મહારાણા હમીર સિંહ

પિતા ——– રાણા અરિસિંહ પ્રથમ
મહારાણા હમીર એમનાં ગામના ચંદાણા રાજ્પુતોના ભાણેજ હતાં. જયારે કુંવર હમીર નાના હતાં ત્યારે એમનાં પિતા અરિસિંહ ચિત્તોડ દુર્ગ પર મુહંમદ તુગલક જોડે લડતાં લડતાં વીરગતી પામ્યાં. પછી કુંવર હમીરની માતા ચંદાણી રાણીએ એને સાથે લઈને પોતાના ગામમાં ગ્રામીણો ની જેમ રહેવાનું શરુ કર્યું. ઇસવીસન ૧૩૨૫માં મુહંમદ તુગલક દિલ્હીના તખ્ત પર બેઠો. થોડાંક જ વર્ષો પછી એણે ચિતોડ પર પોતાનો અધિકાર જમાવ્યો.

કુંવર હમીરના કાકા અજયસિંહ રાજા બન્યાં. રાણા અજયસિંહની બહુજ ઈચ્છા હતી કે ચિત્તોડ પર ફરીથી પોતાનો કબજો જમાવાય. મુંજા બાલેચા નામના એક લુંટારાએ રાણા અજયસિંહને બહુજ તંગ કર્યો તો રાણાએ પોતાના દીકરાઓને મોકલ્યા પણ કામયાબી નાં માળી ત્યાં એમને ખબર પડી કે કુંવર હમીર જીવતાં છે તો એને તાબડતોબ બોલાવીને આ કામ સોંપ્યું. ૧૩-૧૪ વર્ષના કુંવર હમીરે મૂંજા બાલેચાનું માથું કાપીને રાણા અજયસિંહને આપ્યું. ત્યારે રાણા અજયસિંહે મૂંજા બાલેચના રક્તથી કુંવર હમીરસિંહને તિલક કર્યું અને કહ્યું કે “રાણા બનવાના અસલી હકદાર તો તમે જ છો ……!!!!”
આનાથી અજયસિંહના પુત્રો સજજનસિંહ અને ક્ષેમસિંહ નારાજ થઈને મેવાડની બહાર જતાં રહ્યાં. એવું કહેવાય છે કે ——- આ બંનેના વંશજ સતારા, કોલ્હાપુર, સાવંતવાડી , તંજાવર અને નાગપુરમાં છે !!!!

રાજયાભિષેક ——-

મહારાણા હમીરનો રાજ્યાભિષેક નો સમય ધણા લોકોએ ઇસવીસન ૧૩૦૦ બતાવ્યો છે …… જે સંભવ નથી !!!!
કર્નલ જેમ્સ ટોડનાં જણાવ્યા અનુસાર મહારાનાનો રાજ્યાભિષેક ઇસવીસન ૧૩૫૭ માં થયો પણ આ પણ ખોટું છે. એવું માલૂમ થાય છે કે ઇસવીસન ૧૩૨૫ થી ઇસવીસન ૧૩૫૧ની વચ્ચે એમનો રાજ્યાભિષેક થયો હશે !!!! |

મુહંમદ તુગલકે ચિત્તોડ દુર્ગ જાલૌરના રાવ માલદેવ સોનપરાને સોંપી રાખ્યો હતો. મહારાણા હમીરે મેવાડની પ્રજાને પહાડોમાં જઈને રહેવાનો આદેશ આપ્યો ……… જેના કારણે લડાઈ-ફસાદ વગેરેથી પ્રજાને કોઈ નુકસાન ના થાય. પ્રજાના પહાડોમાં જતાં રહેવાથી રાવ માલદેવ સોનગરામાટેનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો હતો અને એ ચિત્તોડમાં ભારે ફોજ મુકીને જાલૌર જતો રહ્યો. મહારાણા હમીરે ચિત્તોડ દુર્ગ પર બહુજ હુમલાઓ કર્યાં પણ એના પર અધિકાર પ્રાપ્ત ના કરી શક્યો.  મહારાણા હમીર પાસે ફૌજી તાકાત નહીં ની બરાબર હતી. મહારાણા દ્વારીકાપુરી તરફ ચાલી નીકળ્યા. જયારે એ ગુજરાતના ખોડ ગામમાં પહોંચ્યા ત્યાં બરબડી ચારણનામની એક અમીર સ્ત્રીએ એની મદદ કરી. બરબડી ચારણેપોતાના પુત્ર બારૂ ને ૫૦૦ ઘોડા સાથે મહારાણા હમીર પાસે મોકલી આપ્યો અને બદલામાં મહારાણા પાસેથી કોઈ ધન ના લીધું મહારાણા હમીરે ખુશ થઈને બારુને આન્યારી ગામની જાગીર આપી દીધી જ્યાં આજસુધી તેના વંશજો રહે છે.

