મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટ

આર્યભટ્ટ ભારતના સૌથી પહેલાં સૌથો મોટાં ગણિતજ્ઞ અને જ્યોતિષી હતાં. જેમણે નક્ષત્રજ્ઞાન, ગ્રહોની સ્થિતિનું જ્ઞાન, માસ જ્ઞાન અને અધિક જ્ઞાનના વિષયમાં બતાવ્યું હતું. આ કાર્યને એમણે ઇસવીસન ૪૯૯માં આર્યભટ્ટીય અને આરુ સિદ્ધાંતોમાં સમાહિત કર્યાં છે. જેમાં એક માસને ૩૦ દિવસ . એક દિવસને ૬૦ નાડી અને એક નાડીને ૬૦ વિનાડીમાં બરાબર વહેંચ્યા છે !!!!

આર્યભટ્ટનો જન્મ એવં જન્મ સ્થાન ———–

આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં પ્રાચીન ભારતમાં જ્ઞાન વિજ્ઞાનું મુખ્ય કેન્દ્ર વર્તમાન પટના મનાય છે જેણે એ સમયમાં કુસુમપુર કહેવામાં આવતું હતું !! કુસુમપુર ઉપરાંત ઉજ્જયિની પણ બીજું મહત્વપૂર્ણ જ્ઞાન વિજ્ઞાનનું કેન્દ્ર હતું
જ્યાં ગુપ્ત વન્શનું શાસન હતું !!! ગુપ્ત વંશના શાસનમાં ઘણાં મહાન જ્યોતિષીઓનો જન્મ થયો હતો. જેનાથી પુરા ઉપમહાદ્વિપમાં જ્ઞાનવિજ્ઞાનની ઉન્નતિ થઇ રહી હતી !!!એમનો કાળ ભારતનો સુવર્ણકાળ ગણાય છે કારણકે એ સમયમાં યુદ્ધ ઓછાં અને વિકાસ વધારે થયો હતો. કાલિદાસ, સુબંધુ , ભારવિ અને દંડી જેવાં વિદ્વાનો અને આર્યભટ્ટ , વારાહમિહિર, ભાસ્કરાચાર્ય એવં બ્રહ્મગુપ્ત જેવાં મહાજ્ઞાની આ કાળમાં પેદા થયાં હતાં !!!!

ભારતમાંગણિત અને વિજ્ઞાનનો વિકાસ વૈદિક કાળથી જ થઇ ગયો હતો. પરંતુ ગુપ્તકાળમાં એ અધિક ઉચાંઈઓ પર પહોંચી ગયો હતો. એ સમયમાં ઈતિહાસ લેખનની પરંપરા નહોતી. જેનાં કારણે આર્યભટ્ટનાં વ્યક્તિગત જીવન વિષે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. જે માત્ર એમનાં લેખોમાંથી જ પ્રાપ્ત થાય છે !!!!

આર્યભટ્ટનો જન્મ ૧૭ એપ્રિલ ૪૭૬માં કુસુમપુર નજીક ગંગા નદીના તટ પર આવેલાં એક ગામમાં થયો હતો. આ ગામ આગળ જતાં ખગોળવિદ આર્યભટ્ટના નામ પર ખગૌલ નામથી પ્રસિદ્ધ થયું. આર્યભટ્ટ નામનો અર્થ પ્રથમ યોદ્ધો અથવા ઉત્કૃષ્ટ યોદ્ધો એવો થાય છે ……. જે પોતાની જાતે પ્રથમ ઉત્કૃષ્ટ ચિંતક હતાં

