કુર્મ અવતાર (કાચબા અવતાર) અને સમુદ્ર મંથન

  • અન્ય નામ: કચ્છપ અવતાર
  • અવતાર- ભગવાન વિષ્ણુનાં દસ અવતારોમાં દ્વિતીય અવતાર
  • ધર્મ-સંપ્રદાય- હિંદુ ધર્મ
  • સ્વરૂપ – કચ્છપ (કાચબો)
  • સંદર્ભ ગ્રંથ – ભાગવત પુરાણ , શતપથ બ્રાહ્મણ, આદિ પર્વ , પદ્મ પુરાણ, લિંગ પુરાણ,
  • જયંતિ- વૈશાખી પૂર્ણિમા
  • જાણકારી – કુર્મ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાનાં કચ્છપ અવતારમાં ઋષિઓના જીવનના ચાર લક્ષ્યો (ધર્મ , અર્થ, કામ અને મોક્ષ)નું વર્ણન કર્યું છે

કુર્મ અવતારને કચ્છપ અવતાર (કાચબા અવતાર) પણ કહેવાય છે. કુર્મ અવતારમાં ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરના સમુદ્રમંથન સમયે મંદરાચલ પર્વતને પોતાનાં કવચ(પીઠ) પર સંભાળી હતી. આ પ્રકારે ભગવાન વિષ્ણુ મંદરાચલ પર્વત અને વાસુકી નાગની સહાયતાથી દેવો એવં આસુરોએ સમુદ્ર મંથન કરીને ચૌદ રત્નોની પ્રાપ્તિ કરી હતી. આ સમયે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ પણ ધારણ કર્યું હતું !!

હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે કુર્મ વિષ્ણુના દ્વિતીય અવતારનું નામ છે. પ્રજાપતિએ સંતતિ પ્રજનનના અભિપ્રાયથી કુર્મ સ્વરૂપ ધારણ કર્યું હતું. એમની પીઠનો ઘેરાવો એક લાખ જોજન નો હતો !!! કુર્મની પીઠ પર મંદરાચલ પર્વત સ્થાપિત કર્યા પછી જ સમુદ્ર મંથન સંભવ બની શક્યું હતું. પદ્મ પુરાણમાં આનાજ આધાર પર વિષ્ણુનો કુર્માવતાર વર્ણિત છે !!!!

પૌરાણિક ઉલ્લેખ ————

નૃસિંહ પુરાણ અનુસાર દ્વિતીય તથા ભાગવત પુરાણ (૧.૩.૧૬) અનુસાર અગિયારમા અવતાર છે. શતપથ બ્રાહ્મણ (૭.૫ . ૧.૫ -૧૦ ), મહાભારત (આદિ પર્વ ૧૬) તથા પદ્મપુરાણ (ઉત્તરાખંડ ૨૫૯)માં ઉલ્લેખ છે કે સંતતિ પ્રજનન હેતુ પ્રજાપતિ કચ્છપનું રૂપ ધારણ કરીને પાણીમાં સંચરણ કરે છે ……… લિંગ પુરાણ (૯૪) અનુસાર પૃથ્વી રસાતાળ થીજી રહી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ કચ્છપ રૂપમાં અવતાર લીધો. ઉક્ત કચ્છપની પીઠનો ઘેરાવો એક લાખ યોજન હતો. પદ્મપુરણ (બ્રહ્મ્ખંડ) માં વર્ણન છે કે ઇન્દ્રે દુર્વાસા દ્વારા પ્રદત પારિજાતક માળાનું અપમાન કર્યું તો ક્રોધિત થઈને દુર્વાસાએ શાપ આપ્યો કે “તમારો વૈભવ નષ્ટ થશે” પરિણામસ્વરૂપ લક્ષ્મી સમુદ્રમાં લુપ્ત થઇ ગઈ. તત્પશ્ચાત વિષ્ણુના આદેશાનુસાર દેવતાઓ તથા દૈત્યોએ લક્ષ્મીને પુન:પ્રાપ્ત કરવા માટે મંદરાચલ ની મથાની તથા વાસુકિની રસ્સી બનાવીને ક્ષીરસાગરનું મંથન કર્યું. મંથન કરતી વખતે મંદરાચલ રસાતલ જવા માંડ્યો તો ભગવાન વિષ્ણુએ કચ્છપના રૂપમાં એને પોતાની પીઠ પર ધારણ કર્યો અને દેવ -દાનવોએ સમુદ્રમાંથી અમૃત એવં લક્ષ્મી સહીત ૧૪ રત્નોની પ્રાપ્તિ કરીને પૂર્વવત વૈભવ સંપાદિત કર્યો !!!! એકાદશીના ઉપવાસ લોકોમાં કચ્છપાવતાર પછીથી જ પ્રચલિત થયો !!!! કુર્મ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાનાં કચ્છપાવતાર માં ઋષિઓને જીવનનાં ચાર લક્ષ્યો (ધર્મ,અર્થ, કામ અને મોક્ષ )નું વર્ણન કર્યું હતું !!!

