ દ્રષ્ટિગોચર નહીં થાય. તમારી પાસે એક નાવ પહોંચશે !!! તમે બધાં અનાજો અને ઔષધિઓનાં બીજો સાથે લઈને સપ્ત ઋષીઓ સાથે એ નાવમાં બેસી જજો. હું એ સમયે તમને પુન: દેખાઈ પડીશ અને આપને આત્મતત્વ નું જ્ઞાન પ્રદાન કરીશ !!!”

સત્યવ્રત એ જ દિવસથી શ્રી હરિનું સ્મરણ કરતાં કરતાં પ્રલયની પ્રતીક્ષા કરવાં માંડયા. સાતમાં દિવસે પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થઇ ગયું. સમુદ્ર પણ પોતની સપાટીની બહાર ઉભરાઈ ગયો. ભયાનક વૃષ્ટિ થવાં માંડી, થોડીક જ વારમાં આખી પૃથ્વી પર પાણી પાણી થઇ ગયું, સંપૂર્ણ પૃથ્વી જલધિજલ બની ગઈ. એજ સમયે એક નાવ દેખાઈ પડી, સત્યવ્રત ૭ ઋષિઓ સાથે એ નાવમાં બેસી ગયા. એમણે એ નાવમાં ઋષિઓની સાથે અનાજો અને ઔષધિઓના બીજ પણ લઇ લીધાં.

આત્મજ્ઞાન ———–

નાવ પ્રલયના સાગરમાં તરવા માંડી પ્રલયના એ સાગરમાં એ નાવ સિવાય બેજે ક્યાંય કશું જોવાં મળતું નહોતું. મત્સ્યરૂપી ભગવાન પ્રલયના સાગરમાં દેખાઈ પડયા. સત્યવ્રત અને સપ્ત ઋષિગણ મત્સ્યરૂપી ભગવાનની પ્રાર્થના કરવાં લાગ્યાં. ” હે પ્રભુ …….. આપ જ સૃષ્ટિના આદિ છો , આપજ પાલક છો અને આપ જ રક્ષક છો. દયા કરીને અમને પોતાનાં શરણમાં લઇ લો ….. અમારી રક્ષા કરો !!!! સત્યવ્રત અને સપ્ત ઋષિઓની પ્રાર્થના પર મત્સ્ય રૂપી ભગવાન પ્રસન્ન થઇ ઉઠ્યા. એમણે પોતાનાં વચન અનુસાર સત્યવ્રતને આત્મજ્ઞાન પ્રદાન કર્યું !!!! એમણે બતાવ્યું ——– ” દરેક પ્રાણીઓમાં હું જ નિવાસ કરું છું, ન કોઈ ઊંચ છે, ન કોઇ નીચ. બધાં જ પ્રાણીઓ એક સમાન છે, જગત નશ્વર છે …… નશ્વર જગતમાં મારાં અતિરિક્ત કશુંજ કયાંય પણ નથી. જે પ્રાણી મને બધામાં જોઇને જીવન વ્યતીત કરે છે, એ અંતમાં મનેજ આવીને મળે છે ……. !!!!”

હયગ્રીવ વધ ——-

મત્સ્યરૂપી ભગવાન થી આત્મજ્ઞાન પામીને સત્યવ્રતનું જીવન ધન્ય થઇ ગયુ. એ જીવતે જીવત જ જીવન મુક્ત થઇ ગયાં ……… પ્રલયનો પ્રકોપ શાંત થઇ ગયો પછી મત્સ્ય રૂપી ભગવાને હયગ્રીવને મારીને એની પાસેથી વેદો છીનવી લીધા !!!! ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પુન : વેદ આપી દીધાં.  આ રીતે ભગવાને મત્સ્ય રૂપ ધારણ કરીને વેદોનો ઉધ્ધાર તો કર્યો. પણ સાથે સાથે સંસારના પ્રાણીઓનું પણ કલ્યાણ કર્યું !!!! ભગવાન આવીજ રીતે સમય સમય પર અવતરિત થતાં હોય છે અને સજ્જનો તથા સાધુઓનું કલ્યાણ કરતાં હોય છે !!!!

આવા મત્સ્ય અવતારધારી ભગવાન વિષ્ણુને તો નમન જ હોય ને !!!!

———– જનમેજય અધ્વર્યુ…

error: Content is protected !!