- જન્મતિથિ: બીજી ઓક્ટોબર, ૧૯૦૪
- નિધન: અગિયારમી જાન્યુઆરી, ૧૯૬૬
- હોદ્દો ભારત દેશના ત્રીજા વડા પ્રધાન
- જન્મસ્થાન: મુગલસરાય, ઉત્તર પ્રદેશ
- પદભાર ગ્રહણ: નવમી જૂન ૧૯૬૪
- સેવામુક્ત: અગિયારમી મે ૧૯૬૬ (મૃત્યુ પર્યંત)
- પૂર્વવર્તી: ગુલઝારી લાલ નંદા
- ઉત્તરાધિકારી: ગુલઝારી લાલ નંદા
લાલ બહાદુર શાસ્ત્રીને સાદગી, પ્રમાણિકતા, કર્તવ્યનિષ્ઠા અને અદ્ભુત વ્યક્તિત્વ માટે યાદ કરવામાં આવે છે. તેમના જીવન સાથે સંકળાયેલી યાદદાસ્ત માત્ર આપણને પ્રેરણા આપતી નથી, પરંતુ આપણા જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર પણ કરે છે. આજના યુગમાં જ્યારે રાજનીતિની ચાલ, ચરિત્ર અને ચહેરો સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે !!! અને જાતિબળ, ધનબળ અને બાહુબળ જ રાજનીતિની દિશા નક્કી કરતાં હોય છે. આવા સમયમાં લાલ બહાદૂર શાસ્ત્રી જેવાં પ્રધાનમંત્રી નાં આદર્શ ગુણોનું સ્મરણ માત્ર જ આપણને ગૌરવાન્વિત કરતું હોય છે !!!
લાલબહાદુર શાસ્ત્રીનું પ્રારંભિક જીવન ———-
કદમાં નાનાં અને સાધારણ દેખાવવાળાં આ અસાધારણ પ્રધાનમંત્રીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૯૦૪માં ઉત્તર પર્દેશના મુગલસરાઈના રામનગરમાં સાધારણ કાયસ્થ પરિવારમાં થયો હતો. શાસ્ત્રીજીના પૂર્વજો રામનગરમાં વર્ષોથી જમીનદારીનું કામ સંભાળતા હતાં. શાસ્ત્રીજીનાં પિતાજી શારદાપ્રસાદ શ્રીવાસ્તવ એક સ્કૂલમાં શિક્ષક હતાં !!! જેઓ પછીથી અલ્હાબાદમાં રેવન્યુ ઓફિસમાં એક અધિકારી બની ગયા હતાં. શાસ્ત્રીજીની માં રામદુલારીદેવી મુનશી હજારીલાલની પુત્રી હતી. જે મોગલસરાઇની રેલ્વે સ્કૂલમાં અંગ્રેજીની શિક્ષિકા હતી !!!! શાસ્ત્રીજી પોતાનાં માતા -પિતાનું બીજું સંતાન અને સૌથી મોટાં પુત્ર હતાં. એમની એક બહેન હતી જેનું નામ કૈલાશી દેવી હતું !!!!
એપ્રિલ ૧૯૦૬માં જયારે શાસ્ત્રીજી દોઢ વર્ષનાં પણ નહોતાં થયાં ત્યારે એમનાં પિતાજી પ્લેગ રોગમાંમૃત્યુ પામ્યાં. રામદુલારીદેવી એ વખતે માત્ર ૨૩ વર્ષની હતી અને ગર્ભવતી હતી !!!! હવે તો એ પોતાનાં બંને બાળકોને લઈને રામનગરથી મુગલસરાઈ આવીને રહેવાં લાગી હતી. જુલાઈ ૧૯૦૬માં રામદુલારી દેવીએ ત્રીજું સંતાન સુંદરીદેવી નામની પુત્રીને જન્મ આપ્યો. હવે શાસ્ત્રીજી અને પોતાની બે બહેનો પોતાના નનિહાલમાં ભણી રહ્યાં હતાં. ત્યારે ૧૯૦૮માં હજારીલાલનું પણ હૃદયાઘાતનાં કારણે મૃત્યુ થઇ ગયું. જેનાથી ઘરનું સારું કામ શાસ્ત્રીજીના મોટાં મામા દર્બારીલાલ પર આવી પડ્યું જે એ વખતે ઘાઝીપુરમાં કલાર્ક હતાં.
