નાગરાજ તક્ષક

તક્ષક એ પાતાળના મુખ્ય આઠ ધુરંધર સર્પરાજમાંનો એક હતો. તે મહર્ષિ કશ્યપ અને તેમના પત્ની કદ્રુનો પુત્ર હતો. એટલે નાગરાજ વાસુકિનો ભાઇ….! તક્ષક નાગ વાસુકિરાજની જેમ ભગવાન શિવની ગ્રીવા અને જટામાં વિરાજે છે એમ પણ કહેવાય છે.

તક્ષકરાજની પૌરાણિક કથા –

મહર્ષિ શ્રૃંગીએ અભિમન્યુ પુત્ર રાજા પરીક્ષિતને શ્રાપ આપેલો કે, તેનું મૃત્યુ તક્ષક નાગના ડંસથી થશે. અને બ્રાહ્મણના વેશે તક્ષકરાજે તેમને ડંખ માર્યો હતો.આમ પરીક્ષિતનું મૃત્યુ થાય છે.ત્યારબાદ પરીક્ષિત પુત્ર જનમેજય સમસ્ત નાગ પ્રજાતિનો નાશ કરવા મહાયજ્ઞ કરે છે. એમાં તક્ષક નાગની આહુતિ અપાવાની હોઇ તે ડરીને ઇન્દ્ર પાસે જતો રહે છે.જનમેજયને આ ખબર પડતાં તે જો ઇન્દ્ર તક્ષકને ન છોડે તો બંનેની ભેગી આહુતિ આપવાનું કહે છે….! આથી ઇન્દ્ર ડરીને તક્ષકને આશરો દેવાની ના પાડે છે. તક્ષકરાજ એકલો આવીને લાચાર રીતે હવનકુંડ સામે ઊભો રહે છે. એ જ સમયે મહર્ષિ આસ્તિક આવે છે અને પોતાની મધુર વાણીથી જનમેજયનો યજ્ઞ બંધ કરાવે છે.આમ,નાગરાજ તક્ષકનો બચાવ થાય છે.

મહર્ષિ આસ્તિક એ જરતકારુ અને વાસુકિની બહેનના પુત્ર હોય છે.નાગરાજ વાસુકિને ખબર પડે છે કે,પોતાની બહેનના વિવાહ જરતકારુ સાથે કરાવવાથી જે પુત્ર ઉત્પનાન થશે એ જ નાગવંશના સર્વનાશને બચાવી શકશે.માટે તેઓ આ કામ કરે છે. [આ વાતની સંપૂર્ણ માહિતી વાંચવા આ જ વેબસાઇટ પરનો લેખ વાંચો – નાગરાજ વાસુકિ” ]

ગરૂડપુરાણમાં આવતી એક કથા –

જ્યારે નાગરાજ તક્ષક પરીક્ષિતને ડંખવા બ્રાહ્મણવેશે જતાં હોય ત્યારે રસ્તામાં તેમને મહર્ષિ કશ્યપનો ભેટો થાય છે.બ્રાહ્મણવેશે રહેલ તક્ષક મહર્ષિ કશ્યપ સાથે વાત કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે,કશ્યપ રાજા પરીક્ષિતને નાગ કરડવાનો છે તેનો ડંખ ઉતારવા જાય છે….!તક્ષક પોતાના અસલમાં આવી કશ્યપને આમ ના કરવા સમજાવે છે અને કહે છે કે, મારા વિષનો ડંખ કોઇ ઉતારી શકતું નથી….! (આ માહિતી તમે ગુજરાતી વેબસાઈટ shareinindia.in ના માધ્યમથી વાંચી રહ્યા છો) પછી તક્ષક પાસેના એક ઝાડને ડંખ મારે છે અને તેને ઊભું સુકવી નાખે છે.કશ્યપ એની મંત્રવિદ્યાથી વૃક્ષને ફરી લીલુંછમ બનાવે છે….! આમ,તક્ષકને લાગે છે કે આ વ્યક્તિ મારી મહેનત સફળ થવા નહિ દે….! તે કશ્યપને પુછે છે કે,પરીક્ષિતનું રક્ષણ કરવાથી તમને શું મળશે ? કશ્યપ પોતાના અઢળક ધન મળવાની વાત કરે છે.આથી તક્ષક એનાથી બમણું ધન આપી મહર્ષિ કશ્યપને વિદાય કરે છે….!

તક્ષક નામક જાતિ –

એમ કહેવાય છે કે,પુરાણકાળમાં આર્યો તેમના વિરોધી અનાર્યોને નાગરૂપ તક્ષક કહેતાં.આ લોકો પોતાને તક્ષકના વંશજ માનતા અને નાગના ચિહ્મ પણ ધારણ કરતાં.મહાભારત કાળથી સિકંદરના આક્રમણ સુધી ભારતના જુદાં-જુદાં ભાગો પર તેમની સત્તા હોવાનું અનુમાન છે.કહેવાય છે કે,પાંડવો સાથે થયેલાં યુધ્ધમાં તક્ષકો વિજયી બન્યાં હતાં….!

અલબત્ત,શિવભક્ત તક્ષકરાજને લોકો આજે પણ પૂંજે છે અને ભારતમાં તેમના મંદિરો પણ છે….!મધ્ય પ્રદેશના મંદસૌર જીલ્લામાં “તક્ષકેશ્વર મંદિર” આવેલ છે. અત્યંત મનોહર પ્રાકૃતિક સુંદરતા અને ખિલખિલાટ કરતાં ઝરણાંઓથી ભરેલા આ વિસ્તારમાં અનેક સર્પનો વાસ છે.પર્યટકો અહિં પુષ્કળ પ્રમાણમાં આવે છે.સાવધાની રાખો તો સર્પો કોઇ તકલીફ આપતા નથી. દર વૈશાખી પુનમે અહિં મેળો ભરાય છે. પરીક્ષિતનું રક્ષણ કરવા અને ઝેર ઉતારવા સ્વર્ગમાંથી મહાન વૈદ્ય એવા ધનવંતરી આવેલા. જેની જાણ તક્ષકરાજને થતાં તે માર્ગમાં લાકડી બનીને પડ્યો. રસ્તે આવતા ધનવંતરીને પીઠમાં ખંજવાળ આવી તો નીચે પડેલ લાકડી ઉપાડી તેને પીઠમાં ફેરવી. એ વખતે જ તક્ષકે અસલરૂપમાં આવી ધનવંતરીને ડંખ દીધો.જો કે, બાદમાં ધનવંતરી ઠીક થયાં. આજે તક્ષકે જ્યાં ધનવંતરીને ડંખ દીધેલો એ જ સ્થાન તક્ષકેશ્વર મંદિર તરીકે ઓળખાય છે.

– Kaushal Barad.

જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ભગવાન રામનું ધનુષ્ય : કોદંડ

– અર્જુનનું ગાંડીવ ધનુષ્ય 

– જયદ્રથ વધની ગાથા

– હાડી રાણીનું અમર બલિદાન

– નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ

– શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ

– નાગરાજ વાસુકિ

error: Content is protected !!