Kurm Avatar

થોડુંક વધારે ————

સમુદ્રમંથનમાંથી નીકળેલાં ૧૪ રત્નો ———-

વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે ‘મોહિની એકાદશી’ના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનના અંતે નીકળેલા અમૃતને દૈત્યોના હાથમાંથી બચાવવા માટે મોહિનીનો પરિવેશ ધારણ કર્યો હતો. સમુદ્ર મંથન એ ફક્ત દેવ અને દાનવોની કથા સુધી સીમિત નથી. બલ્કે આ કથા ભગવાન વિષ્ણુનાં કૂર્મ અવતારની પણ કથા છે. ભાગવતમાં અને સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુનાં આ કૂર્મ અવતાર વિષે વર્ણન કરવામાં આવ્યું છે. દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયા પછી સ્વર્ગના રત્નો વિલીન થઈ જાય છે.(આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમ થી વાંચી રહ્યા છો) તેને પાછા મેળવવા માટે દેવો અને દાનવો સાથે મળીને સમુદ્રમંથન કરે છે. મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો અને વાસુકી નાગને દોરડાં તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો. જ્યારે મંદરાચલ પર્વત ફર્યો નહીં ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ લઈ મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો અને દેવો-દાનવોએ સમુદ્રનું મંથન કરવાનું ચાલું કર્યું. મંથન દરમ્યાન સમુદ્રમાંથી ચૌદ રત્નો પ્રાપ્ત થયાં છે.

સમુદ્રમંથન કરતા સૌ પ્રથમ કાલકૂટ નામનું ઝેર બહાર આવ્યું ત્યારે તેની હવામાત્રથી બધું સળગવા લાગ્યું. આ વિષની અસર ત્રણેય લોક પર થવા લાગી હતી ત્યારે ત્રણેય લોકનાં જીવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ત્યારે સંસારની વ્યથા દૂર કરવા માટે એ કાળકૂટ વિષને મહાકાળ ભગવાન શિવે પી લઇ પોતાના કંઠમાં ધારણ કર્યું.. કાળકૂટ વિષને કંઠમાં ધારણ કરવાથી ભગવાન શિવનો વર્ણ નીલો પડી જતાં તેમને નીલકંઠ તરીકે ઓળખવામાં આવ્યાં……….!!!!!

બીજું રત્ન ઐરાવત હાથી નીકળ્યો તેને દેવરાજ ઈન્દ્રએ રાખ્યો હતો. આ હાથીને સાત સૂંઢ હતી. તે ઐરાવત હાથીની ખાસિયત હતી કે તે આકાશમાં ઉડી શકતો હતો, પાણીમાં તરી શકતો હતો અને પાતાળ સુધીનો રસ્તો શોધી શકતો હતો. આ હાથીમાં સહસ્ત્રહજાર હાથીઓનું બળ હતું. તે ઐરાવતની મદદથી દેવરાજ ઈન્દ્ર દશે દિશાનું રક્ષણ કરતા હતાં. તેવું પુરાણોમાં જણાવેલ છે. ………!!!!!

ત્રીજું રત્ન કામધેનુ ગાય નીકળી જે ઈચ્છા પ્રમાણે દૂધ, આપી શકતી હતી તે ઋષીઓએ લઈ લીધી. આ ગાય ઋષિ જમદગ્નિને ત્યાં રહેતી હતી. એક દિવસ આ કામધેનુને ગાયને સહસ્ત્રાર્જુન બળજબરીથી લઈ જવા હેતુથી સહસ્ત્રાર્જુને ઋષિ જમદાગ્નિની હત્યા કરી ત્યારે તેમના પુત્ર જામદગ્નૈ પરશુરામજીએ સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરીને કામધેનુની રક્ષા કરી. ……..!!!!

