વિશ્વ પ્રસિધ્ધ મોઢેરાનું સૂર્યમંદિર

ગુજરાતમાં વિશ્વવિખ્યાત સૂર્યમંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીકના મોઢેરા ગામ માં આવેલું છે. જે સત્યુગમાં મોહરકપુર ગામે જાણીતું હતું ત્યાં પૌરાણિક, વેદકાલીન સૂર્યમંદિર છે. સૂર્યમંદિર એક એવું નામ છે જે સર્વજ્ઞાત છે. ગુજરાતના સ્થાપત્યમાં સૂર્યમંદિર બેનમૂન છે. મોઢેરા ના સૂર્યમંદિર ને ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત સ્થાપત્ય જાહેર કરેલ છે. આ મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.

એવુ અનુમાન છે કે આ મંદિરનુ નિર્માણ સમ્રાટ ભીમદેવ સોલંકી પ્રથમ એ કરાવ્યુ હતુ. જેની પૂર્તિ એક શિલાલેખ કરે છે. જે મંદિરના ગર્ભગૃહની દિવાલ પર છે, જેમા લખવામાં આવ્યુ છે કે વિક્રમ સંવંત 1083 અર્થાત (1025-1026 ઈસ પૂર્વ). આ એજ સમય હતો જ્યારે સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોને વિદેશી આક્રમણકર્તા મહેમૂદ ગઝનીએ પોતાના કબ્જે કરી લીધો હતો. ગજનીના આક્રમણના પ્રભાવના આધીન થઈને સોલંકીઓએ પોતાની શક્તિ અને વૈભવને ગુમાવી દીધી હતી.

sun temple  Modhera

સોલંકી, ‘સૂર્યવંશી’ હતા, તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકારે મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં વિખ્યાત ત્રણ સૂર્ય મંદિર છે, જેમા પહેલા ઉડીસાનુ કોણાર્ક મંદિર, બીજુ જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજુ ગુજરાતનુ મોઢેરાનુ સૂર્ય મંદિર.

શિલ્પકલાના અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને ભીમદેવે બે ભાગોમાં બનાવડાવ્યુ હતુ. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનુ છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ અને 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચ છે.

મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર શ્રેષ્ઠ કારીગરીના વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતર્યા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. આ મંદિરનુ નિર્માણ કંઈક એ રીતે કરવામાં આવ્યુ છે કે જેમા સૂર્યોદય થતા સૂર્યની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહ પર પડે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ આવેલુ છે. જેને લોકો સૂર્યકુંડ ના નામે ઓળખે છે.

સોલંકી યુગના ભવ્ય મંદિર સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એટલે સૂર્યમંદિર, જે એક ઉપસાવેલા ઊંચા ઇમ્પોઝિંગ પ્લેટફોર્મ પર જેને જગતી કહે છે તેની ઉપર આ મંદિર બાંધવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં આ મંદિર ખંડેર સ્વરૂપમાં છે પરંતુ તેની ભવ્યતા હજી સુધી અકબંધ છે. ગુજરાતની સ્થાપત્ય કળાનો એ ઉત્તમ નમૂનો છે. મહંમદ ગઝનવીએ તેને ખંડિત કર્યું હતું. મંદિરમાં જવા માટે ઘણાં પગથિયાં છે. ગર્ભગૃહ અને મંદિરની દીવાલો વચ્ચે પ્રદક્ષિણા પથ છે. સભામંડપ મોઢેરા મંદિરનો સૌથી સુંદર અને કલાકારીથી ભરપૂર વિભાગ છે. હવે ભગવાન સૂર્યની મૂળ પ્રતિમા તેના સ્થાને રહી નથી, પરંતુ અન્યત્ર સ્થાન ઉપર સૂર્યની વિવિધ પ્રતિમાઓ જોઇ શકાય છે.