આર્યભટીય અને આર્ય સિધ્ધાંત ———-

આર્ય ભટ્ટ અભ્યાસ માટે સંભવત: નાલંદા વિશ્વવિદ્યાલયમાં ભણ્યાં હતાં. પરંતુ એમનાં વિષે અનેક મત પ્રવર્તે છે, પરંતુ કુસુમપુર એમની કર્મભૂમિ હતી. નાલંદા વિશ્વવિદ્યાલયની ખગોળશાળામાં આર્યભટ્ટના ગ્રંથ આર્યભટ્ટીયનું વિમોચન થયું હતું !!! જેમાં એમનાં નામનું પહેલું પ્રમાણ મળે છે !!! આર્યભટ્ટે એ રચના ૨૩ વર્ષની ઉંમરે જ લખી હતી. જે એમણે પુસ્તકમાં અંકોના માધ્યમથી બતાવ્યુ હતું !!!! એ સમયે જ્યોતિષ અને ગણિત માટે આર્યભટીય એક માત્ર ગ્રંથ હતો.  આ પુસ્તકમાં એમણે અંકગણિત, રેખાગણિત અને નક્ષત્ર વિજ્ઞાને દર્શાવ્યાં છે !!! આર્યભટ્ટની બીજી રચના આર્યસિદ્ધાંત પણ એટલો જ પ્રચલિત ગ્રંથ હતો !!!

આર્યભટીયનાં સૂત્ર શ્લોકોમાં રચવામાં આવ્યા હતાં. જેમાં શ્લોકોને છંદોના માધ્યમથી બતાવવામાં આવ્યાં હતાં. આર્યભટીયમાં કુલ ૧૧૮ શ્લોકો છે ……. જે ચાર ખંડોમાં વહેંચાયેલા છે !!!!

  • ગીતિકાપાદ
  • ગણિતપાદ
  • કાલક્રિયાપાદ
  • ગોલપાદ

આર્યભટીયનાંપ્રથમ ખંડ ગીતિકાપાદમાં આર્યભટ્ટે પ્રથમ આ ગ્રંથને વાંચવા માટે ૧૦ શ્લોકોમાં એ વિષે જણાવ્યું છે. પ્રથમ પદ આ ગ્રંથનું સૌથી નાનું પદ છે. ગણિતપાદમાં ગણિતના સિદ્ધાંતોનું વર્ણન છે. આ પાદમાં ગણિતના સિદ્ધાંતોને વીના સિદ્ધ કર્યે બતાવ્યાં છે. જેમાં પરંપરાજ્ઞ અંકો,વર્ગો, ઘનમૂળ અને વર્ગમુલની ચર્ચા કરવામાં આવી છે !!!! કાલક્રિયાપાદમાં ૨૫ શ્લોકોમાં સમય ગણના અને ગઢ નક્ષત્રોની સ્થિતિને દર્શાવી છે …. ગોલપાદમાં આ ગ્રંથોનાં અંતિક પચાસ શ્લોક છે જેમાં ગ્રહણ સંબંધી સૂચનાઓ અપાયેલી છે !!!!

Aaryabhatt

શૂન્યની ખોજ અને બીજગણિત ———-

આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. ગણિતમાં આ એક ક્રાંતિ હતી. આજે કમ્પ્યુટર પ્રણાલી શૂન્ય વગર કામ કરી શકતી નથી. આર્યભટ્ટની શોધથી આગળનાં (પછીનાં) ગણિતશાસ્ત્રીઓમાં ગણિતમાં ખૂબ જ સરળતા થઇ ગઈ હતી. ૧ થી ૯ ની શોધ પણ ભારતીયો દ્વારા કરવામાં આવી હતી, જેનો આરબ ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનાં કારણે પશ્ચિમના દેશોમાં ૧ થી ૯ સુધીના અંકો ને હિંદુ-અરેબીક – ન્યુમ્રલ્સ કહેવામાં આવે છે. એકથી નવની સાંખ્યિક અંકો હિન્દુ-અરેબિયા આંકડાઓ કહેવામાં આવે છે. શૂન્યની શોધને કારણે કરોડ, અરબ -ખરબ જેવી સંખ્યાઓ બની !!! અરબી લોકો પણ એ સમયે કેવળ હજ સુધીની જ ગણતરી કરતાં હતાં. પરંતુ ભારતીય હિંદુઓ સેક હજાર કરતાં વધુ સંખ્યા જાણનાર પ્રથમ હતાં !!!!

આર્યભટ્ટે લાંબા લાંબા પરિકલન કરવાં માટે બીજગણિતની શોધ પણ કરી હતી. જેનાથી કામ આસાનીથી થઇ શકે. બીજગણિતમાં ચર-અચર અને સમીકરણો ની સહાયતાથી સવાલો ને હલ કરવાં માટે હજી વધારે આસાની થઇ ગઈ !!! બીજગણિતથી ઘણાં મુશ્કેલ સવાલો ને હલ કરવું એ ઘણું બધું આસાન અને સહજ બની ગયું. બીજગણિતના મૂળમાં અંકગણિત છે જેનાં કારણે અંકગણિતને બીજગણિતનાં જનક કહેવામાં છે. ન્યુટને બીજગણિતને વિશ્વજાનીન અંકગણિત કહ્યું હતું !!! આર્યભટ્ટે બીજગણિતમાં બીજ નામ આપ્યું હતું !!! આનેજ કારણે એમને બીજગણિતના જનક કહેવામાં આવે છે !!!

જ્યા અને પાઈની ખોજ ———

\pi પાઈ અને જ્યાની ગણના પણ સર્વ પ્રથમ આર્યભટ્ટે કરી હતી. વૃતના વ્યાસ અને પરિધિના અનુપાતથી લઈને દશાંશના ચાર અંકો સુધી પાઈના માંનું પતો મળી શક્યો. જેની વેલ્યુ ૩.૧૪૧૭ થાય છે !!!! આ રીતે એમણે પાઈના સત્રિટક મનની ગણના કરી હતી. આમ તો આર્યભટ્ટ સ્વયં પોતાની ગણનોમાં પાઈનો પ્રયોગ નહોતા કરતાં !!!! અરબના ગણિતજ્ઞ વ્યક્તિઓએ જયારે આર્યભટીયનો અરબીમાં અનુવાદ કર્યો હતો. ત્યારે એમણેપાઈની શોધ માટે આર્યભટ્ટની પ્રશંસા કરી હતી !!!!

રેખાગણિત ———-

આરબ લોકો રેખાગણિતને ઇલ્મ-હિંદુસા એટલેકે હિન્દુસ્તાનનું જ્ઞાન કહે છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે રેખાગણિતની શોધ ભારતમાં થઈ હતી !!! પ્રાચીનકાળમાં યજ્ઞની વેદી બનવવા માટે માપ માટે ર્સ્સીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે રેખાગણિતના શુલ્ક સૂત્ર નામના ગ્રંથમાંથી લેવામાં આવ્યાં છે !!!. આર્યભટ્ટે રેખાગણિતના ઘણાં મૌલિક સિદ્ધાંતો પ્રતોપાદિત કર્યાં હતાં ……….. જેમાં ત્રિભુજ ,ચતુર્ભુજ , શંકુ આદિ સિદ્ધાંતો એમને પ્રતિપાદિત કર્યાં હતાં !!!!. ત્રૈરાશિક નિયમ ( ઈચ્છા x ફળ પ્રમાણ )ની ખોજ પણ આર્યભટ્ટે કરી હતી. જેનું ગણિતમાં આવશ્યક સ્થાન છે !!!!.આરબોને આની જાણકારી આઠમી સદીમાં મળી હતી.જેમને આમાં નવા પરિવર્તનો કર્યાં હતાં !!!! પાયથાગોરસ પ્રમેય આમ તો યુરોપીય ખોજ છે.પરતું એમની પ્રેરણા એમને ભારતમાંથી જ મળી હતી !!!