ચોથું રત્ન ઉચ્ચૈઃશ્રવા ઘોડો નિકળ્યો જે દૈત્યોએ રાખ્યો હતો. પરંતુ દેવદાનવોના એક યુધ્ધ દરમ્યાન દેવોએ આ ઘોડો જીતી લીધો. ત્યારબાદ તે દેવોની સંપતિ બની ગયો હતો. …….. !!!!

સાગર મંથનમાં પાંચમું રત્ન તે કૌસ્તુભમણિ નીકળ્યો જેને ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો. ………!!!!!

છઠ્ઠું રત્ન તે કલ્પવૃક્ષ નીકળ્યું જેને દેવરાજ ઇન્દ્ર લઈ ગયાં અને સ્વર્ગનાં ઉપવનમાં તેનું રોપણ કર્યું. માન્યતા છે કે ——- આ વૃક્ષ પાસેથી કોઈપણ મનોચ્છા કરવામાં આવે તો આ કલ્પવૃક્ષ મનની તમામ મનોચ્છા પૂર્ણ કરે છે. આ વૃક્ષને અમરત્વ પ્રાપ્ત થયેલું હોવાથી કલ્પનો અંત થાય પણ આ વૃક્ષની આયુનો નાશ થતો નથી. ……!!!!

સાતમું રત્ન રંભા નામની અપ્સરા નીકળી. જે નૃત્યકલા અને સંગીતકલામાં કુશળ હોય તેને સ્વર્ગનાં દેવોના મનોરંજન અર્થે સ્વર્ગની નૃત્યાંગના તરીકે રાખી લેવામાં આવી.. ……. !!!!

સાગર મંથનનાં આઠમા રત્ન તરીકે લક્ષ્મીજી મળ્યાં. જેમણે સમુદ્રમાંથી બહાર નીકળતાં જ દેવો અને દાનવોમાંથી ભગવાન વિષ્ણુને પતિ તરીકે પસંદ કર્યા. લક્ષ્મીજીને હિન્દુધર્મમાં ધન વૈભવની મહાશક્તિ અને દેવી તરીકે માનવામાં આવ્યાં છે. ……!!!!

નવમું રત્ન વારૂણીદેવી નીકળ્યાં. જેને દૈત્યોએ આસુરી અપ્સરા તરીકે દૈત્ય સમાજમાં સ્થાન આપ્યું. આ વારૂણી દેવીને મદિરા તરીકે ઓળખવામાં આવે છે. મદિરાના ઘણા પ્રકાર હોય છે. દેવો જે સોમરસ પીતા હતાં તે સોમરસ પણ એક પ્રકારની મદિરાનો જ પ્રકાર છે. ……!!!!

સાગર મંથનનું દસમું રત્ન તે ચંદ્રમા છે. આ પ્રમાણે જોતાં લક્ષ્મીજી, શંખ અને ચંદ્રમા ત્રણેય ભાઈબહેન થયાં. વેદોમાં જણાવેલું છે કે ———– ચંદ્ર એ બુધ અને તારાનો પુત્ર હતો પરંતુ કોઈ શાપવશ ચંદ્રએ સાગરમંથન દ્વારા પુનઃજન્મ લીધો. દેવોએ તેને વનસ્પતિના પોષણ માટે રાત્રીના પ્રકાશમાન થવાનો આદેશ આપ્યો. તેથી ચંદ્રમાં કાળા મૃગશીર્ષ જોડેલા રથને લઈને રોજ રાત્રે નીકળે છે. ચંદ્રમાએ દક્ષની ૨૭ કન્યા જે નક્ષત્ર રૂપે રહેલ છે તેની સાથે લગ્ન કર્યા. તેમાં રોહિણી તેને પ્રિય હોવાથી બીજી પત્નીઑ દુઃખી થતી હતી. તેથી તેમણે પોતાના પિતા દક્ષને આ અન્યાય અંગે વાત કરી ત્યારે ક્રોધિત થયેલા દક્ષે ચંદ્રમાને શ્રાપ આપ્યો કે તને ક્ષય રોગ થશે ત્યારે ભગવાન શિવનાં શરણે ગયેલા ચંદ્રમાનો ક્ષય ભગવાન શિવે દૂર કર્યો અને પોતાની જટામાં પોતાના ભક્ત તરીકે સ્થાન આપ્યું છે.

શિવ પુરાણમાં જણાવ્યું છે કે ——- શિવજીએ ધારણ કરેલ કાલકૂટ વિષની અગ્નિની અસરને શાંત અને શીતળ કરવા માટે ચંદ્રમાને ભગવાન શિવે પોતાની જટામાં ધારણ કર્યો છે. …….!!!!

સાગર મંથનનું અગીયારમું રત્ન તે પારિજાત વૃક્ષ છે. આ વૃક્ષને પણ દેવરાજ ઇન્દ્રએ પોતાના ઉપવનમાં રાખ્યું હતું. એક સમયે દ્વારિકાનાથ શ્રી કૃષ્ણએ આ વૃક્ષને સ્વર્ગમાંથી લાવીને સત્યભામાનાં આંગણે વાવ્યું હતું. ત્યારથી આ વૃક્ષ પૃથ્વી પર શોભા વધારી રહ્યું છે. આથી એમ કહેવાય છે કે —— જેમ આ વૃક્ષને કારણે દેવરાજ ઇન્દ્રનો વૈભવ વધ્યો હતો. તેમ આ વૃક્ષ ઉપરાંત જો આ વૃક્ષ ઘર આંગણે હોય તો તે ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. તેથી આ વૃક્ષને પૃથ્વી પરનું કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. શુભ્ર શ્વેત વર્ણ અને કેસરી દાંડી ધરાવતું આ સુવાસિત પુષ્પ રાતના સમયે ખીલે છે. પારિજાતનાં ફૂલની ખાસિયત એ છે કે તે દરેક ભગવાનને ચઢાવવામાં આવે છે. …….!!!!

સાગર મંથનનું બારમું રત્ન તે પંચરજન્ય શંખ છે. આ શંખને ભગવાન વિષ્ણુએ રાખ્યો હતો. હિન્દુ ધર્મમાં શંખને પૂજનીય માનવામાં આવતો હોવાથી ધાર્મિક ઉત્સવો સમયે તેને વગાડવામાં આવે છે. દક્ષિણાવર્તિ શંખ જો ઘરમાં રાખવામાં આવે તો તેથી સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે તેવું માનવાંમાં આવે છે. શંખ પણ સાગરમાંથી જન્મ્યો હોવાને કારણે તેનાંમાં પણ ખારાશ રહેલી છે.

આપણાં શાસ્ત્રો કહે છે કે ——- ખારો સ્વભાવ એ ઈર્ષાનું પ્રતિક છે. આ ખારા અર્થાત ઈર્ષાળુ સ્વભાવને લઈને જન્મેલ શંખ એ શંખાસુરને નામે જગતમાં પ્રસિધ્ધ થયો. પરંતુ શંખાસુર સંબંધમાં લક્ષ્મીજીનો લઘુ ભ્રાતા હોય ભગવાન વિષ્ણુ તેનાં આ સ્વભાવને નાથવા અસક્ષમ હતાં.(આ માહિતી તમે shareinindia.in ગુજરાતી વેબસાઈટના માધ્યમ થી વાંચી રહ્યા છો) જ્યારે સૃષ્ટિ પર શંખાસુરનો અધર્મ વધી ગયો ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવ દ્વારા શંખાસુરનો વધ કરાવ્યો હતો, અર્થાત શંખાસુરમાં રહેલા ઈર્ષાળુ સ્વભાવનો નાશ કરાવ્યો. …….!!!!!

સાગર મંથનનું તેરમું રત્ન તે ધનવન્તરી છે. વેદોમાં જણાવ્યું છે કે ——— દેવોના વૈદ્ય તરીકે ઓળખાતાં આ દેવને ભગવાન વિષ્ણુનાં જ અવતાર રૂપ માનવામાં આવ્યાં છે. ભગવાન ધન્વંતરીએ આયુર્વેદનાં પાંચમા વેદની રચના કરી મનુષ્યો માટે તન-મનથી શ્રેષ્ઠ રહેવાનો રસ્તો બતાવ્યો છે. હિન્દુ ધર્મમાં ઉજવાતી ધનતેરસનાં દિવસે આયુર્વેદ અને ધનવન્તરીનો પ્રાદુર્ભાવ થયેલો છે તેમ માનવામાં આવે છે. ધનવન્તરી જ્યારે પ્રગટ થયાં ત્યારે તેમના હાથમાં અમૃતથી ભરેલો ધાતુનો કળશ અને વનસ્પતિ હતી. આ અમૃતને માટે સમુદ્ર મંથન થયું હતું.

