અદ્વૈત દર્શનના મહાન આચાર્ય શંકરની પ્રાદુર્ભાવ ઈસ્વીસન ૭૮૮માં થયો હતો. કેરળ રાજ્યમાં અલવાઈ નદીના કિનારે આવેલાં એક નાનકડા ગામ કલાડીમાં થયો હતો. મહાન ભક્ત શિવગુરુના ઘરમાં માતા વિસિષ્ટાએ વૈશાખ સુદ પાંચમે એને જન્મ આપ્યો. ભગવાનશંકરની કૃપાદ્રષ્ટિને કારણે એ બાળકનું નામ શંકર પાડવામાં આવ્યું. શંકર આઠ વર્ષનો થયો ત્યારે તો એણે સન્યાસ લઇ લીધો ……
ગુરુની શોધમાં તેઓ ઓમકારેશ્વર પહોંચ્યા. જ્યાં તેમને ગોવિંદાચાર્ય મળ્યા !!! ૩ વર્ષ અભ્યાસ કર્યાં પછી તેઓ ૧૨ વર્ષની આયુએ કાશી પહોંચ્યા. ૧૨ વર્ષની નાનકડી જ આયુમાં આ બાલ આચાર્ય મણિકણિકા ઘાટ પર તેમનાં વૃદ્ધ શિષ્યોને “મૌન વ્યાખ્યાન ” આપતાં હતાં !!!! કાશીમાં ગંગા સ્નાન કરીને પાછા ફરતાં સમયે તેમણે એક ચંડાળને ” આઘો ખસ” એમ કહ્યું !!! ત્યારે તે ચંડાળે શંકરને “આદ્વૈત “નું વાસ્તવિક જ્ઞાન આપ્યું ….. અને કાશીમાં ચંડાળરૂપધારી એ શંકરભગવાન પાસેથી પૂર્ણ શિક્ષા પ્રાપ્ત કરીને નાનકડા એ બાળક શંકરે ૧૪ વર્ષની ઉંમરે જ બ્રહ્મસૂત્ર , ગીતા , અને ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યાં. ૧૬ વર્ષની ઉંમરે એમની મુલાકાત ભગવાન વેદવ્યાસ જોડે થઇ !!!
✍️ પ્રયાગમાં કુમારિલભ ને મળ્યાં, માહિષ્મતિમાં મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો. એમણે કેદારધામમાં ૩૨ વર્ષની આયુમાં શિવસાયુજ્ય પ્રાપ્ત કરી લીધું.
✍️ ભગવાન શંકરના સંબંધે જે પણ પાઠય સામગ્રી મળે છે તથા તેમનાં જીવન સંદર્ભે જે પણ ઘટનાઓ સંકળાયેલી છે તેની માહિતી જે મળે છે એનાથી આપણે એ બાબતથી જ્ઞાત થઈએ છીએ કે એ એક વ્યક્તિવિશેષ અને અલૌકિક મનુષ્ય હતાં. એમનાં વ્યક્તિત્વમાં પ્રકાંડ પાંડિત્ય, ગંભીર વિચારશૈલી, અગાધ ભગવદભક્તિ આદિનો સુભગ સમન્વય થયેલો જોવાં મળે છે એમની વાણીમાં તો જાણે કે સ્વયં સરસવતિ દેવી આવીને વસતાં હોય !!!. પોતાની બત્રીસ વર્ષની આયુમાં જ એમને બૃહદ ગ્રંથો રચ્યાં. સમગ્ર ભારતભ્રમણ કરીને એમને વિરોધીઓને શાસ્ત્રાર્થમાં પરાજીત કર્યાં !!!! ભારતના ચારેય ખૂણાઓમાં એમને મઠો સ્થાપ્યા તથા ડૂબતાં રહેલાં સનાતન ધર્મની એમણે રક્ષા કરી …….. ધર્મ સંસ્થાપનાના એમનાં આ મહાન કાર્યને જોઇને એ વિશ્વાસ દ્રઢ થાય છે કે એ સાક્ષાત ભગવાન શંકરના અવતાર હતાં !!!!
✍️ !! શંકરો શંકર સાક્ષાત !!
એમનાં જ સમયમાં ભારતમાં વેદાંતદર્શન અને અદ્વૈતવાદનો સર્વાધિક પ્રચાર થયો એમને અદ્વૈત્વાદના યુગ પ્રવર્તક પણ માનવામાં આવે છે ……. બ્રહ્મસૂત્ર પર જેટલાં પણ ભાષ્ય મળે છે એમાં સૌથી પ્રાચીન અને સૌથી સારું ” શંકર ભાષ્ય ” જ છે !!!!
એમની જન્મતિથિ સંદર્ભે મતભેદ છે જોકે અધિકાંશ લોકો માને છે કે —- તેઓ ઇસ ૭૮૮ માં જ આવિર્ભૂત થયાં અને ૩૨ વર્ષની આયુમાં તિરોહિત થયાં. એમનો જન્મ કેરળ રાજ્યમાં અલવાઈ નદીના કિનારેઆવેલાં એક નાનકડા ગામ કલાડીમાં થયો હતો તિથિ હતી વૈશાખ સુંદ પાંચમ !!!!એમનાં પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ સુભદ્રા અથવા વિશિષ્ટા હતું
એમનાં બાળપણથી જ એ પ્રતિત થતું હતું કે તેઓ એક મહાન વિભૂતિના અવતાર સમા હતાં. પાંચમાં વર્ષે તેમનો યજ્ઞોપવિત સંસ્કાર કરીને એમને ગુરુના ઘરે ભણવાં મોકલી આપ્યાં અને સાતમાં વર્ષે તો તેઓ વેદ , વેદાંત ને વેદાંગોનો સંપૂર્ણ આભ્યાસ કરીને પાછા ઘરે આવતાં રહ્યાં. વેદાધ્યયન ઉપરાંત એમણે સન્યાસ ગ્રહણ કરવાનો નિર્ધાર કર્યો પરંતુ માતાએ તેમ કરવાની અનુમતિ ના આપી !!!!