શાસ્ત્રીજી એક કાયસ્થ પરિવારનાં હતાં એ સમયમાં બે બાળકોને ઉર્દુ શીખવાનો રીવાજ હતો. પરતું સમયના ગૂંથાયેલા આ ચક્રમાં એ વખતે અંગ્રેજી ભાષાએ ઉર્દુભાશાને બદલી નાંખી. આજ કારણે ચાર વર્ષની ઉમર સુધી શાસ્ત્રીજીને એક મૌલવીએ ભણાવ્યા હતાં. એ એટલાં મેઘાવી હતાં કે એમણેદસ વર્ષની ઉમરમાં જ છઠી કક્ષા ઉત્તીર્ણ કરી લીધી હતી. મુગલસરાઈમાં સારી હાઈસ્કૂલ ના હોવાનાં કારણે એ પોતાનાં પરિવાર સાથે બનારસ જતાં રહ્યાં. અને ત્યાં હરિશ્ચન્દ્ર હાઈસ્કૂલમાં ભણવાં લાગ્યાં. આગળનું ભણતર એમણે કાશી વિદ્યાપીઠમાંથી કર્યું હતું !!!
શાસ્ત્રીજીના બાળપણની એક ઘટના બહુજ પ્રસિદ્ધ છે. જેનાથી એ જાણવાં મળે છે કે એ મનામણા કેટલાં પાકાં હતાં !!! બાળપણમાં એમને સ્કૂલ જવાં માટે ગંગા નદીને નાવમાં બેસીને પસાર કરવી પડતી હતી. નદી પાર કરવાં માટે એમને નાવ ચલાવવાંવાળાને ભાડું આપવું પડતું હતું. એક દિવસ એમની પાસે જ્યારે સ્કૂલ જવાં માટેના પર્યાપ્ત પૈસા નહોતાં તો નાવિકે એ બાળક શાસ્ત્રીને નાવમાં બેસાડવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો !!! ત્યારે બાળક શાસ્ત્રીને વિદ્યાલય જવાની એટલી ધગશ અને લગન હતી કે એ ગંગાની વહેતી ધારામાં કુદી ગયાં અને હાથ પગ હલાવતાં હલાવતાં વહેતી ગંગાને પાર કરી ગયાં. આ ઘટનાથી એ ખબર પડે છે કે —- શાસ્ત્રીજી બાળપણથી જ કેટલાં દ્રઢ સંકલ્પવાળાં હતાં
શાસ્ત્રીજીના પરિવારનો સ્વતંત્રતા આંદોલન જોડે કોઈ જ સંબંધ નહોતો. પરંતુ સ્કૂલમાં દેશભક્તિનું ગજબ વાતાવરણ હતું. જેમાં સૌથી વધારે એમને નિષ્કામેશ્વર મિશ્રાએ પ્રભાવિત કર્યાં. એમણે શાસ્ત્રીજીને આર્થિક સહાયતા પણ કરી હતી !!! મિશ્રાજીના દેશભક્તિના વલણથી પ્રભાવિત થઈને શાસ્ત્રીજીને પણ સ્વતંત્રતા આંદોલનમાં રૂચી થવાં લાગી એટલાં માટે એમણે ઇતિહાસના પુસ્તકો વાંચવાના શરુ કરી દીધાં. જેમાં એમણે સ્વામી વિવેકાનંદ , બાલગન્ગાધર તિલક અને ગાંધીજી જેવાં મહાપુરુષો વિષે વાંચ્યું !!!!
