આતો ભાઇ સોરઠની ધરતી છે અહી તો દિકરા નાય બલીદાન દેવાય છે

આજ સોરઠ ની ધરતી ની થોડી વાત કરવી છે સોરઠ ની ભુમી એટલે સંતો ની ભુમી.. સોરઠ ની ભુમી એટલે સુરા ની ધરા.. સોરઠ ની ભુમી એટલે ત્યાગ અને બલીદાન ની ધરા.. એમના પુણ્ય ના પરતાપે આજે દુનિયા ના કોઇ પણ ખુણે આપણે ઉચુ જોય ને હાલી શક્યે છીયે.. સોરઠ ની ધરા મા જે જે બલીદાનો દેવાયા એ આજે યાદ કરીયે ત્યારે લાગે છે કે કેવો જમાનો હશે કેવી ખુમારી હશે એ સમય ની.

બિલખા નો એક વાણીયાની કેવી કુરબાની એક અભીયાગતને જમાડવા ખાતર પોતાના પેટના દિકરા ને ખાંડણીયા મા ખાંડી ને સંત ની આગળ ધરે ને સંત કહે કે વાણીયા તારા બિજા દિકરાને બોલાવ મારી સાથે જમવા બેસે ત્યારે બિલખાનો નગરશેઠ હોવા સતા સગાળશા શેઠ ગરીબડો થઇ ને હાથ જોડી ને કહે કે મહારાજ માફ કરશો મારે બિજો દિકરો નથી.. શેઠ ને એમ હતુ કે સધુ મા’રાજ હમણા કકળી ઉઠશે પણ આ નોખા પ્રકાર નો બાવો હતો ભાઇ એણે તો કકળી ઉઠવાને બદલે પીરસેલા ભાણા પરથી ઉભા થઇ જાય છે એને બુમ પાડે છે વાણીયા મને જમાડવો ઇ તારુ કામ નહી મને હુ બેઠો તો ત્યા મુકી જા વાણીયા. ઓરડા માથી સંગાવતી બહાર આવી ને કહે છે મા’રાજ હવે શુ ધટે છે ત્યારે સાધુ કહે કે વાંઝીયા નુ હુ નથી જમતો હુ જાવ છુ શેઠાણી કહે હવે કયા જાતા’તા હવે જાવા દઉ નહી.. મારા પેટ મા પાચ મહી ના નુ ઓધાન છે અને એમા જીવ આવી શુક્યો છે શેઠ ને કહે લાવો કટારી કાઢી દઉ. પણ જયા પેટ મા કટારી મારવા જાય ત્યા હરીયે પકડ્યો હાથ હ…હ….હ…હ…અને પ્રગટ થવુ પડીયુ.. આ અમારી સોરઠ ની ભોમક્યા..

અરે આડીદર બોડીદર ની વાત કરો ને રા’ડીયાસ ના અવસાન પછી જયારે મહારાણી એ આખી પૃથ્વી પર નજર ફેરવી પણ કયાય નવઘણ નો બચાવ થાય એવુ દેખાણુ નહી પછી નેજવા માંડી ને જોયુ તો આડીદર બોડીદર માં આયર નુ આગણુ દેખાણુ જયા નવઘણ સુરક્ષિત લાગ્યો તરત જ દાસી ને બોલાવી ને કહ્યુ કે લે આ નવઘણ ને….ને મંડ ધોડવા દેવાયત બોદર ના ઘર સુધી ઉભી ન રે’તી બેન.. એના ખોરડા સુધી પહોચાડવા નુ તારુ કામ પછી મને વિશ્વાસ છે કે સોલંકીયો ની તાકાત નથી કે મારા દિકરા નો વાળ વાકે કરી શકે, નવઘણ ને દાસી એ ભીમડા ના સહારે દેવાયત આયર ના આંગણા સુધી પહોચાડી દિધો ત્યાર બાદ ઘણા વરષે જુનાગઢ ના સુબા ને ખબર પડી કે દેવાત બોદર ના ખોરડે જુનાગઢ નુ રાજ બી ઉજરી ને મોટુ થાય છે હજારો ની ફોજ આવી ને ગામ ના પાદર મા ઉભી રહી..

દેવાત આયર ને બોલાવવા રાજ ના સિપાઇ ઓ ગયા દેવાયત આયર આવ્યા ત્યારે સુબાયે કહ્યુ કે અમે જાણ્યુ છે કે..

દેવાયત બોદર કહે “નવઘણ મારે ત્યા ઉજરી ને મોટો થાય છે તમારુ કહેવુ હુ સમજી ગયો.”

સુબો કહે તેનુ પરીણામ તમે જાણો છો દેવાતભાઇ, હા પણ મે ખોટુ નથી કર્યુ, મેતો રાજ ભક્તિ કરી છે… જો મે ન રાખ્યો હોત ને તો આજ તમને નવઘણ મળ્યો ન હોત, બોલો શુ હુકમ.? બોલાવી દિયો નવઘણ ને હા..હાલો લેતો આવુ નાના તમે નહી અમારા માણસો જશે તમે કાગળીયા લખી દિયો… દેવાયત આયરે ચિઠ્ઠી મા લખ્યુ કે… આયરાણી આવેલ માણસો ની સાથે નવઘણ ને મોકલી દેજો પણ રા’રાખતા વાત કરજો… આયરાણી સમજી ગઇ ને પેટ ના દિકરા ઉગા ને મોકલી દિધો…. આ અમારી ધરતી છે ભાઇ .વંદન કરુ તને માવડી પ્યારી..