✍️ એક દિવસ શંકર માં સથે નદીમાં સ્નાન કરવાં ગયાં ત્યારે મગરે એમને પકડી લીધાં ….. માંએ શોરબકોર કરી મૂકયો. શંકરે માને કહ્યું —- ” માં જો તું મને સન્યાસ લેવાની અનુમતિ આપે તો મગર મને છોડી મુકશે !!!!” માંએ આજ્ઞા આપી દીધી …… જતી વખતે એ માંને કહેતાં ગયાં કે “તારાં મૃત્યુ સમયે હું ઘર પર ઉપસ્થિત રહીશ !!!” ઘરેથી ચાલીને તે નર્મદા કિનારે પહોંચ્યા !!! ત્યાં ગોવિંદ ભગવદપ્રસાદ પાસે દીક્ષા ગ્રહણ કરી એમને ગુરુના બતાવેલા માર્ગે સાધના શરુ કરી. અલ્પકાળમાં જ તેઓ યોગ સિદ્ધ મહાત્મા બની ગયાં. ગુરુની આજ્ઞાથી તેઓ કાશી આવ્યાં
જ્યાં એમનાં અનેક શિષ્યો બની ગયાં !!!! એમનાં પહેલાં શિષ્ય બન્યાં સનન્દનજે પાછળથી પદ્મપાદાચર્યના નામે પ્રસિદ્ધ થયાં. શંકર શિષ્યોને ભણાવવાંની સાથે સાથે ગ્રંથો પણ લખતાં હતાં. એમ કહેવાય છે કે —— એક દિવસ ભગવાન વિશ્વનાથે ચંડાળનાં રૂપમાં એમને દર્શન આપ્યાં અને એમને બ્રહ્મસુત્ર પર ભાષ્ય લખવાં માટે અને ધર્મના પ્રચાર માટે આશીર્વાદ આપ્યાં. એમણે ભાષ્ય લખી લીધું હતું ત્યારે એક બ્રાહ્મણે ગંગાતટે એમને એક સુત્ર નો અર્થ પૂછ્યો !!! એ સુત્ર પર એમનો અને પેલા બ્રાહ્મણનો ૮ દિવસ સુધી શાસ્ત્રાર્થ થયો !!!
✍️ પછી ખબર પડી કે એ બ્રાહ્મણ બીજા કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન વેદવ્યાસ હતાં …… પછી તેઓ કુરુક્ષેત્ર થઈને બદ્રિકાશ્રમ પહોંચ્યા. એમણે બધાંજ ગ્રંથો કાશી અને બદ્રિકાશ્રમમાં લખ્યાં હતાં. ત્યાંથી તેઓ પ્રયાગ ગયાં ત્યાં કુમારિલભ સાથે મુલાકાત થઇ. કુમારિલભ ના કહેવાથી જ
તેઓ માહીશ્મતિ નગરીમાં મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરવાં આવ્યાં. આ શાસ્ત્રાર્થમાં મધ્યસ્થ હતી શ્રી મંડનમિશ્રની વિદુષી પત્ની ભારતી. એ શાસ્ત્રાર્થમાં મંડનમિશ્રનો પરાજય થયો !!! અને એમણે શંકરાચાર્યનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. આવી રીતે એમણે સમગ્ર ભારતભ્રમણ દરમિયાન અનેકો વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને તેઓ પાછાં બદ્રિકાશ્રમ આવી ગયાં !!!! અને બદ્રિકાશ્રમ માં જયોતિરમઠની સ્થાપના કરી અને તોટકાચર્યને એમણે એના મઠાધીશ બનાવ્યાં !!!! અંતત: એ કેદારક્ષેત્ર આવ્યાં અને અહીં જ એમનાં જીવનનો સૂર્ય અસ્ત પામી ગયો
✍️ એમનાં લખેલાં ગ્રંથોની સંખ્યા ૨૬૨ બતાવવામાં આવી છે. પરંતુ એ કહેવું કઠીન છે કે આ બધાંજ ગ્રંથો એમણે જ લખ્યાં હોય !!! એમનાં પ્રધાન ગ્રંથો આ પ્રમાણે છે ———-
- ✅ બ્રહ્મસૂત્ર ભાષ્ય
- ✅ ઉપનિષદ ભાષ્ય
- ✅ ગીતા ભાષ્ય
- ✅ વિષ્ણુ સહસ્રનામ ભાષ્ય
- ✅ સનતસુજાતીય ભાષ્ય
- ✅ હસ્તામલક ભાષ્ય
- ✅ શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર
આદિ ……..
✍️ શ્રી જગદગુરુ આદિ શંકરાચાર્યને ભારતીય તત્વજ્ઞાનના પિતા ગણવામાં આવે છે
✍️ શત શત વંદન શ્રી જગદગુરુ આદિ શંકરાચાર્યને !!!!!!
——- જનમેજય અધ્વર્યુ
જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.