જાન્યુઆરી,૧૯૨૧ માં, જ્યારે તેઓ ૧૦મી કક્ષામાં હતાં અને તેમની અંતિમ પરીક્ષામાટે માત્ર ત્રણ મહિના જ રહી ગયાં હતાં ત્યારે એમણે ગાંધીજી અને મદન મોહન માલવિયા દ્વારા આયોજિત એક જાહેર સભામાં સામેલ થયાં …. મહાત્મા ગાંધીએ વિદ્યાર્થીઓને સ્કૂલ છોડીને અસહકાર આંદોલનમાં જોડાવાનું કહ્યું !!!! જેનાં કારણે એમણે બીજે જ દિવસે સ્કૂલ છોડી દીધી અને કોંગ્રેસ પાર્ટીની સ્થાનીય શાખામાં શામિલ થઇ ગયાં. એમની આંદોલનકારી નીતિઓમાં શામિલ થવાંને કારણે એમને ગિરફ્તાર પણ કરવામાં આવ્યાં. પરંતુ પછીથી એમને તરત જ છોડી મુક્યા !!! હવે કેટલાંક મહાન અંદોલનકારીઓને કારણે એમણે ફરથી અભ્યાસમાં ભાગ લેવાનો શરુ કર્યો !!! અને ૧૯૨૫માં વિદ્યાપીઠમાંથી સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી. વિદ્યાપીઠમાં સ્નાતક થઈને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શાસ્ત્રી કહેવામાં આવે છે. જે હંમેશને માટે એમનાં નામ સાથે જોડાઈ ગયું
૧૯૨૭મા લાલબહાદુર શાસ્ત્રીનો વિવાહ લાલીતાદેવી સાથે થયો હતો ……. જેમણે જીવનભર એમની દરેક પરિસ્થિતિમાં એમને સાથ આપ્યો હતો !!!! ૧૯૩૦માં શાસ્ત્રીજીએ મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો જેને કારણે એમને અઢી વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. ૧૯૪૦ માં એમને ફરીથી સ્વતંત્રતા આંદોલનમાં સત્યાગ્રહમાં ભાગ લેવાં બદલ એક વર્ષની સજા થઇ હતી. ૧૯૪૨માં જયારે મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલન શરુ કર્યું હતું એ વખતે એ એક સાલની સજા કાપીને બહાર જ આવ્યાં હતાં. એક સપ્તાહ સુધી જવાહરલાલ નહેરુના ઘરે આનંદ ભવનમાંથી સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય હતાં !!! કેટલાંક સપ્તાહ પછી એમને ફરીથી ગિરફ્તાર કરીને જેલમાં નાંખી દીધા અને ત્યાં એ ૧૯૪૬ સુધી રહ્યાં!!! આ રીતે શાસ્ત્રીજીએ પોતાનાં જીવનમાં લગભગ ૯ વર્ષ જેલમાં કાઢયાં હતાં !!!!
રાજકીય કારકિર્દી ——-
શાસ્ત્રીજીએ ભારતની આઝાદીની લડાઈમાં પોતાનું સર્વસ્વ લુંટાવી દીધું હતું. પરંતુ દેશને સ્વતંત્રતા મળ્યાં પછી પણ તેઓ વિનમ્ર, સંઘર્ષશીલ અને નિષ્ઠાવાન કાર્યકર્તા બની રહ્યાં. સ્વતંત્રતા પછી શાસ્ત્રીજી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના સચિવ પદ પર રહ્યાં હતાં. ૧૯૫૧-૫૨માં થયેલા પ્રથમ લોકસભા ચુનાવમાં એમણે કોંગ્રેસના મહાસચિવના રૂપમાં સક્રિય ભૂમિકા અદા કરી હતી !!!! ૧૯૫૨માં એમને દેશના પ્રથમ રેલ્વે અને સંચારમંત્રી બાનાવ્યા હતાં. આ સમયગાળા દરમિયાન ભારતમાં થયેલી એક દુર્ઘનામાં પોતાની નૈતિક જવાબદારી સમજીને તેમણે રાજીનામું આપ્યું હતું !!!! ત્યાર પછી તેઓ સુચના – પ્રસારણ, વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પણ રહ્યાં !!!! જવાહરલાલ નહેરુના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ એમને નહેરુના સ્વાભાવિક ઉત્તરાધિકારી માની લીધાં અને એમને પ્રધાનમંત્રી બનાવ્યાં !!!!!
