શ્રી આપા ગોરખા ભગત

આપા જાદરા નો એક નો એક દિકરો કોળી ટેલવાના દિકરાને બદલે પોતાનો જીવ આપી પરલોક સિધાવી ગયો.
આપા મેપા એ વખતે દંપતીને આશ્વાસન આપતા કહેલુ કે તમારો પુત્ર ગોરવાડે(સ્મશાને) ગયો છે એ પાછો આવશે , ફરી જન્મ લેશે એનુ નામ ગોરખો રાખજો એણે આ ધરતી પર હજી ઠાકર ના ઘણા કાર્ય કરવા ના છે, તે ગૌ ને રાખશે ગૌ નો એ દાસ બનશે.

રતો, મેપો ને રામદે પરગટ જાદર પીર,
જાદર કેડે જાગીયા, પરગટ ગોરખ પીર.

તેઓ બાળપણ થી ભક્તિભાવ મા પરાયણ અને માતા પીતાના ના ભક્તિ વારસા ને જાળવી ઠાકર ના સાનિધ્ય મા રહેતા, ગાયુ ની સેવા કરતા.

તોપે ગઢ તોડી દિયે, એવા જોયા અનેક,
(પણ) સેંપટ ને’ થી છેક,(તેં) ગઢને પાડયો ગોરખા!
-ચમન ગજ્જર

શ્રી આપા ગોરખા ભગત

સીમમાંથી ધા નાખતા ગોવાળો જગ્યામાં આવ્યાં. આવીને ગોરખા ભગતને કહયુઃ “આપા! જગ્યાનું ધણ વાળી ગયા!”
“અરે આવો કાળો કામો..?! કોને આ ગાયુ ને દુભાવાની કમત્ય હુજી બાપ? કોણ વાળી ગયુ?”
“મોરબી દરબારનાં માણસો.”
“કાંઇ વાધો નહિ,

હવે તઇ ભાઇ ગોવાળો! આપણે તો વાંસે વાછરીયું પણ દઇ મેલો.નકર માતાજીયું કામધેનુ દુભાશે”.
એમ કહીને ગોરખાભગતે વાછરુ પણ મોક્લી દીધા.

બીજો દિવસ થતાતો સૌના આશ્વર્ય વચ્ચે મોરબીથી ધણ પાછુ આવ્યું ચોરનારા ચેતી ગયા કે ભગતનો જીવ કોચવાશે તો ઉલટપાલટ કરી નાખશે.
બધા ગાયુ જોઇ ને હર્ષીત થયા પણ .ભીખો રબારી ધ્રુંસકા મેલીને રોવા લાગ્યો કે, “આમા મારી ગોરહર ગા નથી દેખાતી ! મારી ગોરહર વગર હું નહિં જીવું.”

ભગત ગોરખાએ મોરબી ઠાકરને સંદેશો કેહવરાવ્યોઃગા વગર ગોવાળ ઝૂરે છે.ગોવાળ અને ઢોરની પ્રીત્યું નો વિચાર કરો, દરબાર! તમને બીજી ઘણીયું ગા મળી રહેશે.અમારી ગોરહર પાછી દઇ મેલજો.”

મોરબીનો ઠાકોર ન માન્યા .ફરી ગોરખા ભગતે કેહવડાવ્યુ કે “દરબાર ને કહો કે ગોરહરના દૂધ નહિ ઝરે, બાપ!”
તોયે દરબારને ડાહપણ ના આવ્યું ગાય ને ધરાર ના જ મોકલાવી. હવે એમણે મોરબી ને શીક્ષા કરવા નો નિર્ણય કર્યો.

થાનમાં બેઠાં બેઠાં હોકો પીતા રાયકાને ભગતે પૂછ્યું ” ભીમડા! તારા હાથમાં ઇ શું છે બાપ?”

“હોકાની ને’ છે બાપુ!”

“હઅઅ..! પણ એનુ બીજુ નામ શું?”

“નાળ્ય.”

“હાં બાપ! ઇયે નાળ્યઃ બંદૂક તોપ ની નાળ્ય જેવી. કર એને મોરબીના ગઢ સામી લાંબી અને માર ફુંક.”

ભીમડાએ પેહલી ફુંક દીધી. અને ગોરખા ભગત બોલ્યાઃ “શાબાશ! મોરબીનો ગઢ તૂટ્યો.

હાં ફુંક ફરીને!”

“વાહ! એ….ઘોડાહરના ભુક્કા! બસ! એ….કુંવર ઊડ્યો!”

☀?☀
ખરો કાળ ઝમઝાળ ગોરખો ખીજિયો
ગઝબની ચોટ જાદર તણો ગોરખો
દેવાતણ આકરો નતો દીઠો.
કમિતયા કેસરા એમ જાડા કહે
ફુલ ઘોડે ચડ્યો હૈયાફુટ્યો.
ઘોડાર્યુ બાળ્યને કુંવર ઉડાવ્યો
રાજ બોળી દિયે ઝ્ળુ રુઠ્યો.
પરગણું બધું નડેડાટ ઉજ્જડ પડ્યું
કોપિયો માળિયા સરે મટે કયાંથો
મોરબી સરે ખુટામણ નો મટે
મોરબી કૂટતી ફરે માથો
છોળાં કંડોળા તણી આવેને કરી આળ
મોરબીને સર મહારાજ! ગજબ ઉતાર્યો તેં ગોરખા!

(હવે પછી ની પોસ્ટ જાદરાબાપુ ના આશીષ મેળવી દેવધામ ચલાલા દિપાવનાર અંશવતાર આપા દાન મહારાજ ની આવે છે જેને તમે અહીં લિંક ઉપર ક્લિક કરીને વાંચી શકો છો) )

ચિત્રાંકન-છબીઃ કરશનભાઇ ઓડેદરા, પોરબંદર.
પ્રેષિત-ટાઇપઃ મયુર સિધ્ધપુરા, જામનગર
માહિતિ સંકલનઃ ☀કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન☀

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

 ભગત શ્રી આપા મેપા

– શ્રી આપા રતા ભગત

– સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ

– પરબધામ નો ઈતિહાસ

– શ્રી નકલંક ધામ તોરણીયા નો ઇતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!