ખગોળશસ્ત્ર ——-

આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાનમાં પણ અહમ યોગદાન હતું. આર્યભટ્ટ પહેલાં ખગોળ વિજ્ઞાનમાં એવું માનવામાં આવતું હતું કે ‘પૃથ્વી કાચબાની પીઠ પર ટકી રહી છે જે એના પર ઘૂમતી રહેતી એટલે કે ગોળ ગોળ ફરતી રહેતી હોય છે !!!!. પરંતુ આર્યભટ્ટે એનું ખંડન કરીને એ બતાવ્યું કે ——- પૃથ્વી કોઈના પર આશ્રિત નથી અને એ નિરાવલાંબી છે !!! એમની આ વાતનું સમર્થન ભાસ્કરાચાર્યે પણ કર્યું હતું. એમ,નાં આ સિધ્ધાંત પર પહેલાં ઘણી આપત્તિઓ આવી પણ પછી ભાસ્કરાચાર્યે બતાવ્યું કે ” પૃથ્વી ચારે તરફથી નિર્વાત છે …..” એમનાં આલોચકો તો એમ પણ કહેતાં હતાં કે “જો પૃથ્વી નિરાધાર છે ‘ તો તો એ પડી કેમ નથી જતી પરંતુ એમનાં અસવાલનો જવાબ આપણને વર્તમાનમાં મળી ગયો છે.

આર્યભટ્ટે પુથ્વીને ગોળ પીંડ બતાવ્યો હતો આર્યભટ્ટે એપણ બતાવ્યું કે —— “ચંદ્રમાં સ્વયમ નથી ચમકતો પણ સૂર્યના પ્રકાશથી પ્રકશિત થાય છે. જેણે પરાવર્તન કહેવામાં આવે છે ……” આ સિવાય એમને સૂર્યનો ઉદય પૂર્વમાં અસ્ત પશ્ચિમમાં થવાને દ્રષ્ટિભ્રમ બતાવ્યો !!!! આનાથી એપ્રતિત થાય છે આર્યભટ્ટને પૃથ્વીની ગતિઓ રાત અને દિવસની જાણકારી હતી. એમને ઉત્તરી અને દક્ષિણી ધ્રુવની પણ ચર્ચા કરી હતી. જેની જાણકારી એમણે દેવતાઓના સમર્થનમાં બતાવી હતી !!! એમણે એ સમયે બતાવ્યું હતું કે —— ” પૃથ્વી કક્ષમાં સૌથી નીચે સ્થિત છે ……”

આર્યભટ્ટની લોકપ્રિયતા અને મૃત્યુ ———-

પોતાની શોધખોળો અને સંશોધનને કારણે આર્યભટ્ટ પોતાના સમયમાં મહાન વિદ્વાન ગણાતાં હતાં. જેમના કારણે ભારતનું નામ આ શોધો માટે જાણીતું થઈ ગયું હતું !!!!’ આર્યભટ્ટ પ્રથમની જેમ આર્યભટ્ટ દ્વિતીય પણ થયાં હતાં …… જેમણે આર્યભટ્ટ પ્રથમ ના સિદ્ધાંતોમાં મૌલિક સુધાર કર્યો હતો. આર્યભટ્ટ પ્રથમનું મૃત્યુ ઇસવીસન ૫૨૦ માં થયું હતું …. આર્યભટ્ટનાં ગ્રહ નક્ષત્રોનાં આધારે વર્તમાન પંચાંગ બનાવવામાં આવ્યું છે !!!’ ભારત સરકારે એમની યાદમાં પોતાના પહેલાં ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ જ રાખ્યું હતું !!!! યુનેસ્કોએ પણ એમની જન્મજયંતિ મનાવી હતી. અને આ રીતે આર્યભટ્ટ પ્રથમ વિશ્વગુરુના રૂપમાં મનુષ્યજાતિમાં સદૈવ સ્મરણીય રહેશે.

ગણિતને ખગોળ શાસ્ત્રમાં આખું ભારત નહિ પણ સમગ્ર વિશ્વ સદાય એમનું ઋણી રહેશે. આવા મહાન ગણિતજ્ઞ અને ખગોળવેત્તા ને તો શત શત વંદન !!!!

———- જનમેજય અધ્વર્યુ.

જો તમે આવાજ અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

– વીર અભિમન્યુ અને ચક્રવ્યૂહ

– ચક્રવર્તી રાજા ભરત

– રાજા ભગીરથ અને ગંગા અવતરણ

–  રાજા ભર્તૃહરિ / રાજા ભરથરી

– કૌટિલ્ય ( ચાણક્ય )

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!