ભારતના પ્રધાનમંત્રી ——–
૯ જુન ૧૯૬૪ના રોજ શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં. એમને બધાને સાથે રાખવાની નીતિ અપનાવી અને શ્રીમતી ઇન્દિરા ગાંધીને સુચના અને પ્રસારણ મંત્રી બનાવ્યાં. એ પોતાના આ આકસ્મિકકાળમાં કોઈ વિશિષ્ટ પ્રભાવ પાડી શકયા નહોતાં. એમને એક સીધાં સાદાને અમુક હદ સુધી અનિર્ણયના શિકાર એવા પ્રધાનમંત્રી સમજવામાં આવતાં હતાં. જે કોઈ પણ રાષ્ટ્રીય સમસ્યાના સમાધાન માટે કડબ લેતાં પણ ખચકાતાં હતાં. એમનાં કાર્યકાળમાં પંજાબી સુબાની માંગ માટેનું શીખ આંદોલન ઉગ્ર બન્યું હતું. રાજભાષાનાં રૂપમાં હિન્દી વિરુદ્ધ અંગેજીની સમસ્યાએ દેશવ્યાપી અંદોલનનું રૂપ લીધું હતું !!!!
૧૯૬૫માં દેશના ઘણાં ભાગોમાં દુકાળ પડયો હતો. એ સમયે દેશમાં ન તો પર્યાપ્ત અન્ન ઉપજતું હતું ના કોઈ અન્નનાં સુરક્ષિત ભંડાર હતાં. ભૂખમરાની સમસ્યા મોં ફાડીને જ બેઠી હતી. એવામાં ભારતને સંકટમાં ઘેરાયેલું જોઇને પાકિસ્તાને અચાનક ગુજરાતના કચ્છના રણમાં હુમલો કરી દીધો !!!! શાસ્ત્રીજીના પ્રયાસોથી થોડાંક જ દિવસોમાં બંને દેશો વચ્ચે સમજૌતા થઇ ગયો અને એક સીમા આયોગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો !!!! સપ્ટેમ્બર ૧૯૬૫માં પાકિસ્તાની સેનાએ કાશ્મીરના છમ્બઇલાકામાં અચાનક આક્રમણ કરી દીધું હતું !!!!
પાકિસ્તાની સેના ભારતીય ઈલાકાઓમાં ઝડપથી આગળ વધી રહી હતી. શાસ્ત્રીજીએ ભારતીય સેનાને મુહતોડ જવાબ આપવાનો આદેશ આપ્યો. એમણે અત્યારની જેમ કડી નિંદા ના કરી એટલો એમનો પાડ માનવો જ રહ્યો આપણે !!!! હવે શું હતું !!!! ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને કચડવાનું ચાલુ કરી દીધું માત્ર ૨-૩ દિવસોમાં જ હાજી પીર દર્ર પર ત્રિરંગો ફરકાવીને, લાહોર એરપોર્ટને ઘેરી લઈને એને કબજે કરી લીધું. ચકલાલાનો હવાઈ અડ્ડો નેસ્તનાબુદ કરી નાંખ્યો. પાકિસ્તાનની ૨૬૦ ટેન્કોમાથી ૨૪૫ ટેન્કોને નષ્ટ કરી નાંખી. પાકિસ્તાનના જનરલ અયુબખાન આનાથી ગભરાઈ ગયાં અને સમજી ગયાં કે જો આપણે યુદ્ધ ચાલુ રાખીશું તો આપણે બચી પણ નહીં શકીએ !!!!