સૂર્યકૂંડની અંદર ચોતરફ નાના-નાના ૧૦૮ મંદિરો આવેલા છે. કૂંડની અંદરની બાજુએ ચાર મોટા મંદિરો આવેલા છે. પૂર્વ દિશામાં વિષ્ણુંનું મંદિર, પશ્ચિમ દિશામાં વૈષ્ણવ સંપ્રદાયની વિવિધ મૂર્તિઓની સાથે ગણપતિની મૂર્તિઓ સ્થાપિત છે. ઉત્તર દિશામાં નટરાજ અને દક્ષિણ દિશામાં શીતળા માતાનું મંદિર આવેલું છે. સૂર્ય કૂંડમાંથી ઉપર ચડતાં બે વિશાળ સ્તંભ દશ્યમાન થાય છે. આ સ્તંભ કિર્તી સ્તંભ તરીકે ઓળખાય છે. મુખ્ય મંદિરની બહાર નીકળતા કાળભૈરવની અને તેની સમીપે શિવ-પાર્વતિની મૂર્તિઓ આવેલી છે.

ઈતિહાસમાં પણ મોઢેરાનો ઉલ્લેખ

સ્કંદ પુરાણ અને બ્રહ્મ પુરાણ અનુસાર મોઢેરા નજીકનો વિસ્તાર પ્રાચીન સમયમાં ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો. આ પુરાણો અનુસાર જ્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વશિષ્ઠ ઋષિને એવા સ્થળ વિશે પૂછ્યું કે જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે. વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, આ જ ક્ષેત્ર આજે મોઢેરાના નામે ઓળખાય છે.

એકવીસમી સદીના આરંભમાં સૂર્યોદયની નવી શતાબ્દી મોઢેરાના સૂર્ય મંદિરમાં ઉજવવામાં આવી હતી. પ્રાચીનકાળમાં પણ અહીં નૃત્ય અને સંગીતની ઉજવણી થતી હતી. મંદિરની પૂર્વ તરફ એક નાનકડું તળાવ આવેલું છે. કાચા પથ્થરના નકશીકામથી તૈયાર થયેલું આ તળાવ પણ સોલંકી વંશના પૂર્વજો દ્વારા બાંધવામાં આવેલું છે. સૂર્યમંદિરની સમાંતર રેખા ઉપર તળાવના મધ્ય ભાગમાં એક સ્થાપત્ય આવેલું છે જેને સ્થાનિક રહેવાસીઓ રાવઠી હવા મહલ તરીકે ઓળખે છે. દંતકથા પ્રમાણે સોલંકી વંશના સૂર્યવંશી રાજા ભોળાભીમ દેવ આ મહેલામાં બિરાજમાન થઇને સૂર્ય મૂર્તિના દર્શન કરતા હતા.

ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આ સૂર્ય મંદિરના પરિસરમાં એક સૂંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે.  ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં દર વર્ષે મોઢેરા નૃત્ય મહોત્સવ મનાવવામાં આવે છે. આ નૃત્ય મહોત્સવ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને દુનિયા સામે ઉજાગર કરવા માટે આયોજિત કરવામાં આવે છે.

આ મંદિર તેની અદભુત સ્થાપત્યકલાને કારણે સહેલાણીઓ માટે હંંમેશા આકર્ષણનું કેંદ્ર બની રહ્યું છે. મોઢેરા સુર્યમંદિર એ પાટણથી 30 km દૂર છે. મહેસાણાથી 40 km દૂર છે. અમદાવાદથી આ મંદિર 100 km દૂર છે. દેશ અને દુનિયાભરમાંથી વર્ષે દહાડે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ તેમજ ઐતિહાસીક સ્થાળોના શોખીનો અહી અવશ્ય આવે છે, અને તેની સ્થાપત્યકળાને જોઈને અચંબમાં પડી જાય છે. અમારું કેહવું છે કે જીવન માં એક વખત આ મંદિર જોવા જેવું ખરું.

તો મિત્રો આ હતુ મોઢેરાનું સૂર્યમંદિર જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી કનકાઇ માતાજી મંદિર- ગીર નો ઇતિહાસ

– શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ

– આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!