વીર સ્વાતંત્ર્ય સેનાની તાત્યા ટોપે

? ભારત દેશનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે સન ૧૮૫૭નો બળવો. આની શરૂઆત મંગળ પાંડેએ કરી હતી. પણ આ બળવામાં એક પ્રસિદ્ધ સેના નાયક પણ હતો. જેણે લોકોએ બહુ મહત્વ આપ્યું જ નથી. એનું નામ છે ——- તાત્યા ટોપે
આ વીર યોદ્ધો હતો સાથે તેનાામાં એક અદભુત નેતૃત્વ શક્તિ હતી. તે અનેક યુદ્ધકલાઓમાં નિપૂણ હતો. ગમે તેટલો ઘેરો ઘાલ્યો હોય તે એમાંથી બહાર નીકળવાની કળા જાણતો હતો અને આજ એની કુશળતા હતી. એમની વીરતા વિષે તો ભાગ્યેજ કોક શંકા કરી શકે !!!!

? દેશના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના પ્રસિદ્ધ સેનાનાયક તાત્યા તોપેનો જન્મ ઇસવીસન ૧૮૦૫ માં પુણેમાં થયો હતો
એમનાં પિતાનું નામ પાંડુરંગ યેવલેકર હતું. તાત્યા ટોપેનું પૂરું નામ રામચંદ્ર પાંડુરંગ યેવલેકર હતું. એમનાં પિતા પાંડુરંગ અન્ન સાહેબ કહેવાતાં હતાં અને પેશ્વા બાજીરાવ બીજાના ગૃહવિભાગમાં કામ કરતાં હતાં. અંગ્રેજોની કુટનીતિને કારણે જયારે પેશ્વા બાજીરાવને પુનાની ગાદી છોડીને. કાનપુર નજીક બીઠુંરમાં આવીને વસવું પડ્યું. તો એમની સાથે પાંડુરંગ પણ તાત્યાને લઈને બીઠુર આવતાં રહ્યાં. એ સમયે તાત્યા ની ઉંમર માત્ર ત્રણ વર્ષ હતી.

? તાત્યાની શિક્ષા -દીક્ષા પેશ્વાના દતક પુત્રો અને મોરોપંત તાંબેની પુત્રી મનુબાઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે જ થઇ
તાત્યા બહુજ તીવ્ર બુદ્ધિવાળા અને સાહસી વ્યક્તિ હતાં.
એ મોટાં થયાં ત્યારે પેશવાએ એમને પોતાનાં મુનશી બનાવી દીધાં. આ પદ ઉપર રહીને કામ કરતાં એમણે એક કર્મચારીને ભ્રષ્ટાચાર કરતા પકડયો તો પેશ્વાએ પ્રસન્ન થઈને પોતાની રત્નજડિત ટોપ એમને આપી દઈને એમને સન્માનિત કર્યાં !!!!
ત્યારથી તાત્યા ટોપેના નામથી એ પ્રસિદ્ધ થયાં. ઈસવીસન ૧૮૫૧માં જયારે પેશ્વા બાજીરાવનો દેહાંત થઇ ગયો. તો અંગ્રેજોએ એમનાં દત્તક પુત્ર નાના સાહેબ (ઘોડોપંત) ને એમનો ઉત્તરાધિકારી માનવાનો ઇન્કાર કરી દીધો !!! અને પેશ્વાઓને મળનારું પેન્શન પણ બંધ કરી દીધું !!!!

Tatya Tope

? એનાં પછી ૧૮૫૭માં વિદેશીઓ વિરુદ્ધ જે બળવો થયો હતો. એમાં તાત્યા ટોપેએ પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો. ક્રાંતિકારીઓએ કાનપુર પર અધિકાર જમાવી દીધો હતો. તાત્યાએ ૨૦ હજાર સૈનિકોની સેનાનું નેતૃત્વ કરીને કાનપુરમાં અંગ્રેજ સેનાપતિ વિન્ધમને અને કેમ્પવેલને પરાસ્ત કરીને એમને ભાગવાં માટે મજબૂર કરી દીધાં. એ સમયે લોકોને જ્યોતિષી, મૌલવી , મદારી , સાધુ-સન્યાસી આદિના વેશમાં મોક્લીને કમળપુષ્પ અને રોટી સાથે સંઘર્ષ એવો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો !!!!

? કાનપુરમાં અંગ્રેજોને પરાજિત કરીને ત્યાર પછી તાત્યાએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે મળીને મધ્ય ભારતમો મોરચો સંભાળ્યો. યદ્યપિ બેતવાની લડાઈમાં સફળતા ના મળી. કિન્તુ શીઘ્ર જ પુન : સંગઠિત થઈને એ ઝાંસીની રાણી સાથે ગ્વાલિયર તરફ કુચ કરી ગયો. ત્યાં એને સિંધિયાની સેનાને પરાજિત કરી અને સિંધિયા આગ્રામાં અંગ્રેજોની શરણમાં ચાલ્યા ગયાં. પરંતુ ગ્વાલિયર પર કબજો કરવામાં હ્યુરોજને સફળતા ના મળી. અહીં ઝાંસીની રાણી પણ શહીદ થઇ ગઈ.
તાત્યા ટોપે અંગ્રેજોને હાથ તો ના લાગ્યો પરંતુ ૧૮૫૯માં સિંધિયાના સામંત માનસિંહે વિશ્વાસધાત કરીને એને પકડાવી દીધો અને આ વીર મરાઠા દેશભક્તને ૧૮ એપ્રિલ ૧૮૫૯ના રોજ ફાંસી પર ચડાવી દીધો !!!!

? બળવો ભલે નીશ્ફળ ગયો હોય પણ તાત્યાને અને એની વીરતાને ભારત કયારેય નહીં ભૂલે !!!!

——– જનમેજય અધ્વર્યુ

જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– રાજા ભગીરથ અને ગંગા અવતરણ

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

– છત્રપતિ શિવાજી મહારાજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!