ત્યારે પાકિસ્તાને અમેરિકા અને સોવિએત સંઘના માધ્યમ દ્વારા મદદની ભીખ માંગી. શાસ્ત્રીજીએ એ સમયે “જય જવાન જય કિસાન”ના નારાનો ઉદઘોષ કરતાં એમને એક નાનકડું ભાષણ આપ્યું. સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવ પર ભારત -પાક વચ્ચે યુદ્ધવિરામ થઇ ગયો. બંને સેનાઓ જ્યાં હતી ત્યાંજ રોકાઈ ગઈ !!! સોવિએત સંઘના પ્રધાન મંત્રી કોસીજીને બંને દેશના નેતાઓને એકબીજા સાથે વાતચીત કરવાં તાશ્કંદ બોલાવ્યા. ૨ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ શાસ્ત્રીજીના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ તાશ્કંદ ગયું
૩થી ૧૦ જાન્યુઆરી સુધી આઠ દિવસ ચાલેલી આ બેઠક પછી બંને દેશો વચ્ચે એક સમજૌતા થયો જેણે તાશ્કંદ કરાર કહેવામાં આવે છે. આના અનુસાર બંને દેશોની સેનાઓ ને પોતે પહેલાં જ્યાં હતી ત્યાં પાછા જતાં રહેવાનું હતું. ભારતને આ સમજૌતાથી ઘણુબધું ગુમાવવું પડે એમ હતું જે ભારતે આર્થિક એવં સૈનિકક્ષતિ ઉઠાવીને પ્રાપ્ત કર્યું હતું !!!! આની દેશમાં અતિતીવ્ર પ્રતિક્રિયા થવાની હતી !!!
લાલબહાદુર શાસ્ત્રીનું મૃત્યુ ———-
તાશ્કંદ સમજૌતાનો આઘાત શાસ્ત્રીજી ઝેલી ના શક્યાં અને ૧૧ જાન્યુઆરી ૧૯૬૬નાં રાતમાં એમને દિલનો દોરો પડયો જે જાનલેવા સાબિત થયો. આ વાત સદંતર ખોટી છે હોં કે હકીકતમાં તો શાસ્ત્રીજીને એમનાં જ રસોઈયાએ ખાવામાં ઝેર આપ્યું હતું. ત્યારે શાસ્ત્રીજીએ એ રસોઇઆને ઝડપથી ત્યાંથી વિદાય કરી દીધો હતો. હકીકતમાં રશિયા-અમેરિકા અને પાકિસ્તાને ભેગાં મળીને શાસ્ત્રીજીને ઉડાવી દીધાં હતાં જે અમેરિકા કે રશિયા ના કરી શક્યું એ ભારતે કરી બતાવ્યું હતું અને ત્યારેજ ભારતની શક્તિ વિષે દુનિયા જાણતી થઇ હતી !!!! હૃદયરોગમાં શરીર જાંબલી કે પીળું ના પડી જાય આ વાત તો ભારતીયોને તો ખબર હતીજ પણ મુર્ખ અમેરિકા અને રશિયાને ના પડી. એની વે એમનું શબ ભારત લાવવામાં આવ્યું. દેશવાસીઓએ એ બધું ભૂલી જઈને એમનાં અપ્રતિમ વિજયને જ યાદ રાખ્યો !!!! આ યુધ્ધે ૧૯૬૨મા ભારતે ગુમાવેલા આત્મ સન્માનને પાછું લાવી આપ્યું !!!!
સત્ય હકીકતને છુપાવવા માટે વિદેશી તાકતોએ શાસ્ત્રીજીનું પોસ્ટમોર્ટમ પણ થવા ના દીધું. વિધિની આ જ વિચિત્રતા છે !!!!
આ ધોતીયાદાસે લાહોર એરપોર્ટ કબજે કરીને દુનિયામાં આપણું નામ રોશન કર્યું હતું અને આપણું ગુમાવેલું આત્મસન્માન પાછું અપાવ્યું હતું. આ કોઈ નાનીસુની સિદ્ધિ નહોતી જ !!! આવા વીરને તો —— શત શત નમન જ હોય ને વળી !!!!
——- ” જય જવાન જય કિસાન “ ——
————- જનમેજય અધ્વર્યુ
જો તમે અન્ય મહા પુરુષો, વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.