હવે અમારા તળાજા ની વાત કરૂ તો.. ઇ જમાનામા કોઇ એ કામણ કરી ને મેઘરાજા ને હરણ ની સિંગડી મા ડગળી પાડી ને એમા કામણ નો દોરો મુકી ને ડગળી બંધ કરી દિધેલ, પછી તો વરષ માથે વરષ મંડીયા વરસાદ વિનાના જાવા, માનવી બિચારા મુંજાય ગયા હવે શુ કરવુ? માલ ઢોર ટપોટપ મરવા મેડીયા અને કાળ મો ફાડી ને મંડીગ્યો ભરખવા.. સાત સાત વરહ આભ માથી પરવેહા નુ એકેય ટીપુ પૃથ્વી પર પડીયુ નથી. ધરતીમા માનવી ના પગ આવી જાય એવા ઉંડા ઉંડા સિરા પડી ગયા છે.. પૃથ્વી માથી એકેય દાણો અન્ન નો નથી પાકીયો..

એ વખતે તળાજા ની ગાદી માથે મહારાજા એભલવાળા નુ રાજ…. દયાનો દરીયો ગણાતા મહારાજાને પ્રજા ની ચિંતા સતાવતી હતી. નાખી નજર નથી પહોચતી કે શુ કરવુ? મેધરાજા ના રીહામણા નુ કારણ મળતુ નથી એમા એકવાર રાજાના કાને વાત આવી કે હરણની સિંગડી મા દોરો નાખેલ છે. જો એ દોરો કોઇ બહાર કાઢે તો મેઘરાજા મન મુકિ ને વરસે. “અરે હુ જ એ હરણીયા ને પકડી ને દોરો કાઢીશ.” મહારાજા સૈનિકો સાથે નિકળે છે તો જે જગ્યા એ હરણું રહેતુ ત્યા કયાક કયાક લીલુ ખડ જોયુ. કેમ કે એ હરણ જેટલા મા રહેતુ એટલા મા સિંગડી માથી પાણી વરસતુ, એવા મા હરણીયુ દેખાણુ ને રાજા સૈંનિકો સાથે પાછળ પડે છે.

એમા રાજા વિખુટા પડી જાય છે ને હરણ ને પકડી ને સિંગ માથી દોરો બહાર કાઢે છે ને અનરાધાર વરસાદ વરસે છે. ઇ અનરાધાર મેધની ઝપટ મા તળાજા ના રાજવી એભલ વાળો આવી ગયા ને બેભાન થઇ ગયા. ત્યારે એક ચારણ ના નેહ મા ટમટમતા દિવડા જોય ને દેવતાય ઘોડુ આવી ને ઉભુ રહે છે અને એ વાત જગ જાહેર છે કે ચારણ્ય આઇ એ એભલ વાળા ના શરીર ને ભઠ્ઠો કરી ને ખુબ તપાવ્યુ પણ રાજા ઠરી ને હિમ થયેલો એટલે કઇ ફેર પડીયો નહી ત્યારે આઇ એ શરીર ની ગરમી આપેલી અને સાજા થયેલા એભલવાળા એ કહ્યુ કે બોન જયારે જરૂર પડે ત્યારે તળાજા ના દ્વાર તમારા માટે ખુલ્લા જ છે.. પછી જે ઘટના ઘટી કે નેહ મા વાતુ થવા લાગી પોતા ના પતિ સુધી એ વાત પહોચી. આઇ એ આખો પ્રસંગ કહી દિધો સતા પણ ચારણ ને શ્રાપ દેવા મજબુર થવુ પડેલુ… ત્યારે આઇ એ તળાજા દિમના ડગલા માંડેલા કારણ કે શ્રાપીત થયા પછી ચારણ ને સાચુ સમજાણુ એટલે આઇ તળાજા જઇ ને ઉભા રહયા. અભલવાળા બહુ હરખાયા. આઇ કહે કે આમ બન્યુ….તો એ નો ઉપાય ખરો ..આઇ કહે કે ઉપાય છે કે તુ ને તારો દિકરો બેય બત્રિસ લખણા છવો તો ચારણ ને તમારા એક ના લોહી નવડાવો તો ચારણ સાજો થાય. મિત્રો સોરઠ ની ધરતી મા આ દિકરા ના બલીદાન ની ત્રીજી ઘટના ધટે છે એટલે જ સોરઠની ધરા ને કવીઓ સમર્પણની બલીદાનની ભુમી કહે છે ભાઈ..

લેખક- રામભાઇ આહીર

સોરઠ ની ધરતીના આ ત્રણેય બલીદાનની વિસ્તૃત વાત તમે નીચે આપેલી લીંક પરથી વાંચી શકો છો..

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!