એક માન્યતા અનુસાર —-જ્યાં જ્યાં દેવ ધનવન્તરી બિરાજતાં હોય તે ઘરમાં ક્યારેય અન્ન ઓછું થતું નથી.

બીજી અન્ય એક માન્યતા અનુસાર ———- જ્યાં જ્યાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સહિત બિરાજેલા છે ત્યાં અને જ્યાં જ્યાં લક્ષ્મીજી એકલા બિરાજતાં હોય ત્યાં ધનવન્તરી ચોક્કસ બિરાજતાં હોય છે. ટૂંકમાં કહીએ તો જ્યાં લક્ષ્મીજી બિરાજે છે તે તમામ સ્થળોમાં ધનવન્તરીદેવની બેઠક હોય છે. …….. !!!!

સાગર મંથનનું ચૌદમું અને છેલ્લું રત્ન તે અમૃત છે. આ અમૃત કળશ ધનવંતરીના હાથમાં લઈ સમુદ્રમાંથી બહાર પધાર્યા ત્યારે દૈત્યો તેમનાં હાથમાંથી આ કળશ લઈને ભાગી જાય છે. તે વખતે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ લઈ દાનવોને ભૂલાવામાં નાખી તેમની પાસેથી અમૃત લઈ દેવોને પીવડાવી દે છે પરંતુ રાહુ અને કેતુ નામના બે અસૂરોને આ વાતની ખબર પડી જતાં તેઓ દેવનું સ્વરૂપ લઈને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે અને અમૃતમાંથી ભાગ લઈ ગળામાં ઉતારે છે. ત્યાં જ સૂર્ય, ચંદ્ર ભગવાન વિષ્ણુને ફરિયાદ કરી દે છે તેથી ભગવાન વિષ્ણુએ બંને દાનવોનાં મસ્તકને ચક્ર વડે તેમનાં ધડથી અલગ કરી નાખ્યાં. પરંતુ રાહુ કેતુનાં મોમાં અમૃત હોવાને કારણે તેમનો નાશ નથી થતો. પરંતુ આ બનાવ સૂર્યચંદ્રની ફરિયાદને કારણે બનેલો હોઈ રાહુ કેતુને હંમેશ માટે સૂર્ય ચંદ્ર સાથે વેર બંધાઈ ગયું તેવી કથા પુરાણોમાં આલેખવામાં આવી છે.

અત્રે એ ધ્યાન રાખવું જરૂરી છે કે ——- જો ભગવાન વિષ્ણુએ કચ્છપ અવતાર ધારણ કર્યોજ ના હોત તો આ ૧૪ રાતનો બહાર નીકળ્યા જ ના હોત ……..

એટલે કે બંને દેવો અને દાનવોનું સંતુલન જાળવવા માટેજ અવતાર ધારણ કરાયો હતો. ભગવાન વિષ્ણુનો આ એક અવતાર એવો છે જેમાં કોઈનો વધ કરાયો નથી !!!! તેથી તેનું મહત્વ વધારે છે. પાછુ આમાં ભગવાન વિષ્ણુએ મોહિનીનું સવરૂપ પણ ધારણ કર્યું હતું. આમ બે વખત એમને રૂપો બદલ્યાં હતાં. ભગવાન વિષ્ણુના મોહિની રૂપે જ એક શાસ્ત્રીય નૃત્યને જન્મ આપ્યો છે
મોહિનીઅથ્થમ ” …………

આમ પ્રથમ અને દ્વિતીય અવતાર એ પાણીમાં રહી શકે કહોકે જીવી શકે, સંચરી શકે એવા જીવોનો થયો હતો !!!

નમન છે વિષ્ણુ ભગવાનના આ કુર્મ અવતારને !!!!
—— જન્મેજય અધ્વર્યુ.

જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર – મત્સ્યાવતાર

– ભગવાન નરસિંહ પ્રાગટ્ય

– વામન અવતાર

– રાજા ભગીરથ અને ગંગા અવતરણ

–  રાજા ભર્તૃહરિ / રાજા ભરથરી

– કૌટિલ્ય ( ચાણક્ય )

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!