Maharana Hamir

જાલૌરનો રાવ માલદેવ સોનગરાપોતાની મોટી ફૌજ ચિત્તોડ દુર્ગમાં મૂકી દઈને પોતે ખુદ જાલૌરમાં હતો. રાવ માંલ્દેવના સામંતોએ એને મહારાણા હમીર સાથે મિત્રતા કરવાની સલાહ આપી જેણે માનીને માલ્દેવે પોતાની પુત્રી ના લગ્ન મહારાણા હમીર સાથે કરાવી દીધાં. દહેજના રૂપમાં રાવ માલ્દેવે ચિત્તોડ તો ના જ આપ્યું પણ મેવાડના બીજા ઘણા હિસ્સાઓ આપ્યાં. રાવ માલ્દેવે ભૂલથી પોતાનો એક ખાસ માણસ પણ મહારાણા હમીર પાસે મોકલી આપ્યો. મહારાણા હમીરે આ જ માંસ પાસે કૂટનીતિથી કામ કઢાવી લઈને ચિત્તોડના દ્વાર ખોલાવી દીધાં …… આમાં બંને પક્ષે ઘણાં બધાં લોકો માર્યા ગયાં ……….

રાવ માલદેવ પણ પોતાના દીકરાઓ જેવાં કીર્તિપાલ, રણધીર, અને કેળાન સાથે ચિત્તોડ પહોંચ્યો. પણ મહારાણા હમીરના હાથે પરાજિત થઈને જાલૌર જતો રહ્યો. આ રીતે ચિત્તોડ દુર્ગ પર મહારાણા હમીરનો અધિકાર થયો. રાવ માલદેવ સોનગરા મુહંમદ તુગલક પાસે પહોંચ્યો તો મુહંમદ તુગલક બાદશાહી ફૌજ સાથે ચિત્તોડ આવ્યો. મહારાણા હમીરે મેવાડી સેના(રાજપૂત),ભીલ, મીણા વગરને સાથે લઈને હુમલો કર્યો. આ લડાઈમાં મુહંમદ તુગલક પરાજિત થઈને મહારાણા હમીર દ્વારા કેદ થયો. રાવ માલદેવનો પૌત્ર હરિદાસ મહારાણા હમીરના હાથે કતલ થયો.

મહારાણા હમીરે મુહંમદ તુગલકને ૩ મહિના કેદમાં રાખ્યો. મુહંમદ તુગલક મહારાણા ને અજમેર, રણથંભોર,શિવપુર કિલ્લો ,૫૦ લાખનું ધન અને ૧૦૦ હાથીઓ આપીને કેદમાંથી છૂટ્યો. આ વખતે મહારાણા હમીરની હિંમતને દાદ દેવી ઘટે કારણકે ……. એમણે મુહંમદ તુગ્લકને છોડાતી વખતે એની પાસે કઈ કરાર ના કરાવ્યો કે ના કોઈ બાહેંધરી લીધી કે
એ ફરીથી મેવાડ પર હુમલો નહીં કરે !!!!

ઇસવીસન ૧૩૫૧માં મુહંમદ તુગલકનું મૃત્યુ થયું

રાવ માલદેવ સોનાગારાના પુત્ર, બનવીરે મહારાણાના આધિપત્યને સ્વીકારી લીધું. મહારાણાએ બનવીરને નિમચ, રતનપુર અને ખૈગડની જાગીર આપી. બનવીરે ભૈંસરોડ પર હુમલો કર્યો અને તેને મેવાડમાં ભેળવી દીધું. રાવ માલદેવના મૃત્યુ પછી, જાલૌરથી એક ભેટ મહારાણાને મોકલવામાં આવી હતી.. ભેટ તલવાર હતી, જે આજ સુધી ઉદયપુરના સીટી પેલેસમાં જોવાં મળે છે. દર વર્ષે અશ્વિનની નવરાત્રીમાં આ તલવારની પૂજા થાય છે
મહારાણા હમીરે ગુજરાતના ખોડ ગામની બરબડી દેવીને ને બહુજ આદરપૂર્વક ચિત્તોડ બોલાવી એના દેહાંત પછી મહારાણાએ એક મંદિર બંધાવ્યું જે અન્નપુર્ણાના નામે ચિત્તોડ દુર્ગમાં મૌજુદ છે
બંબાવદેના રાજા હાલૂ અને વ્હાનપુરના રાજા ભરત ખીંચી વચ્ચે યુધ્દ થયું. મહારાણા હમીરે રાજા ભરતની મદદ કરી
મહારાણા હમીરે રાજા હાલૂ ના માફી માંગવાથી એને જીવનદાન આપ્યું. કીર્તિ સ્તંંભની પ્રશસ્તિમાં મહારાણા હમીરને “વિષમ ઘાટી પંચાનન”ની સંજ્ઞા આપવામાં આવી છે

ઇસવીસન ૧૩૬૪ માં મહારાણા હમીરનું મૃત્યુ થયું

મહારાણા હમીરના ૪ પુત્રો હતાં

[૧] મહારાણા ક્ષેત્રસિંહ (ખોતા)
[૨] કુંવર લૂણા
[૩] કુંવર શ્રુંગાર
[૪] કુંવર બૈરીશાલ

આમ જોવાં જઈએ તો મહારાણા હમીર કોઈ યુદ્ધ હારતાં નથી. પણ ઈતિહાસ એમને યાદ રાખે છે અને સદાય યાદ રાખશે મુહંમદ તુગ્લકને ધૂળ ચટાડવા માટે !!!!

——- જનમેજય અધ્વર્યુ

જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર નાથાભગત મોઢવાડીયા

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

– છત્રપતિ શિવાજી મહારાજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle